ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે?

પાસપોર્ટ સેવા કેન્દ્ર એ ભારતમાં પાસપોર્ટ કચેરીઓની વિસ્તારિત શાખા છે. આ કચેરીઓ ટાયર 1 અને 2 શહેરોમાં પાસપોર્ટ અને અન્ય સંબંધિત સેવાઓ પુરી ૫ાડવા માટે જવાબદાર છે. ઉપરાંત, તેઓ ઓનલાઇન સેવાઓનો વિસ્તાર કરે છે, આમ એજન્ટો દ્વારા અરજી કરવાની જરૂરિયાતને દૂર કરે છે. આ પાસપોર્ટ અરજીને વધુ સુરક્ષિત, પારદર્શક અને ઝડપી બનાવે છે.

હવે જ્યારે તમે જાણો છો કે પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે, ચાલો અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણીએ.

પાસપોર્ટ માટે PSK ની ભૂમિકાઓ અને જવાબદારીઓ

પાસપોર્ટ સેવા કેન્દ્રો નીચેની ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવવા માટે જવાબદાર છે:

  • પાસપોર્ટ અરજીની સ્વીકૃતિ અને વેરિફિકેશન

  • પાત્ર ઉમેદવારોને પાસપોર્ટ જારી કરવો અથવા ફરીથી જારી કરવો

  • પોલીસ વેરિફિકેશન

  • પાસપોર્ટ પ્રિન્ટીંગ અને ફાઈનલ ડિલિવરી

પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજી કરવાની પ્રક્રિયા શું છે?

પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ઓનલાઇન અને ઓફલાઇન પાસપોર્ટ માટે અરજી કરવા માટે સરળ પગલાં અનુસરો:

પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓનલાઇન અરજી

  • પગલું 1: પાસપોર્ટ સેવા ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. જો તમે રજિસ્ટર્ડ સભ્ય નથી, તો પહેલા તમારી જાતને પોર્ટલ પર રજિસ્ટર કરો.

  • પગલું 2: એકવાર તમે તમારું યુઝરનેમ અને આઈડી બનાવી લો, તે આઈડી વડે લોગીન કરો.

  • પગલું 3: "નવા પાસપોર્ટ માટે અરજી કરો અથવા પાસપોર્ટ ફરીથી જારી કરો" વિકલ્પ પસંદ કરો. તમારું નામ, સંપર્ક વગેરે વિગતો સંબંધિત માહિતી સાથે ફોર્મ ભરો.

  • પગલું 4: "સેવ અથવા સબમિટ કરેલી અરજી તપાસો" અને "ચુકવણી અને શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ" પસંદ કરો.

  • પગલું 5: પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઇન ચુકવણી કરવી ફરજિયાત છે. ચુકવણી માટે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:

    • ઈન્ટરનેટ બેંકિંગ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય સંલગ્ન બેંકો).

    • ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ (વિઝા અથવા માસ્ટરકાર્ડ).

    • SBI નું બેંક ચલણ.

  • પગલું 6: પ્રિન્ટઆઉટ લેવા માટે "અરજીની પ્રિ ન્ટ કરો" બટન પસંદ કરો. આ અરજીની પાવતી સાથે રાખવી હવે ફરજિયાત નથી. તમારા એપોઇન્ટમેન્ટ સંદર્ભ નંબર સહિત તમારી એપોઇન્ટમેન્ટની વિગતોનો માહિતી વિશે SMS પણ એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન માન્ય ગણવામાં આવે છે.

પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓફલાઇન અરજી

  1. પોર્ટલ પરથી ઈ-ફોર્મ ડાઉનલોડ કરો. 
  2. તેને સંબંધિત માહિતી સાથે ભરો જેમ કે અરજીનો પ્રકાર, તમારું નામ, જન્મ સ્થળ વગેરે.
  3. ઓનલાઇન અરજી સમયે તેને ઓનલાઈન અપલોડ કરો

સફળતાપૂર્વક તમારી અરજી ઓનલાઇન સબમિટ કર્યા પછી, બધા ઓરિજીનલ દસ્તાવેજો સાથે નિર્ધારિત તારીખે તમારા નજીકના PSK ની મુલાકાત લો.

PSK માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટની ઉપલબ્ધતા તપાસવાના પગલાં

પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારોની ફરજિયાત બાયોમેટ્રિક તપાસ જરૂરી છે. તેના માટે, તમારે તમારી અરજી ઓનલાઇન સબમિટ કર્યા પછી તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. આ માટે, તમારે એપોઇન્ટમેન્ટ માટે અનુકૂળ સ્લોટ શેડ્યૂલ કરવાની જરૂર છે.

પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ સ્લોટની ઉપલબ્ધતા ચકાસવા માટે સરળ પગલાં અનુસરો:

  • પગલું 1: પાસપોર્ટ સેવા ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. "એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધતા તપાસો" પસંદ કરો

  • પગલું 2: "પાસપોર્ટ કચેરી" પસંદ કરો. વેરિફિકેશન કોડ દાખલ કરો અને "એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધતા તપાસો" પર ક્લિક કરો.

  • પગલું 3: હવે તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રનું સ્થાન, સરનામું અને મુલાકાતની તારીખ જોઈ શકો છો. 

તમે આ ઓનલાઇન પોર્ટલ પર તમારી એપોઈન્ટમેન્ટને ફરીથી શેડ્યૂલ અથવા રદ પણ કરી શકો છો.

PSK કચેરીમાં એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન અનુસરવા માટેની પ્રક્રિયાઓ

 

પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારી એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન નીચે જણાવેલ પ્રક્રિયાઓને અનુસરો:

1. તમે મુખ્ય કચેરીમાં દાખલ થાવ પછી, પાસપોર્ટ અધિકારીને એપોઇન્ટમેન્ટની પાવતી અને ઓરિજીનલ દસ્તાવેજો આપો. તે/તેણી તમને ટોકન આપશે.

2. હવે તમારે ત્રણ કાઉન્ટર - કાઉન્ટર A, B અને C માં જવું પડશે.

 

કાઉન્ટરના પ્રકાર કાઉન્ટરની ભૂમિકા કાઉન્ટર પર લીધેલો સરેરાશ સમય
A તમારે આ કાઉન્ટર પર બાયોમેટ્રિક ડેટા ટેસ્ટમાંથી પસાર થવું પડશે. વધુમાં, તેમાં તમારા દસ્તાવેજોનું વેરિફિકેશન અને અપલોડ કરવાનો પણ સમાવેશ થાય છે. 10 થી 15 મિનિટ.
B આ કાઉન્ટર પર, પાસપોર્ટ અધિકારી તમારા ઓરિજીનલ દસ્તાવેજોની ચકાસણી કરે છે અને દસ્તાવેજો અને તમારા પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે. 20 થી 30 મિનિટ
C એક વરિષ્ઠ અધિકારી તમારા દસ્તાવેજની ચકાસણી કરે છે. તે/તેણી થોડા પ્રશ્નો પૂછે છે અને તમને જણાવે છે કે તમારી પાસપોર્ટ અરજી સફળ છે કે નહીં. તે/તેણી એ પણ કન્ફર્મ કરે છે કે આ દરમિયાન અથવા પછી કોઈ પોલીસ વેરિફિકેશનની જરૂર છે કે કેમ. 15 મિનિટ
એક્ઝિટ કાઉન્ટર એક્ઝિટ કાઉન્ટર પર તમારું ટોકન સબમિટ કરો. PSK કર્મચારી પાસપોર્ટ અરજીની રસીદ આપશે આમાં તમારો પાસપોર્ટ ફાઇલ નંબર સામેલ હશે, જેનો ઉપયોગ તમે તમારી અરજીની સ્થિતિને ઑનલાઇન જઈ શકો છો જાણી શકો છો. NA

પાસપોર્ટ સેવા કેન્દ્રની અરજીની સ્થિતિને ટ્રૅક કરવાનાં પગલાં

તમારી અરજી સબમિટ કર્યા પછી, તમારી અરજીની સ્થિતિ તપાસો. નીચેના પગલાંઓ પર એક નજર નાખો:

PSK ની ઓનલાઇન અરજીની સ્થિતી ટ્રૅક કરો

  • પગલું 1: પાસપોર્ટ સેવા પોર્ટલ ની મુલાકાત લો. "અરજી સ્થિતી ટ્રૅક" પસંદ કરો

  • પગલું 2: એપ્લિકેશનનો પ્રકાર પસંદ કરો, તમારો 15-અંકનો ફાઇલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો. સ્ક્રીન પર તમારી અરજીની સ્થિતી જોવા માટે "સ્થિતી ટ્રૅક" પર ક્લિક કરો.

PSK ઓફલાઇન અરજીની સ્થિતી ટ્રૅક કરો

તમે નીચેની સ્ટેપ્સ દ્વારા તમારી પાસપોર્ટ અરજીની સ્થિતી ઓફલાઇન પણ ચકાસી શકો છો:

  • SMS સેવાઓ (<STATUS FILE NUMBER> 9704100100 પર મોકલો).

  • નેશનલ કોલ સેન્ટર (સંપર્ક નંબર – 18002581800).

  • તમારા સ્થાનિક પાસપોર્ટ સેવા કેન્દ્રની રુબરું મુલાકાત લો

ભારતમાં કેટલા પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે?

 

ભારતમાં અંદાજે 81 પાસપોર્ટ સેવા કેન્દ્રો છે. ભારતમાં અન્ય પાસપોર્ટ કચેરીઓની ઉપલબ્ધતા પર એક નજર નાખો:

પાસપોર્ટ કચેરીઓ ભારતમાં ઉપલબ્ધતા
પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર 424
પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ 36
પાસપોર્ટ સેવા નાના કેન્દ્ર 15

તમે પાસપોર્ટ સેવા પોર્ટલ દ્વારા તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રના સ્થાન ને ઓનલાઇન શોધી શકો છો.

ભારતના દરેક શહેરમાં ઉપલબ્ધ પાસપોર્ટ સેવા કેન્દ્રનો હેતુ તે ચોક્કસ વિસ્તારમાં પાસપોર્ટની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે તે જાણવું અને તેના દ્વારા પાસપોર્ટ માટે અરજી કરવી તે સરળ અરજી પ્રક્રિયા માટે જરૂરી છે. વધુમાં, ઓનલાઇન પ્લેટફોર્મે વર્તમાન વૈશ્વિક આરોગ્ય સંકટ સમયે સંપર્ક રહિત પાસપોર્ટ-સંબંધિત સેવાઓનો લાભ લેવાનું અનુકૂળ બનાવ્યું છે.

પાસપોર્ટ સેવા કેન્દ્ર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમે એપોઈન્ટમેન્ટ વિના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો?

તમે માત્ર ઈમરજન્સી, બિમારીના કારણોસર અને અન્ય પૂર્વ-મંજૂર કેસ માટે એપોઇન્ટમેન્ટ વિના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. યાદ રાખો કે તમને સેવાઓ આપવાનું પાસપોર્ટ અધિકારીની મુનસફી પર આધારિત છે.

પાસપોર્ટ અરજીની માન્યતા શું છે?

જો કોઈ અરજદાર અરજી ફોર્મ ઓનલાઇન સબમિટ કર્યાના 90 દિવસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવામાં નિષ્ફળ જાય, તો તેણે નવી અરજી કરવાની ફરજિયાત છે.

શું કોઈ અન્ય વ્યક્તિની પાસપોર્ટ અરજી PSK પર સબમિટ કરી શકે છે?

ના, PSK પર અન્ય વ્યક્તિની પાસપોર્ટની અરજી સબમિટ કરી શકતો નથી. અરજી સબમિટ કરતી વખતે અરજદારે રૂબરૂમાં હાજર રહેવું જરુરી છે.