hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે સિનિયર સિટિઝન તેમજ અતિ સિનિયર સિટિઝન માટે નવા ઇન્મકમ ટેક્સ સ્લેબ

યુનિયન બજેટ 2023માં 1 એપ્રિલ, 2023થી નવી સુધારેલી ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ઇન્કમ ટેક્સના સ્લેબ તમામ કરદાતાઓ માટે તેમની ઉમરને ધ્યાનમાં લીધા વિના એકસમાન છે. આનો અર્થ એ થાય છે કે 60થી 80 વર્ષની વય વચ્ચેના સિનિયર સિટિઝન અને 80 વર્ષથી વધુ ઉંમરના અતિ વિરષ્ઠ નાગરિકોએ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેટલો જ ટેક્સ ચૂકવવો પડશે, જે આ પ્રમાણે છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ

કરવેરાનો દર

રૂ. 3,00,000 સુધી

શૂન્ય

રૂ. 3,00,001 અને રૂ. 6,00,000ની વચ્ચે

તમારી કુલ આવકમાંથી રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%

રૂ. 6,00,001 અને રૂ. 9,00,00ની વચ્ચે

રૂ. 15,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 6,00,000થી ઉપરની રકમ પર 10%

રૂ. 9,00,001 અને રૂ. 12,00,000ની વચ્ચે

રૂ. 45,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 9,00,000થી ઉપરની રકમ પર 15%

રૂ. 12,00,001 અને રૂ. 15,00,000ની વચ્ચે

રૂ. 90,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 12,00,0000થી ઉપરની રકમ પર 20%

રૂ. 15,00,000થી વધુ

રૂ. 1,50,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

60થી 80 વર્ષની વય વચ્ચેના સિનિયર સિટિઝનએ જો તેઓ જૂની ટેક્સ પ્રણાલી પસંદ કરે તો નીચેના રેટ અનુસાર નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે.

ઇન્કમ ટેક્સ સ્લેબ

કરવેરાનો દર

રૂ. 3,00,000 સુધી

શૂન્ય

રૂ. 3,00,001થી રૂ. 5,00,000 સુધી

તમારી કુલ આવકમાંથી રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%

રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી

રૂ. 10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%

રૂ. 10,00,000થી વધુ

રૂ. 1,10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

આ સાથે, તમારી પાસેથી કેલક્યુલેશન બાદ લાગુ પડતા ટેક્સની રકમ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર પણ વસૂલવામાં આવશે.

[સ્ત્રોત]

80 વર્ષથી વધુ ઉંમરના અતિ સિનિયર સિટિઝન માટે નાણાંકીય વર્ષ 2023-24 માટે જૂના ટેક્સ માળખા હેઠળ ટેક્સનો રેટ નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ

કરવેરાનો દર

રૂ. 5,00,000 સુધી

શૂન્ય

રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી

તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%

રૂ. 10,00,000થી વધુ

તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી ઉપરની રકમ પર 30%

અતિ સિનિયર સિટિઝનએ પણ ગણતરી કરેલ ટેક્સની રકમ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર ચૂકવવાનો રહેશે. 

[સ્ત્રોત]

રૂ. 50 લાખથી વધુની ટેક્સેબલ આવક ધરાવતા સિનિયર અને અતિ સિનિયર સિટિઝનએ બંને નાણાકીય વર્ષ માટે ટેક્સ આકરણી માટે નીચેના સરચાર્જને ધ્યાનમાં લેવું આવશ્યક છે. આ સરચાર્જ 1 એપ્રિલ, 2023થી અમલી છે.

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે 1 એપ્રિલ, 2023થી અમલી, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કેન્દ્રીય બજેટ 2023 દ્વારા રૂ. 5 કરોડથી વધુની આવક પરનો સર્વોચ્ચ સરચાર્જ 37% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે . બાકીના સરચાર્જ દર નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે સમાન રહેશે.

કરપાત્ર આવક

સરચાર્જ (નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ)

રૂ. 50 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી નીચે

10%

રૂ. 1 કરોડથી ઉપર પરંતુ રૂ. 2 કરોડથી નીચે

15%

રૂ. 2 કરોડથી વધુ

25%

(ઉપરોક્ત સરચાર્જ ઇન્કમ ટેક્સની રકમ પર વસૂલવામાં આવે છે)

[સ્ત્રોત]

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવો ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણવામાં આવે છે?

નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે કયા ડિડક્શન લાગુ પડે છે?

નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે કઈ છૂટ લાગુ પડે છે?

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં શું ફાયદા છે?

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવા ઇન્કમ ટેક્સની વ્યવસ્થા હેઠળ કયા લાભો છોડવા પડશે?

વારંવાર પૂછાતા પ્રશ્નો