ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

કોમ્પ્રિહેન્સીવ અને ઝિરો ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ વચ્ચે તફાવત

કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ + ઝિરો ડેપ્રિસિએશન = 100% સંતોષ

ઝિરો ડેપ્રિસિએશન એ એક 'એડ ઑન' કવર છે, બીજા શબ્દોમાં કહીએ તો, એક એવો વધારાનો લાભ જેને કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સની સાથે ખરીદી શકાય છે. મૂળભૂત રીતે, ઝિરો ડેપ્રિસિએશન એ કોમ્પ્રિહેન્સીવ મોટર ઇન્સ્યોરન્સનો ભાગ છે😊! ચાલો તમને વધુ સારી રીતે સમજાવવા માટે આખી વાતને વિગતવાર સમજાવીએ. પહેલા ચાલો તમને કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ વિશે થોડું જણાવીએ, શું આપણે ચાલુ કરીશું😊!

કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ શું છે?

કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ એ મોટર વાહનો, કાર અને બાઈક એમ બંને માટેની એક 'પ્રીમિયમ ઈન્સ્યોરન્સ' પોલિસી છે. અને તેનું નામ સૂચવે છે તેમ, તે 'સંપૂર્ણ પેકેજ' છે જે વાહનના કોઈપણ નુકસાનને તેમાં બેઠેલાંઓ અને કોઈપણ દુર્ઘટનાના કિસ્સામાં 'થર્ડ પાર્ટી'ને પણ કવર કરી લે છે. મોટાભાગે, કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ આને કવર કરી લે છે:

  • અકસ્માતને કારણે તમારા વાહનને નુકસાન

  • અકસ્માત દરમિયાન વ્યક્તિગત ઈજા

  • તમારા વાહનની ચોરી

  • આગને કારણે તમારા વાહનને નુકસાન

  • કુદરતી આફતોને કારણે તમારા વાહનને નુકસાન

  • અકસ્માતમાં થર્ડ પાર્ટીના વાહન અથવા મિલકતને નુકસાન

  • અકસ્માત દરમિયાન થર્ડ પાર્ટીને ઈજા

હવે, આ એવું સ્થાન છે જ્યાં ઝિરો ડેપ્રિસિએશન શાનદાર પ્રવેશ મેળવે છે!

કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ એ પ્રીમિયમ મોટર ઈન્સ્યોરન્સ પૉલિસી હોવાથી, તમારી પાસે વિવિધ 'એડ ઑન' કવર અથવા 'લાભ'માંથી પસંદ કરવાનો વિકલ્પ છે. આ કવર મૂળભૂત વીમા પૉલિસીના ખર્ચ કરતાં થોડાં વધુ પ્રીમિયમ પર મેળવી શકાય છે.

રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન પ્રોટેક્શન કવર, કન્ઝ્યુમેબલ કવર વગેરે જેવા પુષ્કળ 'એડ ઑન' કવર છે. તેથી, મૂળભૂત રીતે, ઝિરો ડેપ્રિસિએશન એ બધાં 'એડ ઑન' કવરમાંથી એક છે જેને તમે મોંમાં પાણી લાવે તેવા વધારાના ઇન્સ્યોરન્સની પ્લેટમાંથી પસંદ કરી શકો છો જે તમારા વાહન માટે લાભ પૂરાં પાડશે!

કોમ્પ્રિહેન્સીવ પૉલિસી વિ ઝિરો ડેપ ઇન્સ્યોરન્સ પૉલિસી વચ્ચેનો તફાવત

ઝિરો ડેપ કવર સાથેની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી ઝિરો ડેપ કવર વિનાની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી
પ્રીમિયમ રકમ એક નોર્મલ કોમ્પ્રિહેન્સીવ પૉલિસી કરતાં થોડું વધારે એક ઝિરો ડેપ એડઑન પૉલિસી કરતાં ઓછું
ક્લેઇમ સેટલમેન્ટની રકમ ડેપ્રિસિએશન ગણવા આવતું નહીં હોવાથી ઉચ્ચતર રકમ મળશે જે કોઈ બોડી પાર્ટની મરમ્મત કરવાની જરૂર હોય એ બધાં જ પાર્ટ માટે ડેપ્રિસિએશન ગણવામાં આવતો હોવાથી ઓછી રકમ મળશે
પ્લાસ્ટિકના પાર્ટની મરમ્મત ઝિરો ડેપ એડઑન સાથે આવા પાર્ટ માટે કોઈ ડેપ્રિસિએશન ગણવામાં આવતું નથી ક્લેઇમની ચુકવણી કરતાં પહેલાં આવા પાર્ટ પર 50% ડેપ્રિસિએશન ગણવામાં આવે છે
કવર કરેલી કારની ઉંમર ઝિરો ડેપ એડઑન સાથે ડેપ્રિસિએશન રેટ શૂન્ય ગણવામાં આવે છે ઉંમરની સાથે, તમારી કારનો ડેપ્રિસિએશન વધતો જાય છે અને તેને ક્લેઇમમાં કવર કરવામાં આવશે નહીં

ઝિરો ડેપ્રિસિએશન કવર લેવાના ફાયદા

ઉંમર તેની ખામીઓ સાથે આવે છે. આવું જ તમારા વાહનને પણ લાગુ પડે છે. તે જેટલું જૂનું થાય છે, તેટલું તમારી કાર અથવા બાઇકનું મૂલ્ય ઘટતું જાય છે અથવા 'ડેપ્રિસિએટ' થાય છે. પરંતુ, ગભરાવાની જરૂર નથી, આ 'એડ ઑન' એ સુનિશ્ચિત કરે છે કે તમારા વાહનનું મૂલ્ય તમે જે દિવસે ખરીદ્યું તેટલું જ મૂલ્યવાન રહેશે!

ઝિરો ડેપ્રિસિએશનને નિલ ડેપ્રિસિએશન અથવા બમ્પર ટુ બમ્પર કવર તરીકે પણ ઓળખવામાં આવે છે જે કવરેજમાંથી 'ડેપ્રિસિએશન'ના પરિબળને છોડી દે છે.

તેનો મૂળભૂત અર્થ એ છે કે જો તમારી કાર અથવા બાઇકને અથડામણ બાદ નુકસાન થાય છે, તો તમારા વાહનની બોડીના કોઈપણ ભાગોના ઘસારાના કવરેજમાંથી કોઈ ડેપ્રિસિએશનને બાદ કરવામાં આવશે નહીં.

ઇન્સ્યોરન્સ કંપની તમને બોડીના જે ભાગની મરમ્મત કરવાની હોય અથવા બદલવાની જરૂર હોય તેનો 100% સમગ્ર ખર્ચ (જો કે, ડિડક્ટેબલને બાદ કરીને) ઓફર કરશે.

તેથી, આપણે જોઈએ છીએ કે આપણે ખરેખર કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સની વિરુદ્ધ ઝિરો ડેપ્રિસિએશનની તુલના કરી શકતા નથી, કારણ કે ઝિરો ડેપ્રિસિએશન એ માત્ર એક એડ-ઑન છે જેને કોમ્પ્રિહેન્સીવ કવર સાથે લઈ શકાય છે, જો કે, પહેલા વિકલ્પમાં તમારી કારને સુરક્ષિત કરવા માટે જરૂરી બધું શામેલ છે.

ઝિરો ડેપ્રિસિએશન સાથે નિશ્ચિંત રહો તમારું પ્રિય વાહન હંમેશા નવા જેટલું જ 100% સારું રહેશે!