ડિજિટ ઇન્સ્યોરન્સ પર પધારો

ભારતમાં ટર્મ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી

જીવનની અનિશ્ચિતતાને લીધે, ભવિષ્યમાં શું થશે છે તેની આગાહી કરવી ઘણીવાર મુશ્કેલ હોય છે. પરિવાર ધરાવતા વ્યક્તિઓએ તેમના કુટુંબની જરૂરિયાતથી લઈને જીવનસાથી, બાળકો, માતા-પિતા અને કુટુંબના અન્ય સભ્યો નાણાકીય/આર્થિક રીતે સુરક્ષિત રહે તેની ખાતરી કરવી જોઇ, પછી ભલે ને વ્યક્તિઓ સાથે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને.

દાખલા તરીકે, અચાનક બીમારી તમારા બાકીના આયુષ્યને ઘટાડી શકે છે, અને તમારો કુટુંબ આજીવિકાના કોઈપણ સાધન વગર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. 

લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીઓ અથવા તેનાથી વધુ ખાસ કરીને, ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાન તમારા પ્રિયજનોને આવી ઘટનાઓ સામે રક્ષણ આપે છે. આ પોલિસીઓ તમારા મૃત્યુના કિસ્સામાં તમારા કુટુંબના સભ્યોને નોંધપાત્ર વળતર પ્રદાન કરે છે.

તે ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ સાથે, તમારા કુટુંબના સભ્યોને નાણાકીય કટોકટીનો સામનો કર્યા વગર, તેમનું જીવન આગળ વધારવામાં મદદ કરી શકે છે.

ટર્મ ઇન્શ્યુરન્સ શું છે?

ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાન એ ચોક્કસ પ્રકારની લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસી છે જેમાં માત્ર મૃત્યુ વખતે જ લાભ મળે છે.

અન્ય ઘણા લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન, જેમાં પોલિસી ધારકો પોલિસીની મુદત પૂરી થયા પછી રોકાણ પર નોંધપાત્ર વળતરનો દાવો કરી શકે છે તેનાથી વિપરીત ટર્મ ઇન્શ્યુરન્સ માં આવા કોઈ વધારાના લાભ મળતા નથી.

આવી પોલિસીમાં વીમાધારક વ્યક્તિ પોલિસીની મુદત દરમિયાન કુદરતી સંજોગોને કારણે મૃત્યુ પામે ત્યારે જ માત્ર ક્લેમ કરી શકાય છે.

જો કે, મુદત સમાપ્ત થયા પછી મૃત્યુ થાય છે, તો નોમિની વીમાદાતા/ઇન્શ્યુરર પાસેથી કોઈપણ નાણાકીય વળતરનો દાવો કરી શકશે નહીં.

ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાનનો મુખ્ય લાભ તેની સાથે જોડાયેલુ ઓછું પ્રીમિયમ છે. વધુમાં, આવી પોલિસી સંબંધિત ડેથ બેનીફીટ/મૃત્યુ લાભની રકમ અન્ય પ્રકારની લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીઓની સરખામણીમાં વધારે હોય છે. તેમાં સામેલ અન્ય ફાયદાઓમાં. તેમાં સામેલ અન્ય લાભ/ફાયદાઓમાં:

  • સ્ટાન્ડર્ડ ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાન દ્વારા આપવામાં આવતી નાણાકીય સુરક્ષાને વધારવા માટે એકથી વધુ રાઈડર્સ ઉપલબ્ધ થઈ શકે છે
  • ટર્મ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર્સ ધૂમ્રપાન ન કરનાર પોલિસી ધારકોને રિબેટ સહિતના ઇનોવેટિવ ફિચર્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. 
  • તમે તમારા જીવનના નિર્ણાયક ગંભીર વળાંકો જેમ કે લગ્ન દરમિયાન, અથવા જ્યારે તમે પ્રથમ વખત માતાપિતા બનો છો ત્યારે લાઇફ કવર વધારી શકો છો.

ભારતમાં ટર્મ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી

કંપનીનું નામ સ્થાપના વર્ષ હેડ ક્વાર્ટર (નું સ્થળ)
લાઈફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1956 મુંબઇ
મેક્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 નવી દિલ્હી
એચડીએફસી લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 મુંબઇ
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 મુંબઇ
આદિત્ય બિરલા સનલાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 મુંબઇ
કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 મુંબઇ
પ્રામેરિકા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2008 ગુરુગ્રામ
ટાટા એઆઇએ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 મુંબઇ
બજાજ એલાયન્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 પૂણે
એસબીઆઇ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 મુંબઇ
એક્સાઇડ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 બેંગ્લોર
રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની 2001 મુંબઇ
સહારા ઇન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 કાનપુર
અવીવા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ 2002 ગુરુગ્રામ
પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 મુંબઇ
ભારતી એએક્સએ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2005 મુંબઇ
આઈડીબીઆઈ (IDBI) ફેડરલ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2008 મુંબઇ
ફ્યુચર જનરલી ઇન્ડિયા લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2006 મુંબઇ
શ્રીરામ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2005 હૈદરાબાદ
એગોન લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2008 મુંબઇ
કેનેરા એચએસબીસી (HSBC) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2007 ગુરુગ્રામ
એડલવીસ ટોક્યો લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2009 મુંબઇ
સ્ટાર યુનિયન ડાય-લચી લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2007 મુંબઇ
ઇન્ડિયાફર્સ્ટ લાઈફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2009 મુંબઇ

પોલિસીનો લાભ લેવા કોઈ ચોક્કસ ટર્મ ઇન્શ્યુરન્સ પ્રોવાઈડરની પસંદ કરતી વખતે સારા અને ખરાબ પાસાંઓને ધ્યાનમાં લેવા જોઈએ.

તમારે ઇન્શ્યુરન્સ કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો, કસ્ટમર સર્વિસ અને તેની પ્રતિષ્ઠા સહિતના વિવિધ પાસાઓ તપાસવા જોઈએ.

ઉપરાંત, તમે શોધી રહેલા લાઈફ કવરેજ કંપનીના પોલિસી ફિચરો સાથે સુસંગત થવા જોઈએ.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

ટર્મ ઇન્શ્યુરન્સ સ્ટાન્ડર્ડ લાઈફ ઇન્શ્યુરન્સથી કેવી રીતે અલગ છે?

ટર્મ ઇન્શ્યુરન્સ એ લાઈફ ઇન્શ્યુરન્સનો એક પ્રકાર હોવા છતાં, તમારે તેને રોકાણના સ્વરૂપ તરીકે ન ગણવું જોઈએ. આવી પોલિસીઓની ચોક્કસ મુદત હોય છે અને તે ડેથ બેનીફીટ/મૃત્યુ લાભના સ્વરૂપમાં નાણાકીય વળતર આપે છે.

આમ, જો વીમાધારક વ્યક્તિ પોલિસીની મુદત સુધી જીવે છે, તો તે/તેણી તેના પર કોઈ ક્લેમનો દાવો કરી શકશે નહીં.

જો કે, આ મુદત/સમયગાળા દરમિયાન પોલિસી ધારકોનું અવસાન થાય છે, તો નોમિની ટર્મ ઇન્શ્યુરન્સ પ્લાન સાથે જોડાયેલા ડેથ બેનીફીટ/મૃત્યુ લાભના વળતર માટે ક્લેમ કરી શકે છે.

સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યુરન્સ પ્લાનમાં પોલિસી ધારકો જો તેઓ જીવંત હોય તો પણ મુદત સમાપ્ત થયા પછી વળતરનો દાવો કરી શકે છે.

ટર્મ ઇન્શ્યુરન્સ પોલિસી શા માટે ફાયદાકારક છે?

જો કુટુંબના સભ્યો ખાસ કરીને જીવનસાથી અને બાળકો તમારા પર આશ્રિત હોય તો તમામ લાઈફ ઇન્શ્યુરન્સ પ્લાન સાથે જોડાયેલા ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ બહુ જ ઉપયોગી છે.

આ ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ તમારા મૃત્યુ પછી તમારા કુટુંબના સભ્યો માટે નાણાકીય ભંડોળ તરીકેની કામગીરી કરી શકે છે. ટર્મ ઇન્શ્યુરન્સ પોલિસી આ ડેથ બેનીફીટ/મૃત્યુ લાભ સિવાય કોઈ નાણાકીય ફાયદા આપતી નથી.

આથી જ આ પ્રકારના પ્લાનની પસંદગી પરવડે તેવા પ્રીમિયમના દરે આવા લાભના સ્વરૂપમાં પુરતી રકમનો વિકલ્પ પસંદગી કરી શકે છે.

ટર્મ ઇન્શ્યુરન્સ કંપનીમાં તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીમાં તપાસવા માટેનું સૌથી મહત્વનું પરિબળ તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે કંપની તેને પ્રાપ્ત થયેલા કુલ ક્લેમની સંખ્યા સામે કેટલી સંખ્યામાં ક્લેમનું સેટલમેન્ટ કરે છે.

ક્લેમ સેટલમેન્ટની ઊંચી ટકાવારી ક્લેમ ફાઇલ કરવાની સરળ અને સુવ્યવસ્થિત પ્રક્રિયા સૂચવે છે. વધુમાં, તમારે બજારમાં ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર તરીકે કંપનીની પ્રતિષ્ઠા પણ ચકાસવી જોઈએ. ગુગલ અને ફેસબુક રિવ્યૂ તમને આવી પ્રતિષ્ઠા જાણામાં મદદ કરી શકે છે.

ભારતમાં કેટલા ટર્મ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડરો કાર્યરત છે?

તાજેતરની ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઇન ઈન્ડિયા (IRDAI-આઈઆરડીએઆઈ) ની યાદી મુજબ, હાલમાં ભારતમાં 24 ટર્મ ઇન્શ્યુરન્સ કંપનીઓ કાર્યરત છે.

આવી અન્ય કંપનીઓ પણ હોઈ શકે છે. જો કે, માત્ર આઈઆરડીએઆઈ (IRDAI) માન્ય પ્રોવાઇડરોની પસંદગી કરવી વધુ સુરક્ષિત છે, કારણ કે તેઓ કેન્દ્રીય સંસ્થા દ્વારા નિર્ધારિત તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.