ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

સિબિલ (CIBIL) ડિફોલ્ટર યાદીમાંથી તમારું નામ કેવી રીતે દૂર કરવું?

તમે તમારી ચુકવણીની સમયમર્યાદા અથવા નિયત તારીખો ચૂકી જવાનું શરૂ કરો છો ત્યારે તમારો સિબિલ સ્કોર પ્રભાવિત થાય છે. પરિણામે તમે TransUnion CIBIL માટે લોન ડિફોલ્ટર બની જાવ છો.

આવી સ્થિતિમાં તમારે સિબિલ ડિફોલ્ટરની સૂચિમાંથી તમારું નામ દૂર કરવા માટે ઘણા પગલાં લેવા પડશે. તેથી તે ઉપાયો વિશે સંપૂર્ણ રીતે જાણવા માટે વાંચતા રહો આ અહેવાલ.

સિબિલ ડિફોલ્ટર્સ લિસ્ટ શું છે?

સૌ પ્રથમ દરેક જાણવું જરૂરી છે કે સિબિલ ડિફોલ્ટરની કોઈ યાદી હોતી નથી. સિબિલ કે અન્ય કોઈ ક્રેડિટ રેટિંગ સંસ્થા આ પ્રકારની યાદી બહાર પાડતી નથી. તેના બદલે જ્યારે પણ તમે કોઈ ક્રેડિટ માટે પૂછપરછ કરો છો ત્યારે ક્રેડિટ રિપોર્ટિંગ બોડી TransUnion CIBIL પાસેથી સિબિલ રિપોર્ટ માંગે છે.

જો તમે સમયસર તમારી ચુકવણી કરવામાં નિષ્ફળ થશો તો સિબિલ તમને ડિફોલ્ટર તરીકે ઓળખશે. આ સમયે તમારે જાગીને સિબિલ ડિફોલ્ટર યાદીમાંથી તમારું નામ દૂર કરવા માટે તૈયાર થવું જોઈએ.

તમારા સિબિલ રિપોર્ટમાંથી દાવો-ફાઈલ એકાઉન્ટ કેવી રીતે દૂર કરવું?

તમે જ્યારે તમારી લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ જાઓ છો ત્યારે ધિરાણકર્તા કોર્ટમાં ફરિયાદ દાખલ કરે છે જે મુકદ્દમા (lawsuit) તરફ દોરી જાય છે. હવે, તમે વિચારતા હશો કે સિબિલ ડિફોલ્ટરની યાદીમાંથી તમારું નામ કેવી રીતે દૂર કરવું?

આ સંદર્ભે તમે કોર્ટની બહાર સમાધાનની વિનંતી કરવા માટે તમારા ધિરાણકર્તાનો સંપર્ક કરી શકો છો. તમે કુલ બાકી રકમ ચૂકવી શકો છો અને તમારા ધિરાણકર્તા/શાહુકારને ફરિયાદ પાછી ખેંચવા માટે કહી શકો છો. તમારા ધિરાણકર્તાએ કોર્ટને દાવો પાછો ખેંચવા માટે જાણ કરવી પડશે. તેઓએ રેકોર્ડ અપડેટ કરવા માટે સિબિલને પણ જાણ કરવી પડશે.

જોકે આ લાગે તેટલું સરળ પણ છે તો તેના કેટલાક કપરા ચઢાણ અને પરિણામો પણ છે. જો તમારા ધિરાણકર્તા બાકી લેણાં પર કોઈ છૂટ આપે તો તમારો સિબિલ રિપોર્ટ 'સેટલ્ડ એકાઉન્ટ બતાવશે અને તે આગામી 7 વર્ષ માટે પ્રતિબિંબિત થશે.

સિબિલ ડિફોલ્ટરની યાદીમાં ન આવવાની શું રીતો છે?

હવે જ્યારે તમે જાણો છો કે સિબિલ ડિફોલ્ટર સૂચિમાંથી તમારું નામ કેવી રીતે દૂર કરવું, ચાલો શીખીએ કે આ યાદીમાં ન આવવાની રીતો શું છે.

  • તમારા ક્રેડિટ રિપોર્ટ્સ પર નજર રાખો: તમારા ક્રેડિટ રિપોર્ટને વારંવાર તપાસવાથી તમને કોઈપણ ભૂલોને ટ્રેક કરવામાં અને સ્કોર સાથે અપડેટ રહેવામાં મદદ કરે છે. તમે તમારા ક્રેડિટ સ્કોરમાં ઘટાડા માટેના કારણનું વિશ્લેષણ કરી શકો છો અને સમયસર કામ કરી શકો છો. તમે કોઈપણ ભૂલો સુધારવા માટે સિબિલનો પણ સંપર્ક કરી શકો છો.

  • તમારા બાકી લેણાં ચૂકવો: ઓછા ક્રેડિટ સ્કોરનું પ્રાથમિક કારણ ક્રેડિટ રિપેમેન્ટમાં વિલંબ છે. જો તમારો ક્રેડિટ રિપોર્ટ 'સેટલ્ડ' અથવા 'રાઈટ ઓફ' સ્થિતી દર્શાવે છે તો સંભવિત ધિરાણકર્તાઓ લોન આપવાનું ટાળે છે. તેથી સિબિલ સ્કોરને સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી બાકી રકમ ચૂકવી દો. બાકી રકમ ક્લિયર કર્યાના 3 મહિના પછી તમે તમારા સ્કોરમાં નોંધપાત્ર ફેરફાર જોશો.

  • બિલ સમયસર ચૂકવો: જો તમે સમયસર બિલ ચૂકવશો તો સિબિલ ડિફોલ્ટર યાદીમાંથી તમારું નામ દૂર કરવું એ તમારી ચિંતાનો વિષય રહેશે નહીં. જો તમે તમારી નિયત તારીખો પહેલા ક્રેડિટ કાર્ડના હપ્તા અથવા લોન EMI ચૂકવવાનું શરૂ કરો તો તમારો ક્રેડિટ સ્કોર સુધરે છે.

  • ક્રેડિટની મર્યાદાને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો: મુખ્ય વાત એ છે કે ક્રેડિટની મર્યાદાના 30%થી વધુ ક્યારેય ખર્ચ ન કરવો. આ ટેવ તમને વિના પ્રયાસે સારો ક્રેડિટ સ્કોર જાળવવામાં મદદ કરશે. તમારી ક્રેડિટની મર્યાદાના 50%થી વધુ ખર્ચ તમારી નાણાકીય અસમર્થતા દર્શાવે છે. તેથી તમારે તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ પડતી ચૂકવણી કરવાથી દૂર રહો.

  • એક સમયે એક લોન જ પસંદ કરો: એકસાથે બહુવિધ લોન માટે અરજી કરવાથી તમારા પર મોટો બોજ પડશે. આમ ફક્ત તમારી ચૂકવણીને જ તમે જટિલ બનાવશો, જે અંતે ડિફોલ્ટ તરફ દોરી શકે છે. બીજી તરફ, એક સમયે એક લોન માટે અરજી કરવાથી ચુકવણી સરળ અને સસ્તી બને છે.

સિબિલ ડિફોલ્ટરની સ્થિતી લોનની મંજૂરીને કેવી રીતે અસર કરે છે?

ઓછો સિબિલ સ્કોર તમારી લોનની મંજૂરીને સૌથી વધુ અસર કરે છે. પરંતુ જો તમને સિબિલ ડિફોલ્ટર ગણવામાં આવે તો લોનની મંજૂરી નકારવામાં આવે તેવી શક્યતા છે.

સિબિલ ડિફોલ્ટર હોવાની અસરો નીચે મુજબ છે:

  • જો તમારો સિબિલ રિપોર્ટ દર્શાવે છે કે તમે ડિફોલ્ટર છો તો ધિરાણકર્તાઓ તમારી ક્રેડિટ યોગ્યતા અને ચુકવણીની ક્ષમતા પર શંકા કરશે.

  • ખરાબ સિબિલ રિપોર્ટ તમારી ક્રેડિટ ભૂખ અને તમારા ખર્ચ પર શિસ્તના અભાવને પણ પ્રતિબિંબિત કરશે.

  • સિબિલ ડિફોલ્ટરની યાદીમાં રહેવાથી તમે બેજવાબદાર ઉધાર લેનાર બની જશો. આમ, ધિરાણકર્તાઓ તમારી લોન અરજીને નકારી કાઢશે.

 

તમે કદાચ લોન માટે અરજી કરતા પહેલા તમારી બધી ચુકવણીઓનું આયોજન કર્યું હશે. જોકે તમે જે રીતે આયોજન કરો છો તે રીતે બધું હંમેશા ચાલતું નથી. પરિણામે તમે ચુકવણી કરવામાં નિષ્ફળ થઈ શકો છો.

જો તમને વધુ લોન અથવા ક્રેડિટ કાર્ડ જોઈએ છે તો તમારે તમારું નામ સિબિલ ડિફોલ્ટરની યાદીમાંથી કાઢવું અવશ્ય પડશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારી જાતે મારો સિબિલ રિપોર્ટ સુધારી શકું?

તમે વિવાદના નિરાકરણ (dispute resolution) ની માત્ર ઓનલાઇન અરજી કરી શકો છો પરંતુ તમારી ક્રેડિટ રિપોર્ટ બદલી શકતા નથી. તમારો ક્રેડિટ રિપોર્ટ અપડેટ કરવા માટે ધિરાણકર્તાએ સિબિલને જાણ કરવી આવશ્યક છે.

સિબિલ પર "સેટલ્ડ" સ્ટેટસ કેવી રીતે દૂર/ડિલીટ કરવું?

એકવાર તમે તમામ લેણાં ચૂકવી દો ત્યારબાદ તમે તમારા ધિરાણકર્તા પાસેથી NOC માંગી શકો છો. NOCનો અર્થ છે કે તમારે હવે ધિરાણકર્તાને કોઈ ચૂકવણી કરવાની બાકી નથી. ક્રેડિટ રિપોર્ટમાં તમારી સ્થિતી અપડેટ કરવા માટે તમારા ધિરાણકર્તાએ સિબિલને સમાન NOC પોસ્ટ કરવી આવશ્યક છે.

શું સિબિલ ડિફોલ્ટર હોમ લોન મેળવી શકે છે?

હા, સિબિલ ડિફોલ્ટર હોમ લોન મેળવી શકે છે પરંતુ ધિરાણકર્તા લોન પર વધુ વ્યાજ દર વસૂલ કરી શકે છે.