હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનો
એક હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ/POSP કોણ છે?
ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેના રસપ્રદ તથ્યો
ડિજીટ સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ/POSP શા માટે બનવું જોઈએ?
તમારે શા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ અને તમારે શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તે વિશે વધુ જાણો.
હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ/POSP કેવી રીતે બનવું?
ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે POSP પ્રમાણપત્ર મેળવી લો. POSP (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ઇન્સ્યોરન્સના ચોક્કસ ઉત્પાદનો વેચી શકે છે.
POSP બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમની પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!
હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે કઈ જરૂરિયાતો અને યોગ્યતાઓ જરૂરી છે?
હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે તમારે જે જરૂરી છે તેની યાદી અહીં આપેલી છે છે:
- તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- તમે ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ
- તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે.
- પછી તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવા માટે કહેવામાં આવશે.
અમે તમને જે કંઈ જાણવાની જરૂર છે તે બધું જ શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!
હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?
ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.
તેથી, મૂળભૂત રીતે એવી કોઈપણ વ્યક્તિ જે આ માપદંડોને પૂર્ણ કરે છે તે ઇન્સ્યોરન્સ એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત લોકો અને ધંધાદારી લોકો/મહિલાઓનો સમાવેશ થાય છે
ડિજિટ સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ/POSP કેવી રીતે બનવું?
પગલું 1
ઉપર આપેલું અમારું POSP ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 2
અમારી સાથે તમારી 15-કલાકની તાલીમ પૂર્ણ કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ થઈ ગયું! તમે પ્રમાણિત POSP બની જશો.
તમે કેટલી કમાણી કરી શકો છો?
તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની આવક એ તમે વેચી હોય એ પૉલિસીની સંખ્યા પર આધાર રાખે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ પાસે ઉચ્ચ આવક મેળવવાનો વિશાળ અવકાશ છે. આનું કારણ એ છે કે તબીબી સારવારનો ખર્ચ ધીમે ધીમે વધી રહ્યો છે.
આનો અર્થ એ થયો કે લોકોએ હવે તબીબી સારવાર કરાવવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે અને તેથી, તેઓ પોતાને અને તેમના પરિવારોને આવા ઉચ્ચ ખર્ચાઓથી બચાવવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માંગે છે.
ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમે કેટલી કમાણી કરી શકો છો તેનો ખ્યાલ મેળવવા માટે નીચેના કમિશન સ્ટ્રક્ચર પર એક નજર નાખો:
માસિક નેટ પ્રીમિયમ |
નેટ પ્રીમિયમના % તરીકે કમીશન અને રિવોર્ડ |
આરોગ્ય સંજીવની |
<25 હજાર |
1 વર્ષ - 25% | 2 વર્ષ - 23% | 3 વર્ષ - 22% |
15% |
>=25 હજાર & <50 હજાર |
1 વર્ષ - 28% | 2 વર્ષ - 26% | 3 વર્ષ - 25% |
15% |
>50 હજાર & <1 લાખ |
1 વર્ષ - 30% | 2 વર્ષ - 28% | 3 વર્ષ - 26% |
15% |
>=1 લાખ |
1 વર્ષ - 35% | 2 વર્ષ - 30% | 3 વર્ષ - 28% |
15% |
શરતો:
- ચુકવણી મહિનામાં બે વાર થશે
- મહિનો નક્કી કરવા માટે, પૉલિસી ઇસ્યુ કરવાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે
- દરેક સ્લેબ માટેની ચૂકવણીને અલગથી ધ્યાનમાં લેવામાં આવશે.
- * T&C લાગુ, નિયમનમાં નિર્ધારિત મહત્તમ મર્યાદાને આધીન
- નેટ પ્રીમિયમ એટલે GST સિવાયનું પ્રીમિયમ
મારે શા માટે એક હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?
Frequently asked questions