ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટ સ્થિતી કઈ રીતે ચેક કરવી: ઓનલાઇન અને ઓફલાઇન

શું તમે નવા પાસપોર્ટ માટે અરજી કરી છે?

જો હા, તો તમે તમારી પાસપોર્ટ અરજીની સ્થિતી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ચકાસી શકો છો. વધુમાં, તમે mPassport સેવા એપ પણ ડાઉનલોડ કરી શકો છો અને વેબસાઈટ પર લોગીત કર્યા વગર પાસપોર્ટ સ્થિતી ચેક કરી શકો છો. જો તમે આ સમગ્ર પ્રક્રિયા શિખવા માંગતા હોવ તો આ અહેવાલમાં અમે તમને તમામ પ્રોસેસ વિશે વિગતવાર જણાવીશું.

પાસપોર્ટ અરજીની સ્થિતી કેવી રીતે ચકાસવી?

પાસપોર્ટ અરજી નંબર ચકાસવા જરૂર રહેશે -

  • પાસપોર્ટ અરજી સબમિટ કર્યા બાદ મળેલો તમારા પાસપોર્ટનો 15-અંકનો ફાઇલ નંબર
  • તમારી જન્મ તારીખ.

 

તો હવે જાણીએ પાસપોર્ટ અરજીની સ્થિતી ઓનલાઇન અને ઓફલાઇન કેવી રીતે તપાસી શકો છો:

પાસપોર્ટ અરજી ઓનલાઇન કેવી રીતે ટ્રેક કરવી?

શું તમે ઇન્ટરનેટ બ્રાઉઝ કરીને "પાસપોર્ટ સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે તપાસવું?" તે શોધી રહ્યાં છો ? તો આ સર્ચને અહિં જ અટકાવો અને આ સરળ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડલાઈન ફોલો કરો:

  • સ્ટેપ 1: "પાસપોર્ટ સેવા" નામની ઓફિસિયલી વેબસાઈટ પર વિઝીટ કરો અને "ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ" ટેબ પર ક્લિક કરો.

  • સ્ટેપ 2: હવે પેજ "ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ" પર રિડાયરેક્ટ થશે. 

  • સ્ટેપ 3: અહિં, અરજીનો પ્રકાર પસંદ કરો. તમારી જન્મ તારીખ અને 15-આંકડાનો ફાઈલ નંબર ઉમેરો. "ટ્રેક સ્ટેટસ" પર ક્લિક કરો.

આગામી પેજમાં તમારી પાસપોર્ટ અરજીની વર્તમાન સ્થિતી દર્શાવશે.

પાસપોર્ટ સ્ટેટસ ઓફલાઇન કેવી રીતે ટ્રેક કરવું?

નીચેની પદ્ધતિઓ દ્વારા પાસપોર્ટ એપ્લિકેશન સ્થિતી ઓફલાઇન ટ્રેક કરો:

  • SMS: તમે તમારા ફોન પર જ તમારી પાસપોર્ટ અરજી સ્થિતી અંગે અપડેટ મેળવી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9704100100 પર "સ્ટેટસ ફાઇલ નંબર" મોકલો. તમે તમારી અરજી સમયે આ પેઇડ SMS સેવા પસંદ કરી શકો છો.

  • નેશનલ કોલ સેન્ટર: તમે નેશનલ કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800-258-1800 પર કોલ કરી શકો છો. સિટીઝન સર્વિસ એક્ઝિક્યુટિવ સવારે 8:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે. ઓટોમેટેડ ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ પણ 24/7 ઉપલબ્ધ હશે. આમ તમે કામ સિવાયના કલાકોમાં પણ તમારી પાસપોર્ટ અરજીની સ્થિતી સંબંધિત માહિતી મેળવી શકો છો.

નોંધ: જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ રાજ્યોના રહેવાસીઓ નીચેની કોન્ટેકટ ડિટેલ દ્વારા વાતચીત કરી માહિતી મેળવી શકે છે:

જમ્મુ કાશ્મીર - 040-66720567 (પેઇડ)

ઉત્તર-પૂર્વ રાજ્યો - 040-66720581 (પેઇડ)

  • હેલ્પડેસ્ક: તમારા પાસપોર્ટની અરજીની સ્થિતિ વિશે અપડેટ મેળવવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્રની વિઝીટ કરો અથવા ઈ-મેલ કરો.

પાસપોર્ટ સેવા એપનો ઉપયોગ કરીને પાસપોર્ટ અરજી સ્થિતી કેવી રીતે ટ્રેક કરવી?

mPassport Seva App એ એક મોબાઈલ એપ્લિકેશન છે જેના પર અરજદાર સરળતાથી પાસપોર્ટ અરજીની સ્થિતી ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત, તમે અન્ય સેવાઓ જેમ કે રજિસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકો છો. આ મોબાઇલ એપ્લિકેશન Android અને iOS બંને માટે ઉપલબ્ધ છે.

એપ્લિકેશન પર પાસપોર્ટ સ્થિતી ચકાસવા માટેની આ રહી એક સરળ ગાઈડલાઈન છે:

  • સ્ટેપ 1: Google Play Store અથવા Apple App Store પરથી mPassport સેવા એપ્લિકેશન ડાઉનલોડ કરો.

  • સ્ટેપ 2: તમારું નામ, ઈ-મેલ સરનામું અને જન્મ તારીખ સાથે તમારી નોંધણી કરો.

  • સ્ટેપ 3: "સ્ટેટસ ટ્રેકર" પસંદ કરો. પાસપોર્ટ અરજીની સ્થિતી તપાસવા માટે 15-અંકનો ફાઇલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

પાસપોર્ટ ડિસ્પેચ અને ડિલિવરીની સ્થિતી કેવી રીતે ટ્રેક કરવી?

એકવાર તમે પાસપોર્ટની સ્થિતીને કેવી રીતે ટ્રેક કરવી તે જાણ્યા બાદ તેની ડિલિવરી સ્થિતીને પણ કેવી રીતે ટ્રેક કરવી તે જાણી શકશો.

ભારતીય સ્પીડ પોસ્ટ સામાન્ય રીતે અરજદારનો પાસપોર્ટ અરજી ફોર્મમાં ઉલ્લેખ કરેલ વર્તમાન સરનામા પર મોકલે છે. સ્પીડ પોસ્ટ-ટ્રેકિંગ યુટિલિટી નો ઉપયોગ કરીને તમારા પાસપોર્ટ ડિલિવરી સ્થિતીને ટ્રેક કરો.

ઘણીવાર, ઓનલાઇન ડિલિવરીની સ્થિતી રિઅલ-ટાઇમ ડિલિવરી સ્થિતીથી અલગ હોય છે. તેથી, આ અંગે તમારા નજીકના સ્પીડ પોસ્ટ કેન્દ્રનો સંપર્ક કરવો જ શ્રેષ્ઠ છે. જો સ્પીડ પોસ્ટ સેન્ટરના કર્મચારી તમારું સરનામું શોધી શકતા નથી, તો તે મોકલનારને પરત કરવામાં આવે છે. આવા સંજોગોમાં, વધુ મદદ માટે તમારી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીનો સંપર્ક કરો.

તમારા પાસપોર્ટની ડિસ્પેચ અને ડિલિવરીની સ્થિતી તપાસવા માટે નીચે જણાવેલા પગલાં અનુસરો -

  • સ્ટેપ 1: પાસપોર્ટ સેવા ની ઓફિસિયલી વેબસાઇટ પરથી ટ્રેકિંગ એપ્લિકેશન સ્ટેટસમાંથી 13-અંકનો ટ્રેકિંગ નંબર મેળવો.

  • સ્ટેપ 2: ઈન્ડિયા પોસ્ટ ની અધિકૃત વેબસાઈટ વિઝીટ કરો.

  • સ્ટેપ 3: વેબસાઇટ પર ઉપલબ્ધ ટૂલ્સ પર ક્લિક કરો અને "ટ્રેક કન્સાઇનમેન્ટ" પર નેવિગેટ કરો. "કન્સાઈનમેન્ટ નંબર" વિભાગમાં 13-અંકનો ટ્રેકિંગ નંબર દાખલ કરો. પછી, "સર્ચ" પર ક્લિક કરો.

જો તમને કોઈ ડિલિવરી ટ્રેકિંગ ડેટા જોવા ન મળે તો તેનો અર્થ એ છે કે તમારો હજી પાસપોર્ટ મોકલવામાં આવ્યો નથી.

ઈન્ડિયા પોસ્ટ SMS સર્વિસ

મે ભારતીય પોસ્ટની SMS સેવા દ્વારા તમારા પાસપોર્ટની ડિલિવરી સ્થિતીને પણ ટ્રેક કરી શકો છો. તમારો 13-અંકનો ટ્રેકિંગ નંબર POST TRACK <તમારો 13-અંકનો ટ્રેકિંગ નંબર> ફોર્મેટમાં 166 અથવા 51969 પર મોકલો.

પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાંથી પાસપોર્ટ મેળવો

ઈમરજન્સીના કિસ્સામાં, તમે પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાંથી પાસપોર્ટ મેળવી શકો છો. યાદ રાખો કે તમારે તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માટેનું કારણ દર્શાવતું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓ તેમની ઓફિસમાંથી રૂબરૂમાં પાસપોર્ટ એકત્ર કરવા માટેની તમારી અરજી સ્વીકારી અથવા નકારી શકે છે.

પાસપોર્ટ એ એક આવશ્યક દસ્તાવેજ છે જે ઓળખ અને ઉંમરના પુરાવા તરીકે ઉપયોગી છે. તેથી વહેલી તકે તેના માટે અરજી કરવી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, તમે પાસપોર્ટ અરજીની સ્થિતીને ઓનલાઇન પણ ટ્રેક કરી શકો છો. પાસપોર્ટની સ્થિતી ચકાસવામાં ઝંઝટમુક્ત-મુક્ત અનુભવ માટે તમે આ દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખો.

પાસપોર્ટની સ્થિતી તપાસવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમે પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાંથી રૂબરૂં પાસપોર્ટ મેળવી કરી શકો છો?

ના. તમને પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાંથી પાસપોર્ટ મેળવવાની મંજૂરી નથી.

પાસપોર્ટ અરજીની સ્થિતી તપાસવા માટે નેશનલ કોલ સેન્ટરનો સંપર્ક કરતી વખતે તમારે કઈ માહિતી આપવી જરૂરી છે?

પાસપોર્ટ અરજીની સ્થિતી ચકાસવા માટે તમારે નેશનલ કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવને ફાઈલ નંબર અને જન્મ તારીખ પ્રદાન કરવાની જરૂર છે.

મારા પાસપોર્ટની સ્થિતી તપાસવા માટે હું મારા મોબાઈલ નંબરનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

તમારા પાસપોર્ટની સ્થિતી જાણવા માટે તમે મારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને 9704100100 પર SMS મોકલી શકો છો. એસએમએસ મોકલતી વખતે, તમારે 15-અંકનો આલ્ફાન્યૂમેરિક ફાઈલ નંબર સામેલ કરવો આવશ્યક છે, જે પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પાસપોર્ટ કેમ્પમાં પાસપોર્ટ અરજીના સફળ સબમિશન બાદ જનરેટ થયો હશે.

શું નેશનલ કોલ સેન્ટર ચોવીસ કલાક ગ્રાહકોને સહાયરૂપ થાય છે?

યુઝર્સ અઠવાડિયાના પ્રત્યેક દિવસ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી આ સેવાનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકો તેમના પ્રશ્નોના ઉકેલો શોધવા માટે કેટલીકવાર ઓટોમેટેડ IVRS નો ઉપયોગ કરી શકે છે.