ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

સેલરાઇઝડ કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું

ભારતમાં સેલરાઈઝડ વ્યક્તિઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું સૌથી મહત્વપૂર્ણ નાણાકીય કવાયત છે. જોકે, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા અનેક ગેરમાન્યતાઓ અને માહિતીના સામાન્ય અભાવથી ઘેરાયેલી રહે છે. તેથી, આ આર્ટિકલમાં તમને સેલરાઈઝડ કર્મચારીઓ માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તે વિશેના તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે.

ચાલો, શરુ કરીએ!

ઇન્કમ ટેક્સ રિટર્ન: એક વિહંગાવલોકન (ઓવરવ્યૂ)

ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ભારતીય ટેક્સ પેયરના અમુક વર્ગોને તેમની કમાયેલી આવકની વિગતો અને તેના પર લાગુ પડતા ટેક્સની વિગતો એક ફોર્મ દ્વારા આપવાનો આદેશ આપે છે. આ ફોર્મને ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા આઇટીઆર તરીકે ઓળખવામાં આવે છે. તેથી, મૂલ્યાંકનકર્તા આ ફોર્મ ભારતના ઇન્કમ ટેક્સ વિભાગને સબમિટ કરે છે.

વધુમાં, આ ફોર્મમાં આપેલી આવકની માહિતી આપેલ નાણાકીય વર્ષ સાથે સંબંધિત છે એટલેકે 1લી એપ્રિલથી શરૂ થતા અને પછીના વર્ષના 31મી માર્ચના રોજ સમાપ્ત થતા વર્ષ માટે.

આ ઉપરાંત, સેલરાઈઝડ કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે અંગે તપાસ કરતા પહેલા ચાલો સમજીએ કે કોણે ફાઇલ કરવું જોઇએ. નીચેની કેટેગરીમાં આવતા વ્યક્તિઓ આઇટીઆર ફાઇલ કરવા માટે જવાબદાર છે:

એક આકરણી કે જેમની કુલ આવક સેક્શન 80C, 80CCD, 80D, 80TTB અને 80TTB હેઠળ ડિડક્શન પહેલાં બેઝિક છૂટ લિમિટ કરતાં વધુ છે.

નીચે આપેલ કોષ્ટક નાણાંકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે બેઝિક છૂટ લિમિટનો સારાંશ આપે છે.

ટેક્સ પેયરની ઉંમર

આવકની રકમ
(જૂની ટેક્સ વ્યવસ્થા – નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24)
આવકની રકમ
આવકની રકમ(નવી ટેક્સ વ્યવસ્થા - નાણાકીય વર્ષ 2022-23)
આવકની રકમ
(નવી ટેક્સ વ્યવસ્થા - નાણાકીય વર્ષ 2023-24)
60 વર્ષ સુધીની ઉંમર રૂ. 2,50,000 રૂ. 2,50,000 રૂ. 3,00,000
60 વર્ષથી 80 વર્ષની વય વચ્ચે રૂ. 3,00,000 રૂ. 2,50,000 રૂ. 3,00,000
80 વર્ષથી ઉપરની ઉંમર રૂ. 5,00,000 રૂ. 2,50,000 રૂ. 3,00,000

• વિદેશી એસેટના રોકાણ અથવા કમાણી કરતી વ્યક્તિઓ.

• એક અથવા વધુ બેંકોના ચાલુ એકાઉન્ટમાં રૂ. 1 કરોડથી વધુ ડિપોઝીટ ધરાવતો આકારણી.

• એક વ્યક્તિ કે જેણે વ્યક્તિની વિદેશ યાત્રા પર રૂ. 2,00,000થી વધુની ચૂકવણી કરી હોય. (આ વ્યક્તિ કુટુંબનો સભ્ય હોઈ શકે કે ન પણ હોઈ શકે).

• એક મૂલ્યાંકનકર્તા કે જેણે એક વર્ષમાં રૂ. 1,00,000થી વધુ વીજળી બિલ તરીકે ચૂકવ્યા છે. 

[સ્ત્રોત 1] 

[સ્ત્રોત 2]

 

સેલરાઈઝડ વ્યક્તિઓ માટે આઇટીઆર ફોર્મ

અગાઉ સૂચવ્યા મુજબ, સેલરાઈઝડ વ્યક્તિઓ માટે નીચેનામાંથી કોઈપણ ઇન્કમ ટેક્સ ફોર્મ ભારતમાં વ્યક્તિગત ટેક્સ પેયરને લાગુ પડે છે:

આઇટીઆર ફોર્મ

પાત્રતા

આઇટીઆર-1 (સહજ)

રૂ. 50,00,000 સુધીની કુલ આવક ધરાવતી વ્યક્તિઓ જેઓ સેલરી, હાઉસ પ્રોપર્ટી, ખેતી અને અન્ય સ્ત્રોતમાંથી આવક ધરાવતા હોય તેઓએ તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન આઇટીઆર-1 સાથે ફાઇલ કરવા આવશ્યક છે. જોકે, આઇટીઆર-1 ફાઇલ કરવા માટે એક મૂલ્યાંકનકર્તા પાસે એક કરતાં વધુ હાઉસ પ્રોપર્ટી હોવી જોઈએ નહીં.

વધુમાં, તેની/તેણીની ખેતીમાંથી આવક રૂ. 5000થી વધુ ન હોવી જોઈએ.

આઇટીઆર-2

તે વ્યક્તિઓ અને એચયુએફને લાગુ પડે છે કે જેમની પાસે બિઝનેસ અને પ્રોફેશનમાંથી આવક નથી. તદુપરાંત, એક કરતાં વધુ હાઉસ પ્રોપર્ટી ધરાવતી વ્યક્તિઓ આઇટીઆર-2 ફાઇલ કરવા માટે પાત્ર છે. વધુમાં, જો તમે કેપિટલ ગેઇન અને/અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવક જનરેટ કરો છો પરંતુ બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી નફો અથવા લાભોથી નહીં તો તમે આઇટીઆર-2 સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો.

આઇટીઆર-3

એક સેલરાઈઝડ કર્મચારી તરીકે, જો તમે બિઝનેસ અને પ્રોફેશનની સેલરીમાંથી આવક, હાઉસ પ્રોપર્ટી (એક અથવા વધુ), કેપિટલ ગેઇન અને અન્ય સ્ત્રોતોમાંથી આવક મેળવતા હોવ તો તમે આઇટીઆર-3 ફાઇલ કરી શકો છો.

સેલરાઈઝડ વ્યક્તિઓ માટે ઓનલાઈન આઇટીઆર કેવી રીતે ફાઈલ કરવું?

હવે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી પરિચિત છો, ચાલો આપણે સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆરનું ઈ-ફાઈલિંગ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે વિગતવાર જણાવીએ. ફક્ત આ સ્ટે૫ અનુસરો:

  • સ્ટે૫ 1:ઇન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નેવિગેટ કરો.
  • સ્ટે૫ 2: તમારું યુઝર આઈડી (પાન), પાસવર્ડ અને કેપચા કોડ સબમિટ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો. જો તમે આ પોર્ટલ સાથે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)નો ઉપયોગ કરીને સાઇન અપ કરી શકો છો, જે પછી યુઝર આઈડી તરીકે કામ આપશે.
  • સ્ટે૫ 3: ઈ-ફાઈલ સેક્શન હેઠળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'ઈન્કમ ટેક્સ રિટર્ન' પર ક્લિક કરો અને સંબંધિત મૂલ્યાંકન વર્ષ પસંદ કરો. આ સમયે, તમારે યોગ્ય ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફોર્મ પસંદ કરીને તેને ડાઉનલોડ કરવાની જરૂર છે. સેલરાઈઝડ કર્મચારીઓ આઇટીઆર-1, આઇટીઆર-2, અથવા આઇટીઆર-3 પસંદ કરી શકે છે (જેનો આપણે આ આર્ટિકલમાં પછીથી અભ્યાસ કરીશું).
  • સ્ટેપ 4: જો તમે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ નથી કરતા તો 'Original' તરીકે ફાઇલિંગનો પ્રકાર પસંદ કરો.
  • સ્ટે૫ 5: ‘Prepare and Submit Online’નો સબમિશન મોડ પસંદ કરો અને 'Continue' પર ક્લિક કરો.
  • સ્ટે૫ 6: હવે, તમારી આવક, ડિડક્શન, છૂટ અને રોકાણ સંબંધિત તમામ જરૂરી વિગતો સાથે સંબંધિત આઇટીઆર ફોર્મ ભરો. પછી, તમારે ટીડીએસ, ટીસીએસ અને એડવાન્સ ટેક્સ દ્વારા ટેક્સ ચૂકવણીની વિગતો ઉમેરવાની રહેશે. જોકે, ખાતરી કરો કે તમામ ડેટા સચોટ છે. વધુમાં, ટેક્નિકલ ભૂલોને કારણે ડેટા ગુમાવવાનું ટાળવા માટે સમયાંતરે 'Save The Draft' વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટે૫ 7: ચૂકવવાપાત્ર ટેક્સની ગણતરી કરો અને ટેક્સ ચૂકવો. પછી, તમારા ટેક્સ રિટર્નમાં ચલણની વિગતો દાખલ કરો. (જો તમારી પાસે કોઈ ટેક્સ લાયાબિલિટી ન હોય તો તમારે આ સ્ટે૫ છોડવાનું રહેશે).
  • સ્ટે૫ 8: ફોર્મમાં દાખલ કરેલી વિગતોની પુષ્ટિ કરો. પછી, 'Submit' પસંદ કરો. આ રીતે તમે સેલરાઈઝડ કર્મચારી માટે આઇટીઆર ઓનલાઈન ફાઇલ કરી શકો છો.

આ સમયે, તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર એક સંદેશ ચમકતો હોય છે, જે સફળ ઈ-ફાઈલિંગનો સંકેત આપે છે. ત્યારબાદ, આઇટીઆર-V નામનું એક સ્વીકૃતિ ફોર્મ જનરેટ થાય છે. હવે, તમારે આમાંથી કોઈપણ મોડ દ્વારા તમારું રિટર્ન વેરિફાઇ કરવું આવશ્યક છે:

  • આધાર ઓટીપી
  • બેંક એકાઉન્ટ નંબર
  • ડિમેટ એકાઉન્ટ નંબર
  • રજિસ્ટર્ડ મોબાઇલ નંબર
  • નેટ બેન્કિંગ
  • બેંક એટીએમ
  • પોસ્ટ દ્વારા બેંગલુરુમાં સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) ને સ્વીકૃતિની ફિઝિકલ કોપી મોકલવી

આ રીતે તમે સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર ફાઇલ કરી શકો છો. 

[સ્ત્રોત]

સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર ફાઇલ કરવા માટે કયા ડોક્યુંમેન્ટ જરૂરી છે?

આઇટીઆર-1 ફાઇલ કરવા માટે સરકાર દ્વારા જારી કરાયેલા અમુક ડોક્યુંમેન્ટની જરૂર પડે છે. આ ડોક્યુંમેન્ટ છે:

  • પાન કાર્ડ
  • આધારકાર્ડ
  • બેંક સ્ટેટમેન્ટ/પાસબૂક
  • ફોર્મ 16
  • સેલરી સ્લિપ
  • ફોર્મ 26AS
  • ફોર્મ 16A
  • સેક્શન 80D અને 80U હેઠળ છૂટ
  • કેપિટલ ગેઇન્સ સ્ટેટમેન્ટ

આ ઉપરાંત, તમારે ઇન્કમ ટેક્સ લોગ ઈન આઈડી અને પાસવર્ડની જરૂર પડશે.

 

વધુ જાણો

સેલરાઈઝડ કર્મચારીએ ક્યારે આઇટીઆર ફાઈલ કરવું જોઈએ?

જો તમે કર્મચારી છો, તો તમારે સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તેના કરતા અન્ય ઘણી વધુ વિગતો વિશે જાણવું જોઈએ. તમારે જાણવું જરૂરી છે કે આવી ફાઇલિંગ ત્યારે જ જરૂરી છે જ્યારે તમારી કરપાત્ર આવક છૂટ લિમિટથી ઉપર હોય.

નાણાકીય વર્ષ 2022-23 માટે, જૂની ટેક્સ વ્યવસ્થા અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ બેઝિક છૂટ લિમિટ રૂ. 2,50,000 છે. નાણાકીય વર્ષ 2023-24 માટે, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આ છૂટ લિમિટ વધારીને રૂ. 3,00,000 કરવામાં આવી છે.

તેથી, સેલરાઈઝડ વ્યક્તિઓએ વાર્ષિક આવક રૂ. 2,50,000થી વધુ હોય તો નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. 

[સ્ત્રોત]

સેલરાઈઝડ કર્મચારીઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન શા માટે ફાઇલ કરવું જોઈએ?

સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે પછી કદાચ આ સૌથી સામાન્ય પ્રશ્ન છે. તો ચાલો, સેલરાઈઝડ કર્મચારીઓએ શા માટે આઇટીઆર ફાઇલ કરવું જોઈએ તેના ફાયદાઓને હાઈલાઈટ કરીને સમજાવીએ:

કેપિટલ ગેઇન અથવા નુકસાનનું એડજસ્ટમેન્ટ/સરભરા

જો તમે ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરો છો અને શેર ખરીદો છો અથવા વેચો છો તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું તમારા માટે ખાસ જરૂરી છે. તદુપરાંત, જ્યારે તમે આપેલ નાણાકીય વર્ષ માટે આઇટીઆર સબમિટ કરો છો ત્યારે સમાયોજિત ટૂંકા ગાળાના કેપિટલ નુકસાન (Short Term Capital Loss) ને 8 વર્ષ સુધી આગળ વધારી શકાય છે. 

[સ્ત્રોત]

ટેક્સ રિફંડ ક્લેમ કરો

એકવાર ટેક્સ કપાઈ ગયા પછી, તમે નાણાકીય વર્ષ માટે તમારું આઈટી રિટર્ન સબમિટ કરીને જ ટેક્સ રિફંડ મેળવી શકો છો. તેથી, તમે રિટર્ન ફાઇલ કરો અને તમારા ઇચ્છિત ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરો પછી ભાડાની ચૂકવણી અથવા ફિક્સ્ડ ડિપોઝીટ પર ટીડીએસ પર રિફંડ શરૂ થાય છે.

લોન માટે અનુકૂળ અરજી

ઇન્કમ ટેક્સ રિટર્ન એ માત્ર નાણાકીય નિવેદન કરતાં વધુ છે - તે તમારી વાર્ષિક કમાણીનો પણ ઉલ્લેખ કરે છે. પરિણામે, બેંકો અને NBFCને ઘણી વખત હોમ લોન અથવા વાહન લોન જેવી લોન આપવા માટે આઇટીઆરની નકલોની જરૂર પડે છે. તદુપરાંત, કોઇ કરપાત્ર આવક ન હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી લોનની મંજૂરીની શક્યતા સમાન આવક ધરાવતી આઇટીઆર ન ફાઇલ કરનાર વ્યક્તિની સરખામણીમાં વધુ રહે છે .

વિઝા પ્રોસેસિંગ

વિઝા ઇન્ટરવ્યુ સમયે, કેટલાક વિદેશી કોન્સ્યુલેટ્સ માટે તમારે છેલ્લા કેટલાક વર્ષોની તમારી આઇટીઆર રસીદ રજૂ કરવાની જરૂર રહે છે. આ ડોક્યુંમેન્ટ રજૂ કરવાથી ખરાઈ થાય છે કે વ્યક્તિ પાસે ભારતમાં આવકનો નોંધપાત્ર સ્ત્રોત છે, જે વિઝા મંજૂરી માટે તેની ઉમેદવારીને મજબૂત બનાવે છે.

સેલરાઈઝડ કર્મચારીઓ માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ

સામાન્ય રીતે, વ્યક્તિગત ટેક્સ પેયર માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ આગામી નાણાકીય વર્ષમાં 31મી જુલાઇ છે. ઉદાહરણ તરીકે, નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર ફાઇલ કરવાની નિયત તારીખ 31મી જુલાઇ, 2023 છે.

જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ (CBDT) દ્વારા યોગ્ય માનવામાં આવે ત્યારે આ તારીખ લંબાવવાને આધીન છે. દાખલા તરીકે, નાણાકીય વર્ષ 2019-2020 માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઇ, 2020 હોવા છતાં, COVIDને કારણે તેને વધારીને 31મી ડિસેમ્બર, 2020 કરવામાં આવી હતી. 

શું તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ ચૂકી ગયા છો? ચિંતા કરશો નહીં. નિયત તારીખ પછી સેલરાઈઝડ કર્મચારીઓ માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તેની પણ સમજણ અમે આપી રહ્યાં છીએ:

 

1) વિલંબિત રિટર્ન ફાઇલ કરો

તમે નિયત તારીખ પછી પણ તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો, જે વિલંબિત રિટર્ન તરીકે ઓળખાય છે. તે પ્રારંભિક સમયમર્યાદા (31મી જુલાઇ) પછી પરંતુ વિસ્તૃત સમયમર્યાદા (31મી ડિસેમ્બર) પહેલાં ફાઇલ કરવું આવશ્યક છે.

વિલંબિત રિટર્ન ફાઇલ કરવું એ નિયત તારીખ પહેલાં આઇટીઆર ફાઇલ કરવા જેવું જ છે. વિલંબિત રિટર્ન ફાઇલ કરતી વખતે પ્રાથમિક તફાવત એ છે કે લાગુ આઇટીઆર ફોર્મ ફાઇલ કરતી વખતે, તમારે ‘Return Filed under Section 139(4)’ સિલેક્ટ કરવું આવશ્યક છે. 

 

2) લેટ ફાઇલિંગ ફી અથવા પેનલ્ટી ચૂકવો

નિયત તારીખ પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનું નુકસાન એ છે કે તેના પર પેનલ્ટી લાગે છે. તેથી, તમે ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 234F હેઠળ વિલંબિત ફાઇલિંગ ફી ચૂકવવા માટે જવાબદાર છો, જેની રકમ બદલાતી રહે છે.

નીચેનું કોષ્ટક ટેક્સ પેયરની વિવિધ કેટેગરી દ્વારા ચૂકવવાપાત્ર પેનલ્ટીની રકમને પ્રકાશિત કરે છે:

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ રૂ. 5 લાખથી ઓછી કુલ આવક ધરાવતા ટેક્સ પેયરને લાગુ પડતી પેનલ્ટી રૂ. 5 લાખથી વધુ કુલ આવક ધરાવતા ટેક્સ પેયરને લાગુ પડતી પેનલ્ટી
31મી જુલાઇના રોજ અથવા તે પહેલાં આ કિસ્સામાં લેટ ફી લાગુ પડતી નથી. આ કિસ્સામાં લેટ ફી લાગુ પડતી નથી.
1 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી ₹1,000 ₹5,000
1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ₹1,000 ₹5,000

આઇટીઆર ફાઇલ ન કરવા પર ઉપરોક્ત પેનલ્ટીની સાથે, જો તમે નિયત તારીખ પહેલાં તમારું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ થશો તો સેક્શન 234A હેઠળ દર મહિને 1% અથવા મહિનાના બાકી ભાગ પર ન ચૂકવેલ ટેક્સની રકમ પર વધારાનું વ્યાજ વસૂલવામાં આવશે. 

જો ટેક્સની ચોરી 25 લાખ રૂપિયાથી વધુ હોય તો તમને 6 મહિનાની જેલની સજા પણ થઇ શકે છે જે 7 વર્ષ સુધી લંબાવી શકાય છે.

ઉપરાંત, સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરતી વખતે, તમે સેક્શન 139 (1) હેઠળ સૂચવ્યા મુજબ અમુક ડિડક્શન અને કેરી ફોરવર્ડ નુકસાન (હાઉસ પ્રોપર્ટીના નુકસાન સિવાય) પર સેટ ઓફ ગુમાવશો.

તેથી, સમજદાર બનો અને સમયસર તમારૂં આઇટીઆર ફાઇલ કરો. અમે આશા રાખીએ છીએ કે આ ગાઈડલાઈન સેલરાઈઝડ કર્મચારીઓ માટે આઈટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ આપશે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

[સ્ત્રોત 3]

સેલરાઈઝડ કર્મચારીઓ માટે આઇટીઆર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

સેલરાઈઝડ કર્મચારીઓ માટે ટેક્સ છૂટ કેટલી છે?

સેલરાઈઝડ કર્મચારીઓ સેક્શન 80C, 80CCC, 80CCD (1), 80D, 80E, 80G અને 80TTA હેઠળ ટેક્સ છૂટનો લાભ લઇ શકે છે; જોકે જો વ્યક્તિ નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થા પસંદ કરે તો આ ડિડક્શન ઉપલબ્ધ નથી. આમાંથી, સેક્શન 80Cનો ઉપયોગ ઇન્કમ ટેક્સ બચાવવા માટે સૌથી વધુ વ્યાપકપણે થાય છે. તે ટેક્સ પેયરને ટેક્સ ડિડક્શન માટે રૂ. 1.5 લાખ સુધીનો ક્લેમ કરવાની મંજૂરી આપે છે. 

[સ્ત્રોત]

સેલરાઈઝડ કર્મચારીઓ ટેક્સ કેવી રીતે બચાવી શકે?

સેલરાઈઝડ વ્યક્તિઓ 80C, 80CCC અને 80CCD (1) હેઠળ છૂટ માટે યોગ્ય સાધનોમાં રોકાણ કરીને ઇન્કમ ટેક્સ બચાવી શકે છે. વધુમાં, તેઓ મેડિકલ ખર્ચ (80D), હોમ લોન પરના વ્યાજ (સેક્શન 24), HRA (80GG) અને સેવિંગ એકાઉન્ટ પરના વ્યાજ (80TTA) પર ડિડક્શન ક્લેમ કરી શકે છે. તેઓ 80G હેઠળ સખાવતી દાન પર પણ ટેક્સ ડિડક્શનનો પણ લાભ લઇ શકે છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે પગાર ટીડીએસ રેટ કેટલો છે?

પસંદ કરેલ ઇન્કમ ટેક્સ પ્રણાલી અનુસાર, તેમના લાગુ ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ નિયમિત સ્લેબ રેટ પર કર્મચારીના સેલરીમાંથી ટીડીએસ કાપવામાં આવે છે. 

[સ્ત્રોત]