ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

24X7 રોડસાઇડ આસિસ્ટન્સ શું છે?

રોડસાઇડ આસિસ્ટન્સ અથવા બ્રેકડાઉન કવર એ એક એવું એડ-ઑન છે જેને તમે તમારા કોમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ અથવા ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીમાં પસંદ કરી શકો છો, જે સમયે તમને રોડસાઇડ પર સહાયની જરૂર હોય ત્યારે તમને મદદ મળી રહે, એટલે કે જ્યારે તમે રસ્તા પર અટવાઈ જાઓ ત્યારે થોડી મદદની જરૂર હોય છે.

ભલે તે નાની દુર્ઘટના હોય કે ફ્લેટ ટાયર, 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને આવી મુશ્કેલીઓના સમયે મદદ કરી શકે છે, તે પણ તેને દાવો તરીકે ગણ્યા વિના.

રોડસાઇડ આસિસ્ટન્સ કવરનો ખર્ચ કેટલો છે?

તમે તમારા પ્રીમિયમમાં પ્રમાણભૂત ન્યૂનતમ વધારો કરીને તમારી કોમ્પ્રિહેન્સીવ કાર અથવા બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીમાં રોડસાઇડ અથવા બ્રેકડાઉન આસિસ્ટન્સ કવર પસંદ કરી શકો છો. ડિજીટ પર, કાર માટે તમારે વધારાના રૂ. 102નો ખર્ચ કરવો પડી શકે છે, જ્યારે ટૂ-વ્હીલર માટે તમારે રૂ. 40નો ખર્ચ કરવો પડી શકે છે.

રોડસાઇડ આસિસ્ટન્સ કવર કેવી રીતે કામ કરે છે?

એકવાર તમે તમારા ડિજીટ કાર અથવા બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનમાં રોડસાઇડ/બ્રેકડાઉન સહાય કવર પસંદ કરી લો તે પછી, જરૂરિયાતના સમયે રોડસાઇડ આસિસ્ટન્સ કવરનો ઉપયોગ કરવો સરળ છે!

તમારે મુશ્કેલીના સમયે (જ્યારે તમને સેવાની જરૂર હોય ત્યારે) માત્ર અમને 1800-103-4448 પર રિંગ આપો અને તમારી પૉલિસીની વિગતો હાથમાં રાખો અને અમે તમારા માટે ટૂંક સમયમાં હાજર થઈ જશું.

ડિજીટ સાથે, રોડસાઇડ આસિસ્ટન્સ કવર 24x7 સપોર્ટ સાથે આવે છે અને સગવડતા અને મજૂરી ખર્ચનું પણ ધ્યાન રાખે છે. અમે તમને તમારા શહેરથી 500 કિમી સુધી સેવા આપીએ છીએ (અન્ય લોકો માત્ર 100 કિમી આવરી લે છે)

કવરમાં શું કવર કરવામાં આવે છે - ચાલો આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ

તમારા કાર ઇન્સ્યોરન્સ અથવા બાઇક ઇન્સ્યોરન્સમાં RSA હેઠળ શું આવરી લેવામાં આવે છે તેની એક ઝલક અમે તમને પહેલેથી જ આપી દીધીછે. જો કે, તે પણ મહત્વપૂર્ણ છે કે તમે તમારા કવરેજમાં સામેલ થતી વિગતોને સમજો, જેથી તમે રોડસાઇડ અથવા બ્રેકડાઉન આસિસ્ટન્સ કવરના ફાયદાઓને સ્પષ્ટપણે સમજી શકો.

ફ્લેટ બેટરી

આ એવા સમય માટે સમર્પિત છે જ્યારે તમારી કાર અથવા તમારૂં ટૂ-વ્હીલર તમારી બેટરીમાં થયેલી સમસ્યાઓના કારણે અટકી જાય છે. આ કિસ્સામાં, તમારું RSA કવર તમારા માટે હાજર હશે, જેમાં થતાં તમામ શ્રમ અને વાહનવ્યવહારના ખર્ચ માટેની ચૂકવણીનો સમાવેશ થાય છે.

વધારાની ચાવીઓ

તમને આવું ગમે કે ન ગમે, લોકો તેમની કારની ચાવીઓને તેઓ વિચારી શકે તેના કરતાં વધુ વખત ગુમાવે છે! આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે તમે તમારી ચાવીઓ વિના ક્યાંય અટવાઈ જાઓ છો, ત્યારે તમારું રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમારી વધારાની ચાવીઓના પિકઅપ અને ડિલિવરી માટેની વ્યવસ્થા કરશે અથવા તે દરમિયાન ટેકનિશિયનની મદદથી તમારી કારને અનલોક કરવામાં પણ મદદ કરી શકે છે.

ફ્લેટ ટાયર

જીવનના અમુક સમયે આપણા બધાનું ટાયર ફ્લેટ હતું! ભગવાન તમને ફ્લેટ ટાયરને કારણે તમારા વાહન સાથે ફસાયેલા રહેવાની મનાઈ કરે છે અને તમારી પાસે મદદ મેળવવા માટેની બીજી કોઈ શક્યતા નથી, તમારું રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને યોગ્ય ટેકનિશિયનની મદદથી ફ્લેટ ટાયર બદલવાની ગોઠવણ કરીને તમને સ્પેર ટાયર સાથે મદદ કરીને લાભ પહોંચાડશે.

નાની મરમ્મત

કેટલીકવાર, કંઇક એવું થાય છે કે તમારી કાર અથવા બાઇક હવે શા માટે શરૂ થશે નહીં તે વિશે વિચારતાં તમે તેને ત્યાં જ છોડી જશો! આવી કમનસીબ પરિસ્થિતિઓમાં તમારૂં રોડસાઇડ આસિસ્ટન્સ કવર જે-તે સમયની જરૂરિયાત પ્રમાણે જરૂરી મરમ્મત પ્રદાન કરીને તમને લાભ આપી શકે છે.

ટોવિંગની સુવિધા

એવા ગંભીર કિસ્સાઓ કે જ્યારે તમારૂં વાહન સ્થળ પર રિપેર કરી શકાતું નથી અને તેને સર્વિસિંગ માટે વર્કશોપ અથવા ગેરેજમાં મોકલવું જરૂરી છે, તો તમારું રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને જરૂરી ટોવિંગની સુવિધા પ્રદાન કરીને તમને લાભ પહોંચાડશે.

સંબંધીઓને અરજન્ટ મેસેજ મોકલવા

કોઈ કમનસીબ કિસ્સામાં જ્યારે તમારે તમારા સંબંધીઓને

એ પરિસ્થિતિ વિશે તાત્કાલિક સંદેશ મોકલીને જાણ કરવાની જરૂર હોય, ત્યારે અમે તેને સંભાળી લઈશું!

તબીબી સંકલન

એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ કે જ્યારે ફક્ત તમારું વાહન જ નહીં, પરંતુ તમે પણ અકસ્માતને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, ત્યારે તમારું રોડસાઇડ આસિસ્ટન્સ કવર નજીકના તબીબી કેન્દ્ર સાથે સંકલન કરવામાં પણ મદદ કરશે જેથી તમારી તબીબી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે.

ફ્યુઅલ આસિસ્ટન્સ

આવું આપણામાંના શ્રેષ્ઠ વ્યક્તિ સાથે પણ થાય છે! તમે સમજો તે પહેલાં, તમારી ફ્યુઅલ ટેન્ક પહેલેથી જ ખતમ થઈ ગઈ છે! આવા કિસ્સાઓમાં, તમારું કવર તમે જે સ્થાન પર અટવાયા છો ત્યાં 5 લિટર સુધીના ફ્યુઅલની વ્યવસ્થા કરીને તમને મદદ કરશે!

રોડસાઇડ આસિસ્ટન્સમાંથી બાકાત રાખવામાં આવતી અને ધ્યાનમાં રાખવાની અન્ય બાબતો

અમે અમારા નિયમો અને શરતો વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ જેથી જ્યારે ક્લેઇમની વાત આવે, ત્યારે તમને આશ્ચર્ય ન થાય. ડિજીટના રોડસાઇડ આસિસ્ટન્સ કવરના સંદર્ભમાં, અહીં કેટલીક એવી બાબતો આપી છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ:

  • અમારા રોડસાઇડ આસિસ્ટન્સ કવરને એક ક્લેઇમ તરીકે ગણવામાં આવતું નથી, પરંતુ તમે એક પૉલિસી વર્ષમાં વધુમાં વધુ 4 વખત આ કવરનો ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારી પૉલિસીની અવધિમાં 2 વખત સુધી ફ્યુઅલ આસિસ્ટન્સ મેળવી શકો છો.
  • રોડસાઇડ આસિસ્ટન્સનો ફક્ત ત્યારે જ ઉપયોગ થવો જોઈએ જ્યારે તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય. દાખલા તરીકે; જો તમારું વાહન નજીકના વર્કશોપ અથવા ડીલરને કોઈપણ મુશ્કેલી વિના સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાય તેમ છે, તો આવા કિસ્સામાં રોડસાઇડ આસિસ્ટન્સ લાગુ થશે નહીં.
  • તમારું રોડસાઇડ આસિસ્ટન્સ કવર મરમ્મત અને મજૂરીના ખર્ચનું પણ કવર પૂરૂં પાડે છે, પરંતુ જ્યાં અકસ્માત થયો હતો તે સ્થળ પર માત્ર 45 મિનિટ સુધીની રોડસાઇડ આસિસ્ટન્સ મળશે.
  • કાર અને બાઇકના તમામ ક્લેઇમની જેમ જ, જો તમે નશામાં કે માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા જોવા મળશો તો તમને કવર કરવામાં આવશે નહીં.

રોડસાઇડ આસિસ્ટન્સ કવર કોણે લેવું જોઈએ?

જો તમારી પાસે 5 વર્ષથી ઓછી જૂની કાર અથવા બાઇક હોય, તો તમારે ચોક્કસપણે તમારી કોમ્પ્રિહેન્સીવ કાર અથવા બાઇક  ઇન્સ્યોરન્સ પૉલિસીમાં રોડસાઇડ આસિસ્ટન્સ પસંદ કરવું જોઈએ જેથી તમારું નવું વાહન હંમેશા સારી રીતે જાળવીને રાખી શકાય અને તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તે સુરક્ષિત રહે. .

જો તમે એવી વ્યક્તિ છો કે જે વારંવાર મુસાફરી કરે છે, તો 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ પસંદ કરવું એ એક સારો વિચાર છે. તમે ક્યારેય જાણતા નથી કે તમારી એ મુસાફરીઓ માંથી કોઈ એકમાં તમને ક્યારે મદદની જરૂર પડી શકે છે!

કેટલાક લોકો નાની-નાની દુર્ઘટનાઓમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે જ્યારે આપણામાંના કેટલાંક તેવું નથી કરી શકતા! તેથી, જો તમે એવી વ્યક્તિ છો કે જેઓ તમારા ટુ-વ્હીલર અથવા કારની નાની મરમ્મત કરાવવાની કલ્પના પણ કરી શકતા નથી, તો પછી તમારી પોલિસીમાં રોડસાઇડ આસિસ્ટન્સ એડ-ઑન મેળવવું એ તમારા માટે ગાર્ડિયન એન્જલ મેળવવા જેવું હશે!

મોટર ઇન્સ્યોરન્સમાં 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું રોડસાઇડ આસિસ્ટન્સ તેના મૂલ્યને સાર્થક કરે છે?

રોડસાઇડ આસિસ્ટન્સ કવરના વિવિધ લાભોને જોતાં, તે ચોક્કસપણે મૂલ્યવાન છે કારણ કે તમે જાણતા નથી કે તમને ક્યારે સેવાની જરૂર પડી શકે છે!

મારી કાર માટે રોડસાઇડ આસિસ્ટન્સ મેળવવા માટે મને કેટલો ખર્ચ થશે?

રોડસાઇડ અથવા બ્રેકડાઉન સહાય કવર માટે તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં તમને વધારાના રૂ.102નો ખર્ચ થશે.

મારા ટૂ-વ્હીલર માટે રોડસાઇડ આસિસ્ટન્સ મેળવવા માટે મને કેટલો ખર્ચ થશે?

ડિજીટ પર, જો તમે રોડસાઇડ આસિસ્ટન્સ પસંદ કરો તો અમે તમારા પ્રીમિયમ પર ઓછામાં ઓછી રૂ.40 ની પ્રમાણભૂત ફી વસૂલ કરીએ છીએ.

શું રોડસાઇડ આસિસ્ટન્સ માટે ક્લેઇમ કરવાથી મારા નો ક્લેમ બોનસને અસર થશે?

ના! સદભાગ્યે રોડસાઇડ આસિસ્ટન્સ એ એકમાત્ર એવું કવર છે જેમાં જો તમને તેનો લાભ મળે તો પણ તેને ક્લેઇમ તરીકે ઉમેરવામાં આવશે નહીં અને જો તમે વર્ષ દરમિયાન અન્ય કોઈ દાવા કર્યા નથી, તો તમારું નો ક્લેમ બોનસ હજુ પણ અકબંધ રહેશે.

શું રોડસાઇડ આસિસ્ટન્સ કારને અનલોક કરવામાં મદદ કરે છે?

હા, જો તમે તમારી ચાવી ગુમાવી દો છો અથવા તમારી પોતાની કારમાં જ લોક થઈ જાઓ છો, તો રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને વધારાની ચાવી મેળવવામાં મદદ કરશે અને, કેટલાક કિસ્સાઓમાં તમે તેને રજૂઆત કરો તો ટેકનિશિયનની મદદથી કારને અનલોક કરવામાં પણ મદદ કરશે, સુરક્ષાના હેતુઓ માટે તમારે તમારી માન્ય આઈડી પ્રૂફ દેખાડવાની રહેશે.

હું એક રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખરીદવા માંગુ છું. મારે RSA કવરમાં શું જોવું જોઈએ?

  • સંપર્કમાં સરળતા: જ્યારે તમે તમારી કારની સાથે માર્ગમાં વચ્ચે મુશ્કેલીમાં હોવ, ત્યારે તમે ખાતરી કરવા માંગો છો કે તમે તમારા ઇન્સ્યોરરનો સરળતાથી સંપર્ક કરી શકો છો. આથી જ, રોડસાઇડ આસિસ્ટન્સમાં જોવાની એક બાબત એ છે કે તમે તમારી ઇન્સ્યોરન્સ કંપનીનો કેટલી સરળતાથી સંપર્ક કરી શકો છો.
  • સમય: મુશ્કેલીઓ ઘોષણા કર્યા વિના આવે છે! તેથી જ, તમે જે બાબતની ખાતરી કરવા માંગો છો તેમાંની એક એ છે કે તમારા ઇન્સ્યોરરની રોડસાઇડ આસિસ્ટન્સ 24x7 સપોર્ટની સાથે આવે છે!
  • કવરેજ: આખરે, તમારૂં રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને જે લાભો અને કવરેજ આપે છે તે જ તેને યોગ્ય બનાવે છે. તેથી, હંમેશા એ જુઓ કે કવરેજના કયા લાભો આપવામાં આવે છે અને તે તમારા માટે મૂલ્યવાન છે કે નહીં.
  • સેવાના લાભો: કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ મૂળભૂત કવરેજ ઉપરાંતના લાભો ઓફર કરે છે. સમજદાર પસંદગી કરવામાં તમને મદદ મળી રહે તે માટે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ શું ઓફર કરે છે તે જુઓ.