તત્કાલ પાસપોર્ટ: ફી, અરજી પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટ
તત્કાલ પાસપોર્ટ શું છે?
તત્કાલ સ્કીમ વ્યક્તિને સમય માંગી લેતી પાસપોર્ટ અરજી પ્રક્રિયાથી મુક્તિ અપાવે છે. વધુમાં, તે ઝડપી પ્રક્રિયા સમય સાથે પાસપોર્ટ મેળવવાની સરળ રીત છે, જેનાથી તમને થોડા દિવસોમાં પાસપોર્ટ ઝડપી મળી જાય છે.
અરજી પ્રક્રિયા, તત્કાલ પાસપોર્ટ ફી અને અન્ય આવશ્યક માહિતી વિશે જાણવા માગો છો? તો તત્કાલ પાસપોર્ટ વિશેની તમામ માહિતી અહીં તમને મળશે.
વાંચતા રહો!
તત્કાલ પાસપોર્ટ માટે કોણ લાયક છે?
તત્કાલ પાસપોર્ટ ફાળવવો કે નહીં તે પ્રાદેશિક પાસપોર્ટ કચેરી નક્કી કરે છે. યાદ રાખો કે દરેક અરજદાર તત્કાલ સ્કીમ હેઠળ અરજી કરવા પાત્ર નથી. અહીં નીચે કેટેગરી આપેલી છે: તપાસો
- વિદેશમાં ભારતીય માતા પિતાને ત્યાં જન્મેલા અરજદારો (મૂળ ભારતીય) 
- અન્ય દેશોમાંથી ભારત મોકલવામાં આવેલ વ્યક્તિઓ 
- એક વ્યક્તિ અલગ દેશમાંથી સ્વદેશ પરત ફરે છે 
- ભારતીય રહેવાસીઓ જેમને રજિસ્ટ્રેશન અથવા નાગરિકીકરણના આધારે નાગરિકતા આપવામાં આવે છે 
- નાગાલેન્ડ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ 
- નાગા મૂળના ભારતીય નાગરિકો પરંતુ નાગાલેન્ડની બહાર રહેતા હોય 
- જે વ્યક્તિઓ ટૂંકી માન્યતા ધરાવતા પાસપોર્ટને રિન્યૂ કરવા ઈચ્છે છે 
- અરજદારો જેમના નામમાં મોટા ફેરફાર છે 
- નાગાલેન્ડના સગીર રહેવાસીઓ 
- એવા અરજદારો તેમના પાસપોર્ટ ખોવાઈ ગયા અથવા ચોરાઈ ગયા પછી તેને ફરીથી ઈશ્યુ કરવા માગે છે 
- દેખાવ અથવા લિંગ પરિવર્તન કરેલ વ્યક્તિઓ. વ્યક્તિગત ઓળખપત્રમાં પરિવર્તન (ઉદાહરણ તરીકે, સહી) પણ તત્કાલ પાસપોર્ટ માટે પાત્ર નથી. 
- જે બાળકો ભારતીય અને વિદેશી માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવે છે 
- અપરણીત માતા-પિતા સાથે સગીર
હવે જ્યારે તમે તત્કાલ પાસપોર્ટ શું છે અને તેની લાયકાત વિશે જાણો છો, તો ચાલો તેની અરજીની પ્રક્રિયા વિશે વધુ જાણીએ.
તત્કાલ પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી પ્રોસેસ શું છે?
શું તમે વિચારી રહ્યા છો કે તત્કાલ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરી શકાય? આ સરળ સ્ટેપ્સ અનુસરો:
- પાસપોર્ટ સેવાની ઓફિસિયલી વેબસાઇટ પર રજિસ્ટર કરો. 
- એકવાર તમે પોર્ટલ પર એકાઉન્ટ બનાવી લો, પછી તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગીન કરો. 
- આ બે વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો - 'ફ્રેશ/રી-ઇશ્યૂ'. 
- સ્કીમના પ્રકાર તરીકે "તત્કાલ" પસંદ કરો. 
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેને સંબંધિત વિગતો સાથે ભરો, જેમ કે તમારું નામ, રોજગારનો પ્રકાર, કુટુંબની વિગતો વગેરે. 
- ફોર્મ ઓનલાઇન સબમિટ કરો અને ઓનલાઇન ચુકવણી કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. 
- પાવતીની પ્રિન્ટઆઉટ કરી લો અને તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) પર એપોઇન્ટમેન્ટ બુક કરો.
તત્કાલ પાસપોર્ટ ફી શું છે?
નીચે આપેલ કોષ્ટક પુસ્તકની સાઇઝ સાથે તત્કાલ પાસપોર્ટ શુલ્ક દર્શાવે છે. એક નજર મારીએ:
પાસપોર્ટની નવી અરજી માટે
| ઉંમર મર્યાદા | તત્કાલ પાસપોર્ટની કિંમત | 
|---|---|
| 15 વર્ષથી ઓછી (36 પેજ) | ₹3,000 | 
| 15 થી 18 વર્ષ (36 પેજ અને 10 વર્ષની માન્યતા) | ₹3,500 | 
| 15 થી 18 વર્ષ (60 પેજ અને 10 વર્ષની માન્યતા) | ₹4,000 | 
| 18 વર્ષ અને તેથી વધુ (36 પેજ) | ₹3,500 | 
| 18 વર્ષ અને તેથી વધુ (60 પેજ) | ₹4,000 | 
પાસપોર્ટ ફરી જારી કરવા અથવા રીન્યુઅલ માટે
| ઉંમર મર્યાદા | તત્કાલ પાસપોર્ટની કિંમત | 
|---|---|
| 15 વર્ષથી ઓછી(36 પેજ) | ₹3,000 | 
| 15 થી 18 વર્ષ (36 પેજ અને 10 વર્ષની માન્યતા) | ₹3,500 | 
| 15 થી 18 વર્ષ (60 પેજ અને 10 વર્ષની માન્યતા) | ₹4,000 | 
| 18 વર્ષ અને તેથી વધુ (36 પૃષ્ઠ) | ₹3,500 | 
| 18 વર્ષ અને તેથી વધુ (60 પેજ) | ₹4,000 | 
તમે તત્કાલ પાસપોર્ટ ફી કેવી રીતે ચૂકવી શકો?
ઓનલાઇન ચુકવણી માટે, તમે નીચેના ત્રણ વિકલ્પો પસંદ કરી શકો છો:
- ઇન્ટરનેટ બેન્કિંગ 
- ક્રેડીટ કાર્ડ 
- ડેબિટ કાર્ડ 
તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર લાગુ તત્કાલ પાસપોર્ટ ફી રોકડમાં પણ ચૂકવી શકો છો. ઉપરાંત, તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચલાન દ્વારા ચૂકવણી કરી શકો છો.
તત્કાલ પાસપોર્ટ માટે કયા ડોક્યુમેન્ટ આવશ્યક છે?
તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવા માટે તમારે નીચેનામાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ સબમિટ કરવા જરુરી છે:
- આધાર કાર્ડ 
- મતદાર કાર્ડ 
- SC/ST/OBC પ્રમાણપત્ર 
- પાન કાર્ડ 
- રેશન કાર્ડ 
- આર્મ લાયસન્સ 
- સર્વિસ(નોકરી) ઓળખ કાર્ડ 
- મિલકતના ડોક્યુમેન્ટ 
- ગેસ બિલ 
- ડ્રાઈવીંગ લાયસન્સ 
- જન્મનું પ્રમાણપત્ર 
- પેન્શનના ડોક્યુમેન્ટ 
- બેંક/પોસ્ટ ઓફિસ/કિસાન પાસબુક 
- માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી વિદ્યાર્થીનું ઓળખપત્ર 
તત્કાલ પાસપોર્ટની પ્રક્રિયા કરવામાં કેટલો સમય લાગે છે?
એકવાર તમારી અરજી ફાઈનલ સ્ટેજમાં સફળરીતે "મંજૂર" થઈ જાય, પછી તમે તમારા તત્કાલ પાસપોર્ટને ત્રીજા કાર્યકારી દિવસની અંદર ડિસ્પેચ થવાની અપેક્ષા રાખી શકો છો. વધુમાં, આ તારીખ પોલીસ વેરિફિકેશનનો સમાવેશ કરે છે અને અરજી સબમિટ કરવાની તારીખને બાકાત રાખે છે. વધુમાં, જો અરજદારને પોલીસ વેરિફિકેશનની આવશ્યકતા ન હોય, તો તે અરજીની તારીખથી 1 કાર્યકારી દિવસની અંદર પાસપોર્ટની અપેક્ષા રાખી શકે છે.
સામાન્ય અને તત્કાલ પાસપોર્ટ વચ્ચે શું તફાવત છે?
બંને વચ્ચેનો મુખ્ય તફાવત તેમના પ્રક્રિયા સમય પર આધારિત છે, જે નીચે દર્શાવેલ છે:
- સામાન્ય પાસપોર્ટ: પ્રમાણિત પ્રક્રિયા સમય અરજીની તારીખથી 30થી 45 દિવસનો છે. 
- તત્કાલ પાસપોર્ટ: પોલીસ વેરિફિકેશન વિના પ્રમાણિત પ્રક્રિયાનો સમય 1 કાર્યકારી દિવસ છે. જો પોલીસ વેરિફિકેશન આવશ્યક હોય, તો અરજીના દિવસને બાદ કરતાં ત્રીજા કામકાજના દિવસમાં તત્કાલ પાસપોર્ટ ડિસ્પેચ કરવાની અપેક્ષા રાખી શકાય છે. 
નોંધ : જો તમે નવો પાસપોર્ટ મેળવવા અથવા ફરીથી પાસપોર્ટ જારી કરવા માટે અરજી કરવા માંગતા હો, તો તમારે અરજી ફી ઉપરાંત તત્કાલ અરજી માટે વધારાની ફી ચૂકવવી આવશ્યક છે.
તત્કાલ પાસપોર્ટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું તત્કાલ પાસપોર્ટ માટે ગેઝેટેડ અધિકારી પાસેથી વેરિફિકેશન પ્રમાણપત્ર આવશ્યક છે?
જવાબ છે ના, તત્કાલ પાસપોર્ટ મેળવવા માટે તમારે વેરિફિકેશન પ્રમાણપત્ર આવશ્યક નથી
તત્કાલ માટે એપોઇન્ટમેન્ટ ક્વોટા શું છે?
તત્કાલ અરજી હેઠળ બે પ્રકારના એપોઇન્ટમેન્ટ ક્વોટા ઉપલબ્ધ છે. તત્કાલ અરજદાર તરીકે, જો તમે પહેલા એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ ન કરી શકો તો તમે તેને સામાન્ય ક્વોટા હેઠળ બુક કરી શકો છો.
શું તત્કાલ પાસપોર્ટ ફી નક્કી કરવા માટે કોઈ ઓનલાઇન કેલ્ક્યુલેટર છે?
હા, તમે ભારતીય પાસપોર્ટ તત્કાલ ફીની વિગતો જાણવા માટે અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ફી કેલ્ક્યુલેટર ટૂલ નો ઉપયોગ કરી શકો છો.