ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર: કેવી રીતે તપાસવો, લાભ અને મહત્વ

એક્સ્પીરિઅન બહુરાષ્ટ્રીય ક્રેડિટ રિપોર્ટિંગ કંપની છે, જે ભારતમાં 2010 માં શરૂ થઈ હતી. તે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશમાં લાયસન્સ પ્રાપ્ત ચાર ક્રેડિટ બ્યુરોમાંથી એક છે. તે ગ્રાહકોને તેમની ક્રેડિટ યોગ્યતાને માપવામાં મદદ કરવા અને તેમની ક્રેડિટ પ્રવૃત્તિઓને વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવા માટે વ્યક્તિગત અને વ્યવસાયિક ક્રેડિટ સ્કોર પ્રદાન કરે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર શું છે?

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર 300 અને 850ની વચ્ચેનો ત્રણ-અંકનો નંબર છે. ક્રેડિટ માહિતી કંપની દ્વારા તેની ગણતરી વ્યક્તિના બિલ, ક્રેડિટ વપરાશ, લોન અરજીઓ અને ચુકવણીના ઇતિહાસ સહિતના પરિબળોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે.

વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેમની "ક્રેડિટ યોગ્યતા" અથવા ક્રેડિટ કાર્ડ અને લોન માટે મંજૂરી મેળવવાની તેમની યોગ્યતા દર્શાવે છે. ઉચ્ચ એક્સ્પીરિઅન સ્કોર રાખવાથી આ મંજૂરીઓ તેમજ અન્ય લાભ મેળવવાની તમારી તકોમાં સુધારો થઈ શકે છે કારણ કે તમને ચૂકવણીમાં ડિફોલ્ટ થવાનું ઓછું જોખમ ધરાવતા જવાબદાર ક્રેડિટ વર્તણૂક ધરાવતી વ્યક્તિ તરીકે જોવામાં આવશે.

સારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર શું છે?

ઉપર જણાવ્યા મુજબ એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર 300-850 સુધીની રેન્જનો હોય છે. અહીં, 300 સૌથી ઓછો સંભવિત સ્કોર છે અને 850 સૌથી વધુ સ્કોર છે. સામાન્ય રીતે, ઉચ્ચ સ્કોર સૂચવે છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ વધુ સારી છે.

અહીં એક્સ્પીરિઅન સ્કોરની શ્રેણીઓ અથવા કેટેગરીઓ જણાવેલ છે:

સ્કોર શ્રેણી અર્થ
NA/NH કોઈ સ્કોર નથી તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી નથી.
300-549 નબળો નાણાકીય વ્યવસ્થાપનનો નબળો ઈતિહાસ, ચુકવણી ડિફોલ્ટ્સ અને નબળો ક્રેડિટનો ઉપયોગ વગેરે કારણે તમને ઉચ્ચ જોખમી ગણવામાં આવશે અને ધિરાણકર્તાઓ ક્રેડિટ આપવાથી કે લંબાવવાથી સાવચેત રહેશે.
550-649 વ્યાજબી ચુકવણી ડિફોલ્ટ, અસુરક્ષિત લોન વગેરે પરિબળો દ્વારા તમને ધિરાણકર્તાઓ માટે જોખમ ગણવામાં આવશે કારણ કે તમે ડિફોલ્ટ માટે જવાબદાર હોઈ શકો છો.
650-749 સારો સંતુલિત ક્રેડિટ હિસ્ટરી, નાણાકીય રીતે યોગ્ય નિર્ણયો અને સમયસર ચુકવણીનું પ્રદર્શન તમને ઓછા જોખમવાળા ઉધાર લેનાર તરીકે ગણાવશે અને ધિરાણકર્તાઓ ક્રેડિટ આપશે અથવા લંબાવશે.
750-799 વધુ સારો નાણાકીય વ્યવસ્થાપનની સારી હિસ્ટરી, ધિરાણનો ઉપયોગ અને કોઈ ડિફોલ્ટ વિના નિયમિત ચુકવણી દર્શાવશે કે તમે તમારી ક્રેડિટ યોગ્યતા સાબિત કરી છે. આથી ધિરાણ વધારવાની વાત આવે ત્યારે ધિરાણકર્તાઓ તમને ઓછું જોખમ ગણશે.
800-850 ઉત્તમ/શ્રેષ્ઠ આ એક્સ્પીરિઅન દ્વારા આપવામાં આવતી સર્વોચ્ચ શ્રેણી છે અને લગભગ સંપૂર્ણ ક્રેડિટ રેકોર્ડ ધરાવતી વ્યક્તિ સૂચવે છે જેને ખૂબ જ ઓછું જોખમ ગણવામાં આવશે અને તમને લોન અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારા સોદા મળવાની પણ શક્યતા છે.

સારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર રાખવાનું મહત્વ શું છે?

વ્યક્તિનો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર તેની "ક્રેડિટ યોગ્યતા" પ્રતિબિંબિત કરે છે. આ માત્ર તેમની ઉધાર લીધેલી ક્રેડિટ જેમ કે લોન ચૂકવવાની ક્ષમતાનો સંદર્ભ છે.

તેનો ઉપયોગ બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ જેવી નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજીઓ મંજૂર કરવી કે નહિ અને ખરાબ દેવું અથવા છેતરપિંડીની પરિસ્થિતિઓને ટાળવા માટે નક્કી કરવા વપરાશે તેથી આ સ્કોર મહત્વપૂર્ણ છે.

સારો/ઉચ્ચ ક્રેડિટ સ્કોર આવી અરજીઓને મંજૂર કરવામાં મદદ કરી શકે છે, જ્યારે ખરાબ/ઓછો ક્રેડિટ સ્કોર તમારી લોન અને ક્રેડિટ કાર્ડની અરજીઓ નકારવામાં ફાળો આપી શકે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે?

વ્યક્તિના એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર અને તેમના ક્રેડિટ રિપોર્ટની ગણતરી પાંચ મુખ્ય પરિબળોના આધારે કરવામાં આવે છે. આમાંના દરેક પરિબળ અલગ-અલગ ટકાવારી સાથે તમારા અંતિમ સ્કોરમાં યોગદાન આપશે. તેઓ નીચે મુજબ છે.

પરિબળો ટકાવારી આ પરિબળોને શું અસર કરે છે?
ચુકવણી -ઇતિહાસ 35% તમારા ક્રેડિટ એકાઉન્ટ્સ પર નિયમિત ચુકવણીઓ જેમ કે ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI તમારા સ્કોરને મદદ કરી શકે છે જ્યારે ભૂલી ગયેલ ચુકવણીઓ અથવા ડિફોલ્ટિંગ તમારા સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે.
ક્રેડિટ વપરાશ 30% તમારી કેટલી રકમ બાકી છે, તમારું એકાઉન્ટ બેલેન્સ અને તમે કેટલી ક્રેડિટ લિમિટનો ઉપયોગ કરો છો તે તમામ પરિબળો છે
ક્રેડિટ -ઇતિહાસની લંબાઈ 15% તમારા ક્રેડિટ એકાઉન્ટ્સની સરેરાશ ઉંમર અહીં ગણવામાં આવે છે, જૂના એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ હિસ્ટરી છે.
ક્રેડિટ મિશ્રણ 10% આ તમારી પાસેના ખાતાઓ અથવા ક્રેડિટના પ્રકારોનો સંદર્ભ આપે છે, અસુરક્ષિત લોન (દા.ત. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. કાર લોન અથવા હોમ લોન)નું સારું મિશ્રણ રાખવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે આ મિશ્રણ સૂચવે છે કે તમે બંને પ્રકારોનું સંચાલન કરી શકો છો.
નવી ક્રેડિટ 10% આનો અર્થ છે કે તમે તાજેતરમાં નવી ક્રેડિટ (જેમ કે લોન અથવા ક્રેડિટ કાર્ડ) માટે અરજી કરી છે અથવા તાજેતરમાં નવા ખાતા ખોલ્યા છે. વધુ સંખ્યામાં પૂછપરછ તમારા સ્કોરને નીચે લાવી શકે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો?

તમે ક્યાં ઉભા છો તે જાણવા તમારો ક્રેડિટ સ્કોર સમયાંતરે ચકાસવો મહત્વપૂર્ણ છે. જો તમે લોન અથવા કોઈપણ પ્રકારની ક્રેડિટ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ ચકાસણી ખાસ કરીને મહત્વપૂર્ણ બને છે કારણ કે તે તમને તમે વધુ સારી રીતે તૈયાર કરી શકે છે.

ગ્રાહકોને દર 12 મહિને એક મફત ક્રેડિટ રિપોર્ટ મેળવી શકવાનું RBI દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે અને વધારાના રિપોર્ટ માટે તમે ₹399ની ફી ચૂકવવી પડશે. જોકે તમે કોઈપણ સમયે ક્રેડિટ સ્કોર ચકાસી શકો છો. તમે કઈ રીતે ચકાસી શકો છો તે અહીં દર્શાવાયું છે:

તમારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર ઓનલાઇન ચકાસો

  • સ્ટેપ 1: એક્સ્પીરિઅન વેબસાઇટની વિઝીટ કરો અને "Free Credit Report" બટન પર ક્લિક કરો

  • સ્ટેપ 2: લોગીન કરવા માટે તમારી વિગતો દાખલ કરો, જેમ કે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ.

  • સ્ટેપ 3: ઉપર આપેલ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરી તમે "Get Credit Report" વિકલ્પ પર ક્લિક કરો

  • સ્ટેપ 4: એકવાર તમે લોગીન કરી લો, પછી તમને તમારી જન્મતારીખ, રહેઠાણનું સરનામું અને કોઈપણ સરકાર માન્ય ID કાર્ડ નંબર (PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાબસન્સ, મતદાર ID વગેરે) નો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસવા માટે કહેવામાં આવશે.

  • સ્ટેપ 5: એકવાર આ માહિતીની ચકાસણી થઈ જાય પછી તમને તમારી લોન અને ક્રેડિટ હિસ્ટરી વિશે કેટલાક વધુ પ્રશ્નો પૂછવામાં આવશે.

  • સ્ટેપ 6: આ પૂર્ણ થયા પછી તમને તમારો ક્રેડિટ સ્કોર જનરેટ થશે તે પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. 

  • સ્ટેપ 7: તમે તમારો ક્રેડિટ રિપોર્ટ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકશો.

તમારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ ઓફલાઇન ચકાસો

  • સ્ટેપ 1: એક્સ્પીરિઅન વેબસાઇટની વિઝીટ કરો અને ક્રેડિટ રિપોર્ટ ફોર્મ ડાઉનલોડ કરો

  • સ્ટેપ 2: ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને તેના પર સહી કરવાનું ભૂલશો નહીં

  • સ્ટેપ 3: તમારા ઓળખના પુરાવાના દસ્તાવેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી ઉમેરો, જેમ કે તમારું પાનકાર્ડ, પાસપોર્ટ અને તમારું મતદાર ID. 

  • સ્ટેપ 4: તમારા સરનામાના પુરાવા દસ્તાવેજની સ્વ-પ્રમાણિત ફોટોકોપી પણ ઉમેરો, જેમ કે તમારું ટેલિફોન બિલ, વીજળીનું બિલ, ભાડા કરાર, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ખરીદી ડીડ.

  • સ્ટેપ 5: તમારા એક્સ્પીરિઅન CIR માટે ₹138 ની આવશ્યક ફી NEFT દ્વારા ચૂકવો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ જોડો.

  • સ્ટેપ 6: અંતે, જરૂરી દસ્તાવેજો અને ચુકવણીના પુરાવા સાથે ફોર્મ પોસ્ટ અથવા કુરિયર દ્વારા નીચેના સરનામે મોકલો:

    • એક્સપિરિયન ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ઇન્ડિયા પ્રા. લિ. કન્ઝ્યુમર સર્વિસિસ ઇક્વિનોક્સ બિઝનેસ પાર્ક, ટાવર 3, 5મો માળ, પૂર્વ વિંગ, એલબીએસ માર્ગ, કુર્લા (પશ્ચિમ), મુંબઈ 400070.

  • સ્ટેપ 7: તમને તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ ઈ-મેઈલમાં પ્રાપ્ત થશે

શું તમે તમારા એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરને સુધારી શકો છો?

તમે ઉપરના મુદ્દાઓ પરથી જોઈ શકો છો કે સારો ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે. સદભાગ્યે નીચે પ્રમાણે થોડા જરૂરી પગલાં લઈને તમારા એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરને વધુ સારો બનાવો એકદમ સરળ છે:

  • તમારા બિલો સમયસર ચૂકવો કારણકે એક કે બે ચૂકી ગયેલી ચૂકવણી પણ તમારા સ્કોરને નકારાત્મક રીતે અસર કરી શકે છે.

  • તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (એટલે કે તમારી ઉપલબ્ધ ક્રેડિટનો તમે કેટલો ઉપયોગ કરી રહ્યાં છો) ઓછો રાખો.

  • તમે નવી ધિરાણને જવાબદારીપૂર્વક હેન્ડલ કરવામાં સક્ષમ છો તે બતાવવા માટે ધિરાણનું સારું મિશ્રણ જાળવો.

  • જૂના ખાતા અને ક્રેડિટ કાર્ડ ચાલુ રાખો કારણ કે લાંબી ક્રેડિટ હિસ્ટરી ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમે જવાબદાર વર્તન દર્શાવ્યું છે.

  • જ્યારે જરૂરી હોય ત્યારે જ નવા ક્રેડિટ એકાઉન્ટ માટે અરજી કરો

  • તમારી ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો જેથી કરીને તમારા સ્કોરને નુકસાન પહોંચાડતી કોઈ અચોક્કસતા નથી ને તેનો ખ્યાલ આવે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારી એક્સ્પીરિઅન ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર અપડેટ થાય છે?

ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો સામાન્ય રીતે તમારી માહિતીને એક્સ્પીરિઅન અને અન્ય ક્રેડિટ બ્યુરોને માસિક ધોરણે ફોરવર્ડ કરશે (જોકે તેઓ જે મહિને મોકલે છે તે દિવસ બદલાઈ શકે છે). આમ તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે. જોકે તારીખ તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસમાં ક્યારે મોકલે છે તેના આધારે નક્કી થાય છે.

તમારા એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર ને તપાસવું શા માટે મહત્વપૂર્ણ છે?

તમારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર તપાસવો એ એક મફત પ્રક્રિયા છે. તે નિયમિત ધોરણે કરવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. તમે તમારો સ્કોર ટ્રેક કરી શકો છો અને સમય જતાં તે કેવી રીતે બદલાય છે તે જોઈ-સમજી શકો છો અને ખાસ કરીને તમારો સ્કોર સુધારવાનો પ્રયાસ કરી શકો છો.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર અન્ય બ્યુરો દ્વારા આપવામાં આવેલા ક્રેડિટ સ્કોરથી કેવી રીતે અલગ છે?

એક્સ્પીરિઅન ભારતમાં અન્ય લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ બ્યુરોની જેમ (ઈકવીફેક્સ, CRIF હાયમાર્ક અને સિબિલ) બધા વ્યક્તિગત ગ્રાહકો અને કંપનીઓને ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ ઓફર કરે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરની ગણતરી બેંકો, નાણાકીય સંસ્થાઓ જેવા લેણદારોની માહિતીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેઓ ક્રેડિટ સ્કોર મેળવવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ અને ડેટાનો ઉપયોગ કરે છે. તેથી, દરેક ક્રેડિટ બ્યુરો દ્વારા આપવામાં આવેલ ક્રેડિટ સ્કોર થોડો અલગ હશે.

શું મારો ફ્રી ક્રેડિટ સ્કોર તપાસવાથી કોઈ અસર થાય છે?

તમારા માટે તમારો ફ્રી ક્રેડિટ સ્કોર તપાસવો એ સોફ્ટ ઇન્ક્વાયરી તરીકે ગણવામાં આવે છે. સોફ્ટ ઇન્ક્વાયરી વ્યક્તિના ક્રેડિટ સ્કોરિંગની ગણતરીનું પરિબળ નથી અને તેથી તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં.