ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટ માટે જરૂરી પોલીસ મંજૂરી પત્ર માટે કેવી રીતે અરજી કરવી?

શું તમે વિદેશ પ્રવાસ કે નોકરી માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છો?

જો હા, તો તમારૂં ગુનાહિત ઈતિહાસ વગરનું સ્વચ્છ બેકગ્રાઉન્ડ પ્રમાણિત કરવા અને મુશ્કેલી વિના પ્રવાસ કરવા માટે તમારે પોલીસ મંજૂરી પત્રની જરૂરીયાત રહેશે.

અરજીના આધારે આ દસ્તાવેજો ભારતીય પોલીસ અથવા ભારત સરકારની અધિકૃત ઓથોરિટી દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે.

આ PCC પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું અને તમારી અરજી સંબંધિત અન્ય વિગતો માટે આ અહેવાલ વાંચતા રહો.

પોલીસ મંજૂરી પત્ર અથવા PCC શું છે?

આ પ્રમાણપત્ર પ્રોટોકોલનો જ એક ભાગ છે જે લાંબા ગાળા માટે વિદેશ પ્રવાસ કરતી વખતે વ્યક્તિગત ગુનાહિત રેકોર્ડની તપાસ કરે છે. ભારતમાં રહેતા ભારતીયો અને વિદેશી–નાગરિકો બંને અરજદારોને લાગુ પડે છે.

જોકે, પ્રવાસી વિઝા પર વિદેશ જતા વ્યક્તિગતને PCC ઈશ્યુ કરી શકાતું નથી.

ભારતમાં પોલીસ મંજૂરી પત્રની માન્યતા સામાન્ય રીતે છ મહિના માટે હોય છે. જો કે, આ સમયગાળો ઓથોરિટી અને અરજી ફોર્મ અનુસાર બદલાઈ શકે છે.

જોકે એ વાત જાણવી જરૂરી છે કે PCC ફક્ત 18 વર્ષથી ઉપરના ઉંમરના વ્યક્તિગતને જ આપવામાં આવે છે.

આ પ્રમાણપત્ર સર્ટિફિકેટ અતિમહત્વનું છે અને તેમાં એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે તેથી અરજી સ્ટેપ/પ્રોસેસને સમજવું ખાસ જરૂરી છે.

ભારતમાં પોલીસ મંજૂરી પત્ર માટે કઈ રીતે અરજી કરવી?

નીચે જણાવેલ સ્ટેપ અનુસરીને તમે સરળતાથી પોલીસ મંજૂરી પત્ર માટે ઓનલાઇન અરજી કરી શકો છો-

  • સૌપ્રથમ, તમારે પાસપોર્ટ સેવા પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે અથવા હાલનું એકાઉન્ટ હોય તો લોગ ઈન કરો.

  • "પોલીસ મંજૂરી પત્ર" પર ક્લિક કરો અને ફોર્મ ભરીને સબમિટ કરો.

  • "સેવ કરેલ/સબમિટ કરેલ અરજી" ટેબ હેઠળ "પે અને શેડ્યૂલ અપોઈન્ટમેન્ટ" વિકલ્પ પસંદ કરો.

  • પેમેન્ટ કરો અને અરજી રેફરન્સ નંબર ધરાવતી તમારી અરજી પાવતી પ્રિન્ટ કરો.

  • તમારા દસ્તાવેજો ની અસલ અને કોપી સાથે પ્રાદેશિક પાસપોર્ટ કચેરી અથવા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જાઓ.

જો તમને પોલીસ મંજૂરી પત્ર ફોર્મ ઓનલાઇન ભરવામાં તકલીફ પડતી હોય તો ફોર્મ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પર ક્લિક કરો. બાદમાં તમે ફોર્મ ભરી શકો છો અને તેને XML ફોર્મેટમાં ઓફલાઇન સેવ કરી શકો છો.

હવે, અરજી સબમિટ કરવા અને એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે ઉપરના સ્ટેપ્સ અનુસરો. અહીં, તમે ભરેલી XML ફાઇલ સીધી અપલોડ કરી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે બંને ફોર્મ સબમિશન ઓનલાઇન કરવાના રહેશે. દસ્તાવેજો સાથે વેરિફિકેશન માટે પાસપોર્ટ કચેરી ની માત્ર પોસ્ટ-વિઝીટ ઓફલાઇન છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી PCC કેવી રીતે મેળવવું?

PCC અરજી કરતી વખતે તમે નજીકનું પોલીસ સ્ટેશન પસંદ કરી શકો છો. બાદમાં સરળતાથી તમારૂં PCC મેળવવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ અનુસરો.

  • તમારા નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લો.

  • પોલીસ અધિકારીના પ્રશ્નોનો જવાબ આપો. સામાન્ય રીતે તેઓ બેકગ્રાઉન્ડ ચકાસે છે અને અરજી ના હેતુ વિશે પૂછપરછ કરે છે.

  • અધિકૃત પાસપોર્ટ સેવા પોર્ટલ માં ઉલ્લેખિત સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરો.

  • જરૂરી ફી રોકડમાં અથવા ચેકથી ભરો.

અધિકારીઓ દસ્તાવેજો ની ચકાસણી કરશે અને પોલીસ મંજૂરી પત્ર આપવું કે નહીં તે નક્કી કરશે.

આ પ્રમાણપત્ર મેળવવા માટે દસ્તાવેજો અતિમહત્વના હોવાથી, ચાલો જોઈએ કે તમારે કયા કાગળો સબમિટ કરવા જરૂરી રહેશે.

પોલીસ મંજૂરી પત્ર માટે આવશ્યક દસ્તાવેજો

દસ્તાવેજોની દ્રષ્ટિએ, બે મુદ્દા છે. આ અરજદાર કોણ છે -

  • રોજગાર માટે ઇસીઆર દેશમાં જાવ છો

  • બિન-ઇસીઆર દેશમાં સ્થાળાંતરિત થાવ છો

રોજગાર હેતુઓ માટે ઇસીઆર દેશોમાં જનાર માટે

કુશળ/અર્ધ-કુશળ કામદારો માટે -

  • જુના પાસપોર્ટની પહેલા બે અને છેલ્લા બે પેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી, નિરિક્ષણ પેજ અને ઇસીઆર/નોન-ઇસીઆર પેજ

  • વિદેશી એમ્પ્લોયર સાથે એમ્પ્લોયમેન્ટ કરારની સ્વ-પ્રમાણિત નકલ

  • હાલના સરનામાના પુરાવા

  • માન્ય વિઝાની નકલ (અંગ્રેજી અનુવાદ)

અકુશળ/મહિલા કામદારો માટે (30 વર્ષથી વધુ ઉંમરના) -

  • જુના પાસપોર્ટના પહેલા બે અને છેલ્લા બે પેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી, નિરિક્ષણ પેજ અને ઇસીઆર/નોન-ઇસીઆર પેજ

  • વિદેશી એમ્પ્લોયર સાથે એમ્પ્લોયમેન્ટ કરારની સ્વ-પ્રમાણિત નકલ

  • હાલના સરનામાના પુરાવા

  • માન્ય વિઝાની નકલ (અંગ્રેજી અનુવાદ)

કુશળ/અર્ધ-કુશળ કામદારો માટે (રિક્રૂટિંગ એજન્ટ દ્વારા) -

  • હાલના સરનામાના પુરાવા

  • જુના પાસપોર્ટના પહેલા બે અને છેલ્લા બે પેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી, નિરિક્ષણ પેજ અને ઇસીઆર/નોન-ઇસીઆર પેજ

  • ભરતી એજન્ટ (RA) દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરેલ મૂળ એમ્પ્લોયમેન્ટ કરાર, પાવર ઓફ એટર્ની અને વિદેશી એમ્પ્લોયરના ડિમાન્ડ લેટરની નકલો

  • વસાહતીઓના સંરક્ષક, વિદેશી ભારતીય બાબતોના મંત્રાલય, ભારત સરકાર દ્વારા જારી કરાયેલ માન્ય નોંધણી પ્રમાણપત્રની નકલ.

અકુશળ વ્યક્તિઓ/મહિલા અરજદારો માટે (ભરતી એજન્ટો દ્વારા) -

  • ભારતીય મિશન દ્વારા પ્રમાણિત કરેલ વિદેશી એમ્પ્લોરે ઈશ્યુ કરેલ રોજગાર કરારની નકલો, ડિમાન્ડ લેટર અને પાવર ઓફ એટર્ની

  • POE જારી કરાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.

બિન-ઇસીઆર દેશોમાં સ્થળાંતર કરનારા અરજદારો

  • રહેણાંક સ્થિતી, એમ્પલોયમેન્ટ કરાર અથવા લાંબા ગાળાના વિઝા અથવા ઇમિગ્રેશન માટે અરજી કરવાના દસ્તાવેજી પુરાવા.

  • જુના પાસપોર્ટના પહેલા બે અને છેલ્લા બે પેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી, અવલોકન પેજ અને ઇસીઆર/નોન-ઇસીઆર પેજ

  • હાલના સરનામા પુરાવા

પોલીસ મંજૂરી પત્ર માટે ઓનલાઇન અરજી કરતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજો હાથમાં રાખો. આ સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત પાર પાડવામાં અને સમય બચાવવામાં મદદ કરશે.

પોલીસ મંજૂરી પત્રની સ્થિતી કેવી રીતે ચકાસવી?

નીચે જણાવેલ સ્ટેપ તમને PCC સ્થિતી ચકાસવામાં મદદ કરશે.

  1. પાસપોર્ટ સેવા પોર્ટલ પર વિઝીટ કરો અને “ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ” પર ક્લિક કરો.
  2. પાસપોર્ટ, PCC, IC અને GEP વિકલ્પોમાંથી તમારી અરજીનો પ્રકાર પસંદ કરો.
  3. તમારો 13-અંકનો ફાઇલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને "ટ્રેક સ્ટેટસ" પર ક્લિક કરો.
  4. આ સ્ટેટસ ટ્રેકર સ્ક્રીન તમારી પાસપોર્ટ અરજી ની તાજેતરની સ્થિતી દર્શાવશે.

ઉપરોક્ત માહિતીઓ ભારતની પોલીસ મંજૂરી પત્રની યોગ્ય પ્રક્રિયા/પદ્ધતિની સમજ આપે છે. અરજી કરવા માટે જણાવેલા સ્ટેપ્સ અનુસરો અને અપડેટેડ સ્થિતી ઝંઝટમુક્ત ચકાસો.

ભારતમાં પોલીસ મંજૂરી પત્રનો પ્રોસેસિંગ સમય/પ્રક્રિયા સમય શું છે?

ભારતમાં પોલીસ સત્તાધીશો દ્વારા 'સ્પષ્ટ' રિપોર્ટ પ્રાપ્ત મળ્યા બાદ જ તમે PCC મેળવી શકો છો. તમે અધિકૃત પોર્ટલમાં સંબંધિત પાસપોર્ટ કચેરી દ્વારા બનાવેલ PCC સ્થિતી ચેક કરી શકો છો.

સામાન્ય રીતે, આ પ્રક્રિયામાં 1 મહિના જેટલો સમય લાગી શકે છે. જો કે, આ અરજીના પ્રકાર અને પોલીસ સ્ટેશન પ્રમાણે બદલાઈ શકે છે.

પોલીસ મંજૂરી પત્ર અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારા પોલીસ મંજૂરી પત્રની સ્થિતી વિશે પૂછવા માટે કોલ સેન્ટરનો સંપર્ક કરી શકું?

હા, તમે પાસપોર્ટ સેવા કોલ સેન્ટર પર 1800-258-1800 પર કોલ કરીને તમારી અરજીની સ્થિતી ચેક કરી શકો છો. તમારી અરજીની સ્થિતી તપાસવા માટે તમે કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકો છો.

પોલીસ મંજૂરી પત્રની માન્યતા શું છે?

પોલીસ મંજૂરી પત્ર ઇશ્યૂની તારીખથી છ મહિના માટે માન્ય છે સિવાય કે અંતિમ તારીખ ઉલ્લેખિત હોય.

શું પોલીસ મંજૂરી પત્ર માટે બે વખત અરજી કરવી શક્ય છે?

એક પીસીસી મેળવ્યા પછી જ વ્યક્તિ બીજા માટે અરજી કરી શકે છે. આ સિવાય કોઈ સંસ્થા પહેલા પોલીસ મંજૂરી પત્રની ચૂકવણી પૂર્ણ કર્યા પછી બીજા પીસીસી માટે અરજી કરી શકે છે.