તમારા ઘર, દુકાન અને વ્યવસાય માટે બર્ગલરી ઈન્સ્યોરન્સ

ઝેરો પેપરવર્ક. ઓનલાઇન પ્રક્રિયા

બર્ગલરી ઈન્સ્યોરન્સ એ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ એક વધુ મહત્વપૂર્ણ કવરેજ છે, જે સંભવિત ઘરફોડ ચોરીને કારણે થતા નુકસાન અને હાનિથી તમારા ઘર અથવા વ્યવસાયની મિલકતને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

ભલે તમારી પાસે સ્વતંત્ર મકાન હોય, ગેટેડ કોમ્યુનિટી એપાર્ટમેન્ટમાં રહેતા હોવ અથવા સ્વતંત્ર દુકાન અથવા ઓફિસ સ્પેસ ધરાવતા હો; આકસ્મિક ઘરફોડ ચોરીથી થઈ શકે તેવા નુકસાનથી તમારી મિલકતને સુરક્ષિત કરવા અને આવરી લેવા માટે બર્ગલરી ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વપૂર્ણ છે.

હજી ખાતરી નથી કે શા માટે ઘરફોડ ઈન્સ્યોરન્સ મહત્વપૂર્ણ છે ?

તો આવો સમજીએ.......

1

રાષ્ટ્રીય રાજધાનીમાં ગયા વર્ષની સરખામણીમાં 2022માં લૂંટના કેસોમાં 112 ટકાનો વધારો જોવા મળ્યો છે.(1)

2

ભારતમાં, 2021 માં રહેણાંક જગ્યા પર મિલકતના ગુનાના 2,81,602 કેસ નોંધાયા હતા. (2)

 

3

ભારતમાં 2021માં મિલકત સામેના ગુનાઓમાં 18.5 ટકાનો વધારો થયો છે. કુલ સંખ્યામાંથી 12.8 ટકા ઘરફોડ ચોરના કેસો માટે જવાબદાર છે. (3)

ડિજિટના ઘરફોડ વીમામાં શું શ્રેષ્ઠ છે ?

વેલ્યુ ફોર મની : તમારી પ્રોપર્ટીને નુકશાનથી બચાવવી એ એક મોટું કામ છે. તેનો મુખ્ય અને આવશ્યક હેતુ તમારી સંપત્તિના ચોરીથી થતા નુકશાનને કવર આપવાનો છે! તેથી જ તમે જોયું હશે કે ઘરફોડ વીમાનું પ્રીમિયમ સામાન્ય રીતે વધારે જ હોય છે. જોકે તમારી પ્રોપર્ટીને ચોરી અને અન્ય નુકશાનથી મહત્તમ આવરી લે અને શક્ય તેટલું શ્રેષ્ઠ અને પરવડે તેવું પ્રીમિયમ આપવા માટે ડિજિટ શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.

ડિજિટલ ફ્રેન્ડલી : ભારતની પ્રથમ ઓનલાઈન વીમા કંપનીઓમાંની એક હોવાને કારણે અમે ઘરફોડ ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેઈમ કરવા સુધીની અમારી તમામ પ્રક્રિયાઓને ડિજિટલ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. એ હદ સુધી કે જ્યારે ઘરફોડ ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે ઈન્સપેક્શન જરૂરી હોય ત્યારે પણ તેને ઓનલાઈન જ કરી શકો છો! (1 લાખથી વધુના દાવા સિવાય. IRDAI નિયમ મુજબ તે ફક્ત મેન્યુઅલી/ઓફલાઈન જ કરવા જરૂર છે)

તમામ બિઝનેસ કેટેગરીને આવરી લે છે : તમે તમારા કૌટુંબિક વ્યવસાય, ઓફિસ, કરિયાણા સ્ટોર અથવા રિટેલ સ્ટોર્સ ચેઈનને સુરક્ષિત કરવા માંગતા હોવ તો અમારો ઘરફોડ ઈન્સ્યોરન્સ તમામ પ્રકારના બિઝનેસને માટે યોગ્ય છે, પછી ભલે તે ગમે તેટલો મોટો કે નાનો હોય.

ભાડે આપનારાઓ માટેના પ્લાન : અમે સમજીએ છીએ કે આજના યુવાઓ પોતાનું ઘર વસાવવાને બદલે ભાડે આપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેથી જ અમે ભાડે લેનારાઓ માટેના પ્લાન પણ ઓફર કરીએ છીએ, જે ફક્ત તમારી માલિકીની વસ્તુઓને જ આવરી લે છે.

ડિજીટ દ્વારા બર્ગલરી ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે?

અસ્વીકરણ - કવરેજની મહત્તમ રકમ જેના માટે પોલિસીધારક પોલિસી સમયગાળાની અંદર હકદાર છે તે પોલિસીધારક દ્વારા  ઇન્સ્યોરન્સની રકમ સુધી મર્યાદિત છે.

ઘરફોડ ચોરીના ઈન્સ્યોરન્સના પ્રકારો

ડિજિટ પર અમારો ઘરફોડ ચોરી ઈન્સ્યોરન્સ, તમારી પ્રોપર્ટીને આગ, કુદરતી આફતો અને ઘરફોડ ચોરીઓ તમામ સામે અમારી ડિજિટ સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશયલ પેરિસ્લ પોલિસી હેઠળ આવરી લે છે. આમ અમે લૂંટ, ઘરફોડ ચોરીથી લઈને આગ અને કુદરતી આફતોની જેવી માનવસર્જિત ઘટનાઓને આવરી લઈએ છીએ. ડિજિટ દ્વારા ઓફર કરાતા ઈન્સ્યોરન્સના કેટલાક પ્રકારો નીચે મુજબ છે.

વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ 3
ફક્ત તમારા ઘર અથવા વ્યવસાયની સામગ્રીને આવરી લે છે. તમારા બિલ્ડિંગ અને ઘર અથવા બિઝનેસની સામગ્રી એમ બંનેને આવરી લે છે. તમારી બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસની સામગ્રી અને ઘરની રોકડ અથવા દુકાનના કાઉન્ટરમાં રોકડ જેવી કિંમતી વસ્તુઓને પણ આવરી લે છે.

ઘરફોડ ચોરી ઈન્સ્યોરન્સના ઓફરિંગ

  • તમારા ઘર માટે બર્ગલરી ઇન્સ્યોરન્સ - રહેણાંક ઇમારતો અને સ્વતંત્ર મકાનો બર્ગલરી માટે ખૂબ જોખમી છે. હકીકતમાં, 'હર ઘર સુરક્ષા 2018 રિપોર્ટઃ ઈન્ડિયાઝ સિક્યોરિટી પેરાડોક્સ - હોમ સેફ્ટી Vs ડિજિટલ સેફ્ટી' મુજબ ભારતમાં 70% ચોરી રહેણાંક જગ્યામાં થાય છે. એટલા માટે, ભલે તમારી પાસે સ્વતંત્ર ઘર હોય અથવા વહેંચાયેલ સામુદાયિક સંકુલમાં રહેતા હોવ, અમારો બર્ગલરી ઇન્સ્યોરન્સ નાના અને મોટા તમામ ઘરો માટે યોગ્ય છે.
  • બિઝનેસ અને દુકાન માટે બર્ગલરી ઈન્સ્યોરન્સ –  એકવાર કામના કલાકો વીતી ગયા પછી દરેક વ્યક્તિએ તેમની ઓફિસ અથવા દુકાનો બંધ દરવાજા અને શટર પાછળ છોડી દેવી પડે છે. તમારી દુકાન ક્યાં સ્થિત છે, તેના આધારે અને તેની પ્રકૃતિના આધારે, ઘણા વ્યવસાયો ઘરફોડ ચોરીનું જોખમ ધરાવતા હોય છે. તેથી તમારી બિઝનેસ પ્રોપર્ટી માટે ઘરફોડ વીમાની અમારી કસ્ટમાઈઝ્ડ ઓફર તેને કવર કરવામાં મદદ કરશે.

કોને ઘરફોડ વીમાની જરૂર છે?

ઘરફોડ ચોરીઓ અણધારી હોય છે. તેમાં માત્ર ચોરેલી વસ્તુઓનું જ નહિ પરંતુ અન્ય હાનિ અને નુકસાન પણ જોડાયેલ હોય છે. તેથી દુકાનના માલિકોથી લઈને ઘરમાલિકો સુધી દરેક વ્યક્તિએ તેમની પ્રોપર્ટી અને તેમની સામગ્રીને અણધાર્યા નુકસાનથી બચાવવા માટે ઘરફોડ ઈન્સ્યોરન્સ હોવો જોઈએ.

ઘરના માલિકો

તમારૂં વર્ષો જુનું ઘર હોય અથવા તમારૂં નવું સપાનાનું ઘર હોય, ઘર એ કોઈપણ વ્યક્તિ માટે સૌથી કિંમતી સંપત્તિ છે. ઘરના કોઈપણ અણધાર્યા જોખમ અને નુકસાનથી સુરક્ષિત રાખવું એ તમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.

ભાડુઆતો

સામાન્ય રીતે લોકો માને છે કે ઘરફોડ ઈન્સ્યોરન્સ માત્ર એવા લોકો માટે છે કે જેઓ પોતે પ્રોપર્ટી ધરાવે છે પરંતુ અમે ડિજિટ પર ભાડાની પ્રોપર્ટી હોય કે પછી ભાડે આપેલી-લીધેલી દુકાન હોય તે માટે પણ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ આપીએ છીએ. તેથી જો તમારી પાસે ઓફિસની જગ્યા અથવા ભાડે લીધેલ એપાર્ટમેન્ટ હોય તો પણ તમે તમારી માલિકીના ભાગો જેમકે પ્રોપર્ટી અને તેની સામગ્રી માટે ઈન્સ્યોરન્સ લઈ શકો છો.

નાના બિઝનેસ માલિકો

તમે નાનો જનરલ સ્ટોર ચલાવતા હોવ અથવા કસ્ટમાઇઝ્ડ ફેશન અને હેન્ડીક્રાફ્ટ્સ સાથેનું નાનું બુટિક ચલાવતા હોવ, અમારી ઘરફોડ વીમા કવરેજ તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમે કોઈ સ્વતંત્ર, નાનો વ્યવસાય ચલાવતા હોવ તો પણ જરૂરી છે કે તમે તમારા બિઝનેસને ઘરફોડ ચોરીથી ઉદ્ભવતા કોઈપણ સંભવિત નુકસાન અને જોખમોથી સુરક્ષિત કરે.

મિડયમ બિઝનેસ માલિકો

જો તમે એક સામાન્ય સ્ટોર્સ, રેસ્ટોરાં અથવા મધ્યમ કદના એન્ટરપ્રાઇઝની ચેઈન ચલાવત હોવો તો પણ અમારી ઘરફોડ વીમા કવરેજ મધ્યમ કદના બિઝનેસ માલિકો માટે કોઈપણ ઘરફોડ ચોરીને કારણે થઈ શકે તેવા કોઈપણ જોખમો અને નુકસાનને આવરી લેવા માટે પણ યોગ્ય છે; ભલે તે ગમે તેટલું નાનું હોય કે મોટું.

મોટા કારોબાર

જો તમે મોટો કારોબાર ચલાવતા હોવો અથવા અનેક પ્રોપર્ટીની માલિકી ધરાવતા હોવ તો એક ઘરફોડ ઈન્સ્યોરન્સ તમારી એક નહીં પરંતુ તમારી બધી પ્રોપર્ટીનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ છે. તે માત્ર વ્યવસાયના જોખમને ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ એક જવાબદાર બિઝનેસ એન્ટરપ્રાઇઝ બનવા માટેની ગુડવિલમાં પણ સુધારો કરશે. .

ઘરફોડ વીમામાં આવરી લેવામાં આવતી પર્સનલ પ્રોપર્ટીના પ્રકાર

વ્યક્તિગત એપાર્ટમેન્ટ

સ્વતંત્ર ફ્લેટમાં રહેતા, હાઉસિંગ સોસાયટી અથવા સ્ટેન્ડઅલોન બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો માટે આ ઈન્સ્યોરન્સ છે. આ તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ પણ હોઈ શકે છે. અમારી પ્રોડકટ ઉપરોકત તમામ વ્યકતિગત એપાર્ટમેન્ટ માટે યોગ્ય છે!

સ્વતંત્ર મકાન

તમે અને તમારો પરિવાર એક બિલ્ડિંગમાં રહો છો, આખી બિલ્ડિંગમાં ફ્લેટ ધરાવો છો અથવા ભાડે આપ્યો છે તો તમે તે બધા માટે ઈન્સ્યોરન્સ પસંદ કરી શકો છો. આ કેસમાં તમે SFSP ડિજિટ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ બર્ગલરી ઈન્સ્યોરન્સ ખરીદી શકો છો.

સ્વતંત્ર વિલા

જો તમે સ્વતંત્ર વિલા અથવાઘરની માલિકી ધરાવો છો અથવા ભાડે લીધેલ છે તો ઘરફોડ-ચોરીના સંભવિત જોખમોથી તમારા વિલા અને તેની  સામગ્રીને સુરક્ષિત રાખવા માટે ઈન્સ્યોરન્સ કવરેજ મહત્વપૂર્ણ છે.

કવર થતી બિઝનેસ પ્રોપર્ટીઓના પ્રકાર

મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ

એવા બિઝનેસો કે જે મુખ્યત્વે મોબાઈલ ફોન અને મોબાઈલ એસેસરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે. ક્રોમા, વનપ્લસ, રેડમી, વગેરે જેવા સ્ટોર્સ આવી પ્રોપર્ટીઓના ઉત્તમ ઉદાહરણો છે. આવા કિસ્સામાં બર્ગલરી ઇન્સ્યોરન્સ સ્ટોર અને તેની મુખ્ય સામગ્રીને થતા કોઈપણ સંભવિત નુકસાન અને હાનિથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે જેમાં સૌથી સામાન્ય છે ચોરીથી થતું નુકશાન.

કરિયાણા અને જનરલ સ્ટોર્સ

પડોશમાં આવેલી કરિયાણાની દુકાનોથી લઈને તમારા બજેટ ફ્રેન્ડલી સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ બર્ગલરી ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. બિગ બઝાર, સ્ટાર બજાર અને રિલાયન્સ સુપરમાર્કેટ જેવી દુકાનો તેના કેટલાંક સામાન્ય ઉદાહરણો છે.

ઓફિસો અને શૈક્ષણિક સ્થળો

અમારા બર્ગલરી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે આ કેટેગરી ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે. આ ઇન્સ્યોરન્સ વી પ્રોપર્ટીને થનાર નુકસાનથી બચાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓને તમારી સંબંધિત સંસ્થા પ્રત્યે વધુ વિશ્વાસ કેળવવા માટે પણ જરૂરી છે.

સમારકામ અને ઘર સહાય

બિઝનેસની આ શ્રેણીમાં સુથારીકામ અને પ્લમ્બિંગ સમારકામથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

ઘર, લાઇફસ્ટાઇલ અને ફિટનેસ

તમારા મનપસંદ મોલ્સ અને ગારમેન્ટની દુકાનોથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર્સ સુધી; ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવેલ બર્ગલરી  ઇન્સ્યોરન્સ પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસોને પણ આવરી લે છે. આવી પ્રોપર્ટીઓના ઉદાહરણોમાં એનરિચ સલુન્સ, કલ્ટ ફિટનેસ સેન્ટર્સ, ફોનિક્સ માર્કેટ સિટી અને અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે.

ખોરાક અને ખાદ્ય ચીજો

એક સ્થળ જ્યાં બધા વ્યક્તિઓ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરી સુધી; ડિજિટનો બર્ગલરી ઇન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના ખાણીપીણીની દુકાનો માટે પણ ઉત્તમ છે. આવી પ્રોપર્ટીના કેટલાક ઉદાહરણોમાં ફૂડ કોર્ટની રેસ્ટોરાં, ચાય પોઈન્ટ અને ચાયોસ જેવી ચાની દુકાનો અને બર્ગર કિંગ અને પિઝા હટ જેવા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સનો પણ સમાવેશ થાય છે

હેલ્થકેર

સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટીઓ જે ચોરી લૂંટફાટ અને આગથી લઈને કુદરતી અસ્કયામતો સુધીના તમામ જોખમ અને સંભવિત નુકશાનને અવશ્ય કવર થયેલી હોવી જોઈએ; ડિજિટનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, ક્લિનિક્સ, નિદાન કેન્દ્રો અને ફાર્મસીઓ અને અન્ય મેડિકલ સ્ટોર્સને પણ આવરી લે છે.

સર્વિસ અને અન્ય

ઉપર દર્શાવેલી કેટેગરીઓ સિવાય ડિજિટના બર્ગલરી ઈન્સ્યોરન્સ પોલિસી તમામ પ્રકારના અને ગમે તેવું કદ ધરાવતા બિઝનેસ માટે યોગ્ય છે. જો તમને તમારી કેટેગરી આ યાદીમાં ન મળે, તો અમારો સંપર્ક કરવામાં નિઃસંકોચ રહો અને અમે તમારા ઘર અથવા બિઝનેસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં તમારી મદદ કરીશું.

ભારતમાં બર્ગલરી ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું બર્ગલરી ઇન્સ્યોરન્સ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો ભાગ છે?

હા, ડિજીટ પર, અમે અમારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગ રૂપે બર્ગલરીને કારણે થતા નુકસાન અને હાનિ સામે રક્ષણ પૂરું પાડીએ છીએ. તે તમારી મિલકતોને આગ અને કુદરતી આફતો જેવા અન્ય જોખમોથી પણ રક્ષણ આપે છે.

 

ઘરફોડ ચોરી ઈન્સ્યોરન્સ મેળવવાની પાત્રતા શું છે?

કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પ્રોપર્ટી છે અથવા તેણે પ્રોપર્ટી ભાડે આપી છે તે બર્ગલરી ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકે છે.

શું ઘરફોડ ચોરી વીમા માટે દાવો કરવા FIR ફરજિયાત છે ?

હા, ખાસ કરીને ઘરફોડ વીમા દાવા માટે એફઆઈઆર જરૂરી છે.

શું હું આખી હાઉસિંગ સોસાયટી માટે ઘરફોડ વીમા સાથે કવર કરી શકું ? શું હું આખી હાઉસિંગ સોસાયટી માટે ઘરફોડ વીમા સાથે કવર કરી શકું?

હા તમે કરી શકો છો. ડિજિટનો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ (સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ પેરિલ્સ પોલિસી) પ્લાન હાઉસિંગ સોસાયટીઓ અને કમ્પાઉન્ડને પણ લાગુ પડે છે.