પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ તમારા ઘર, દુકાન અને વ્યવસાય માટે

property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

back arrow
Home Insurance exchange icon
Zero Paperwork Online Process
home icon
shop icon
office icon
factory icon
Please enter property type
Please select property type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
background-illustration

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ શું છે?

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ એ એક એવી વીમા પોલિસી છે જે ઘર, એપાર્ટમેન્ટ, બિઝનેસ, કાફે કે હોસ્પિટલને આગ, ચોરી, કુદરતી આફત કે કોઈ આકસ્મિત બનાવમાં સુરક્ષા કવર પ્રદાન કરે છે.

તમે હમણા જ સપનાનું ઘર ખરીદ્યું હોય અને તેને સુરક્ષા કવર આપવા માટેના વિકલ્પો શોધી રહ્યા હોય તો અહીં તમારા માટે શ્રેષ્ઠ તક છે. અંતે, અપના નયા ઘર હૈ, તેને સુરક્ષિત રાખવા માટે તમે દરેક વસ્તુ કરવા માટે તૈયાર છો.

દુકાન હોય કે તમારું સુંદર ઘર હોય તમે તેના માટે શ્રેષ્ઠ સુરક્ષા કવર શોધી રહ્યો હોવ, તો ડિજિટ બે મહત્વ પ્રાથમિક લાભ આપી રહ્યું છે; દરેક સંપત્તિમાં જોખમ રહેલું છે, તેથી  આગ અને કુદરતી આફતો (સ્ટાન્ડર્ડ ફાયર અને જોખમ) અને ઘરફોડ ચોરી સામે કવર પૂરું પાડે છે. આ પોલિસી કવર તમને આગ, કુદરતી આફતો, ઘરફોડ ચોરીઓ અને વિસ્ફોટો જેવી અન્ય અણધારી ઘટનાઓ સામે રક્ષણ પુરૂં પાડશે જેથી થનારા સંભવિત હાનિ અને નુકસાનને તમારાથી દૂર રાખવામાં મદદ કરે.

Read More

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ અર્થપૂર્ણ છે કે કેમ તેમાં હજી મૂંઝવાયેલા છો ?

...તો ચાલો વધુ જાણીએ

Burglary
ભારતમાં વર્ષ 2017માં રહેણાક જગ્યામાં લૂંટ, ઘરફોડ ચોરી, લૂંટ વગેરેના 2,44,119 કેસ નોંધાયા હતા. (1)
Loss of Property
2017માં ભારતમાં રહેણાંક જગ્યાઓમાંથી ચોરી થયેલ મિલકતના નુકસાનમાં 40% નો વધારો જોવા મળ્યો હતો. (2)
Fire Outbreak
બિઝનેસ અને કારોબાર માટે આગ ત્રીજું સૌથી મોટું જોખમ છે. (3)
Home Theft
ભારતમાં થતી ચોરીઓમાં 70% ચોરીઓ ઘરમાં થાય  છે. (4)
Fire in Building
બિલ્ડિંગમાં લાગેલી આગથી પ્રભાવિત થયેલા બિઝનેસના ફૂટફોલ (દુકાનમાં આવનાર લોકો) અને બિઝનેસમાં 25-30%નો ઘટાડો જોવા મળે છે. (5)

ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે શું સારૂં છે ?

  • વેલ્યુ ફોર મની : પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ એ એક મોટો સોદો છે, તેનો મુખ્ય અને આવશ્યક હેતુ તમારા મકાન અને તેમાં હાજર દરેક વસ્તુને કવર આપવાનો છે! તેથી જ તમે જોયું હશે કે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે વધારે જ હોય છે. જોકે તમારી પ્રોપર્ટીને મહત્તમ આવરી લે અને શક્ય તેટલું શ્રેષ્ઠ અને પરવડે તેવું પ્રીમિયમ આપવા માટે ડિજિટ પ્રયાસો કરે છે.

  • ડિજિટલ ફ્રેન્ડલી : ભારતની પ્રથમ ઓનલાઈન વીમા કંપનીઓમાંની એક હોવાને કારણે અમે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેઈમ કરવા સુધીની અમારી તમામ પ્રક્રિયાઓને ડિજિટલ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. એ હદ સુધી કે જ્યારે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે ઈન્સપેક્શન જરૂરી હોય ત્યારે પણ તેને ઓનલાઈન જ કરી શકો છો! (1 લાખથી વધુના દાવા સિવાય. IRDAI નિયમ મુજબ તે ફક્ત મેન્યુઅલી/ઓફલાઈન જ કરવા જરૂર છે)

  • તમામ બિઝનેસ કેટેગરીને આવરી લે છે : તમે તમારા કૌટુંબિક વ્યવસાય, કરિયાણા સ્ટોર અથવા રિટેલ સ્ટોર્સ ચેઈનને સુરક્ષિત કરવા માંગતા હોવ તો અમારો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ તમામ પ્રકારના બિઝનેસને માટે યોગ્ય છે, પછી ભલે તે ગમે તેટલો મોટો કે નાનો હોય.

  • ભાડે આપનારાઓ માટેની પ્લાન : અમે સમજીએ છીએ કે આજના યુવાઓ પોતાનું ઘર વસાવવાને બદલે ભાડે આપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેથી જ અમે ભાડે લેનારાઓ માટેની યોજનાઓ પણ ઓફર કરીએ છીએ, જે ફક્ત તમારી માલિકીની વસ્તુઓને જ આવરી લે છે.

ડિજિટના પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે ?

Fires

આગ

આકસ્મિક આગને કારણે થતા હાનિ અને નુકસાનથી તમારી મિલકત અને તેની સામગ્રીનું રક્ષણ કરે છે !

Explosion & Aircraft Damage

વિસ્ફોટ અને એરક્રાફ્ટ નુકસાન

તમારી પ્રોપર્ટીને વિસ્ફોટ અથવા એરક્રાફ્ટના નુકસાનને કારણે થયેલી કોઈપણ હાનિ અથવા નુકસાનને કવર કરે છે!

Storms

વાવાઝોડું

જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે તે તમારી દુકાન કે ઘરને પણ અસર કરે છે. વાવાઝોડા અથવા વીજળી જેવા કુદરતના પ્રકોપને લીધે થતા નુકસાનને પણ પોલિસી આવરી લે છે.

Floods

પૂર

જ્યારે પૂર આવે છે ત્યારે તે તમારી પ્રોપર્ટીને પણ અસર કરે છે, વરસાદ જ્યારે અનરાધાર વરસે ત્યારે તમારી દુકાનને થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.

Burglaries

ચોરી

કમનસીબે ભારતમાં ઘરફોડ ચોરીઓ આજકાલ સામાન્ય બની ગઈ છે ! જોકે ડિજિટની સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશ્યલ પેરિલ્સ પોલિસી તમારી પ્રોપર્ટી અને તેના અંદરના સમાવિષ્ટો બન્નેને થતા નુકસાનથી બચવામાં મદદ કરશે. ડિજિટની બર્ગલરી ઈન્સ્યોરન્સ પોલિસી(UIN: IRDAN158RP0019V01201920)માં આ તમામ કવર મળે છે.

Earthquakes

ધરતીકંપ

કુદરતના પ્રકોપને કોઈ રોકી શકે એમ નથી તેથી તેની સામે માત્ર રક્ષણ મેળવી શકાય છે. ભૂકંપ જેવી કુદરતી આફતોને કારણે થતા હાનિ અને નુકસાનને ડિજિટની સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ્સ પોલિસી આવરી લે છે.

અમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં ઓફર થાય છે

Home Insurance

હોમ ઈન્સ્યોરન્સ

તમારા ઘર માટે ડિઝાઈન કરેલ હોમ ઈન્સ્યોરન્સ, તમારી પાસે એપાર્ટમેન્ટ, વિલા અથવા સ્વતંત્ર મકાન હોય તો અમારો હોમ ઈન્સ્યોરન્સ માત્ર આગને કારણે થયેલા હાનિ અને નુકસાન માટે જ નહીં પરંતુ વાવાઝોડું, પૂર, ઘરફોડ ચોરી અને તોફાન જેવા અન્ય અણધાર્યા સંજોગોને લીધે થયેલા નુકસાનને પણ કવર કરશે.

Business & Shop Insurance

બિઝનેસ અને શોપ ઈન્સ્યોરન્સ

બિઝનેસ અને શોપ ઈન્સ્યોરન્સ તમામ બિઝનેસ અને સંબંધિત પ્રોપર્ટીને આવરી લે છે. તેમાં નાના અને મોટા બંને બિઝનેસ અને તમામ દુકાનો, જેમ કે બુટીક, ઓફિસ સ્પેસ, કરિયાણાં સ્ટોર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ બિઝનેસ અને દુકાનનો ઈન્સ્યોરન્સ માત્ર આગને કારણે થયેલા હાનિ અને નુકસાનને જ કવર નહીં કરે પરંતુ તોફાનો, ધરતીકંપો, ઘરફોડ ચોરીઓ અને પૂરને કારણે થતા નુકશાનને પણ આવરી લે છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સના પ્રકારો

ડિજિટ પર અમારો ફાયર ઈન્સ્યોરન્સ તમારી પ્રોપર્ટીને આગ, કુદરતી આફતો અને ઘરફોડ ચોરીઓ તમામ સામે અમારી ડિજિટ સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશયલ પેરિસ્લ પોલિસી હેઠળ આવરી લે છે. પ્રોપર્ટીમાં ચોરીની સંભાવનાઓ પણ વધુ હોય છે તેથી અમે ઘરફોડ ચોરીને પણ આવરી લઈએ છીએ. આમ અમે કુદરતી આફતોની સાથે ચોરી જેવી માનવસર્જિત ઘટનાઓને આવરી લઈએ છીએ. ડિજિટ દ્વારા ઓફર કરાતા ઈન્સ્યોરન્સના કેટલાક પ્રકારો નીચે મુજબ છે.

વિકલ્પ 1

વિકલ્પ 2

વિકલ્પ 3

ફક્ત તમારા ઘર અથવા વ્યવસાયની સામગ્રીને આવરી લે છે.

તમારા બિલ્ડિંગ અને ઘર અથવા બિઝનેસની સામગ્રી એમ બંનેને આવરી લે છે.

તમારી બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસની સામગ્રી અને ઘરની રોકડ અથવા દુકાનના કાઉન્ટરમાં રોકડ જેવી કિંમતી વસ્તુઓને પણ આવરી લે છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો

  • સામગ્રી - જો તમે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં 'સામગ્રી'નો સંદર્ભ શું છે તે અંગે મૂંઝવણમાં છો, તો તે તમારા ઘરમાં તમારા અંગત સામાનનો સંદર્ભ આપે છે. દાખલા તરીકે જો તમારા ઘરમાં ઘરફોડ ચોરી થઈ હોય અને તમારું લેપટોપ ચોરાઈ ગયું હોય; તો તમારો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ સામગ્રીને આવરી લેશે એટલે કે તમારા લેપટોપને પણ કવર મળશે.
  • બિલ્ડિંગ/સ્ટ્રક્ચર - નામ પ્રમાણે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' અથવા 'સ્ટ્રક્ચર' એ તમે કવર થતી સમગ્ર પ્રોપર્ટીનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર અથવા વ્યક્તિગત વિલાને સુરક્ષિત કરવા માંગતા હો તો તમારા સમગ્ગ્ર વિલાને આવરી લેવામાં આવેલ 'બિલ્ડિંગ' તરીકે ઓળખવામાં આવશે.

પ્રોપર્ટી ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?

આદર્શ રીતે જોઈએ તો કોઈપણ વ્યક્તિ જેની પાસે પોતાની પ્રોપર્ટી હોય પછી તે ઘર હોય કે તમારા બિઝનેસ સાથે જોડાયેલી ઓફિસ; પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ કુદરતિ આફતો, વિસ્ફોટ, આગ કે ચોરી જેવી આકસ્મિત સ્થિતિમાં થતા નુકસાનને કવર કરે છે.

ઘરના માલિકો

તમારૂં જૂનું ઘર હોય અથવા નવું સપનાનું ઘર હોય, પરંતુ તે ઘર કોઈપણ વ્યક્તિની સૌથી કિંમતી સંપત્તિ છે. તમારી આ જીવનભરની કમાણીને આર્થિક સુરક્ષા આપવા માટે અને તમારા ખિસ્સા અને ઘર બંનેને સુરક્ષિત રાખવા માટે તમે ઓછામાં ઓછું એક ઈન્સ્યોરન્સ જરૂરી છે.

ભાડુઆતો

સામાન્ય લોકો માને છે કે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માત્ર એવા લોકો માટે છે કે જેઓ પોતે પ્રોપર્ટી ધરાવે છે પરંતુ અમે ડિજિટ પર ભાડાની મિલકતો હોય કે પછી ભાડે આપેલ-લીધેલ દુકાન હોય તે માટે પણ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રદાન કરીએ છીએ. તેથી જો તમારી પાસે ઓફિસની જગ્યા અથવા ભાડે લીધેલ એપાર્ટમેન્ટ હોય તો પણ તમે તમારી માલિકીના ભાગો જેમકે પ્રોપર્ટી અને તેની સામગ્રી માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ લઈ શકો છો.

નાના બિઝનેસ માલિકો

તમે એક નાનો જનરલ સ્ટોર ચલાવતા હોવ કે પછી કસ્ટમાઇઝ્ડ ફેશન અને હેન્ડીક્રાફ્ટ્સ સાથેનું નાનું બુટિક ચલાવો ડિજિટનું પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમે કોઈ સ્વતંત્ર, નાનો બિઝનેસ ચલાવતા હોવ તો તમારા બિઝનેસને અગમ્ય કારણોસર થતા કોઈપણ સંભવિત નુકસાન અને જોખમોથી સુરક્ષિત રાખવું જરૂરી છે.

મીડિયમ બિઝનેસ માલિકો

જો તમે સામાન્ય સ્ટોર્સ, રેસ્ટોરાં અથવા મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ ચલાવો છો, તો પણ અમારી ફાયર ઈન્સ્યોરન્સ પોલિસી મીડિયમ સાઈઝના બિઝનેસ ઓનર્સ માટે ઘરફોડ, ચોરી, આગને, વિસ્ફોટ અથવા કુદરતી આફતોને કારણે થતાં હાનિ અને નુકસાનને આવરી લેવા માટે પણ યોગ્ય છે.

મોટા સાહસો

જો તમારી પાસે ઘર કે બિઝનેસ માટે એક કે તેથી વધુ પ્રોપર્ટીઓ છે તો પ્રોપર્ટી વીમો તમારી એક નહીં પરંતુ બધી મિલકતોને સુરક્ષિત કરવા માટે એક સરળ વન સ્ટોપ સોલ્યુશન ડિજિટ આપે છે. આ માત્ર બિઝનેસના જોખમને ઘટાડવામાં મદદ નહીં કરે પરંતુ એક જવાબદાર બિઝનેસ એન્ટરપ્રાઇઝ તરીકેની તમારી ગુડવિલમાં પણ સુધારો કરશે.

ઈન્સ્યોરન્સમાં કવર થતી હોમ પ્રોપર્ટીઓના પ્રકાર

વ્યક્તિગત એપાર્ટમેન્ટ

સ્વતંત્ર ફ્લેટમાં રહેતા, હાઉસિંગ સોસાયટી અથવા સ્ટેન્ડઅલોન બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો માટે આ ઈન્સ્યોરન્સ છે. આ તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ પણ હોઈ શકે છે. અમારી પ્રોડકટ ઉપરોકત તમામ વ્યકતિગત એપાર્ટમેન્ટ માટે યોગ્ય છે !

 

સ્વતંત્ર મકાન

તમે અને તમારો પરિવાર એક બિલ્ડિંગમાં રહો છો, આખી બિલ્ડિંગમાં ફ્લેટ ધરાવો છો અથવા ભાડે આપ્યો છે તો તમે તે બધા માટે ઈન્સ્યોરન્સ પસંદ કરી શકો છો.

સ્વતંત્ર વિલા

જો તમે સ્વતંત્ર વિલા અથવા ઘરની માલિકી ધરાવો છો અથવા ભાડે લીધેલ છે તો આગના સંભવિત જોખમોથી તમારા વિલા અને તેની સામગ્રીને ચોરી, આગ, વાવાઝોડાં અને અન્ય આફતોથી સુરક્ષિત રાખવા માટે ઈન્સ્યોરન્સ કવરેજ મહત્વપૂર્ણ છે.

કવર થતી દુકાન અને બિઝનેસ પ્રોપર્ટીઓના પ્રકાર

મોબાઈલ અને અન્ય ઈલેકટ્રોનિક્સ

એવા બિઝનેસો કે જે મુખ્યત્વે મોબાઈલ ફોન અને મોબાઈલ એસેસરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે. ક્રોમા, વનપ્લસ, રેડમી, વગેરે જેવા સ્ટોર્સ આવી પ્રોપર્ટીઓના ઉત્તમ ઉદાહરણો છે. આવા કિસ્સામાં ઇન્સ્યોરન્સ સ્ટોર અને તેની મુખ્ય સામગ્રીને થતા કોઈપણ સંભવિત નુકસાન અને હાનિથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે જેમાં સૌથી સામાન્ય છે ચોરીથી થતું નુકશાન.

કરિયાણા અને જનરલ સ્ટોર્સ

પડોશમાં આવેલી કરિયાણાની દુકાનોથી લઈને તમારા બજેટ ફ્રેન્ડલી સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. બિગ બઝાર, સ્ટાર બજાર અને રિલાયન્સ સુપરમાર્કેટ જેવી દુકાનો તેના કેટલાંક સામાન્ય ઉદાહરણો છે.

ઓફિસો અને શૈક્ષણિક સ્થળો

અમારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે આ કેટેગરી ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે. આ ઇન્સ્યોરન્સ વી પ્રોપર્ટીને થનાર નુકસાનથી બચાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓને તમારી સંબંધિત સંસ્થા પ્રત્યે વધુ વિશ્વાસ કેળવવા માટે પણ જરૂરી છે.

સમારકામ અને ઘર સહાય

બિઝનેસની આ શ્રેણીમાં સુથારીકામ અને પ્લમ્બિંગ સમારકામથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

ઘર, લાઇફસ્ટાઇલ અને ફિટનેસ

તમારા મનપસંદ મોલ્સ અને ગારમેન્ટની દુકાનોથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર્સ સુધી; ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવેલ ઇન્સ્યોરન્સ પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસોને પણ આવરી લે છે. આવી પ્રોપર્ટીઓના ઉદાહરણોમાં એનરિચ સલુન્સ, કલ્ટ ફિટનેસ સેન્ટર્સ, ફોનિક્સ માર્કેટ સિટી અને અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે.

ખોરાક અને ખાદ્ય ચીજો

એક સ્થળ જ્યાં બધા વ્યક્તિઓ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરી સુધી; ડિજિટનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના ખાણીપીણીની દુકાનો માટે પણ ઉત્તમ છે. આવી પ્રોપર્ટીના કેટલાક ઉદાહરણોમાં ફૂડ કોર્ટની રેસ્ટોરાં, ચાય પોઈન્ટ અને ચાયોસ જેવી ચાની દુકાનો અને બર્ગર કિંગ અને પિઝા હટ જેવા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

હેલ્થકેર

સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટીઓ જે અવશ્ય કરવ થયેલી હોવી જોઈએ; ડિજિટનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, ક્લિનિક્સ, નિદાન કેન્દ્રો અને ફાર્મસીઓ અને અન્ય મેડિકલ સ્ટોર્સને પણ આવરી લે છે.

અન્ય

ઉપર દર્શાવેલી કેટેગરીઓ સિવાય ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી તમામ કદ અને બિઝનેસ માટે યોગ્ય છે. જો તમને તમારી કેટેગરી આ યાદીમાં ન મળે, તો અમારો સંપર્ક કરવામાં નિઃસંકોચ રહો અને અમે તમારા ઘર અથવા બિઝનેસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં તમારી મદદ કરીશું.

ભારતમાં પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો

ભારતમાં પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો