ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ફોર્મ 15H શું છે: ડાઉનલોડ કરો અને ફોર્મ 15H ભરો

શું તમે જાણો છો કે 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય રહેવાસીઓએ ફોર્મ 15H સબમિટ કરવાની જરૂર છે જો તેમની ટેક્સ લાયબિલિટી છૂટ લિમિટ કરતા ઓછી હોય?

આ ફોર્મ એક નાણાકીય વર્ષ માટે માન્ય હોવાથી, તેને સમયસર સબમિટ કરવું મહત્વપૂર્ણ છે. વધુમાં, આ ખાતરી કરશે કે બેંક ઇન્ટરેસ્ટ ઈન્કમ પર કોઈપણ TDS કાપશે નહીં.

આ ફોર્મ, તેના ઉપયોગો અને ફોર્મ 15H કેવી રીતે ભરવું તે વિશે મહત્વપૂર્ણ તથ્યો જાણવા માટે સ્ક્રોલ કરતા રહો.

[સ્ત્રોત]

ફોર્મ 15H શું છે?

ફોર્મ 15H એ 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન દ્વારા TDS ના ડિડક્શન માટે સબમિટ કરાયેલ સેલ્ફ-ડિક્લેરેશન સ્ટેટમેન્ટ છે. જ્યારે એસેસીની કુલ ઈન્કમ ટેક્સેબલ લિમિટ કરતાં વધી ન જાય ત્યારે રિકરિંગ ડિપોઝિટ અથવા ફિક્સ્ડ સેવિંગ પર મળતા ઈન્ટરેસ્ટ પરના TDS બોજને ઘટાડવાની આ વિનંતી છે.

ભારત સરકાર સિનિયર સીટીઝન દ્વારા સેવિંગમાંથી મેળવેલા ઈન્ટરેસ્ટ પર TDS છૂટને મંજૂરી આપે છે. જ્યારે આ ડિપોઝીટમાંથી વાર્ષિક ઇન્ટરેસ્ટની ઈન્કમ ₹50,000 કરતાં વધી જાય ત્યારે TDS કાપવામાં આવે છે.

લાગુ પડતા નાણાકીય વર્ષ માટે ઈન્ટરેસ્ટ પેમેન્ટ પહેલાં વ્યક્તિઓએ ડિડક્ટરને ફોર્મ 15H આપવું જરૂરી છે. 15H ફોર્મનો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે પાછલા વર્ષમાં મળેલી ઈન્કમ ટેક્સેબલ ઈન્કમ બ્રેકેટમાં આવતી નથી.

[સ્ત્રોત]

ઇન્કમ ટેક્ષ 15H ફોર્મ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ શું છે?

ફોર્મ ડાઉનલોડ કરવા માટેનાં સ્ટેપ છે-

  • સ્ટેપ 1: ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લો. "ડાઉનલોડ" વિકલ્પમાંથી "ઓફલાઇન યુટીલીટી" પસંદ કરો.
  • સ્ટેપ 2: ઉપલબ્ધ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો અને ZIP ફાઇલને એક્સ્ટ્રેક કરો.
  • સ્ટેપ 3: રીડાયરેક્ટ કરેલા પેજ પર, જરૂરી ફીલ્ડ અપડેટ કરો અને XML જનરેટ કરો. આગળ, ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જનરેટ કરેલી XML ફાઈલ અપલોડ કરો.
  • સ્ટેપ 4: ઈ-ફાઈલ મેનૂ પર જાઓ અને "ફોર્મ 15H સબમિટ કરો" પસંદ કરો. નાણાકીય વર્ષ, ફોર્મનું નામ, ક્વાર્ટર અને ફાઇલિંગનો પ્રકાર પસંદ કરો. "વેલીડેટ" પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: છેલ્લે, XML અને DSC ફાઇલ જોડો અને "સબમિટ કરો" પર ક્લિક કરો.

તમે આ કામને સરળ બનાવવા માટે સમાન સેવાઓ પ્રદાન કરતી નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ પણ ચકાસી શકો છો.

[સ્ત્રોત]

ફોર્મ 15H કેવી રીતે ભરવું અને સબમિટ કરવું?

તમે જરૂરી સંખ્યામાં નકલોની ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો. પછી, સિનિયર સીટીઝન અરજદારે આ ફોર્મ ભરીને સંબંધિત બેંક અથવા ઓથોરીટીને સબમિટ કરવું પડશે.

ફાઇલ કર્યા પછી 15H ફોર્મ કેવી રીતે સબમિટ કરવું તેનાં સ્ટેપ અહીં છે.

ભાગ 1 . સિનિયર સીટીઝન સંબંધિત વિગતો સાથે ફોર્મ ભરવાની જરૂર છે. આમાં સમાવેશ થાય છે-

  • અરજદારનું નામ
  • PAN ની વિગતો
  • રેસીડેન્સીયલ સ્ટેટસ અને સરનામું
  • જન્મ તારીખ
  • ઉલ્લેખિત ઈન્કમ વિશે નાણાકીય વર્ષ
  • સંપર્ક માહિતી, વગેરે.
  • જો કોઈ સિનિયર સીટીઝનનું મૂલ્યાંકન ઉલ્લેખિત એસેસમેન્ટ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હોય તો 'હા' દાખલ કરો.
  • કુલ ઈન્કમનો ઉલ્લેખ કરો જેના માટે અરજદાર તેમનું ડિક્લેરેશન સબમિટ કરવા માંગે છે.
  • ચાલુ વર્ષની અંદાજિત કુલ ઈન્કમ અને પાછલા વર્ષની અંદાજિત ઈન્કમનો ઉલ્લેખ કરો.
  • આ ડિક્લેરેશન ભરવામાં આવેલી કુલ ઈન્કમ સાથે અરજદાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચોક્કસ સંખ્યા.
  • ઈન્કમની વિગતો જેના માટે ડિક્લેરેશન ફાઇલ કરવામાં આવ્યું છે.
  • એસેસીની સહી.

આ ફોર્મનો આગળનો ભાગ એસેસી દ્વારા કરવામાં આવેલ ડિક્લેરેશન/વેરીફીકેશન માટે છે કે તે ભારતમાં રહે છે. તેણે એ પણ જાહેર કરવું પડશે કે અહીં આપેલી માહિતી તેની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા પ્રમાણે સાચી છે અને IT એક્ટ, 1961 ની જોગવાઈઓ અનુસાર તેની કુલ ઈન્કમ પર ટેક્સ અગાઉના વર્ષ માટે શૂન્ય રહેશે.

હવે ચાલો જોઈએ કે 15H ફોર્મના અન્ય ઉપયોગો શું છે.

[સ્ત્રોત]

ફોર્મ 15H નો ઉપયોગ

ફોર્મ 15H ઘણા ક્ષેત્રોમાં ઉપયોગી છે. આ લિસ્ટ તેમને વિગતવાર સમજાવે છે.

  • કોર્પોરેટ બોન્ડમાંથી ઈન્કમ પર TDS - કોર્પોરેટ બોન્ડમાંથી મળેલી ₹5,000થી વધુની ઈન્કમ પર TDS એપ્લીકેબલ છે. કોઈ TDS ડિડક્શન નહીં માટે વિનંતી કરવા માટે વ્યક્તિએ ઈશ્યુ કરનારને ફોર્મ 15H સબમિટ કરવાની જરૂર છે. જો કે, ચોક્કસ નિર્દિષ્ટ માપદંડોને પરિપૂર્ણ કરવાની જરૂર છે. તેથી, પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ફોર્મ 15H ક્યારે સબમિટ કરવું તે ચેક કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ઈન્ટરેસ્ટની ઈન્કમ પર ટીડીએસ(TDS) - આ ફોર્મ સિનિયર સીટીઝનને જ્યારે તેની કુલ ઈન્કમ ટેક્સેબલ લિમિટ કરતા વધુ ન હોય ત્યારે બેંકમાંથી રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ પર ટેક્સ બચાવવામાં મદદ કરે છે.
  • EPF ઉપાડ પર TDS - આદર્શ રીતે, જ્યારે કંપનીમાં પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પહેલા ઉપાડ કરવામાં આવે ત્યારે એમ્પ્લોયી પ્રોવિદંડ ફંડ બેલેન્સ પર TDS વસૂલવામાં આવે છે. જો કે, જો કોઈ વ્યક્તિ પાસે ₹50,000 કે તેથી વધુનું બેલેન્સ હોય, તો સરકાર છૂટની મંજૂરી આપે છે. EPF બેલેન્સ પર TDS ડિડક્શન ટાળવા માટે તમે આ ફોર્મ સબમિટ કરવા માટે જવાબદાર છો. આ કારણસર 15H ફોર્મ ઓનલાઈન સબમિટ કરતા પહેલા, યોગ્યતાના પરિબળોને સારી રીતે તપાસો. EPF બેલેન્સ નિર્દિષ્ટ ટેક્સ બ્રેકેટમાં ન આવવું જોઈએ.
  • પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટમાંથી થતી ઈન્કમ પર TDS – સિનિયર સીટીઝન પોસ્ટ ઓફિસમાં ફોર્મ 15H સબમિટ કરી શકે છે જે સંબંધિત બ્રાંચ ડિપોઝીટમાંથી થતી ઈન્કમ પર TDS કાપે છે. આથી, જો માપદંડો પૂરા થાય તો તેઓ TDS ડિડક્શન ટાળવા વિનંતી કરી શકે છે.
  • ભાડા પર TDS - તમારે ધ્યાન રાખવું જોઈએ કે એક વર્ષમાં ₹1.8 લાખથી વધુની ભાડાની ચૂકવણી TDS માટે જવાબદાર છે. સિનિયર સીટીઝન તેના/તેણીના ટેનન્ટને ફોર્મ 15H સબમિટ કરી શકે છે અને TDSમાં ઘટાડો ટાળવા વિનંતી કરી શકે છે. જો કે, તમારે ચેક કરવું જોઈએ કે પાછલા વર્ષની કુલ ઈન્કમ પર ચૂકવવામાં આવેલ ટેક્સ શૂન્ય છે.

સિનિયર સીટીઝન સંબંધિત કારણોસર ફોર્મ 15H સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ ચેક કરવી જોઈએ. આ સુનિશ્ચિત કરશે કે તમામ પેરામીટર્સ પરિપૂર્ણ થયા છે અને TDS પેમેન્ટમાં કોઈ ભૂલો નથી.

[સ્ત્રોત]

ફોર્મ 15H યોગ્યતા માપદંડ શું છે?

આ કેટલાક પેરામીટર્સ છે જે ફોર્મ 15H સબમિશન સાથે આગળ વધતા પહેલા ચેક કરવાની જરૂર છે.

  • અરજદારો ભારતીય રહેવાસી હોવા જોઈએ
  • તે/તેણી વ્યક્તિગત ટેક્સ એસેસી હોવો જોઈએ, સંસ્થા નહીં
  • વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • નાણાકીય વર્ષ માટે એસેસીની ટેક્સ લાયબિલિટીશૂન્ય હોવી જોઈએ.

ફોર્મ 15H છૂટ લિમિટ શું છે?

ઇન્કમ ટેક્ષ એક્ટ અનુસાર છૂટ લિમિટથી ઓછી ઈન્કમ ધરાવતા સિનિયર સીટીઝને આ ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે.

તેના માટેના નિયમો નીચે મુજબ છે -

  • 60 વર્ષથી નીચેની વ્યક્તિઓ અને ₹2.5 લાખની ઈન્કમ ધરાવતા લોકો માટે ટેક્સની છૂટ એપ્લિકેબલ છે
  • 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ જેમાં કોઈ ટેક્સ લાયબિલિટી નથી અને ₹5 લાખ સુધીની બચતમાંથી ઈન્કમ સંબંધિત બેંકમાં ફોર્મ 15H સબમિટ કરી શકે છે.
  • જે લોકો 60 થી 80 વર્ષની વયના બ્રેકેટમાં આવે છે અને ₹3 લાખની ઈન્કમ ધરાવે છે તેઓને પણ ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે.

ઇન્કમ ટેક્ષ છૂટ માટે આ ફોર્મ 15H પરની કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે. ફોર્મ 15H નાણાકીય વર્ષની શરૂઆતમાં ડિપોઝીટ કરાવવું આવશ્યક છે, અન્યથા ઈન્કમ પ્રોવાઈડર TDS કાપવા માટે જવાબદાર રહેશે. આ વર્ષે ફોર્મ 15H સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી જુલાઈ 2023 છે. આથી, આ ફોર્મને સમયસર સબમિટ કરવા માટે અપડેટ અને નિયમો પર નજર રાખવી જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મારે બેંકમાં ફોર્મ 15H સબમિટ કરવાની જરૂર છે?

હા, તમારે તમારી સંબંધિત બેંકમાં ફોર્મ 15H સબમિટ કરવું પડશે.

શું ફોર્મ 15H સીધા ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટને સબમિટ કરવું ફરજિયાત છે?

ના, તમારે આ ફોર્મ સીધા ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટને સબમિટ કરવાની જરૂર નથી. તેના બદલે, તમે તેને ડિડક્ટર દ્વારા કરી શકો છો.