ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન વિશે જાણવા જેવી જરૂરી બાબતો

ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્નનું માળખું અત્યંત જટિલ છે. તદુપરાંત, માહિતીનો અભાવ અને તે અંગેની ખોટી માહિતી વારંવાર ટેક્સ પેયરને રિટર્ન ફાઇલિંગથી નિરાશ કરે છે, દૂર કરે છે. તેથી, અમને આ વિષયની ઊંડાણપૂર્વકની સમજ પ્રદાન કરવાની અને તેને તમારા માટે એકદમ સરળ બનાવવાનો અવકાશ આપો.

ચાલો શરૂ કરીએ!

[સ્ત્રોત]

ઇન્કમ ટેક્સ રિટર્ન શું છે?

ભારતમાં ટેક્સ પેયર ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા આઇટીઆર નામના ફોર્મ દ્વારા તેમની કમાયેલી આવક અને લાગુ ટેક્સ વિશેની માહિતી ફાઇલ કરે છે. વ્યક્તિ આ ફોર્મ ભારતના ઇન્કમ ટેક્સ વિભાગને સબમિટ કરે છે. આઇટીઆર દ્વારા ફાઇલ કરવામાં આવેલી માહિતી ચોક્કસ નાણાકીય વર્ષ સાથે સંબંધિત છે એટલે કે, 1લી એપ્રિલથી શરૂ થાય છે અને આવતા વર્ષે 31મી માર્ચે સમાપ્ત થાય છે.

વધુમાં, ટેક્સ પેયર માટે ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. માત્ર ઇન્કમ ટેક્સ રિટર્નનો અર્થ સમજવો પૂરતો નથી. જો તમને નીચેની શરતોમાંથી કોઈપણ લાગુ પડતી હોય તો તમારે આઇટીઆર ફાઇલ કરવું આવશ્યક છે:

  • જો તમારી કુલ આવક સેક્શન 80TTA, 80TTB, 80D, 80C, 80CCD હેઠળના વિવિધ ડિડક્શન પહેલાં બેઝિક છૂટ લિમિટ કરતાં વધી જાય. આ છૂટ લિમિટ નીચે દર્શાવેલ છે:

વિગતો આવકની રકમ
80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ₹.5,00,000
60 થી 80 વર્ષની વયના વ્યક્તિઓ માટે ₹.3,00,000
60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે ₹.2,50,000

  • તમે નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી સંપત્તિમાં રોકાણ કર્યું છે અથવા કમાણી કરી છે.
  • આપેલ નાણાકીય વર્ષમાં તમે રૂ. 1 કરોડથી વધુ એક અથવા બહુવિધ બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કરાવ્યા છે.
  • જો તમે કોઈ વ્યક્તિની વિદેશ યાત્રા માટે રૂ. 2,00,000થી વધુની ચુકવણી કરી હોય. આ વ્યક્તિ તમારા કુટુંબનો સભ્ય હોઈ શકે કે ન પણ હોય.
  • જો તમે એક વર્ષમાં વીજળીના ચાર્જ તરીકે રૂ. 1,00,000ની ચૂકવણી કરી હોય.

ભારતમાં ટેક્સ પેયર માટે વિવિધ પ્રકારના આઇટીઆર છે. વધુમાં, ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ટેક્સ પેયરની કેટેગરી, તેની/તેણીની આવકના [स्रोत]ો અને આવકની રકમના આધારે બદલાય છે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

તમારે કયો આઇટીઆર ફાઇલ કરવો જોઈએ?

ભારતનું ઇન્કમ ટેક્સ વિભાગ 7 પ્રકારના ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ સૂચવે છે. તદુપરાંત, આઇટીઆર ફોર્મ ટેક્સ પેયરના પ્રકાર અને તેની/તેણીની રકમ તેમજ આવકના પ્રકાર પર આધારિત છે. વ્યક્તિઓ ઈન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરી શકે છે.

ભારતમાં આઇટીઆર ના વિવિધ પ્રકારો નીચે વિગતવાર છે:

આઇટીઆર-1 અથવા સહજ

ચાલો આઇટીઆર ફોર્મ 1, જેને સહજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની સાથે આઇટીઆર રિટર્નના પ્રકારો વિશેની સમજણ શરૂ કરીએ. આ નીચેની કેટેગરી હેઠળ આવતા નિવાસી ભારતીયો દ્વારા ફાઇલ કરવામાં આવે છે:

  • સેલરી અથવા પેન્શન દ્વારા નિયમિત આવક પેદા થાય છે.
  • એક રહેણાંક પ્રોપર્ટીમાંથી આવક આવે છે.
  • કૃષિ આવકની રૂ. 5,000 સુધીની કમાણી કરતી વ્યક્તિઓ.
  • લોટરી અથવા હોર્સ રેસિંગ વગેરે જીતીને મેળવેલી આવક.
  • ટેક્સ પેયરની કુલ આવક રૂ. 50,00,000 સુધીની છે.

આઇટીઆર-2

આ ફોર્મ વ્યક્તિગત અને હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે જેમની નાણાકીય વર્ષમાં કુલ આવકમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • આવક રૂ.50,00,000થી વધુ છે.
  • આવકનો [સ્ત્રોત] પેન્શન અથવા સેલરી છે.
  • ટેક્સ પેયરની આવક રહેણાંક પ્રોપર્ટીમાંથી આવે છે.
  • લોટરી અથવા ઘોડાની રેસ જીતીને આવક મળે છે.
  • વ્યક્તિગત ટેક્સ પેયર કંપનીના ડિરેક્ટર છે.
  • કૃષિમાંથી વ્યક્તિની આવક રૂ.5,000થી વધુ છે.
  • કેપિટલ ગેઈન્સમાંથી આવક પ્રાપ્ત થાય છે.
  • વિદેશી એસેટમાંથી આવક

આઇટીઆર-3

આઇટીઆર-3 વ્યક્તિગત ટેક્સ પેયર તેમજ હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) માટે છે જેઓ પ્રોફેશન અથવા પ્રોપરાઈટરશિપ બિઝનેસમાંથી આવક મેળવે છે અને ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માગે છે. નીચેની વ્યક્તિઓ આ ફોર્મ પસંદ કરી શકે છે:

  • એક ટેક્સ પેયર જે બિઝનેસ ફર્મ/વેપારી પેઢીમાં ભાગીદાર છે.
  • ટેક્સ પેયરના બિઝનેસનું ટર્નઓવર રૂ. 2 કરોડથી વધુ છે.
  • વ્યક્તિ એક કંપનીના ડિરેક્ટર છે.
  • ટેક્સ પેયર સેલરી, પેન્સન, રહેણાંક પ્રોપર્ટી અથવા અન્ય કોઈપણ [સ્ત્રોત]માંથી આવક મેળવે છે.

આઇટીઆર-4 અથવા સુગમ

આઇટીઆર-4 અથવા સુગમ ભારતીય રેસીડન્ટ હોય તેવા HUF, વ્યક્તિઓ અને ભાગીદારી પેઢીઓને લાગુ પડે છે અને પ્રોફેશન અથવા બિઝનેસમાંથી તેમની આવક મેળવે છે. જોકે, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ અથવા LLPs આઇટીઆર-4 ફાઇલ કરી શકતા નથી.

તે નીચેના માટે લાગુ પડે છે:

  • પેન્શન અથવા પગારમાંથી રૂ. 50,00,000 સુધીની આવક ધરાવતા ટેક્સ પેયર.
  • ઇન્કમ ટેક્સ અધિનિયમ, 1961ની સેક્શન 44AE, સેક્શન 44ADA, અને સેક્શન 44AD અનુસાર અનુમાનિત આવક યોજનાઓ પસંદ કરનાર વ્યક્તિઓ.
  • આવક હાઉસ પ્રોપર્ટીમાંથી પેદા થાય છે અને તે રૂ. 50,00,000થી વધુ નથી.
  • અન્ય [સ્ત્રોત]ોમાંથી રૂ.50,00,000 સુધીની આવક. જોકે, આમાં ઘોડાની રેસ અથવા જીતેલી લોટરીમાંથી મળેલી આવકને બાકાત રાખવામાં આવી છે.
  • રૂ.50,00,000 સુધીની કુલ રીસિપ્ટસ ધરાવતા ફ્રીલાન્સર્સ.

આઇટીઆર-5

આ ફોર્મ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ફાઇલ કરવામાં આવે છે જે નીચે જણાવેલા છે:

  • ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 2(31)(vii) મુજબ એક કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ/Artificial Judicial Person (AJP)
  • બિઝનેસ ટ્રસ્ટ
  • ઈન્વેવસ્ટમેન્ટ ટ્રસ્ટ
  • વ્યક્તિઓની સંસ્થા (BOIs)
  • લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLPs)
  • એસોસિયેશન ઓફ પર્સન (AOPs)
  • મૃતકની મિલકત
  • નાદારીની મિલકત
  • સહકારી મંડળી
  • લોકલ ઓથોરિટી

આઇટીઆર-6

આઇટીઆર ફોર્મ 6 એ કંપનીઓ માટે છે જે સેક્શન 11 હેઠળ છૂટનો ક્લેમ કરી શકતી નથી, જે ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે રાખવામાં આવેલી પ્રોપર્ટીમાંથી આવકનો સંદર્ભ આપે છે. તદુપરાંત, આઇટીઆર-6 કંપનીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે ફાઇલ કરવા માટે કહે છે.

આઇટીઆર-7

કંપનીઓ અથવા વ્યક્તિઓ આઇટીઆર-7 પસંદ કરે છે, જો તેઓ નીચેના સેક્શન હેઠળ રિટર્ન આપે છે:

  • સેક્શન 139(4F)
  • સેક્શન 139(4E)
  • સેક્શન 139(4D)
  • સેક્શન 139(4C)
  • સેક્શન 139(4B)
  • સેક્શન 139(4A)

વધુમાં, આ સેક્શન હેઠળ ફાઇલ કરાયેલ ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો નીચે વિગતવાર છે:

  • સેક્શન 139 (4F): તેમાં સેક્શન 115UB હેઠળ હાજર ઈન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. વધુમાં, આ સેક્શનની કોઈપણ જોગવાઈઓ હેઠળ આવક અથવા નુકસાનનું રિટર્ન આપવું જરૂરી નથી.
  • સેક્શન 139(4E): આવક અથવા નુકસાનીનું રિટર્ન આપવું જરૂરી ન હોય તેવા બિઝનેસ ટ્રસ્ટો સેક્શન 139(4E) હેઠળ રિટર્ન ફાઇલ કરી શકે છે.
  • સેક્શન 139(4D): કોલેજો, યુનિવર્સિટીઓ અથવા અન્ય સંસ્થાઓ કે જેને આવક અથવા નુકસાનનું રિટર્ન આપવાની જરૂર નથી તેઓએ આ સેક્શન હેઠળ રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે.
  • સેક્શન 139(4C): નીચેની સંસ્થાઓએ સેક્શન 139(4C) હેઠળ રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે:
    • સમાચાર એજન્સીઓ
    • વૈજ્ઞાનિક સંશોધન સંગઠન
    • સેક્શન 10(23A) મુજબ સંસ્થા અથવા એસોસિએશન
    • સેક્શન 10(23B) માં ઉલ્લેખિત સંસ્થા
    • હોસ્પિટલો અથવા અન્ય તબીબી સંસ્થાઓ
    • યુનિવર્સિટીઓ અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ
  • સેક્શન 139(4B): જો રાજકીય પક્ષની કુલ આવક ઇન્કમ ટેક્સ માટે વસૂલવાપાત્ર મહત્તમ રકમ કરતાં વધી જાય તો આ સેક્શન હેઠળ રિટર્ન ફાઇલ કરી શકે.
  • સેક્શન 139(4A): આ સેક્શન હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન એવી તમામ વ્યક્તિઓ દ્વારા ફાઇલ કરવાની આવશ્યકતા છે કે જેઓ ટ્રસ્ટની પ્રોપર્ટીમાંથી આવક મેળવે છે અથવા અન્ય કાનૂની જવાબદારીઓ કે જેમાં આ આવકનો સંપૂર્ણ ઉપયોગ સખાવતી અથવા ધાર્મિક હેતુઓ માટે કરવામાં આવે છે અથવા આંશિક રીતે આવા હેતુઓ માટે કરવામાં આવે છે.

 

આવકના પ્રકારો કયા છે?

વ્યક્તિ પાસે આવકના અનેક [સ્ત્રોત] હોઈ શકે છે. તેથી, ટેક્સની મુશ્કેલી રહિત ગણતરી માટે, ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 14 આ [સ્ત્રોત]ોને આવકના નીચેના વિભાગોમાં વર્ગીકૃત કરે છે:

સેલરીમાંથી આવક

આ પ્રકારમાં વ્યક્તિને કામે રાખેનાર વ્યક્તિ અથવા સંસ્થા-કંપની દ્વારા કર્મચારી તરીકે પૂરી પાડવામાં આવતી સર્વિસ સામે મળતું કોઈ પણ પ્રકારનું મહેનતાણું સામેલ છે. જોકે, આ રકમ માત્ર ત્યારે જ આવક તરીકે લાયક ઠરે છે જો આ સેલરી ચૂકવનાર અને મેળવનારનો એમ્પ્લોયર-કર્મચારી સંબંધ હોય.

તેથી, જો તમે પગારદાર વ્યક્તિ છો, તો તમારી આવક આ હેડ હેઠળ આવે છે. વધુમાં, પગારમાં વિવિધ પ્રકારની આવકનો સમાવેશ થાય છે, જેમ કે મૂળભૂત વેતન, પેન્શન, ગ્રેચ્યુઈટી, પેન્શન, એડવાન્સ પગાર, કમિશન, વાર્ષિક બોનસ તેમજ અનુદાન. એકવાર વ્યક્તિની કુલ આવકનું કેલક્યુલેશન થઈ જાય બાદમાં તેમની કુલ સેલરી પર આ હેડ હેઠળ ટેક્સ લાદવામાં આવે છે.

કેપિટલ ગેઇન્સમાંથી આવક

કેપિટલ ગેઇન્સ એટલેકે મૂડીલાભ એ અગાઉ રોકાણ તરીકે રાખવામાં આવેલ કેપિટલ એસેટના વેચાણ અથવા ટ્રાન્સફર પર વ્યક્તિ દ્વારા કમાયેલા નફાનો સંદર્ભ આપે છે. અહીં, કેપિટલ એસેટ તરીકે બોન્ડ, સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, સોનું, રિયલ એસ્ટેટ વગેરે હોઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે કેપિટલ એસેટ વેચીને નફો મેળવો છો, ત્યારે આ નફો તમારી આવક તરીકે ગણવામાં આવે છે અને તે આ મથાળા હેઠળ કરપાત્ર હશે.

આ વિષય પર વધુ સ્પષ્ટતા આપવા માટે હાઇલાઇટ કરવું જરૂરી છે કે પ્રોપર્ટીમાંથી ભાડાની આવક 'હાઉસ પ્રોપર્ટીમાંથી આવક' શીર્ષક હેઠળ કરપાત્ર છે પરંતુ જો તમે આ પ્રોપર્ટી વેચીને નફો મેળવો છો, તો તેના પર 'કેપિટલ ગેઇન્સ' હેઠળ ટેક્સ લાગે છે.

[સ્ત્રોત]

હાઉસ પ્રોપર્ટીમાંથી આવક

ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 22 અને 27 વ્યક્તિની પ્રોપર્ટીમાંથી અથવા તેની માલિકીની જમીનમાંથી થતી આવક પર ટેક્સની ગણતરી કરવા માટે ફાળવાયેલ છે. તેથી, આ હેડમાં પ્રોપર્ટીમાંથી મળેલી ભાડાની આવકનો સમાવેશ થાય છે.

અહીં નોંધનીય બાબત એ છે કે ટેક્સ પ્રોપર્ટી અથવા જમીન પર લેવામાં આવે છે નહિ કે તેમાંથી કમાયેલ ભાડા પર. જોકે તેનો કોમર્શિયલ ઉપયોગ ન થતો હોવો જોઈએ. તેથી, જો તમે કોઈ બિઝનેસને પ્રોપર્ટી ભાડે આપો છો, તો તેની સામે પ્રાપ્ત થતી આવક આ હેડ હેઠળ કરપાત્ર છે.

પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતા લાભ અને નફામાંથી આવક

વેપાર, વાણિજ્ય, ઉત્પાદન અથવા પ્રોફેશન દ્વારા કમાયેલી કોઈપણ પ્રકારની આવક આ હેડ હેઠળ કરપાત્ર છે. તે નફાની ગણતરી કરવા માટે આવકમાંથી ખર્ચને બાદ કરે છે અને બાકીની રકમ પર ઇન્કમ ટેક્સ લાગુ થાય છે. વધુમાં, આ હેડમાં બિઝનેસ ઓર્ગેનાઈઝેશનમાં ભાગીદારીમાંથી મેળવેલ કોઈપણ પ્રકારનો નફો, બોનસ અથવા સેલરીનો સમાવેશ થાય છે.

તદુપરાંત, બિઝનેસ અથવા પ્રોફેશનના લાભ અને નફામાંથી આવક પર ટેક્સ નીચેના ક્રાયટેરિયા અનુસાર વસૂલાય છે:

  • ટેક્સ પેયર બિઝનેસ અથવા પ્રોફેશનની કામગીરી સંભાળતા હોવા જોઈએ.
  • બિઝનેસ અથવા પ્રોફેશન અગાઉના વર્ષના મોટાભાગના સમયમાં કાર્યરત હોવો જોઈએ.
  • ટેક્સ પેયર કોઈપણ અન્ય બિઝનેસ અથવા પ્રોફેશનનું સંચાલન કરતા હોય તેવા કિસ્સામાં, આવી વ્યક્તિ પર પણ ટેક્સ લાગુ થશે.

અન્ય [સ્ત્રોત]ોમાંથી આવક

કરપાત્ર આવકના છેલ્લા પ્રકાર તરીકે, આ હેડમાં તે પ્રકારની આવકનો સમાવેશ થાય છે જે ઉપરના હેડમાં વર્ગીકૃત કરવામાં આવી નથી. દાખલા તરીકે, લોટરી એવોર્ડ્સ, બેંક ડિપોઝીટ, ડિવિડન્ડ, સરકારી બોન્ડમાંથી ઇન્ટરેસ્ટ/વ્યાજ વગેરેની આવક આ હેડ હેઠળ આવે છે અને ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 56(2) હેઠળ ઇન્કમ ટેક્સ માટે ચાર્જપાત્ર છે.

[સ્ત્રોત]

અમે આશા રાખીએ છીએ કે ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન અંગેની આ વ્યાપક માર્ગદર્શિકા તમને મદદ કરશે. હવે જ્યારે તમે પ્રક્રિયાથી સારી રીતે વાકેફ છો, તો તમે સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન કોણે ફાઇલ કરવું જોઈએ?

આ દેશના તમામ રેસીડન્ટ વ્યક્તિઓ માટે મેન્ડેટરી/ફરજિયાત છે, જેમની નાણાકીય વર્ષમાં કુલ આવક બેઝીક છૂટ લિમિટ કરતાં વધી ગઈ છે. 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે બેઝિક છૂટ લિમિટ રૂ. 2,50,000 છે. આ જ 60-80 વર્ષની વયના વ્યક્તિઓ માટે રૂ. 3,00,000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂ. 5,00,000 છે.

[સ્ત્રોત]

શું આઇટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે?

જેમની કુલ આવક રૂ. 2,50,000 થી વધુ છે તેમના માટે આઇટીઆર ફાઇલ કરવું મેન્ડેટરી છે.

આઇટીઆર-1 નો ઉપયોગ કોણ કરી શકે છે?

આઇટીઆર-1 એવા ટેક્સ પેયર માટે લાગુ પડે છે કે જેઓ 'હાઉસ પ્રોપર્ટીમાંથી આવક,' 'સેલરી,' અને 'અન્ય [સ્ત્રોત]ોમાંથી આવક'-આમાંથી કોઈપણ અથવા તમામ આવકના હેડ હેઠળ આવક મેળવે છે.

[સ્ત્રોત]