ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

જો આઇટીઆર ફાઇલ ન થાય તો શું થશે?

જો નાણાકીય વર્ષ માટે વાર્ષિક ઇન્કમ ટેક્સ ફાઇલ કરવામાં નથી આવ્યું, તો સંભવતઃ સરકાર દ્વારા તમને રડાર પર લેવામાં આવશે. ઉપરાંત, આ આદેશોનું પાલન ન કરવું એ એક ગેરકાયદેસર પ્રવૃતિ છે કારણ કે જો તમારે સ્થળાંતર થવાનું હોય અથવા લોન સેક્યુઅર્ડ કરવાની જરૂર હોય તો તે તમારા પર વિપરીત અસર કરી શકે છે.

આઇટીઆર (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઇલ ન કરવામાં આવે તો પેનલ્ટી ભરવી પડશે.

આ આર્ટિકલ ઇન્કમ ટેક્સ ન ભરવાની વિવિધ પેનલ્ટી, તારીખો અને પરિણામોનો ચિતાર આપશે. "જો હું ભારતમાં ઇન્કમ ટેક્સ ન ભરું તો શું?" નો જવાબ જાણવા માટે તમે આ અહેવાલ આગળ વાંચતા રહો.

નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની તારીખો કઈ છે?

નાણાકીય વર્ષ 2022-23 અને આકરણી વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે:

ટેક્સ પેયર કેટેગરી ટેક્સ ફાઇલિંગ માટેની નિયત તારીખ - નાણાકીય વર્ષ 2022-23
વ્યક્તિગત/હિંદુ અવિભાજિત કુટુંબ/AOP/BOI (કોઇ ઓડિટ જરૂરી નથી) 31મી જુલાઇ 2023
ઓડિટની જરૂર હોય તેવા બિઝનેસ 31મી ઓક્ટોબર 2023
ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટની જરૂર હોય તેવા બિઝનેસ 30મી નવેમ્બર 2023
સુધારેલ આઇટીઆર 31મી ડિસેમ્બર 2023
વિલંબિત/મોડું આઇટીઆર 31મી ડિસેમ્બર 2023

16 જુલાઇ, 2023 સુધી આ તારીખોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. નાણાંકીય વર્ષ 2023-24ની તારીખો હજુ જાહેર થવાની બાકી છે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સના હપ્તા ભરવા માટેની તારીખો કઈ છે?

નાણાકીય વર્ષના અંતે ઇન્કમ ટેક્સ તરીકે લંપસમ રકમ ચૂકવવાને બદલે, ટેક્સ પેયર જેમ-જેમ કમાણી થાય તેમ-તેમ હપ્તાના સ્વરૂપમાં અગાઉથી ટેક્સ ચૂકવવાનું પસંદ કરી શકે છે. આ એડવાન્સ ટેક્સ કહેવાય છે.

એડવાન્સ ટેક્સની ચુકવણી માટેની નિયત તારીખો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવે છે, જે નીચે મુજબ છે:

નાણાકીય વર્ષ 2023-24 માટેની એડવાન્સ ટેક્સ ફાઇલિંગની નિયત તારીખો અનુપાલનની પ્રકૃતિ/કોમ્પલાયન્સ પદ્ધતિ ભરવાપાત્ર ટેક્સ
15મી જૂન 2023 પ્રથમ હપ્તો ટેક્સ લાયાબિલિટીના 15%
15મી સપ્ટેમ્બર 2023 બીજો હપ્તો ટેક્સ લાયાબિલિટીના 45%
15મી ડિસેમ્બર 2023 ત્રીજો હપ્તો ટેક્સ લાયાબિલિટીના 75%
15મી માર્ચ 2024 ચોથો હપ્તો ટેક્સ લાયાબિલિટીના 100%
15મી માર્ચ 2024 [સ્ત્રોત] અનુમાનિત યોજના/સ્કીમ ટેક્સ લાયાબિલિટીના 100%

આઇટીઆર ફાઇલ કરવાનું મહત્વ શું છે?

એક જવાબદાર અને સુસંગત નાગરિક તરીકે, વ્યક્તિએ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આઇટીઆર ફાઇલ કરવાના ફાયદા અને મહત્વ નીચે જણાવ્યા છે:

  • પેનલ્ટીથી બચવા માટે: ટેક્સ વિભાગ સેક્શન 234F હેઠળ ટેક્સ ફાઇલ અને ચૂકવણી ન કરતી વ્યક્તિઓ પાસેથી ભારે દંડ વસૂલે છે. આઇટીઆરની સમયમર્યાદા ચૂકી જવા બદલ દંડ ચૂકવવો એ કોઈપણ સામાન્ય સરેરાશ વ્યક્તિ માટે ભારે પડી શકે છે.
  • બેંક પાસેથી લોન મેળવવા માટેઃ ઘર/કાર ખરીદવા અથવા મેડિકલ સારવાર માટે લોન અરજી કરતી વખતે, અગાઉના ત્રણ વર્ષના આઇટીઆર આવશ્યક છે.
  • આઇટીઆર વિગતો મહત્વપૂર્ણ છે: આઇટીઆર ડોક્યુંમેન્ટ તમારી સેલરીને સાબિત કરવા માટે આવશ્યક છે કારણ કે તેમાં ફોર્મ 16 કરતાં વધુ ડિટેલ્સ હોય છે. તેમાં સેલરી અને અન્ય સ્ત્રોતોમાંથી તમારી આવકની માહિતી શામેલ છે. વધુમાં, આઇટીઆર વ્યક્તિની સમગ્ર વર્ષ દરમિયાન અને વિવિધ સ્ત્રોતો-માધ્યમો દ્વારા કમાયેલી સંચિત આવકના પુરાવા તરીકે પણ કામ કરે છે.
  • વિઝા મેળવવા માટે: યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા કેટલાક વિદેશી દેશોની એમ્બેસી વિઝા પ્રોસેસ માટે પાછલા વર્ષના આઇટીઆર રીસિપ્ટસ માંગે છે. આ ડોક્યુમેંટ તેમને ખાતરી આપે છે કે તેમના દેશોમાં રહો ત્યારે તમે તમારી સંભાળ રાખવામાં સક્ષમ છો.
  • નુકસાનની ભરપાઇ કરવા માટે આગલા નાણાકીય વર્ષમાં કેરી ફોરવર્ડ: તમે આઇટીઆર ફાઇલ નહીં કરો ત્યાં સુધી તમે આગામી નાણાકીય વર્ષમાં કોઇપણ નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકશો નહીં. આમ, રિટર્ન ફાઇલ કરવું મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે પછીના વર્ષોમાં નુકસાન ક્લેમ કરી શકો.
  • ટેક્સ રિફંડ ક્લેમ કરવું: ઇન્કમ ટેક્સ રિફંડ એ એક સામાન્ય પ્રક્રિયા છે અને ઘણા લોકો દર વર્ષે આ કરે છે. ટેક્સ લાયાબિલિટી કરતાં વધુ ચૂકવણી કરતા ટેક્સ પેયર રિફંડ ક્લેમ કરવા યોગ્ય પાત્ર બને છે.
  • ક્લિરન્સ સર્ટિફિકેટ મેળવવું: વિદેશી અથવા ઉચ્ચ વેલ્યૂના વ્યવહારો માટે, મુખ્યત્વે અમુક એસેટના વેચાણ અને ટ્રાન્સફર માટે, વ્યક્તિએ આઈટી એક્ટના સેક્શન 281 હેઠળ ટેક્સ ક્લિરન્સ સર્ટિફિકેટ પ્રદાન કરવું જરૂરી છે. નિયમિત આઇટીઆર ફાઇલ કરનાર વ્યક્તિ જ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી શકે છે.
  • સરકારી ટેન્ડરો માટે યોગ્ય પાત્રતા: જો કોઇ વ્યક્તિ ટેન્ડર ફાઇલ કરીને કોઇપણ સરકારી પ્રોજેક્ટ હાથ ધરવા માંગે છે તો છેલ્લા કેટલાક વર્ષોના ઇન્કમ ટેક્સ રિટર્ન મહત્વનો માનવામાં આવે છે. તેથી, નિયમિત આઇટીઆર આવા મહત્વપૂર્ણ ટેન્ડરો માટે તમને યોગ્ય પાત્ર બનાવે છે.

આઇટીઆર ફાઇલ થયેલ છે કે નહી તે કેવી રીતે તપાસવું?

તમે પાછલા વર્ષો માટે આઇટીઆર ફાઇલ કર્યું છે કે કેમ તે તપાસવા માટે, 'આઇટીઆર ફાઇલ કરવામાં આવ્યું છે કે નહીં તે કેવી રીતે તપાસવું ?'ના નીચેના સ્ટે૫ તમારે અનુસરવાની જરૂર છે.

સ્ટે૫ 1: ઓફિસિયલ આઇટીઆર વેબસાઇટની મુલાકાત લો .

સ્ટે૫ 2: પાન નંબર અને પાસવર્ડ સાથે લોગ ઈન કરો.

સ્ટે૫ 3: E-file>Income Tax Return>View Filed Return પાથ સિલેક્ટ કરો.

સ્ટે૫ 4: ઉપરોક્ત પ્રક્રિયા બાદ તમને ઇન્કમ ટેક્સ પોર્ટલમાં ફાઇલ કરેલા તમામ ઇન્કમ ટેક્સ રિટર્ન દર્શાવાશે.

ઇન્કમ ટેક્સ ન ફાઇલ કરવાના પરિણામો

આઇટીઆર ફાઇલ ન કરવાના પરિણામો અહીં વર્ણવ્યા છે.

સેલરાઈઝડ વ્યક્તિ માટે

જો આકરણી વર્ષમાં 31મી જુલાઇ પછી આઇટીઆર ફાઇલ કરવામાં આવે તો લેટ ફી રૂ. 5,000 છે. વધુમાં, રૂ. 5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો માટે મહત્તમ પેનલ્ટી રૂ. 1,000 સુધીની છે.

સ્વ-રોજગાર મેળવનાર માટે

સ્વ-રોજગાર ધરાવતા લોકો માટેનો નિયમ ઉપર મુજબ જ છે. સામાન્ય મોડી ચૂકવણીના કિસ્સામાં રૂ. 5,000 પેનલ્ટી તરીકે ચૂકવવા પડશે અને જો તમારી આવક રૂ. 5 લાખથી વધુ ન હોય, તો તમારે માત્ર રૂ. 1000 ચૂકવવાના રહેશે.

કંપનીઓ માટે

આઇટીઆરની મોડી ચુકવણી માટેનો નિયમ કંપનીઓ માટે પણ સમાન છે. પેનલ્ટી રૂ. 5,000 હશે પરંતુ જો આવક રૂ. 5 લાખથી ઓછી હોય, તો તમારે રૂ. 1000નો દંડ ચૂકવવો પડશે.

સિનિયર સિટીઝન માટે

જો સિનિયર સિટીઝનને પણ નિયત તારીખ સુધીમાં આઇટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ જાય તો રૂ. 5,000નો દંડ ચૂકવવો પડશે અને જો તેમની આવક રૂ. 5 લાખથી ઓછી હોય, તો રૂ. 1000નો દંડ લાદવામાં આવશે.

તેથી હંમેશા ખાતરી કરો કે જો તમે આઇટીઆર ફાઇલ કરીને નિયત સમયમર્યાદામાં બાકી રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ થાઓ તો શું થાય છે.

[સ્ત્રોત]

જો હું તારીખ ચૂકી જઉ તો શું કોઇ ચાર્જ અને પેનલ્ટી છે?

એવું બની શકે છે કે જો નિયત તારીખમાં આઇટીઆર ફાઇલ કરવામાં ન આવે, તો ટેક્સ પેયર જરૂરી પેનલ્ટી ભર્યા પછી પણ રિટર્ન ફાઇલ કરી શકો છો. આ ફાઇલિંગને વિલંબિત રિટર્ન કહેવામાં આવે છે; જોકે, 31મી જુલાઇ 2023ની આઇટીઆરની ટાઈમલાઈન ચૂકી જવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તેમાં પણ તમારે નીચેના પરિણામોનો સામનો કરવો પડશે:

  • લેટ ફી: જો તમે 31મી જુલાઇ 2023ની આઇટીઆરની સમયમર્યાદા ચૂકી જાઓ તો તમારે સેક્શન 234F હેઠળ રૂ. 5,000ની લેટ ફી ચૂકવવી પડશે. જોકે, જો તમારી કુલ આવક રૂ. 5 લાખથી ઓછી હોય, તો દંડ ઘટાડીને રૂ. 1,000 કરવામાં આવે છે.

[સ્ત્રોત]

  • જેલ/કેદ: જો તમે તે નિર્ધારિત નાણાકીય વર્ષ માટે આઇટીઆર ફાઇલ કરવામાં જાણીજોઇને નિષ્ફળ ગયા હોવ, તો ઇન્કમ ટેક્સ અધિકારી તમારી સામે આરોપો દાખલ કરી શકે છે, જેના કારણે દંડની સાથે 3 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. જો ઇન્કમ ટેક્સ વિભાગે મોટી રકમનો ટેક્સ લેવાનો બાકી નીકળે તો જેલની સજા 7 વર્ષ સુધી લંબાવી શકાય છે.

[સ્ત્રોત]

  • વધારાનું વ્યાજ: જો તમે નિયત તારીખ પહેલાં તમારું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ થશો તો સેક્શન 234A હેઠળ દર મહિને 1% અથવા ન ચૂકવેલ મહિનાના ભાગ માટે ટેક્સની રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે.

[સ્ત્રોત]

  • નુકસાન સરભર: જો તમને શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અથવા તમારા કોઇપણ બિઝનેસમાંથી નુકસાન થયું હોય, તો તમે તેને આગળ કેરી ફોરવર્ડ કરી શકો છો અને તમારી ટેક્સ લાયાબિલિટી નોંધપાત્ર રીતે ઘટાડવા માટે તેને તમારી આગામી નાણાકીય વર્ષની આવક સાથે જાહેર કરી શકો છો.
     જોકે, જો તમે આઇટીઆરની સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો આ સુવિધા તમારા માટે ઉપલબ્ધ નહિ રહે. 
  • વિલંબિત રિટર્ન: નિર્ધારિત નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવેલ આઇટીઆરને વિલંબિત રિટર્ન કહેવામાં આવે છે. આ હેઠળ, તમારે હજુ પણ ઉપર દર્શાવેલ રેટ મુજબ લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડશે અને આગામી નાણાકીય વર્ષમાં નુકસાનને કેરી ફોરવર્ડ કરવું નહીં.
    ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની નિર્દિષ્ટ નિયત તારીખ આકરણી વર્ષની 31મી ડિસેમ્બર છે (સિવાય કે સરકાર દ્વારા વધારવામાં આવે). નાણાકીય વર્ષ 2022-23 માટે, વિલંબિત રિટર્નની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2023 છે.

[સ્ત્રોત]

જો પાછલા વર્ષો માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવામાં ન આવે તો શું?

જો પાછલા વર્ષો માટે આઇટીઆર ફાઇલ કરવામાં આવ્યું નથી, તો પછી તમે આઈટી વિભાગના ઓનલાઇન પોર્ટલ પર વિલંબના નિવારણ માટે અરજી કરીને તેને પછીથી ઓનલાઇન ફાઇલ કરી શકો છો. જોકે, તમે ચાલુ નાણાકીય વર્ષના પહેલાના બે વર્ષ માટે જ આઇટીઆર ફાઇલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે FY 2021-22 અને FY 2022-23 માટે તમારો આઇટીઆર ફાઇલ કરવા માગો છો, તો તમારે તે FY 2023-24ના અંત સુધીમાં એટલે કે 31મી માર્ચ 2024 સુધીમાં કરવું પડશે.

જોકે, તમારે વર્તમાન નાણાકીય વર્ષની 31 જુલાઇની સમયમર્યાદા ચૂકી જવા બદલ રૂ. 5000નો દંડ ચૂકવવો પડશે. જો તમારી પાસે ફાઇલ ન કરવા માટેનું સાચું કારણ હોય અને ઇન્કમ ટેક્સ અધિકારી તમારા ખુલાસાથી સંતુષ્ટ હોય, તો તમારે કોઇ દંડ ચૂકવવો પડશે નહીં.

શું તેના માટે કોઇ ચાર્જિસ અને પેનલ્ટી છે?

જો તે/તેણી સમયમર્યાદા પછી પરંતુ 31મી ડિસેમ્બરે અથવા તે પહેલાં આઇટીઆર જાહેર કરે તો આકરણી વર્ષ 2023-24 માટે ટેક્સ પેયર રૂ. 5000 ચૂકવવા માટે જવાબદાર છે.

આમ નિષ્કર્ષ જોઈએ તો જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો નાગરિકો અને બિઝનેસે દંડ ચૂકવવો પડે તેવી શક્યતા છે. તેને અવગણવા માટે, તમામ વ્યક્તિઓએ ઝડપથી તેમના બાકી ઇન્કમ ટેક્સ ચૂકવવા જોઇએ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવું એ એક ગંભીર ગુનો છે અને લોકોએ આ ગુનાના ઉલ્લંઘન વિશે જાગૃત રહેવું જોઇએ.

[સ્ત્રોત]

આઇટીઆર ફાઇલ ન કરવાના પરિણામો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો હું ભારતમાં ઇન્કમ ટેક્સ ન ભરું તો શું થશે?

જો કોઇ વ્યક્તિ આઇટીઆર ફાઇલ કરતી નથી અને આઇટીઆર તારીખ ચૂકી જાય છે, તો તેનું મોડું રિટર્ન ફાઇલ થઈ શકે છે અને તે કિસ્સામાં જો કોઇ હોય રિફંડ હશે તો તે મોડું આવશે. ઉપરાંત, સેક્શન 234F હેઠળ લેટ ફાઇલિંગ ફી લાગુ પડે છે.

[સ્ત્રોત]

શું આઇટીઆર ફાઇલ ન કરવાથી જેલ થઇ શકે છે?

આઇટીઆર ફાઇલ ન કરવા પર કેદ થઇ શકે છે જેની મુદત 3 મહિનાથી 2 વર્ષ વચ્ચે હોઈ શકે છે અથવા ઉંચી ટેક્સ લાયાબિલિટીના કિસ્સામાં 7 વર્ષ સુધી પણ થઈ શકે છે.

[સ્ત્રોત]