ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઈન ખરીદો
પ્રીમિયમ માત્ર ₹225 થી શરૂ*

હું ટ્રાવેલ ઇન્શ્યુરન્સનો ખર્ચ કેવી રીતે ઘટાડી શકું છું?

તમારી ઇન્ટરનેશનલ ટ્રિપ્સ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વાજબી કિંમતે મહત્તમ લાભો પૂરા પાડે છે. તમારા પ્લાન સાથેના કવરેજ અણધાર્યા જોખમના સમયે તમારા ખિસ્સાને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક પ્લાન વ્યક્તિની ઈચ્છા-પસંદગી કરતા ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. કેટલાક પ્રવાસીઓ બજેટ અંકુશોને કારણે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવા પર સંપૂર્ણપણે કાપ મૂકે છે. જોકે ઇન્શ્યુરન્સ વિનાનો ટ્રાવેલ વધુ ખર્ચાળ બાબત બની શકે છે.

અહીં આ લેખમાં તમે સમજી શકશો કે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ દરોને કયા પરિબળો અસર કરે છે અને તમે યોગ્ય કિંમતે સંપૂર્ણ પ્લાન કેવી રીતે મેળવી શકો છો. 

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ દરોને કયા પરિબળો અસર કરે છે?

  • પ્રવાસીઓની ઉંમર અને આરોગ્યની સ્થિતિ: વૃદ્ધ પ્રવાસીઓ પાસેથી સામાન્ય રીતે નાના પ્રવાસીઓ કરતાં વધુ દર વસૂલવામાં આવે છે. કારણ કે 18થી વધુ વયના લોકોની સરખામણીમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ વધુ જોખમ સાથે આવતા હોય છે. અગાઉથી અસ્તિત્વમાં રહેલા રોગોની ખરીદીના સમયે કંપની સમક્ષ જાહેરાત જરૂરી છે.
  • ટ્રિપનો સમયગાળો અને ગંતવ્ય: અન્ય મહત્ત્વનું પરિબળ છે તમારા સફરનો સમય કેટલો છે અને તમે ક્યાં ટ્રાવેલ કરી રહ્યાં છો. તમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી પ્રસ્થાનની તારીખથી પોલિસી ધારકોની પરત ફરવાની નિર્ધારિત તારીખ સુધી કવર આપે છે.
  • ઇન્શ્યુર્ડ-રકમ: ઇન્શ્યુર્ડ-રકમ એ વિવિધ લાભો દ્વારા ચૂકવવામાં આવતી મહત્તમ ઇન્શ્યુરન્સ રકમ છે. જોકે ઉચ્ચ ઇન્શ્યુર્ડ-રકમને કારણે પ્રીમિયમ દર પણ ઉંચો રહે છે, જેના પરિણામે પોલિસી ધારક સંભવિત રૂપે મોટા ક્લેમ માટે અરજી કરતી વખતે પર્યાપ્ત કવરેજ મેળવે છે.

અન્ય પરિબળો જેમ કે કંપની દ્વારા ઓફર કરવામાં આવતા ડિસ્કાઉન્ટ અને તમારા દ્વારા પસંદ કરાયેલા પ્લાન પણ ચૂકવવાની થતી રકમને પ્રભાવિત કરે છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે, 

તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પર પૈસા કેવી રીતે બચાવી શકો?

યોગ્ય પ્લાન પસંદ કરીને પ્રારંભ કરો

ટ્રાવેલ ઇન્શ્યુરન્સની શોધ કરતી વખતે તમે સરળતાથી ખરીદી કરી શકો છો અને પ્લાન અને તેના ક્વોટની ઓનલાઇન સરખામણી કરી શકો છો. આ તમને બજારમાં ઉપલબ્ધ વિકલ્પોની શ્રેણીનો ખ્યાલ આપે છે. યોગ્ય પ્લાન પસંદ કરવાનો અર્થ એ પણ છે કે દરેક પ્લાનના કવરને સમજવું અને તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુરૂપ હોય તેને ઓળખવું. તમે તમારી સાથે સુસંગત હોય તેવા મહત્તમ લાભો સાથે સૌથી વધુ ખર્ચ-અસરકારક પ્લાન પસંદ કરી શકો છો.

ટ્રાવેલ માટે પોલિસી વહેલી તકે ખરીદો

તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વહેલો ખરીદવાથી કિંમતમાં ઘટાડાનો લાભ મળે છે. ઇન્શ્યુરન્સ કંપની એવા ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે કે જેઓ તેમની પ્રસ્થાનની તારીખ પહેલાં જ પ્લાન ખરીદે છે. તમારો ટ્રાવેલ કેન્સલ થવાના કિસ્સામાં પણ તમારી પાસે તમારી હાલના ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ છે. જો તમે છેલ્લી ઘડીની ટ્રિપ બુક કરી હોય અને તાત્કાલિક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવાની જરૂર હોય તો તમારે વધુ બિનજરૂરી ચૂકવણી કરવી પડી શકે છે.

ગ્રુપ ઇન્શ્યુરન્સ > ઇન્ડવિજૂઅલ ઇન્શ્યુરન્સ

બધા પ્રવાસીઓ માટે એકલ ઇન્ડવિજૂઅલ પોલિસી ખરીદવાને બદલે ગ્રુપ વિકલ્પ વધુ ખર્ચ-અસરકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે: જો તમે કૌટુંબિક વેકેશનનું આયોજન કરી રહ્યાં છો, તો એક સર્વગ્રાહી ગ્રુપ પોલિસી ખરીદવી એ કુટુંબના તમામ સભ્યો માટે ઇન્ડવિજૂઅલ પોલિસીઓ ખરીદવા કરતાં સસ્તી સાબિત થશે.

સ્થાન, સ્થાન, સ્થાન

તમારો પ્રીમિયમ દર તમે ક્યાં અને કેટલા સમય માટે જઈ રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે. ઉંચા ખર્ચવાળા વિસ્તાર, તમારી સફરનો લાંબો સમયગાળો અને પીક ટ્રાવેલ સીઝન દરમિયાન કોઈ ચોક્કસ દેશનો પ્રવાસ-આ બધું તમારા પ્રીમિયમને સીધું અસર કરશે.

કવર અને તેના ખર્ચ

તમારી ટ્રાવેલ પોલિસી ખરીદવી એ સલામતીની બાબત છે. તમે તમારા માટે સૌથી મૂલ્યવાન કવર મેળવવા માટે તમારા પ્લાનને ચોક્કસ ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કસ્ટમાઇઝ કરી શકો છો. આ સર્વિસ તમને વધારાના કવર્સ જે તમને જરૂરી નથી તેને દૂર કરીને ચૂકવણીને ઘટાડીને ફાયદાકારક સાબિત કરે છે. લવચીક પ્લાન પસંદ કરો. ઉદાહરણ તરીકે: જો તમે કોઈ સાહસિક પ્રવૃત્તિઓમાં સામેલ ન હો, તો તમે તમારી પોલિસીમાંથી તે કવર (અને તેની સાથેના ખર્ચ) દૂર કરી શકો છો. તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં તમારી પાસે બેગેજ, ફ્લાઇટ અને મેડિકલ કવરેજ સંબંધિત બેઝિક પ્રમાણભૂત કવર હોવું જરૂરી છે.

લોન્ગ ટર્મ પ્લાનિંગ

જો તમે વારંવાર ટ્રાવેલ કરતા હોવ તો તમે સિંગલ-ટ્રિપ પ્લાન ખરીદવાને બદલે મલ્ટિ-ટ્રિપ અથવા વાર્ષિક પ્લાન પસંદ કરી શકો છો. આ તમારો સમય અને પૈસા બચાવે છે. આ પ્લાનના કોઈપણ બાકાત અથવા પ્રતિબંધો માટે તમારા પોલિસી દસ્તાવેજને કાળજીપૂર્વક વાંચવું જરૂરી છે. પોલિસીધારક સરળ સફર કરવા માટે અને ક્લેમ દાખલ કરવાની સ્થિતિમાં પણ પોલિસી સાથે સુસંગત હોવો જોઈએ.

આ ટીપ્સ સાથે તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદી શકો છો અને ખર્ચ બચાવી શકો છો. માત્ર ₹225/-થી શરૂ થતા પ્રીમિયમ સાથે ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઇન ખરીદો

ડિજિટ સાથે સંકળાયેલા રહો અને અનન્ય લાભોનો આનંદ માણો

શૂન્ય ડૅડુક્ટઇબલ્સ - તમે ક્લેમ કરો છો ત્યારે તમે કંઈપણ ચૂકવતા નથી - તે બધું અમારા પર છે. 

એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ - અમારા કવરેજમાં સ્કુબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ અને સ્કાય ડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે (જો સમયગાળો એક દિવસનો હોય)

ફ્લાઇટમાં વિલંબ માટે તાત્કાલિક નાણાંકીય વળતર - અમે તમારો વધુ સમય બગાડવા માંગતા નથી. તેથી જ જ્યારે તમારી ફ્લાઇટ 6 કલાકથી વધુ વિલંબિત થાય છે, ત્યારે અમે તમને ₹500-1000 નું તાત્કાલિક વળતર આપીએ છીએ.

સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ - કોઈ પેપરવર્ક નહીં, અહિંતા-ત્યાં દોડવાનું નહીં. તમે ક્લેમ કરો ત્યારે ફક્ત તમારા દસ્તાવેજો અપલોડ કરો.

મિસ્ડ-કોલ સુવિધા - અમને +91-7303470000 પર મિસ્ડ કોલ આપો અને અમે તમને 10 મિનિટમાં પાછા કોલ કરીશું. કોઈ વધુ ઇન્ટરનેશનલ કોલિંગ ચાર્જ નહીં!

વૈશ્વિક સપોર્ટ - અમે વિશ્વના સૌથી મોટા આરોગ્ય અને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ નેટવર્ક Allianz સાથે ભાગીદારી કરી છે, જેથી સમગ્ર વિશ્વમાં તમને એકીકૃત રીતે સમર્થન મળે. T&C*