તમારા ઘર, દુકાન અને વ્યવસાય માટે ફાયર ઈન્સ્યોરન્સ

ઝેરો પેપરવર્ક. ઓનલાઇન પ્રક્રિયા

ફાયર ઈન્સ્યોરન્સ, પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીનો એક મહત્વનો ભાગ છે. તેના થકી તમે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ, ઓફિસની જગ્યા અને દુકાને આગથી થનારા સંભવિત હાનિ અને નુકશાન સામે આર્થિક સુરક્ષા કવચ આપી શકો છો.

*અસ્વીકરણ - ફાયર ઇન્સ્યોરન્સ એ સ્ટેન્ડ અલોન પ્રોડક્ટ નથી. આ કવર મેળવવા માટે, તમારે ગો ડિજિટ, ભારત લઘુ ઉદ્યોગ સુરક્ષા અને/અથવા ગો ડિજિટ ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા અને ઘર માટે-ગો ડિજિટ, ભારત ગૃહ રક્ષા ખરીદવાની જરૂર છે.

ફાયર ઈન્સ્યોરન્સ કેમ જરૂરી છે તેનો ખ્યાલ હજી નથી?

તો આવો. ચલો સમજીએ ફાયર ઈન્સ્યોરન્સની જારૂરિયાત

1

આગ ફાટી નીકળવી એ બિઝનેસને સતત ચલાવવા અને તેની કામગીરી માટે ત્રીજા સૌથી મોટા જોખમ તરીકે ક્રમાંકિત છે. (1)

2

ADSI રિપોર્ટ દર્શાવે છે કે રેસીડેન્સીયલ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળવાની સૌથી વધુ સંભાવના છે. (2)

3

ભારતમાં, 2021માં કુલ 1.6 મિલિયન આગની ઘટનાઓ. (3)

ડિજિટ દ્વારા ફાયર ઈન્સ્યોરન્સ લેવામાં સારી વાત શું છે?

નાણાંનું મૂલ્ય: અમે સમજીએ છીએ કે પ્રોપર્ટીને કવર આપવું મોટું કામ છે. વાત સત્ય છે કે પ્રીમિયમ આ સંદર્ભમાં નોંધપાત્ર વધુ હોય છે. તેથી જ અમે તમને તમારી પ્રોપર્ટી/મિલકતને ફાયર અને અન્ય નુકશાની માટે બજેટમાં સરળતાથી ફિટ થઈ શકીએ તેવા અફોર્ડેબલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપીએ.

ડિજિટલ ફ્રેન્ડલી :  ભારતની પ્રથમ ડિજિટલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાંની એક હોવાને કારણે અમે ફાયર ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેયમ કરવા સુધીની અમારી તમામ પ્રક્રિયાઓને ડિજિટલ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. નિરીક્ષણ જરૂરી હોય ત્યારે પણ ફક્ત ઓનલાઇન પણ કરી શકો છો! (રૂ. 1 લાખથી વધુના ક્લેયમ સિવાય. IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) મુજબ 1 લાખથી વધુના ક્લેયમ ફક્ત મેન્યુઅલી જ કરવાઅ જરૂરી છે).

તમામ બિઝનેસ કેટેગરીને કવર : તમારા ફેમિલી બિઝનેસ, ઓફિસ સ્પેસ, કરિયાણા સ્ટોર અથવા સ્ટોર્સની ચેઈનને સુરક્ષિતતા પ્રદાન કરવા માંગો છો તો અમારો આ ફાયર ઈન્સ્યોરન્સ તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે, પછી ભલે તે ગમે તેટલો મોટો કે નાનો બિઝનેસ હોય.

ભાડુઆતો માટેના પ્લાન : અમે સમજીએ છીએ કે આજનો યુવાવર્ગ પોતાનું ઘર ખરીદવાના બદલે ભાડે રાખવાનું પસંદ કરે છે. તેથી જ અમે ભાડુઆતો માટેના પ્લાન પણ ઓફર કરીએ છીએ, જે ફક્ત તમારી માલિકીની વસ્તુઓને જ આવરી લે છે. તેથી તમે તમારા ભાડાના એપાર્ટમેન્ટને આવરી લેવા માંગતા હો, તો પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો !

ડિજિટની ફાયર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર થાય છે ?

ફાયર ઈન્સ્યોરન્સના પ્રકાર

ડિજીટ પર, અમારો ફાયર ઇન્સ્યોરન્સ એ સ્ટેન્ડ અલોન પોલિસી નથી, તે સંપૂર્ણ કવરેજનો ભાગ છે. આનો અર્થ એ છે કે, આગ અને કુદરતી આફતોથી બધું આવરી લેવામાં આવશે. અમે ઑફર કરીએ છીએ તે કવરેજના કેટલાક પ્રકારો નીચે આપેલ છે.

વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ 3
ફક્ત તમારા ઘર અથવા બિઝનેસની સામગ્રીને આવરી લે છે. તમારા મકાન અને તમારા ઘર અથવા બિઝનેસની સામગ્રી બંનેને આવરી લે છે. ફક્ત તમારા બિલ્ડીંગને આવરી લે છે.
  • તમારા ઘર માટે ફાયર ઇન્સ્યોરન્સ - અમારો ફાયર ઇન્સ્યોરન્સ એ અમારા હોમ ઇન્સ્યોરન્સમાં સમાવિષ્ટ એક મહત્વપૂર્ણ કવરેજ છે. તો પછી ભલે તમારી પાસે એપાર્ટમેન્ટ, વિલા અથવા સ્વતંત્ર મકાન હોય; અમારો હોમ ઈન્સ્યોરન્સ માત્ર આગને કારણે થયેલા નુકસાન અને હાનિ માટે જ નહીં પરંતુ વિસ્ફોટ, પૂર અને તોફાન જેવા અન્ય અણધાર્યા સંજોગોને લીધે થયેલા નુકસાનને પણ આવરી લેશે.
  • તમારા બિઝનેસ અને શોપ માટે ફાયર ઇન્સ્યોરન્સ - અમારો ફાયર ઇન્સ્યોરન્સ પણ તમામ બિઝનેસ અને શોપ ઇન્સ્યોરન્સમાં સામેલ છે. આમાં નાના અને મોટા બંને બિઝનેસ અને તમામ શોપ, જેમ કે બુટીક, ઓફિસ સ્પેસ, કિરાના સ્ટોર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ બિઝનેસ અને શોપ ઇન્સ્યોરન્સ માત્ર આગને કારણે થયેલા નુકસાન અને હાનિ માટે કવર કરશે નહીં પરંતુ તે  નુકસાનને પણ આવરી લેશે તોફાનો, ધરતીકંપો અને પૂરને કારણે ઉદભવે છે.

ફાયર ઇન્સ્યોરન્સની કોને જરૂર છે?

આગ અણધારી હોય છે, તેથી આદર્શ રીતે મિલકત ધરાવતી કોઈપણ વ્યક્તિએ તેમના ઘર અથવા બિઝનેસમાં આગને કારણે થનારા આશંકિત હાનિ અને નુકશાનને આવરી લેતી પોલિસી અંગે વિચારવું જોઈએ.

ઘરના માલિકો

તમારૂં જૂનું ઘર હોય અથવા નવું સપનાનું ઘર હોય, પરંતુ તે ઘર કોઈપણ વ્યક્તિની સૌથી કિંમતી સંપત્તિ છે. તદુપરાંત, રહેણાંક ઇમારતોમાં આગ સૌથી વધુ જોખમી હોવાનું માનવામાં આવે છે. આમ તમારા ખિસ્સા અને ઘર બંનેને સુરક્ષિત રાખવા માટે તમે ઓછામાં ઓછું એક ઈન્સ્યોરન્સ જરૂરી છે.

ભાડુઆતો

સામાન્ય લોકો માને છે કે ફાયર ઈન્સ્યોરન્સ માત્ર એવા લોકો માટે છે કે જેઓ પોતે પ્રોપર્ટી ધરાવે છે અને કંપનીઓ પણ પોતાની માલિકીની પ્રોપર્ટીઓ માટે જ ઈન્સ્યોરન્સ આપે છે. પરંતુ અમે ડિજિટ પર ભાડાની મિલકતો માટે પણ ફાયર ઈન્સ્યોરન્સ પ્રદાન કરીએ છીએ. તેથી જો તમારી પાસે ઓફિસની જગ્યા અથવા ભાડે લીધેલ એપાર્ટમેન્ટ હોય તો પણ તમે તમારી માલિકીના ભાગો જેમકે પ્રોપર્ટી અને તેની સામગ્રી માટે ફાયર ઈન્સ્યોરન્સ લઈ શકો છો.

નાના બિઝનેસ માલિકો

તમે એક નાનો જનરલ સ્ટોર ચલાવતા હોવ કે પછી કસ્ટમાઇઝ્ડ ફેશન અને હેન્ડીક્રાફ્ટ્સ સાથેનું નાનું બુટિક ચલાવો અમારૂં ફાયર ઈન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમે કોઈ સ્વતંત્ર, નાનો બિઝનેસ ચલાવતા હોવ તો તમારા બિઝનેસને આગના કારણે થતાં કોઈપણ સંભવિત નુકસાન અને જોખમોથી સુરક્ષિત રાખવું જરૂરી છે.

મીડિયમ બિઝનેસ માલિકો

જો તમે સામાન્ય સ્ટોર્સ, રેસ્ટોરાં અથવા મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ ચલાવો છો, તો પણ અમારી ફાયર ઈન્સ્યોરન્સ પોલિસી મીડિયમ સાઈઝના બિઝનેસ ઓનર્સ માટે આગને કારણે થતાં હાનિ અને નુકસાનને આવરી લેવા માટે પણ યોગ્ય છે.  ભલે તે ગમે તેટલું નાનું હોય કે મોટું.

મોટા સાહસો

જો તમારી પાસે એક કે તેથી પ્રોપર્ટીઓ છે તો પ્રોપર્ટી વીમો તમારી એક નહીં પરંતુ બધી મિલકતોને સુરક્ષિત કરવા માટે એક સરળ વન સ્ટોપ સોલ્યુશન ડિજિટ આપે છે. આ માત્ર બિઝનેસના જોખમને ઘટાડવામાં મદદ નહિ કરે પરંતુ એક જવાબદાર બિઝનેસ એન્ટરપ્રાઇઝ તરીકેની તમારી ગુડવિલમાં પણ સુધારો કરશે.

ફાયર ઈન્સ્યોરન્સમાં કવર થતી પર્સનલ પ્રોપર્ટીઓના પ્રકાર

વ્યક્તિગત એપાર્ટમેન્ટ

સ્વતંત્ર ફ્લેટમાં રહેતા, હાઉસિંગ સોસાયટી અથવા સ્ટેન્ડઅલોન બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો માટે આ ઈન્સ્યોરન્સ છે. આ તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ પણ હોઈ શકે છે. અમારી પ્રોડકટ ઉપરોકત તમામ વ્યકતિગત એપાર્ટમેન્ટ માટે યોગ્ય છે !

સ્વતંત્ર મકાન

કદાચ તમે અને તમારો વિશાળ પરિવાર સ્વતંત્ર બિલ્ડીંગમાં રહો છો, આખી બિલ્ડીંગમાં ફ્લેટ ધરાવો છો અથવા ભાડે આપી રહ્યા છો. આ કિસ્સામાં, તમે તે બધા માટે ફાયર ઇન્સ્યોરન્સ પૉલિસી વડે કવર કરવાનું પસંદ કરી શકો છો.

સ્વતંત્ર વિલા

જો તમે સ્વતંત્ર વિલા અથવા ઘરની માલિકી ધરાવો છો અથવા ભાડે લીધેલ છે તો આગના સંભવિત જોખમોથી તમારા વિલા અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે ફાયર ઈન્સ્યોરન્સ કવરેજ મહત્વપૂર્ણ છે.

ફાયર ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવતી કોમર્શિયલ પ્રોપર્ટીઓના પ્રકાર

ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ

વ્યવસાયો કે જે મુખ્યત્વે ઓટોમોબાઈલ, મોબાઈલ ફોન અને તેની એસેસરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ કરે છે.

કરિયાણા, જનરલ અને સ્ટેશનરી સ્ટોર્સ

નજીકમાં આવેલી કિરાણાની દુકાનોથી લઈને તમારા બજેટ માટે અનુકૂળ સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીમાં આવરી લેવામાં આવ્યા છે.

ઓફિસો અને શૈક્ષણિક જગ્યાઓ

અમારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગ રૂપે આ કેટેગરી ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે.

રિપેરિંગ અને ઘર સહાય

બિઝનેસની આ કેટેગરીમાં સુથારીકામ અને પ્લમ્બિંગના રિપેરિંગથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.

ઘર, લાઇફસ્ટાઇલ અને ફિટનેસ

તમારા મનપસંદ મોલ્સ અને ગારમેન્ટની દુકાનોથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર્સ સુધી; ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવેલુ ફાયર ઇન્સ્યોરન્સ પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસોને પણ આવરી લે છે. આવી પ્રોપર્ટીઓના ઉદાહરણોમાં એનરિચ સલુન્સ, કલ્ટ ફિટનેસ સેન્ટર્સ, ફોનિક્સ માર્કેટ સિટી અને અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે.

ખોરાક અને ખાદ્ય ચીજો

એક સ્થળ જ્યાં બધા વ્યક્તિઓ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરી સુધી; અમારુ ફાયર ઇન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના ખાણીપીણીની દુકાનો પણ ઉત્તમ છે. આવી પ્રોપર્ટીના કેટલાક ઉદાહરણોમાં ફૂડ કોર્ટની રેસ્ટોરાં, ચાય પોઈન્ટ અને ચાયોસ જેવી ચાની દુકાનો અને બર્ગર કિંગ અને પિઝા હટ જેવા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

હેલ્થકેર

સૌથી મહત્વપૂર્ણ બાબતો પૈકી એક કે તે આગ અને અન્ય તમામ જોખમોથી પણ સુરક્ષિત હોવી જોઈએ; ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, ક્લિનિક્સ, નિદાન કેન્દ્રો અને ફાર્મસીઓ અને અન્ય મેડિકલ સ્ટોર્સને પણ આવરી લે છે.

સર્વિસિસ અને અન્ય

ઉપર દર્શાવેલી કેટેગરીઓ સિવાય, ડિજિટની પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગ રૂપે ફાયર ઇન્સ્યોરન્સ કવરેજ તમામ કદ અને બિઝનેસના સ્વરૂપ માટે યોગ્ય છે. જો તમને તમારી કેટેગરી યાદીમાં ન મળે, તો અમારો સંપર્ક કરવામાં નિઃસંકોચ રહો અને અમે તમારા ઘર અથવા બિઝનેસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં તમારી મદદ કરીશું.

ભારતમાં ફાયર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ફાયર ઇન્સ્યોરન્સ એ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સનો ભાગ છે?

ઉપર દર્શાવેલ કેટેગરી સિવાય, ડિજીટની પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે અગ્નિ વીમા કવરેજ તમામ કદ અને વ્યવસાયોની પ્રકૃતિ માટે યોગ્ય છે.

ફાયર ઇન્સ્યોરન્સ મેળવવાની પાત્રતા શું છે?

કોઈપણ વ્યક્તિ જે મિલકત ધરાવે છે અથવા તો મિલકત ભાડે આપી છે તે ફાયર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકે છે.

શું ફાયર ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવા માટે FIR ફરજિયાત છે?

ના, એફઆઈઆર ફક્ત ચોરીના કિસ્સામાં જ ફરજિયાત છે.

શું હું સમગ્ હાઉસિંગ સોસાયટીને ફાયર ઇન્સ્યોરન્સ સાથે કવર કરી શકું?

હા તમે કરી શકો છો. ડિજિટનો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ (સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ પેરિલ્સ પોલિસી) પ્લાન હાઉસિંગ સોસાયટીઓ અને કમ્પાઉન્ડને પણ લાગુ પડે છે.