તમારું આરોગ્ય એ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેથી જ તમારે તેના નુકસાનથી બચાવવા માટે પુરતા પગલાં લેવા જોઈએ. તેમ છતાં, બીમારીઓ અથવા અકસ્માતો સામાન્ય છે અને તમને કોઈપણ સમયે કટોકટીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે.
ભારતમાં હેલ્થકેર/આરોગ્યસેવાની પ્રવર્તમાન સ્થિતિ અને ખર્ચ સાથે, હોસ્પિટલના આવા અણધાર્યા ચક્કર તમને નાણાંકીય નુકસાન પહોંચાડી શકે છે.
સદ્ભાગ્યે, મેડિકલ ઇન્શ્યુરન્સ સાથે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા કરનાર વ્યક્તિઓએ આવા બિનઆયોજિત ખર્ચાઓ કરવાની જરૂર રહેતી નથી.
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ થવાના ચાર્જિસ સાથે તેમની સારવાર માટે નાણાં આપવામાં મદદ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, પોલિસી ધારકો નેટવર્ક હોસ્પિટલો અને ક્લિનિક્સમાંથી મેડિકલ કેર/તબીબી સેવાઓ મેળવી પોતાના ખિસ્સામાંથી કોઈપણ નાણાંકીય ખર્ચ કરવાનું ટાળી શકે છે.
હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનના વધારાના લાભમાં હોસ્પિટલમાં દાખલ થવાની પહેલા અને પછીના ખર્ચઓનું કવર, દૈનિક સારસંભાળના ખર્ચાની ભરપાઈ અને આકર્ષક વાર્ષિક ટેક્સ બેનેફિટ્સનો સમાવેશ થાય છે.