ડિજિટ ઇન્સ્યોરન્સ પર પધારો

ઇન્શ્યુરન્સમાં પરિણામી નુકસાન શું છે?

જાણકારી અને સમજના અભાવે કોયડારૂપી બનેલા આ સવાલ હંમેશા પોલિસી ધારકોને પરેશાનીમાં મુકી શકે છે. ખાસ કરીને ક્લેમના સમયે સામે આવતા આંચકા સમાન આ મુદ્દો હમેશા મૂંઝવણમાં જ મુકી જાય છે. તેથી અહીં અમે તમને મૂળભૂત બાબતોને ફરીથી રીવાઇન્ડ કરાવીએ અને તમારે સૌથી વધુ ફોકસ કરવા જરૂરી મુદ્દાની સમજ આપીએ. પરિણામી/પરિણામી નુકસાન અથવા ખોટ શું છે?

શબ્દની વ્યાખ્યા મુજબ જ પરિણામી નુકસાન એટલેકે એક અણધારી ઘટના અને સંલગ્ન અન્ય ઘટનાઓમાં થતા પરોક્ષ નુકશાન. સામાન્ય શબ્દોમાં કહીએ તો મુખ્ય અણધારી ઘટનાનું પરિણામ નહોતું તેવું નુકશાન એટલે પરિણામી નુકસાન. હજી પણ મૂંઝવણમાં છો?

ચાલો સ્પષ્ટ સમજ માટે કેટલાક ઉદાહરણો સાથે તમને સમજાવીએ:

મોબાઈલના કિસ્સામાં પરિણામી નુકસાન

એક ગ્રાહકે એક દિવસ ગુસ્સામાં અમને ફોન કર્યો કે તેનો નવો ફોન ચોરાઈ ગયો. પરંતુ ફોન કરતાં પણ તેના હનીમૂનના ફોટા ખોવાઈ જતા તે વધુ દુઃખી હતો. 😞અરેરે! અમારો મોબાઇલ ઇન્શ્યુરન્સ ચોક્કસપણે ફોનની ચોરીને આવરી લે છે પરંતુ તેના પરિણામે ગુમાવો પડતો ડેટા, જરૂરી કોન્ટેક્ટ ડિટેલ અથવા મેમરી કાર્ડમાંના અન્ય કોઈપણ દસ્તાવેજો સહિતની મહત્વપૂર્ણ બાબતોને નથી આવરતા.તેથી ચોક્ક્સથી ખાતરી કરો કે, તમે તમારા તમામ ડેટા અને કોન્ટેકટ ડિટેલનો નિયમિતપણે બેકઅપ લો છો.

આપણે બધા જાણીએ છીએ કે ફોનમાં પાસવર્ડ્સ સ્ટોર ન કરવા જોઈએ કારણ કે જો ફોન ચોરાઈ ગયો હોય, તો તમને સાયબર ફ્રોડનું જોખમ હોઈ શકે છે. પરંતુ હજુ પણ ઘણા લોકો તેને સરળતાથી મેળવવા માટે મોબાઈલમાં જ ક્યાંક સ્ટોર કરે છે. પરંતુ અમારો વિશ્વાસ કરો કે આજકાલના ચોરો પણ સમજદાર છે અને તેઓ જાણે છે કે ક્યાં શું સ્ટોર કરેલું હશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

તેથી જો કમનસીબે, તમારો ફોન ચોરાઈ જાય છે (ફરીથી ટચવુડ) અને તમારા એકાઉન્ટ સાથે ચેડા થાય છે, તો તેના માટે પરિણામી નુકસાન માટે ઇન્શ્યુરન્સ છે. તેથી આજે જ તમારા ફોનમાંથી આ તમામ જરૂરી વિગતો હટાવી દો.

કારના કિસ્સામાં પરિણામી નુકસાન

વિચારો કે તમે મુંબઈમાં છો. વાતાવરણ મસ્ત ખુલ્લું અને શાનદાર છે. તમારી કાર તમને સુરક્ષિત રીતે ઘરે લઈ જશે એવી દ્રઢ માન્યતા સાથે તમે ઓફિસથી વહેલા નીકળો છો. અચાનક, તમારી કારનું ટાયર ફ્લેટ જોવા મળે છે એટલેકે પંચર છે. વધારાનું ટાયર (Spare Wheel) હોવાથી તમને એમ થશે કે વધુ સમસ્યા નહિ આવે અને જલ્દી જ સમસ્યાનું નિરાકરણ આવી જશે. પરંતુ લેડી લક સારા મૂડમાં નથી અને વરસાદ શરૂ થાય છે (મુંબઈમાં બધુ જ સંભવ અને અનિશ્ચિત છે). તમારું ગાડીનું એન્જિન પાણીથી ભરાઈ જાય છે અને મોટું નુકસાન થાય છે આ છે પરિણામી/પરિણામી નુકસાન.

ઉપરાંત, લોકોમાં આ જ સૌથી મોટી મૂંઝવણો પૈકીની એક છે, તમારા એન્જિનને થતું નુકસાન અકસ્માત ન થાય ત્યાં સુધી, તમારા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યુરન્સ કવર હેઠળ આવરી લેવામાં આવતું નથી, તમારે તેના માટે એન્જિન પ્રોટેક્શન કવરની જરૂર છે.

તમારી કાર રસ્તા પર અકસ્માતનો ભોગ બને છે અને આગળ નથી વધી શકતી. હવે, તેને નજીકના ગેરેજમાં લઈ જવાની જરૂર છે. પરંતુ ટોઇંગ કરનારા લોકો નરમ નથી હોતા, તેથી જો ટોઇંગ કરતી વખતે તમારા બોનેટને નુકશાન થાય અને તેના પર સ્ક્રેચ પડે છે.

ટોઇંગને કારણે થતા નુકસાન તમારી કાર ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે નહીં અને પરિણામી નુકસાન હેઠળ આવશે. તેથી, અહીં ટિપ એ છે કે જ્યારે તમારી કારની નીચે હૂક જાય ત્યારે વધુ સાવચેત રહેવું.

પ્રવાસ/મુસાફરીના કિસ્સામાં પરિણામી નુકસાન

તમે ઓફિશિયલ ટ્રીપ પર છો અને કમનસીબે તમે તમારી ફ્લાઇટ ચૂકી ગયા છો. તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમે ચૂકી ગયેલી ફ્લાઇટને કવર કરી લે છે. પરંતુ ધારો કે, ચૂકી ગયેલી ફ્લાઇટને કારણે તમે મહત્વપૂર્ણ મીટિંગ ચૂકી ગયા છો અને તેના પરિણામે તમારા વ્યવસાયને નુકસાન થશે, તે પરિણામી/પરિણામી નુકસાન હશે. અમે અહીં પહેલા તો આવી પરિસ્થિતિ ન બને અને બને તો, પ્રથમ સ્થાને ઈચ્છીએ કે કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે પૂરતો સમય હોય.

મિલકતના કિસ્સામાં પરિણામી નુકસાન

તમારી પાસે તમારી દુકાન અને તે દુકાન અને તેની અંદરની સામગ્રી માટે એક શોપ ઈન્શ્યુરન્સ છે. કમનસીબે, તમારી દુકાનની અંદર આગ લાગી છે (અમે આશા રાખીએ છીએ કે આવું ક્યારેય ન થાય). પરંતુ જો તે થાય, તો તમને તમારી દુકાન અને સામગ્રીના નુકસાન માટે આવરી લેવામાં આવશે. પરંતુ તમારી દુકાનના નુકસાનને કારણે તમારા વ્યવસાયને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં. તમે શું કરી શકો? તમારા બુકને ક્લાઉડ ડ્રાઇવ પર પણ અપડેટ કરો જેથી તમે ફરી જલ્દીથી વ્યવસાય શરૂ કરી શકો.

આ કદાચ સૌથી વધુ દિલાસો આપનારો લેખ ન હોઈ શકે કારણ કે આ અહેવાલમાં એવી ખોટી, ખરાબ અને અણધારી પરિસ્થિતિઓ વિશે જણાવાશે અને અનેક કિસ્સામાં કાયદા દ્વારા અમે પણ તમને મદદ કરી શકતા નથી. પરંતુ અમે તમને આ નુકસાનને ઓછું કરવા અને ટાળવા માટે શું કરી શકાય છે તે સમજાવીશું. છેવટે, અમારો મુખ્ય ધ્યેય તમારા માટે પોલિસીની દરેક વસ્તુઓને પારદર્શક બનાવવાનો હોય છે.

હું પાંચ વર્ષનું બાળક છું હવે સમજાવો તો

પરિણામી નુકસાન શું છે?

એક છોકરો અને તેની નાની બહેન કાર્ડના પત્તા રમીને કિલ્લો બનાવવાનું પ્લાનિંગ કરે છે. તેઓ કાર્ડ થકી એક સુંદર 2 માળની કિલ્લો/હવેલી બનાવે છે અને તેમની રચના જોઈને ખુશીથી આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ કમનસીબે, તેમનો કૂતરો ચાર્લી, નીચેથી એક કાર્ડ ખેંચી લે છે અને આખો કિલ્લો/હવેલી ગબડી પડ્યો!

જોકે એકાએક એક કાર્ડ હટાવતા અન્ય કાર્ડ પણ પડી જાય છે. આ જ રીતે ઇન્શ્યુરન્સમાં પરિણામી નુકસાન હોય છે.