ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટમાં નામ અને સરનામું કેવી રીતે બદલવું?

(સોર્સ: thequint)

પાસપોર્ટમાં તમારું નામ અને સરનામું સહિત અનેક મુખ્ય વિગતો હોય છે. તેથી જો તમે તાજેતરમાં જ સ્થળાંતર કર્યું હોય અને તમારામાં પાસપોર્ટ જૂનું સરનામું જ સૂચવે છે તો તમારે તેને અપડેટ કરવું જરૂરી/આવશ્યક છે. તેવી જ રીતે, જો પાસપોર્ટમાં તમારા નામની જોડણી ખોટી છે, તો તેને પણ વહેલી તકે અપડેટ કરવાની આવશ્યકતા છે.

તેથી, આ લેખ પાસપોર્ટમાં તમારું નામ બદલવાની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવામાં આવશે. વધુમાં, અહિં તમને પાસપોર્ટમાં સરનામું કેવી રીતે બદલવું તે અંગે પણ માર્ગદર્શન મળશે.

તો ચાલો શરૂ કરીએ!

પાસપોર્ટમાં નામ કેવી રીતે બદલવું?

પાસપોર્ટમાં નામની ખોટી જોડણી સુધારવા માંગતા અથવા અટક બદલવા વ્યક્તિગત રીતે પાસપોર્ટ ફરીથી પુનઃમુદ્રણ માટે અરજી કરવી આવશ્યક છે. પાસપોર્ટ ઓનલાઇન ફરીથી ઈશ્યુ કરવા માટે ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે નીચે જણાવેલ સ્ટેપ અનુસરો-

પાસપોર્ટમાં નામની ખોટી જોડણી સુધારવા માંગતા અથવા અટક બદલવા વ્યક્તિગત રીતે પાસપોર્ટ ફરીથી પુનઃમુદ્રણ માટે અરજી કરવી આવશ્યક છે. પાસપોર્ટ ઓનલાઇન ફરીથી ઈશ્યુ કરવા માટે ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે નીચે જણાવેલ સ્ટેપ અનુસરો-

  • પાસપોર્ટ સેવાની ઓફિસિયલી વેબસાઇટની વિઝીટ કરો અને ‘Register Now’ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ ID વડે લોગ ઇન કરો અને ‘Apply for Fresh Passport/Reissue of Passport’ વિકલ્પ પસંદ કરો.
  • સંબંધિત માહિતી સાથે અરજી ફોર્મ ભરો. 
  • એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા અને ચૂકવણી કરવા તમારી સ્ક્રીન પર દર્શાવાતી લિંક પર ક્લિક કરો. વધુમાં, તમારે તમારી નજીકની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) અથવા પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) પર એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે નિયત રકમ ચૂકવી જરૂરી છે.
  • હવે, ચલણ મેળવવા માટે ‘Print Application Receipt’ પસંદ કરો, જેમાં તમારો અરજી રેફરન્સ નંબર અથવા ARN હશે. સફળ અરજી બાદ, ફાળવેલ તારીખે વેરિફિકેશન માટે મૂળ દસ્તાવેજો સાથે નજીકની પાસપોર્ટ કચેરીની મુલાકાત લો.

વૈકલ્પિક રીતે, તમે ઈ-ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તે પણ ભરી શકો છો. ત્યાર બાદ, 'Validate' પર ક્લિક કરો અને ફાઈલ સેવ કરો. પછી, ફક્ત ઉપરોક્ત પગલાંઓ અનુસરો અને પાસપોર્ટ કચેરીમાં એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે આ XML ફાઇલ અપલોડ કરો.

 

પાસપોર્ટમાં નામ બદલવા માટે કયા દસ્તાવેજો આવશ્યક છે?

આ હેતુ માટે જરૂરી દસ્તાવેજોની યાદી અહીં છે:

  • લગ્નનું પ્રમાણપત્ર (મૂળ અને ફોટોકોપી)

  • તમારા જીવનસાથીના પાસપોર્ટની સ્વ-પ્રમાણિત ફોટોકોપી

  • વર્તમાન સરનામાનો પુરાવો

  • જૂના પાસપોર્ટના પહેલા અને છેલ્લા બે પેજ સ્વ-પ્રમાણિત ફોટોકોપી સાથે. તેમાં ઇસીઆર/નોન-ઇસીઆર પેજ પણ સામેલ હોવા જોઈએ.

  • જૂના પાસપોર્ટમાં વેલિડિટી એક્સટેન્શન પેજ અને જો કોઈ હોય તો અવલોકન પેજ હોવું જોઈએ.

નોંધ: છૂટાછેડા લેનારને તેના/તેણીના પાસપોર્ટમાં અટક બદલવા માટે છૂટાછેડાના હુકમનામાની કોર્ટ દ્વારા પ્રમાણિત નકલ અથવા છૂટાછેડા પ્રમાણપત્રની નકલ (સ્વ-પ્રમાણિત) સબમિટ કરવી આવશ્યક છે.

હવે આપણને પાસપોર્ટમાં નામ બદલવાના આવશ્યક પગલાં અને દસ્તાવેજો વિશે જાણીએ છીએ, તો ચાલો પાસપોર્ટમાં સરનામું બદલવાની પ્રક્રિયા પર આગળ વધીએ.

પાસપોર્ટમાં સરનામું કેવી રીતે બદલવું?

ઓનલાઇન સરનામું બદલવાના સ્ટેપ નીચે મુજબ છે-

  • પાસપોર્ટ સેવાની ઓફિસિયલી વેબસાઇટ ની વિઝીટ કરો. અહીં, રજિસ્ટર્ડ યુઝર્સ તેમના આઈડી અને પાસવર્ડ વડે તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકે છે, જ્યારે નવા યુઝર્સે નવું એકાઉન્ટ બનાવવું પડશે.
  • તમારા એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી, નજીકની પાસપોર્ટ કચેરી પસંદ કરો. આ સાથે, તમારે પોર્ટલ પર કેટલીક જરૂરી વિગતો જેમ કે તમારું નામ અને જન્મ તારીખ દાખલ કરવાની આવશ્યકતા છે.
  • પછી, તમને તમારા રજિસ્ટર્ડ ઈમેલ એકાઉન્ટ પર એક એક્ટિવેશન લિંક પ્રાપ્ત થશે. આ લિંક પર ક્લિક કરો, પછી 'Apply for Fresh Passport/Reissue of Passport' પસંદ કરો.

અગાઉ ચર્ચા કર્યા મુજબ, વ્યક્તિગત ધોરણે નજીકની પાસપોર્ટ કચેરીમાં એપોઇન્ટમેન્ટ નક્કી કરવાની આવશ્યકતા છે. એક પીડીએફ અરજી પત્ર ભરવું અને અપડેટ કરેલા સરનામાની વિગતો સાથે સબમિટ કરવું આવશ્યક છે. નોંધનીય છે કે આ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે અને ઓફલાઇન પણ ભરી શકાય છે. ફોર્મ ભર્યા પછી, તેને પેજ પર જ્યાંથી ડાઉનલોડ કરવામાં આવ્યું ત્યાંથી જ અપલોડ પણ કરી શકાય છે.

પાસપોર્ટમાં સરનામું બદલવા માટે કયા દસ્તાવેજો આવશ્યક છે?

પાસપોર્ટમાં સરનામું બદલવા માટેના જરૂરી દસ્તાવેજોની યાદી નીચે આપેલ છે:

  • ઓરિજનલ પાસપોર્ટ

  • તમારી ઓનલાઇન અરજીની નકલ

  • ચલણ અથવા ચૂકવણી રસીદની નકલ

  • વર્તમાન સરનામાનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, વીજળીનું બિલ, પાણીનું બિલ, મતદાર ઓળખ કાર્ડ વગેરે.

  • પાસપોર્ટ જારી કરનાર સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા અવલોકનના પેજની નકલ (સ્વ-પ્રમાણિત)

  • જીવનસાથીનો પાસપોર્ટ (અરજદારનું વર્તમાન સરનામું જીવનસાથીના પાસપોર્ટના સરનામા જેવું જ હોવું જોઈએ)

ઉપર જણાવ્યા મુજબ, નામ અથવા સરનામામાં ફેરફાર નિયત ફી સાથે થાય છે, જેની હવે આપણે ચર્ચા કરીશું.

પાસપોર્ટમાં નામ અને સરનામું બદલવા માટે કેટલો ખર્ચ થાય છે?

જો નામ અને સરનામું સહિતની અંગત વિગતોમાં કોઈ ફેરફાર થયો હોય, તો વ્યક્તિએ હાલના પાસપોર્ટને ફરીથી જારી કરવા માટે અરજી કરવી પડશે.

10 વર્ષની માન્યતા સાથે પાસપોર્ટ પુનઃમુદ્રણ કરવા માટે (વિઝા પેજના ખાલી થવાને કારણે વધારાની પુસ્તક સહિત) અરજી ફી ₹2000 (60 પેજ માટે) અને ₹1500 (36 પેજ માટે) છે. તત્કાલ સેવાઓના કિસ્સામાં, વ્યક્તિગત ધોરણે ₹2000 વધારાના ચૂકવવા પડશે.

વધુમાં, સગીરો માટે, 5 વર્ષની માન્યતાનો પાસપોર્ટ ફરીથી જારી કરવા અરજી ફી પેટે ₹1000 (36 પેજ માટે) અને વધારાની તત્કાલ ફી પેટે ₹2000 ચૂકવવાના રહેશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું સરનામું ફેરફાર અરજી ફોર્મ સબમિટ કરતી વખતે અરજદારે હાજર રહેવું જરૂરી છે?

ના, સરનામામાં ફેરફાર માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન થાય છે.

શું લગ્ન પછી મહિલાઓ માટે પાસપોર્ટમાં નામ બદલવું ફરજિયાત છે?

ના, લગ્ન પછી મહિલાઓને પાસપોર્ટમાં તેમના નામ ફરજિયાતપણે બદલવાની જરૂર નથી. આવા ફેરફાર કરવા અરજદારની વ્યક્તિગત પસંદગી છે.