ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80GGA હેઠળ ડિડક્શન

વૈજ્ઞાનિક સંશોધન અને ગ્રામીણ વિકાસ એ બે આવશ્યક ક્ષેત્રો છે જેના વિકાસ માટે સતત નાણાકીય સહાયની જરૂર પડે છે. આ જરૂરિયાતને ટેકો આપવા માટે ઘણી વ્યક્તિઓ આ ક્ષેત્રમાં કામ કરતા પ્રોફેશનલને નાણાકીય સહાય આપે છે.

સરકાર આવી સદ્ભાવનાને ટેકો આપે છે અને સેક્શન 80GGA હેઠળ ગ્રામીણ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન માટે આપેલા દાન પર ટેક્સ છૂટનો અવકાશ આપે છે.

જોકે આ સેક્શન ચોક્કસ નિયમો અને શરતો સાથે આવે છે. સેક્શન 80GGA હેઠળ છૂટ વિશે વધુ જાણવા માટે વાંચતા રહો.

સેક્શન 80GGA શું છે?

ઇન્કમટેક્સ એક્ટનું સેક્શન 80GGA ગ્રામીણ વિકાસ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે કરવામાં આવતી ચેરિટી પર છૂટ આપે છે. તે દેશના ગ્રામીણ વિસ્તારોના વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસના ઉમદા હેતુને ટેકો આપતા દાતાઓને ટેક્સ ફાયદાનો અવકાશ આપે છે.

જોકે 1961નો ઇન્કમટેક્સ એક્ટ આ ચેરિટી માધ્યમ સામે કેટલાક નિયમોને ફરજિયાત બનાવે છે.

ઇન્કમટેક્સ એક્ટનું આ સેક્શન 80GGA એ વધુ લોકોને આર્થિક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાની એક સ્માર્ટ રીત છે.

તે એક સારા હેતુ માટે દાન આપતી વ્યક્તિઓને પ્રેરિત કરવાનો અને યોગ્ય સેવિંંગ કરવામાં મદદ કરવાનો પણ હેતુ ધરાવે છે.

ચાલો તપાસ કરીએ કે આ સ્કીમ હેઠળ ડિડક્શનનો ક્લેમ કરવા માટે કોણ યોગ્ય પાત્ર છે.

સેક્શન 80GGA હેઠળ ડિડક્શનનો ક્લેમ કરવા માટે કોણ પાત્ર છે?

આ સેક્શન સામેના બેઝિક પાત્રતા પેરામિટર અહિં રજૂ કર્યા છે-

  • દાન આપનાર કોઈપણ વ્યક્તિ પરંતુ તેમની પાસે કોઈ બિઝનેસ અથવા પ્રોફેશન નથી તે ડિડક્શન ક્લેમ કરવા માટે યોગ્ય પાત્ર છે. [સ્ત્રોત]
  • જોકે જે વ્યક્તિઓ એન્ટરપ્રાઇઝ અથવા બિઝનેસ ધરાવે છે તેઓ સેક્શન 35 હેઠળ આ જ હેતુસર ડિડક્શન ક્લેમ કરી શકે છે. આ સેક્શનમાં ચોક્કસ શરતો લાદવામાં આવી છે. [સ્ત્રોત]

વિવિધ સેક્શનો સામેની ચોક્કસ પાત્રતાની શરતોની વિગતો જાણવા માટે વ્યક્તિએ ઇન્કમ ટેક્સની ઓફિસિયલ વેબસાઇટ તપાસવી જોઈએ.

તેઓ લાગુ પડતા ડિડક્શન અથવા ઇન્કમટેક્સ એક્ટના 80GGA સામે ડિડક્શનને મંજૂરી આપતા પરિબળો પણ શોધી શકે છે.

સેક્શન 80GGA હેઠળ લાગુ ડિડક્શન કેટલું છે?

ઇન્કમટેક્સ એક્ટનું સેક્શન 80GGA તમામ પ્રકારના દાન પર છૂટની મંજૂરી આપતું નથી. દાન કપાતપાત્ર બને તેના માટે અમુક ઉલ્લેખિત લિમિટ અને વિસ્તારો છે.

  • આંકડાશાસ્ત્ર અથવા સામાજિક વિજ્ઞાનના સંશોધન સંબંધિત કોલેજ, સંસ્થાઓ અથવા સંગઠનોને આપવામાં આવેલ દાન
  • રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદીમાં આપેલ યોગદાન
  • વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે સેક્શન 35(1) (ii) હેઠળ નિર્ધારિત નિયમોનું પાલન કરતી સંશોધન યુનિવર્સિટીઓ, સંગઠનો અથવા સંસ્થાઓને ચૂકવવામાં આવેલી રકમ
  • ગ્રામીણ વિકાસ કાર્યક્રમોમાં સામેલ હોય અને સેક્શન 35CCA ક્રાયટેરિયાને અનુસરતી હોય તેવી સંસ્થાઓ અથવા સંગઠનોને કરવામાં આવેલ ચેરિટી
  • સેક્શન 35AC હેઠળ મંજૂર કરાયેલી સ્કીમ અથવા પ્રોજેક્ટમાં સામેલ સ્થાનિક ઓથોરિટી અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ એસોસિએશનોને અપાતા દાન માટે ઇન્કમટેક્સ એક્ટનું સેક્શન 80GGA લાગુ થાય છે.
  • ગ્રામીણ વિકાસ કાર્યક્રમોના અમલીકરણ માટે લોકોને તાલીમ આપવામાં સામેલ એસોસિએશનો
  • કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલ અને વનીકરણ અને ગ્રામીણ વિકાસ ફંડ માટે આપવામાં આવેલ દાન 

દરેકે જાણવું જોઈએ કે સેક્શન 80GGA ડબલ ડિડક્શનને મંજૂરી આપતું નથી આથી, કોઈ વ્યક્તિ આકરણી વર્ષમાં બે વાર ડિડક્શન ક્લેમ કરી શકતો નથી. 

ચાલો લાગુ પડતા ચુકવણી મોડ અને 80GGA હેઠળ ડિડક્શન સામે નક્કી કરેલી મહત્તમ અને લઘુત્તમ લિમિટ ચકાસીએ.

[સ્ત્રોત]

સેક્શન 80GGA હેઠળ ડિડક્શન લિમિટ અને ચુકવણી માધ્યમો કયા છે?

સેક્શન 80GGA હેઠળ કરવામાં આવેલ દાનના 100% સુધી ડિડક્શનનો ક્લેમ કરી શકાય છે. જોકે દાન કરવા માટે કોઈ મહત્તમ 80GGA લિમિટ અથવા રકમ નિર્ધારિત નથી.

વ્યક્તિઓ રજિસ્ટર્ડ યુનિવર્સિટી, કોલેજ અથવા વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલા સંગઠનમાં તેમની નાણાકીય ક્ષમતાને અનુરૂપ રકમનું યોગદાન આપી શકે છે. ચૂકવણી માધ્યમના સંદર્ભમાં વ્યક્તિઓ રોકડ, ડ્રાફ્ટ અથવા ચેકમાં દાન આપી શકે છે. જોકે રોકડ દાનમાં રૂ. 2,000થી વધુનું ડિડક્શન આપવામાં આવશે નહીં. 

[સ્ત્રોત]

ચાલો ઇન્કમટેક્સ એક્ટના આ સેક્શન સામે ડિડક્શન ફાઇલ કરવા માટેના જરૂરી ડોક્યુંમેન્ટ ચકાસીએ.

સેક્શન 80GGA હેઠળ ડિડક્શન ક્લેમ કરવા માટે જરૂરી ડોક્યુંમેન્ટ

સેક્શન 80GGA હેઠળ ડિડક્શન ક્લેમ કરવા માટે વ્યક્તિઓએ બહુવિધ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે અને જરૂરી કાગળો સબમિટ કરવા પડશે. આ ડોક્યુંમેન્ટ સાબિત કરે છે કે વ્યક્તિએ દાન આપ્યું છે.

સેક્શન 80GGA અને તેના હેઠળની છૂટ વિશે આ કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે. વ્યક્તિઓએ જાણવું જોઈએ કે વૈજ્ઞાનિક સંશોધન અને ગ્રામીણ વિકાસ માટે રૂ. 2,000થી વધુનું કોઈપણ રોકડ દાન છૂટ માટે પાત્ર નથી.

આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિ ચેક અથવા ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા દાન કરી શકે છે. 

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું પ્રોફેશનમાંથી થતી આવક સેક્શન 80GGA હેઠળ કપાત યોગ્ય છે?

ના, બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો સેક્શન 80GGA હેઠળ દાન માટે ડિડક્શન ક્લેમ કરી શકતા નથી 

[સ્ત્રોત]

શું વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવેલ દાન સેક્શન 80GGA હેઠળ લાયક ઠરે છે?

ના, માત્ર વૈજ્ઞાનિક સંશોધન અને ગ્રામીણ વિકાસ માટે ઉલ્લેખિત સંસ્થાઓને આપવામાં આવેલ દાન અથવા ભંડોળ સેક્શન 80GGA હેઠળ લાયક ઠરે છે 

[સ્ત્રોત]