હોમ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ₹150/વર્ષથી શરૂ થાય છે*

property-insurance
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

,

Zero Paperwork Online Process
Select Property Type
Enter Valid Pincode Sorry, we aren't present in this pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
Please accept the T&C
background-illustration
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

,

background-illustration

હોમ ઈન્સ્યોન્સરન્સ શું છે?

હોમ ઈન્સ્યોરન્સ એ એક પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી છે, જે તમને ચોરી, આગ, પૂર, તોફાન અને વિસ્ફોટ જેવા અણધાર્યા અકસ્માતોથી તમારૂં પોતાનું ઘર અથવા ભાડે આપેલા એપાર્ટમેન્ટ અને તમારા અંગત સામાનને થતાં નુકશાનની ભરપાઈ કરે છે.

ઘર ખરીદવું એ સૌથી મહત્વપૂર્ણ રોકાણોમાંનું એક છે. મધ્યમવર્ગના લોકો પોતાના સપનાના ઘરને બનાવવા માટે આખી જિંદગી કામ કરે છે. જોકે ઘણા લોકો એવા છે જેઓ તેમના જીવનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ રોકાણને સુરક્ષિત કરવાનું ભૂલી જાય છે. તમને ખ્યાલ નહીં હોય પરંતુ તમારૂં ઘર માત્ર એક ફિઝિકલ મિલકત કરતાં વધુ છે અને તમે કલ્પના કરો છો તેના કરતાં ઘણું મૂલ્યવાન છે. જેમાં તમારા અદ્યતન ગેજેટ્સ અને સુંદર ઈન્ટિરિયરથી લઈને તમારા ઘરેણાં અને અન્ય મૂલ્યવાન સામાનનો પણ સમાવેશ થાય છે.

તેથી જ તમારા ઘરની સુખાકારી અને સલામતી માટે સૌથી જરૂરી કામ છે એક હોમ ઈન્સ્યોરન્સ લેવાનું. આ વીમો તમને અનિશ્ચિત અને કમનસીબ અને અણધાર્યા ઘરફોડ, ચોરી, પૂર, ભૂકંપના કિસ્સામાં નાણાંકીય સુરક્ષિતતા આપવાનું કામ કરશે.

જ્વેલરી જેવી કીમતી વસ્તુઓ માટે વૈકલ્પિક એડ-ઓન સાથેની અમારી ગો ડિજીટ, ભારત ગૃહ રક્ષા પોલિસી જે તમને તમારા ઘર અને કીમતી વસ્તુઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.

તમારા ઘર ઘરફોડ ચોરીઓ સામે પણ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, તમે ડિજીટ બર્ગલરી ઇન્સ્યોરન્સ પૉલિસી (UIN – IRDAN158RP0019V01201920) ને તમારી હોમ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે જોડી શકો છો.

Read More

મારે હોમ ઈન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ?

જો તમે હજુ પણ હોમ ઈન્સ્યોરન્સની જરૂરિયાત વિશે મૂંઝવણમાં છો, તો આગળ વાંચો...

1

2022માં અત્યાર સુધીમાં 423.2 હજાર  મકાનોને ભારે હવામાનના કારણે નુકસાન થયું છે. (1)

2
ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2021 અનુસાર, પૂર, ભૂકંપ વગેરે જેવી ભારે હવામાન સંબંધિત ઘટનાઓને કારણે 2019માં ભારત સાતમો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ હતો (2)
3

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતમાં 2022 માં જાન્યુઆરી અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે 241 દિવસ સુધી આંત્યિક હવામાનની સ્થિતિ નોંધવામાં આવી હતી. (3)

 

ડિજિટની હોમ ઇન્સ્યોરન્સ વિશે શું સારું છે?

  • ગો ડિજીટ, ભારત ગૃહ રક્ષા પોલિસી (UIN: IRDAN158RP0081V01202021) ઉત્તમ છે કારણ કે તે નીચે જણાવેલા લાભો આપે છે:
  • વેલ્યુ ફોર મની - આપણે જ્યારે હોમ ઈન્સ્યોરન્સ વિશે વિચારીએ છીએ ત્યારે સૌપ્રથમ ખ્યાલ ખર્ચનો આવે છે. આપણે તેને એક ખર્ચાળ બાબત તરીકે વિચારીએ છીએ. જોકે ઉંડાણપૂર્વક વિચારીએ તો તે તમારી સૌથી કિંમતી સંપત્તિઓમાંથી એકનું રક્ષણ કરવા માટે જ છે! જોકે અમે છીએ એટલે ચિંતા ન કરશો. ઈન્સ્યોરન્સમાં ફક્ત તમારા ઘરને જ આવરી લેવામાં નહીં આવે પરંતુ અમે ઈન્સ્યોરન્સનો ખર્ચ તમને પોસાય તેટલો કરવા પણ કટિબદ્ધ છીએ!
  • • સંપૂર્ણ ડિજિટલ ફ્રેડલી...! – ઈન્સ્યોરન્સમાં લોકો વારંવાર ગભરાતા હોય તેમાંની એક બાબત છે પેપરવર્ક. આ જ મુદ્દાને ધ્યાને રાખીને અમે લાવ્યા છીએ ઓનલાઈન હોમ ઈન્સ્યોરન્સ...! ડિજિટ સાથે હોમ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી લઈને ક્લેઈમ કરવા સુધીનું બધું જ સરળ છે અને ઓનલાઈન કરી શકાય છે! (નોંધ: IRDAI મુજબ 1 લાખથી વધુના દાવાઓને મેન્યુઅલ તપાસની જરૂર પડશે).
  • • ભાડુઆતો માટેનો પ્લાન – મિલેનિયલ્સ આજના ઝડપથી વધતી રેન્ટલ ઈકોનોમીને આકાર આપી રહી છે. આ જ બાબતને સમજીને અમે તમારા પોતાના કે ભાડાના ઘરને પણ રક્ષણ પુરૂં પાડીએ છીએ. તમારી પાસે ઘર હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. ઘર ભાડે રાખનારાઓને પણ અમે હોમ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કવર આપીએ છીએ.
  • • 24x7 કસ્ટમર સપોર્ટ - આફત અચાનક આવે છે અને કોઈપણ સમયે આવી શકે છે તેથી જ અમે હંમેશા તમારાથી માત્ર એક જ રિંગ દૂર રહીશું, પછી ભલે તે ગમે તે સમય કે દિવસ હોય!

ડિજિટ હોમ ઈન્સ્યોરન્સમાં શું કવર થશે ?

Fires

આગ

આગ ભયાનક છે અને તમારા ઘર અને તમારા સામાન બન્નેને મોટું નુકસાન પહોંચાડી શકે અને સમગ્ર વસ્તુ ખાખ પણ કરી શકે છે. આ કમનસીબ સ્થિતિમાં પણ અમારી હોમ ઈન્સ્યોરન્સ પોલિસી તમારા માટે હશે !

Explosion & Aircraft Damage

વિસ્ફોટ અને એરક્રાફ્ટ નુકસાન

વિસ્ફોટો અથવા એરક્રાફ્ટને કારણે થયેલા નુકસાનને પણ અમારા હોમ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવશે.

Storms

વાવાઝોડું

તમારા ઘર અને સામાનને ભયંકર વાવાઝોડાથી થતા સંભવિત ક્ષતિ અને નુકસાનને પણ કવર કરવામાં આવે છે.

Floods

પૂર

અનરાધાર વરસાદને કારણે આવતા પૂરથી તમારા ઘર અને તમારા સામાનને થતી ક્ષતિ અને નુકસાનની સામે પોલિસી સુરક્ષિતતા પ્રદાન કરે છે.

Earthquakes

ધરતીકંપ

કોઈપણ વ્યક્તિ કુદરતના પ્રકોપને ટાળી શકતો નથી, પરંતુ તમે તેની સામે કવર લઈ શકો છો એટલેકે કુદરતી હોનારતને કારણે થતા કોઈપણ સંભવિત નુકસાન સામે ઈન્સ્યોર થઈ શકો છો. ધરતીકંપને કારણે થતા ક્ષતિ અને નુકસાનને પણ હોમ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે.

હોમ ઇન્સ્યોરન્સના પ્રકારો

વિકલ્પ 1

વિકલ્પ 2

વિકલ્પ 3

તમારા ઘરની માત્ર ચીજવસ્તુઓ (દા.ત. વ્યક્તિગત વસ્તુઓ) જ કવર કરશે

તમારા ઘર અને તમારા ઘરની ચીજવસ્તુઓ બન્નેને કવર કરશે.

તમારા ઘર, ઘરમાં રહેલ ચીજવસ્તુઓ અને ઘરમાં રહેલ ઘરેણાંને કવર કરશે.

હોમ ઈન્સ્યોરન્સમાં જાણવા જેવી બાબતો

  •  મકાન/સ્ટ્રકચર : હોમ ઈન્સ્યોરન્સમાં મકાન તમારા ઘરના ભૌતિક પાસાંને દર્શાવે છે.
  • કન્ટેન્ટ : કન્ટેન્ટ તમારા ઘરની અંગત વસ્તુઓના સંદર્ભમાં વપરાય છે, એટલેકે તમારા ઘરના ફર્નિચર જેવી વસ્તુઓ પણ હોમ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવશે.

તમારા ઘરને હોમ ઇન્સ્યોરન્સ થકી સુરક્ષિત કરવાના ફાયદા શું છે ?

અનિશ્ચિતતા સામે રક્ષણ

ઘરફોડ ચોરી ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે- સૌથી સુરક્ષિત સ્થળોએ પણ. આવી ઘટનાઓ સામે તમારા ઘરને સુરક્ષિત રાખવા માટે, તમે ડિજીટ બર્ગલરી(ઘરફોડ-ચોરી) ઇન્સ્યોરન્સ પૉલિસીને તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જોડી શકો છો.

સંપૂર્ણ નાણાંકીય અને સામાજિક સુરક્ષા

લોક માન્યતાથી વિપરીત, તમારા ઘરની ફિઝીકલ સંપત્તિથી આગળ હોમ ઈન્સ્યોરન્સ છે. તે તમારા ગેરેજથી લઈને તમારા ઘરની ચીજવસ્તુઓ સુધીની દરેક વસ્તુને આવરી લે છે. તમારૂં ઘર તમે વિચાર્યું હશે તે કરતા અનેક ગણું મોંઘું છે ! સરેરાશ 2BHKમાં ઓછામાં ઓછી રૂ. 5 લાખની ઘરવખરી હોય છે! જ્યારે તમે કામ પર અથવા મુસાફરી કરતા હોવો ત્યારે તમારા ઘર પર નજર રાખવા માટે કોઈ નથી. તેથી હોમ ઈન્સ્યોરન્સ તમારૂં ઘર પ્રોટેક્ટિવ રહે છે.

કુદરતી આફતો સામે રક્ષણ

પૂર, વાવાઝોડું ઘરમાલિકનું સૌથી ખરાબ સ્વપ્ન હોઈ શકે છે. જ્યારે તમે તમારા ઘરમાં જ સુરક્ષિત ન અનુભવી શકો..! આ કુદરતી આપદાને કારણે થયેલ નુકશાન બાદ તમારા ઘરને ફરી પુનઃસ્થપિત કરવાની ઝંઝટ માત્ર તણાવપૂર્ણ જ નહીં પણ ખૂબ જ મોટી નાણાંકીય નુકશાની પણ સહન કરવી પડે છે ! સદભાગ્યે, હોમ ઈન્સ્યોરન્સ રાખવાથી તમે આ બધુ કવર કરી શકો છો !

હોમ ઈન્સ્યોરન્સ કોને મળવાપાત્ર છે ?

નવા મકાનમાલિકો

જો તમે હમણાં જ ઘર ખરીદ્યું છે, તો હોમ ઈન્સ્યોરન્સ લેવો એ તમારી પ્રાથમિત યાદીમાં ટોચ પર હોવો જોઈએ. તમે નવા ઘર પર પહેલાથી જ આટલા પૈસા ખર્ચી ચૂક્યા છો આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે તમે જે ઓછામાં ઓછું કરી શકો છો તે છે હોમ ઈન્સ્યોરન્સ લેવો.

ભાડુઆત

જો તમે તમારું ઘર ભાડે આપતા હોવ તો પણ કોઈ વાંધો નથી ! તમારૂં ઘર હજી પણ એ છે જ્યાં તમારી બધી વસ્તુઓ છે. તમારા ગેજેટ્સથી લઈને તમારા ફર્નિચર સુધી, આગ, પૂર અથવા લૂંટ જેવી ઘટનાઓના કિસ્સામાં તમામ વસ્તુઓ જોખમમાં મૂકાઈ શકે છે. જોકે તમામ ઈન્સ્યોરન્સ કંપનીઓ રેન્ટર્સ એટલેકે ભાડુઆતો માટે હોમ ઈન્સ્યોરન્સ પોલિસી ઓફર કરતા નથી. જોકે ચિંતા ન કરો અમે છીએ ને. અમે ડિજિટ હોમ ઈન્સ્યોરન્સ પોલિસીમાં દરેક કવર આપીએ છીએ.

આવરી લેવામાં આવેલા ઘરના પ્રકારો

સ્વતંત્ર માલિકીના ઘરથી લઈને ભાડાના એપાર્ટમેન્ટ્સ સુધી; ડિજિટ દ્વારા હોમ ઇન્સ્યોરન્સ તમામ પ્રકારના ઘરોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે.

વ્યક્તિગત એપાર્ટમેન્ટ

આ એવા લોકો માટે છે જેઓ સ્વતંત્ર ફ્લેટમાં રહે છે જે કાં તો હાઉસિંગ સોસાયટી અથવા એકલ માલિકીની બિલ્ડિંગનો ભાગ છે. તે તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ હોઈ શકે છે. અમારી ઓફર બન્ને માટે ઉપલબ્ધ છે!

સ્વતંત્ર ઇમારત

એવુ બની શકે છે કે તમે અને તમારો વિશાળ પરિવાર પોતાની માલિકીના બિલ્ડિંગમાં રહેતા હોવ, આખી બિલ્ડિંગમાં ફ્લેટ ધરાવતા હોવ અથવા ભાડે આપ્યુ હોય. આવા કિસ્સામાં, તમે તે તમામ માટે ડિજિટ દ્વારા હોમ ઇન્સ્યોરન્સની સાથે કવર કરવાનું પસંદ કરી શકો છો.

સ્વતંત્ર વિલા

જો તમે સ્વતંત્ર વિલા અથવા ઘરની માલિકી ધરાવતા હોવ અથવા ભાડે લીધેલુ હોય, તો તમારા વિલા અને તેની ચીજોને સંભવિત જોખમો જેમ કે ઘરમાં ચોરી, પૂર, ચક્રવાત અને અન્ય અણધાર્યા પરિસ્થિતિઓમાં સુરક્ષિત રાખવા માટે હોમ ઇન્સ્યોરન્સ મહત્વપૂર્ણ છે.

હોમ ઇન્સ્યોરન્સ વિશે તમારે જાણવી જેવી બાબતો

ભારતમાં હોમ ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો