ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ

જાણો શુ છે ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ જે OD ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે મેળવો તેના વિશે માહિતી

જેવું નામ તેવું કામ, ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ એક કસ્ટમાઇઝ કરેલી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ખાસ તમને તેમજ તમારા વીમા ધરાવતા વાહનને તમારા પોતાના નુકસાનથી સુરક્ષા આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

ચલો થોડું રમૂજી પણ સાચું ઉદાહરણ લઈએ; માની લો કે તમારી કાર તેની જગ્યાએ પાર્ક કરેલી છે અને અચાનક નજીક આવેલા ઝાડની ડાળખી તેના પર પડે છે અથવા તેનાથી પણ વધારે ખરાબ નુકસાન કરે છે, તમારા પાડોશીનો ક્રિકેટ બૉલ એક બારી પર લાગે છે અને નુકસાન થાય છે, એક નારિયેળ પડે છે અને તેનાથી નિશાન પડી જાય છે.

વાર્તા તરીકે આ રમૂજી છે, પણ નીરિક્ષણ કરતાં મોટું નુકસાન વાસ્તવિક જીવનમાં ભોગવવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ તમને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

વધુ જાણો:

ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ લેવા માટે કોણ યોગ્યતા ધરાવે છે?

સપ્ટેમ્બર 2019થી, હવે ઇન્શ્યોરન્સ કંપનીઓ કાર અને ટૂ- વ્હીલર વાહનો માટે માત્ર ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ આપી શકે છે. આ એવા વાહનો હોય છે જેમની પાસે પહેલેથી થર્ડ પાર્ટી કાર કે બાઇક ઇન્શ્યોરન્સ હોય છે.

ઉદાહરણ તરીકે ; ઘણા કાર અને બાઇક માલિકોએ વાહન ખરીદતા સમયે (ખાસ કરીને એ લોકો જેમણે વાહન માર્ચ 2019માં લીધું) લાંબા ગાળાની થર્ડ પાર્ટી પૉલિસી ખરીદી છે, તે લોકો હવે ખાલી ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ કવર લઈ શકે છે જેનાથી તેમના પોતાના નુકસાનને પણ કવર મળી શકે.

નોંધ : જ્યારે તમે એક ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ લો છો, ત્યારે તમે અપ્રત્યક્ષ રૂપે પુષ્ટિ કરો છો કે તમારી પાસે પહેલેથી થર્ડ પાર્ટી પૉલિસી છે (કેમ કે તે ઇન્ડિયન મૉટર લૉ પ્રમાણે કાયદેસર છે). તે ડિજીટ (Digit) ઇન્શ્યોરન્સમાંથી લીધેલી હોઈ શકે અથવા અન્ય કોઈ વીમાદાતા પાસેથી.

કોણે એકલું ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ લેવું જોઈએ?

જો તમે હાલ જ ડીજીટ(Digit) પાસેથી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લીધું છે, તો તમે હવે એકલું ઑન ડેમેજ કવર પણ લઈ શકો છો જેનાથી તમારા પોતાના વાહનને તમે નુકસાનથી બચાવી શકો.

જો તમે હાલ જ એક વાહન ખરીદ્યું છે અને તેના પછી બીજા વીમાદાતા પાસેથી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લીધું છે, તો પણ તમે ડીજીટ(Digit) પાસેથી એકલું ઑન ડેમેજ (OD)કવર પસંદ કરી શકો છો. તેનાથી તમારા વાહનને અકસ્માત, પ્રાકૃતિક આપદા, ચોરી જેવી વસ્તુઓની સામે કવર આપી શકો છો. તમે ઍડ-ઓન કવર લઈને તમારું કવરેજ વધારી પણ શકો છો.

ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સમાં શું કવર થાય છે?

શું કવર મળતું નથી?

તમારા બાઇકની પૂર્ણ સુરક્ષા માટે ઑન ડેમેજ કવર શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં પણ કેટલીક વસ્તુઓ છે જે કવર થતી નથી.

ત્રીજા પક્ષને દેવું

આ માત્ર ઑન ડેમેજ (Own damage) ઇન્શ્યોરન્સ પૉલિસી છે. એટલે ત્રીજા પક્ષને થયેલા નુકસાનની ભરપાઈ માટે કવર મળતું નથી. તેના માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કામ લાગશે.

નશો કરીને વાહન ચલાવવું

આ કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય નથી. એટલે જો તમે બાઇક ચલાવતા સમયે નશામાં હશો, તો ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં થઈ શકે.

લાઇસન્સ વગર વાહન ચલાવવું

જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વાહન ચલાવે તો કોઈ પણ બાઇક ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ સ્વીકાર કરતી નથી. એટલે ક્લેમ ત્યારે જ થઈ શકે છે જ્યારે વાહનચાલક પાસે માન્ય ટૂ-વ્હીલર લાઇસન્સ હોય.

ઍડ-ઓન લેવાયા નથી

આ તો સ્વાભાવિક છે, હે ને? જો તમે કોઈ ચોક્કસ ઍડ-ઓન નથી લીધું, તો સ્વાભાવિક છે કે તમે કોઈ ફાયદા માટે ક્લેમ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, ટાયરને સુરક્ષા આપતું કવર લીધા વગર, તમારા ટાયર માત્ર અકસ્માત દરમિયાન કવર થશે એના સિવાય નહીં.

અનુવર્તી નુકસાન

આ એ પ્રકારનું નુકસાન છે જે અકસ્માત બાદ થાય છે. દુર્ભાગ્યપણે, તમારી બાઇકને એ નુકસાનનું કવર નહીં મળે જે અકસ્માત સમયે ન થયું હોય.

બેદરકારીનો ફાળો

સાદા શબ્દોમાં સમજીએ, તો તેનો મતલબ છે કે તમારી બાઇકને કવર નહીં મળે જો તમે કંઈક એવું કર્યું છે જે તમારે ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે તમારા ગામમાં પૂર આવ્યું છે અને તે છતાં તમે બાઇકને બહાર લઈ ગયા જેનાથી નુકસાન થવાનું જ હતું.

લાઇસન્સ ધારક વગર વાહન ચલાવવું

કાયદા પ્રમાણે, જો તમારી પાસે લર્નીંગ લાઇસન્સ છે તો તમારી સાથે કોઈ લાઇસન્સ ધારક હોવું જરૂરી છે. જો તેવું નથી, તો તમારું ઑન ડેમેજ(OD) ક્લેમ મંજૂર થશે નહીં.

ઑન ડેમેજ ઇન્શ્યોરન્સની સાથે ઉપલબ્ધ ઍડ-ઓન

  • શૂન્ય ભાવકપાત કવર
  • ઍન્જિન અને ગીયર બૉક્સ સુરક્ષા કવર
  • ભાંગતોડ થાય તો મદદ
  • કન્ઝ્યુમેબલ કવર
  •  રિટર્ન ટૂ ઇનવોઇસ કવર
  • ટાયર પ્રોટેક્સ કવર (માત્ર કાર માટે)
  • યાત્રી કવર (માત્ર કાર માટે)

ઑન ડેમેજ પ્રીમિયમ શું છે?

ઑન ડેમેજ પ્રીમિયમ એ તે કિંમત છે જે તમે તમારા ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ માટે ચૂકવો છો. તેના માટે પ્રીમિયમની રકમ તમારી માલિકી ધરાવતા વાહન, તેની ઉંમર અને જે શહેરમાં તમે તેને વાપરો છો તેના પર આધારિત હોય છે,

જોકે, તમારા પ્રીમિયમની રકમ ગમે તેટલી હોય, દરેક ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ પૉલિસી નીચે આપેલી દરેક ઘટનાઓમાં સુરક્ષા આપે છે :

  • બહારની વસ્તુઓ દ્વારા આકસ્મિક નુકસાન
  • ઘરફોડી, ચોરી અને લૂટ
  • આગ, ધમાકા, વિસ્ફોટ, વીજળી અને આપમેળે સળગી જવું.
  • પૂર, તોફાન, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી પ્રાકૃતિક આપદા
  • ભૂકંપ, ભૂસ્ખલન અને ખડકો પડવી
  • રેલ, રોડ, હવા કે પાણીના માર્ગે પરિવહન
  • આતંકવાદી હુમલા, રમખાણ અને હડતાળ અથવા મિશ્રિત નુકસાન

ઑન ડેમેજ પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવે છે?

ફૉર વ્હીલર કે ટૂ વ્હીલર માટે ઑન ડેમેજ પ્રીમિયમ નીચે આપેલી વસ્તુઓ પર આધારિત હોય છે :

  • વાહનની બનાવટ, પ્રકાર અને ઉંમર
  • વાહનનું જાહેર કરેલું મૂલ્ય
  • ઍન્જિનની ક્યુબિક કૅપેસિટી (cc)
  • ભૌગોલિક વિસ્તાર

થોડું ગણિતની દૃષ્ટિએ ઑન ડેમેજ  પ્રીમિયમની ગણતરી સમજીએ, પરંતુ તેના પહેલાં ગણતરીનો આધાર સમજવો જરૂરી છે.

OD પ્રીમિયમ - IDV X [પ્રીમિયમનો ભાવ (વીમાદાતા દ્વારા નક્કી થયેલો)] + [ઍડ-ઓન (ઉદાહરણ તરીકે બોનસ કવરેજ)] – [છૂટ અને ફાયદા (નો ક્લેમ બોનસ, ચોરીમાં છૂટ, વગેરે.)]

IDV – વાહનનો શો રૂમમાં ભાવ + ઍક્સેસરીનો ભાવ (જો હોય તો) -  (IRDAI) પ્રમાણે ભાવ કપાત

ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેવી રીતે ઘટાડવો?

  • સ્વૈચ્છિક કપાતપાત્ર વધારો -  ઇન્શ્યોરન્સમાં ‘સ્વૈચ્છિક કપાત’ હોય છે, તે એ પૈસા હોય છે જે તમે ક્લેમ દરમિયાન ભરો છો. એટલે તમારી શક્યતાના આધારે તમે સ્વૈચ્છિક કપાતની ટકાવારી વધારી શકો છો, સીધું તમારું ઑન ડેમેજ(OD) પ્રીમિયમ ઓછું થઈ જશે.
  • સાચું IDV જાહેર કરો - જ્યારે તમે ડીજીટ(Digit) સાથે ઑન ડેમેજ(OD) કવર ખરીદો છો, તમને IDV કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ મળે છે. તેની સાથે, તમે સુનિશ્ચિત કરી શકો છો કે સાચું આઈ. ડી.વી.(IDV) બતાવવામાં આવ્યું છે કેમ કે તેનાથી તમારું ઑન ડેમેજ(OD) પ્રીમિયમ અને ક્લેમ દરમિયાન મળતી રકમ બંને નક્કી થાય છે.
  • NCB ટ્રાન્સફર કરવાનું ન ભૂલો - જો તમારી પાસે ઑન ડેમેજ કે સર્વાગ્રહી (Comprehensive) મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હતી, તો સુનિશ્ચિત કરો કે તમે તમારા એન.સી.બી.  NCB વર્તમાન પૉલિસીમાં ટ્રાન્સફર કરો છો, જેનાથી તમને સંચિત છૂટ મળે

થર્ડ પાર્ટી પ્રીમિયમ અને ઑન ડેમેજ પ્રીમિયમ વચ્ચે અંતર

આપણે જાણીએ છીએ કે મૉટર વ્હીકલ ઍક્ટ, 1988 પ્રમાણે ભારતમાં આપણી પાસે બે પ્રકારની પૉલિસી છે. એક સર્વાગ્રહી પૉલિસી હોઈ શકે જેમાં ઑન ડેમેજ પણ હોય અને દેવાનું કવર પણ હોય. અન્ય પ્રકાર હોય છે માત્ર થર્ડ પાર્ટી લાયાબિલીટી પૉલિસી. વર્ષોથી, દેવાના ક્લેમ વધ્યા છે તેના કારણે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં વધારો નોંધાયો છે.

થર્ડ પાર્ટી પ્રીમિયમ ઑન ડેમેજ પ્રીમિયમ
ગણતરીનો આધાર તે વાહનની ક્યુબિક કૅપેસિટી પર આધારિત હોય છે અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા નક્કી થયેલું હોય છે. ઑન ડેમેજ પ્રીમિયમ વાહનના આઇ. ડી.વી.(IDV), કયા વર્ષમાં ખરીદાયું, સ્થળ અને પ્રકાર પર આધાર રાખીને ગણવામાં આવે છે.
સ્થિરતા થર્ડ પાર્ટી પ્રીમિયમ રેગ્યુલેટર IRDAI દ્વારા વધારી શકાય છે અને ઘટાડી શકાય છે. વાહનની કિંમત વર્ષો જતાં ઘટતી જશે તેની સાથે ઑન ડેમેજ પ્રીમિયમ પણ ઘટતું જશે.
મોટર પ્રીમિયમમાં ભાગ સર્વાગ્રહી હોય કે એકલું, મૉટર પૉલિસીમાં નક્કી થયા પ્રમાણે હંમેશાં શૅર રહેશે મૉટર પૉલિસી પ્રીમિયમમાં તેનો શૅર બની શકે છે અને બની શકતો પણ નથી
એ અમારી ચેતના છે જે અમને હંમેશાં સાવધાનીના પગલાં લેવા માટે ચેતવે છે. જ્યારે આપણે રસ્તા પર ચાલી રહ્યાં હોઈએ છીએ ત્યારે બધું આપણાં નિયંત્રણમાં હોતું નથી. એના માટે, સમજદાર બનવું સારું છે અને એક સર્વાગ્રહી મૉટર પૉલિસી લેવી જોઈએ જેનાથી કપરા સમયે નાણાંકીય ભાર વધવાથી રોકી શકાય.

મારે શું લેવું જોઈએ?

ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અથવા સર્વાગ્રહી ઇન્શ્યોરન્સ?

તે એના પર આધારિત છે કે તમે કેવા પ્રકારનું કવરેજ અને સુરક્ષા તમારા વાહન અને ખિસ્સાને પરવળે તેમ છે. સૌથી શ્રેષ્ઠ હશે કે તમે સર્વાગ્રહી ઇન્શ્યોરન્સ લો કેમ કે તેનાથી ફરજિયાત પૉલિસી પણ મળે છે, થર્ડ પાર્ટીને નુકસાનનું વળતર પણ મળે છે અને તમારા પોતાના નુકસાનનું પણ વળતર મળે છે.

જોકે, તમારી પાસે જો પહેલેથી માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે, તો તમે સરળતાથી તમારા વાહનના પૂર્ણ કવરેજ માટે ઑન ડેનેજ(OD) ઇન્શ્યોરન્સ લઈ શકો છો.

ક્લેમના સમયે કવરેજ માટે કુલ રકમ જે ઑફર કરવામાં આવી છે, તે પૉલિસીની શરતો પર અને તમારા ઇન્શ્યોરન્સ પ્લાન પર આધારિત હશે. દર વર્ષે કવરેજને વધારવામાં આવે છે અને ઑન ડેમેજ પ્રીમિયમ બદલે છે કેમ કે વાહનનું મૂલ્ય પણ ઘટતું જાય છે.

ભારતમાં ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ મુદ્દે FAQs

વીમામાં ઑન ડેમેજ(OD)નો શું મતલબ છે?

વીમામાં ઑન ડેમેજ(OD)નો મતલબ થાય છે પોતાને થતું નુકસાન. તે દર્શાવે છે કે તે તમારા પોતાના વાહનને થતાં નુકસાનને કવર આપે છે.

ઑન ડેમેજ(Od) વીમો લેવા માટે કોણ યોગ્યતા ધરાવે છે?

કોઈ પણ વ્યક્તિ જેની પાસેથી માન્ય થર્ડ પાર્ટી મૉટર ઇન્શ્યોરન્સ છે તે એકલું ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે જેનાથી તેના પોતાના વાહનને નુકસાન સામે કવર મળી શકે.

કેટલા અલગ અલગ પ્રકારની મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપલબ્ધ છે?

મુખ્યત્વે ત્રણ પ્રકારના મૉટર ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે જે તમે ખરીદી શકો છો. થર્ડ પાર્ટી મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી, સર્વાગ્રહી  અથવા સ્ટાન્ડર્ડ મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી અને ઑન ડેમેજ મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી.

શું ઑન ડેમેજ(OD) વીમો કાયદા દ્વારા ફરજિયાત છે?

ના, કાર કે બાઇક માટે ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી પણ તમારા વાહનને સુરક્ષા આપવા માટે તેને લેવાની સલાહ આપવામાં આવે છે. મૉટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે, દરેક વાહન માટે સામાન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તેની સાથે તમે ત્રીજા પક્ષના દેવા અને પોતાને થતાં નુકસાનના કવર માટે સર્વાગ્રહી ઇન્શ્યોરન્સ લઈ શકો છો. આ બધું એક પૉલિસીમાં મળશે.

ઑન ડેમેજ(OD) વીમો ક્યારથી લાગુ થયો?

એકલો ઑન ડેમેજ(OD) વીમો IRDA દ્વારા સપ્ટેમ્બર 2019માં રજૂ કરવામાં આવ્યો હતો. તે માર્ચ 2019માં (કાયદા પ્રમાણે) લાંબા ગાળાની થર્ડ પાર્ટી પૉલિસી ધરાવતા કાર અને બાઇકના માલિકોને મદદ કરવા માટે રજૂ કરાયો હતો જેથી તેઓ પોતાનાં નુકસાનને પણ કવર કરી શકે. એની સાથે આ કવર એ દરેક માટે ઉપલબ્ધ છે જેની પાસે સક્રિય થર્ડ પાર્ટી મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોય.

જો મારો થર્ડ પાર્ટી વીમો જૂનમાં સમાપ્ત થઈ રહ્યો હોય તો પણ હું ઑન ડેમેજ(OD) પૉલિસી લઈ શકું?

હા, જો તમારી થર્ડ પાર્ટી પૉલિસી આગામી ચાર મહિનામાં સમાપ્ત થઈ રહી નથી, તો તમે ઑન ડેમેજ(OD) પૉલિસી લઈ શકો છો.