Select Number of Travellers
મોટર
હેલ્થ
મોટર
હેલ્થ
More Products
મોટર
હેલ્થ
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
શેંગેન વિઝા શેંગેન ઝોનમાં આવતા કોઈપણ સભ્ય રાજ્યોમાં રહેવા અથવા મુસાફરી કરવાની પરવાનગી આપે છે. તેથી જો તમે ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, વગેરે જેવા દેશોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમે કદાચ શેંગેન વિઝા માટે અરજી કરશો.
આ વિઝા કરતી વખતે, એકવાર દસ્તાવેજીકરણ થઈ જાય પછી તમારે ઈન્ટરવ્યુ માટે હાજર થવું પડશે. શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતના કોઈપણ ગેરકાયદેસર ઇરાદાને શોધી કાઢવા અને વિઝાને નકારવાનો છે.
અહીં સૌથી સામાન્ય પ્રશ્નો અને તેમને જવાબ આપવા માટેની ટિપ્સની વિગતવાર માહિતી છે.
શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નો સામાન્ય રીતે તમારી મુલાકાતના ઉદ્દેશ્ય, રોકાણનો સમયગાળો અને અન્ય વિગતોને લગતા હોય છે. આ ઇન્ટરવ્યુને ક્રેક કરવાની ચાવી બધા પ્રશ્નોના જવાબ આપતી વખતે પ્રામાણિક, શાંત રહીને વાતચીત કરવી છે.
કેટલાક સૌથી સામાન્ય શેંગેન વિઝા ઇન્ટરવ્યુ પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે -
કામ, અભ્યાસ, હોલિડે, બિઝનેસ અથવા મેડિકલ સારવાર કે અન્ય કોઈ જે કોઈ મુલાકાતનો ઉદ્દેશ્ય હોય તે ઇન્ટરવ્યુ લેનાર અધિકારીને જણાવો. તમે આ પ્રશ્નનો જવાબ આપો ત્યારે કોઈપણ પ્રકારની ખચકાટ અનુભવશો નહિ.
તમે જે સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તેના મૂળભૂત ઠેકાણા વિશે તમારે જાણવું જોઈએ. તેથી, અગાઉથી દેશ વિશે થોડું રિસર્ચ કરવાની ખાતરી કરો.
ઉદાહરણ તરીકે, જો તે શેંગેન સ્ટુડન્ટ વિઝા ઈન્ટરવ્યુનો પ્રશ્ન છે, તો તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તેના વિશે વાત કરો, તમે જે કારકિર્દીની તકોની રાહ જોઈ રહ્યા છો તે વિશે વાત કરો.
તેનાથી વિપરીત, શેંગેન બિઝનેસ વિઝા ઇન્ટરવ્યુ પ્રશ્નો સમયે તમે જે માર્કેટમાં રોકાણ કરવા તૈયાર છો તેના વિશે અથવા વૃદ્ધિની સંભાવના તમારા દેશથી કેવી રીતે અલગ છે તેના વિશે વાત કરો.
સ્પષ્ટ હા અથવા ના સાથે આનો જવાબ આપવામાં ઉતાવળ કરો. લગ્નની તારીખ અને વર્ષ યાદ રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી તમે વિશ્વાસપાત્ર લાગો. પછી, તમારા જીવનસાથી અને તેમના પ્રોફેશન વિશે થોડી વાત કરો. જો તમારી પત્ની તમારી સાથે મુસાફરી કરી રહી હોય તો હા કહો. ના કિસ્સામાં, કારણ સ્પષ્ટપણે જણાવો.
તમે બીજા દેશમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે જે સ્થાનો પર રોકાવાના છો તે સ્થાનોનું અગાઉથી પ્લાનિંગ કરેલું હોવું જોઈએ. વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન આ બાબતે સારી રીતે વાતચીત કરો.
અરજદારની નાણાકીય પૃષ્ઠભૂમિને સમજવા માટે શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા સૌથી સામાન્ય પ્રશ્નો પૈકી એક છે. દેશની મુલાકાત દરમિયાન તમે જે અંદાજિત રકમ ખર્ચવાનું આયોજન કરી રહ્યાં છો તે ઇન્ટરવ્યુઅરને જણાવો. જો થર્ડ પાર્ટી તેને સ્પોન્સર કરે છે તો ભંડોળના સ્ત્રોતનો ઉલ્લેખ કરો. જો તમે રકમ જાતે ચૂકવી રહ્યા હોવ, તો જણાવો કે તમારી પાસે સ્થિર આવકનો સ્ત્રોત છે અને પર્યાપ્ત બચત પણ છે.
તમારો જવાબ સ્પષ્ટ હા હોવો જોઈએ. વધુમાં, એવા કારણો જણાવો કે જે તમને તમારા વતનમાં પાછા આવવાની ફરજ પાડશે. આમાં તમારું કુટુંબ, પ્રોપર્ટી, નોકરી અને અન્ય વ્યાવસાયિક અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત, કહો કે તમે કાયદાનું પાલન કરનાર નાગરિક છો અને તમે વિઝાની મર્યાદાઓને સંપૂર્ણપણે સમજો છો.
આ શેંગેન વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ પ્રશ્નોનો એક ભાગ છે, જ્યાં તમારે તમારી શિષ્યવૃત્તિની ડિટેલ્સ, તે કયા ખર્ચને કવર કરશે અને સમયગાળો ઉલ્લેખ કરવાની જરૂર છે. ઉપરાંત, તમને ઓફર કરવામાં આવેલ શિષ્યવૃત્તિના વિવિધ કલમોની ચર્ચા કરો.
જો તમારી પાસે શિષ્યવૃત્તિ ન હોય, તો ઇન્ટરવ્યુઅરને જણાવો કે તમે વિદેશમાં તમારા અભ્યાસ માટે કેવી રીતે ચૂકવણી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો.
અહીં, યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ ગ્રોથ માટેના પાસાઓ વિશે વાત કરો. પછી, ઇન્ટરવ્યુઅરને તમારી કારકિર્દીની વૃદ્ધિમાં વધારો કરે તેવા તમારા રસના ક્ષેત્ર વિશે અને તમે કેવી રીતે સંસ્થા શોધી રહ્યા છો તે વિશે જણાવો. ઉપરાંત, તમે જ્યાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હતા તે અન્ય સ્થાનો અને તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે તેની ખાસ વિશિષ્ટ સુવિધાઓ વિશે પણ વાત કરો.
મુલાકાતમાં તમારી સાથે કોણ છે તે વિશે તેમને જાણ કરો. ઉપરાંત, તેમની મુલાકાત પાછળનું કારણ જણાવો. ઉદાહરણ તરીકે, જો તમે ટૂરિસ્ટ વિઝા પર જઈ રહ્યા હોવ, તો જણાવો કે અન્ય વ્યક્તિ તમારા જેવા જ કારણસર જઈ રહી છે. જો તમે બિઝનેસ વિઝા પસંદગ કરી રહ્યા હોવ તો મુલાકાત પાછળનો ઉદ્દેશ્ય જણાવો. આનો જવાબ આપતી વખતે તમારે અચકાવું નહિ અને સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે તૈયાર હોવું જોઈએ.
જો તમે કોઈ સંસ્થા માટે કામ કરો છો, તો જોબ પ્રોફાઇલ મુજબ તમારી વાર્ષિક આવક જણાવો. જો તમે સ્વ-રોજગારિત છો, તો અંદાજિત આંકડો આપો. આ એક પર્સનલ પ્રશ્ન જેવો લાગશે, પરંતુ કોઈપણ વિઝા ઇન્ટરવ્યુ માટે તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તેથી, તમે જે રકમનો ઉલ્લેખ કરો છો તેની ખાતરી કરો, કારણ કે તે વિઝા મંજૂરીઓને ખૂબ અસર કરે છે.
અહીં, તમારા જોબ રોલ વિશે વાત કરો. તમે એક જ ક્ષેત્રમાં કેટલા સમયથી કામ કરી રહ્યા છો. ઉપરાંત, તમારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ શું હતી અને તમે અત્યારે જે કામ કરી રહ્યા છો તેનાથી તે કેવી રીતે સંબંધિત છે. વધુમાં, તમારી પ્રોફેશનલ કારકિર્દીમાં તમે જે અનુભવ ધરાવો છો અને તમને મળેલા કોઈપણ તાજેતરના પ્રમોશન વિશે વાત કરો. છેલ્લે, તમે જેની સાથે સંકળાયેલા છો તે કંપનીની પૃષ્ઠભૂમિ વિશે વાત કરો અને તેણે તમને પાછલા વર્ષોમાં કેવી રીતે સફળ થવામાં મદદ કરી છે તેની ચર્ચા કરો.
તમે નોકરી કરો છો અને આર્થિક રીતે સ્થિર છો તેવી ખાતરી ઇન્ટરવ્યુઅરને આપવા માટે તમારી પાસે બેંક સ્ટેટમેન્ટ હોવાની અપેક્ષા રાખવામાં આવશે. તેથી, તમે તમારી જાતે દેશમાં રહેવાના ખર્ચનું સંચાલન કરી શકો છો.
તમે જે વિઝા માટે એપ્લિકેશન કરી છે તે પ્રમાણે આ પ્રશ્નનો જવાબ આપો. દરેક પ્રકારના વિઝા એપ્લિકેશનમાં અમુક મર્યાદાઓ હોય છે અને તમારે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો શેંગેન ટૂરિસ્ટ વિઝા ઇન્ટરવ્યુ સંબંધિત પ્રશ્નો અને જવાબો છે તો તેમને જણાવો કે તમે ટૂરિસ્ટ વિઝા હેઠળના પ્રતિબંધોને સમજો છો અને ત્યાં કોઈ રોજગારની શોધ કરશો નહીં.
જો કે, જો તમે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી રહ્યા હો, તો જોબ/ઇન્ટર્નશિપ પસંદ કરવાની ભાવિ શક્યતાઓની ચર્ચા કરો.
શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા આ અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નો છે. તમે રજા માટે અરજી કરતા હોવાથી તેની મંજૂર નકલ લાવવાની ખાતરી કરો અને તેને આ પ્રશ્નના જવાબ તરીકે રજૂ કરો. ઇન્ટરવ્યુ લેનારને જે પણ માહિતીની જરૂર હોય તે મળશે.
જો તમારી પાસે પહેલેથી જ ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ છે, તો તેના કવરેજની વિગતો સાથે તેનો ઉલ્લેખ કરો. તેનાથી વિપરીત, જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ન હોય તો ના કહો. તમે કહી શકો છો કે તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સનું મહત્વ અને સલામતી સમજો છો અને તમે ત્યાં જતા પહેલા એક ઇન્શ્યુરન્સ લેવાનું વિચારી શકો છો.
શેંગેન વિસ્તારની મુલાકાત માટે તમને ઉલ્લેખિત સમયની જ શા માટે જરૂર પડશે તે સમજાવીને આનો જવાબ આપો. આ વિઝાના પ્રકારોમાં અલગ-અલગ હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતી વ્યક્તિઓ અભ્યાસ કરવા નક્કી કરેલ કોર્સનો સમયગાળો જણાવી શકે છે. તેવી જ રીતે, જો તે શેંગેન ટૂરિસ્ટ વિઝા ઇન્ટરવ્યુ પ્રશ્નોમાંથી એક છે, તો તમે સમગ્ર પ્રદેશના ટૂરિસ્ટ સ્થળો જણાવી શકો છો જેની મુલાકાત માટે ચોક્કસ સમય લાગશે.
શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા સૌથી સામાન્ય છતાં મહત્વપૂર્ણ પ્રશ્નો પૈકી આ એક છે. જો ત્યાં કોઈ ઓળખીતું ન રહેતું હોય તો ના કહો. જોકે જો તમારું કુટુંબ અથવા મિત્રો ત્યાં રહેતા હોય તો તેમના નામનો યોગ્ય રીતે ઉલ્લેખ કરો. તમારે તેમના વિશે કેટલીક વિગતો પણ શેર કરવી આવશ્યક છે.
તમે જે વિઝા માટે અરજી કરી રહ્યાં છો તે મુજબ આનો જવાબ આપો. ઉદાહરણ તરીકે, જો ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરી છે તો કહો કે તમે કોઈ અન્ય સમયે ફરી અરજી કરશો. જો સ્ટુડન્ટ વિઝા છે તો કહો કે તમારી પાસે દેશમાં જ અન્ય વિકલ્પો છે.
આ પ્રશ્ન માટે, તમારો જવાબ સ્પષ્ટ ના હોવો જોઈએ.
તમારો જવાબ હા અથવા ના હોવો જોઈએ. જો તમારે બાળકો હોય, તો તેમના વિશે વાત કરો એટલે કે, તેઓ કેટલી ઉંમરના છે, તેઓ જીવનમાં શું કરી રહ્યા છે વગેરે. તેમના વિના મુસાફરી કરવાના કારણોનો પણ ઉલ્લેખ કરો.
શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા આ કેટલાક સામાન્ય પ્રશ્નો છે, જે તમને ઇન્ટરવ્યુમાં સરળતાથી પસાર થવામાં મદદ કરશે. જોકે અધિકારીઓ હંમેશા આ જ પ્રકરના પ્રશ્નોની રચના કરતા નથી. અનેક કિસ્સામાં સવાલો અલગ હશે, વિવિધતા હોઈ શકે છે તેથી વ્યક્તિએ તે મુજબ તૈયાર રહેવું જોઈએ.
શેંગેન વિઝા ઇન્ટરવ્યુ પ્રશ્નોના જવાબ આપતી વખતે ધ્યાનમાં રાખવા માટેની કેટલીક ટિપ્સ અહીં જણાવી છે -
શેંગેન વિઝા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવનારા સંભવિત પ્રશ્નો સંદર્ભે આવા વિગતવાર જ્ઞાનથી સજ્જ તમારા મગજને આત્મવિશ્વાસને વધારવામાં અને તેને સરળતાથી ક્રેક કરવામાં મદદ કરશે. ઉપરાંત, સારા ઉપયોગ માટે વધારાની ટિપ્સ લેવાનું ભૂલશો નહીં!
Please try one more time!
અસ્વીકરણ -
તમારી પોલિસી તમારા પોલિસી શેડ્યૂલ અને પોલિસી વર્ડિંગમાં દર્શાવેલ નિયમો અને શરતોને આધીન છે. કૃપા કરીને દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો.
દેશો, વિઝા ફી અને અન્ય વિશે અહીં ઉલ્લેખિત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે. ડિજીટ ઈન્સ્યોરન્સ અહીં કંઈપણ પ્રોત્સાહન કે ભલામણ કરતું નથી. તમે તમારી ટિકિટ બુક કરો, વિઝા માટે અરજી કરો, ટ્રાવેલ પોલિસી ખરીદો અથવા અન્ય કોઈ નિર્ણય લો તે પહેલાં કૃપા કરીને તેની ચકાસણી કરો.
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 28-08-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (અગાઉ ઓબેન જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે) - રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું - 1 થી 6 ફ્લોર, અનંતા વન (AR વન), પ્રાઈડ હોટેલ લેન, નરવીર તાનાજી વાડી, સિટી સર્વે નંબર 1579, શિવાજી નગર, પુણે -411005, મહારાષ્ટ્ર | કોર્પોરેટ ઓફિસ સરનામું - એટલાન્ટીસ, 95, 4th B ક્રોસ રોડ,કોરમંગલા ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ, 5th બ્લોક, બેંગ્લોર-560095, કર્ણાટક | ઉપર દર્શાવેલ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.નો ટ્રેડ લોગો ગો ડિજીટ એલએનફોવર્કસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનો છે અને લાયસન્સ હેઠળ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.