Third-party premium has changed from 1st June. Renew now
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાન શું છે?
નવી કાર ખરીદવી એ એક રોમાંચક વિષય છે, પરંતુ કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી મુશ્કેલ લાગે છે, ખાસ કરીને જો તમે ઇન્સ્યોરન્સના અમુક શબ્દકોષ અને તકનીકી શરતોથી પરિચિત ન હોવ તો; આવો જ મહત્વનો શબ્દ છે ટોટલ લોસ ઇન કાર ઇન્સ્યોરન્સ(કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાન). આ શબ્દ નુકસાની માટે ક્લેમ દાખલ કરતી વખતે ઉપયોગમાં આવે છે. તો, ચાલો સમજીએ કે કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકશાન શું છે.
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાનનો અર્થ શું છે?
કારના ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાન ત્યારે થાય છે જ્યારે કારને એટલી હદે નુકસાન થાય છે કે ફરી કામમાં જ ન આવી શકે અર્થાત રિપેરિંગ કરવાનો ખર્ચ તેની વાસ્તવિક બજાર કિંમત/કુલ ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) કરતાં વધુ હોય.
ભારતમાં નિયમનકારી ધોરણો મુજબ, કુલ નુકશાનીવાળું વાહન એ છે કે જ્યાં તેની રિપેરિંગ પડતર તેના ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) ના 75% કરતાં વધી જાય છે .
કાર ઇન્સ્યોરન્સના કુલ નુકસાનની સ્થિતિ નીચેના બે કારણોને લીધે ઊભી થઈ શકે છે:
- જો કાર અકસ્માતનો ભોગ બને છે અને થયેલ નુકશાન માટે શક્ત તમામ પ્રકારના રિપેરિંગથી પરે હોય અને અંતે તેનો હવે ઉપયોગ કરી શકાતો નથી.
- જો કાર ચોરાઈ ગઈ હોય અને સત્તાધીશો દ્વારા શોધી ન શકાય.
નોંધ : મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 55 મુજબ , જો વાહનનો ઉપયોગ ન થઈ શકે તેટલી હદે નુકસાન થયું હોય તો માલિકે કુલ નુકસાન અને તેનું રજિસ્ટ્રેશન રદ કરવાની જાહેરાત કરવાની હોય છે. માલિકે અકસ્માતની તારીખથી 14 દિવસની અંદર તેમની નોંધાયેલ પ્રાદેશિક પરિવહન કચેરી (RTO)ને તેની જાણ કરવાની રહેશે.
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાનની ગણતરી કેવી રીતે કરવી?
કુલ નુકસાનીના કિસ્સામાં, પોલિસીધારક જરૂરી કપાતપાત્ર રકમ બાદ કર્યા પછી કારની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) મેળવે છે. IDVની ગણતરી કરવા માટે ભારતીય મોટર ટેરિફ એક્ટ દ્વારા નીચે આપેલા પ્રમાણભૂત ઘસારાના દર છે.
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકશાન માટે ક્લેમ પ્રોસેસ શું છે?
ટોટલ લોસ કાર ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે, તમારા ઇન્સ્યુર્રનો સંપર્ક કરો. તેઓ તમને સમગ્ર પ્રક્રિયામાં સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપશે. તમારે ફક્ત બધા જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે કે નહિ તેની ખાતરી કરવાની જરૂર રહેશે.
કુલ નુકશાનની પરિસ્થિતિમાં તમારી કાર માટે ઉચ્ચ ક્લેમની રકમની ખાતરી કેવી રીતે કરવી?
જો તમારી કારને કુલ નુકસાન થયું હોય અને તમે માત્ર ઘસારાની કિંમત જ નહિ પરંતુ કુલ રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરવા માંગતા હોવ અને, તો રિટર્ન -ટુ-ઈનવોઈસ એડ-ઓન ઇન્સ્યોરન્સ કવર અગાઉથી ખરીદો.
આ એડ-ઓન કવર તમને તમારી કારની ચોક્કસ ઇન્વોઇસ વેલ્યુ પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે, જેમાં તમે ચૂકવેલ રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ પોલિસીની કિંમત અને રજિસ્ટ્રેશન ચાર્જિસનો સમાવેશ થાય છે. આમ, તમારી કારના છેલ્લા ઇન્વોઇસ મૂલ્યના આધારે તમને વળતર આપવામાં આવશે.
જો કે, યાદ રાખો કે તમે રિટર્ન-ટુ-ઈનવોઈસ કવરનો લાભ મેળવવા માટે લાયક બનશો, જો તમે આ એડ-ઓન પોલિસી રિન્યુઅલ સમયે ખરીદ્યું હોય નહિ કે તમારી કારના અકસ્માત કે ચોરી પછી.
જ્યારે તમારી કારને કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાન જાહેર કરવામાં આવે છે, ત્યારે તે કોઈપણ પોલિસીધારક માટે ભયાનક હોય છે. રિટર્ન-ટુ-ઈનવોઈસ કવરનો વિશે જાણવાથી તમે અને તમારા વાહનને નુકશાનીના ખાડામાંથી સરળતાથી બહાર કાઢી શકો છો. ખાતરી કરો કે તમે રિટર્ન-ટુ-ઈનવોઈસ એડ-ઓન કવર પસંદ કર્યું છે કારણ કે કાર અકસ્માત અથવા ચોરીનો ભોગ કોઈપણ ક્યાંયપણ બની શકે છે!
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
કાર ઇન્સ્યોરન્સમાં કુલ નુકસાનની ગણતરી કેવી રીતે કરવી?
ઇન્સ્યોરન્સ કંપનીઓ કુલ નુકશાન ઇન્સ્યોરન્સ વેલ્યુ નક્કી કરતા પહેલા નીચેના પરિબળોને ધ્યાનમાં લે છે:
- તેઓ કારને રિપેર કરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે મિકેનિકલ અને ફિઝીકલ નુકસાનની તપાસ કરે છે.
- ત્યારબાદ, વિસ્તારમાં કારની ઘસારા બાદની વેલ્યુના આધારે વાહનની 'વાસ્તવિક રોકડ કિંમત'નું મૂલ્યાંકન કરવામાં આવે છે.
કારની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV)ને કયા પરિબળો અસર કરે છે?
મહત્વપૂર્ણ પરિબળોમાં શામેલ છે:
- કારની ઉંમર
- વર્તમાન માઇલેજ
- મેક, મોડલ અને વેરિઅન્ટ પ્રકાર
- ફિઝીકલ અને મિકેનિકલ સ્થિતિ
- કારની રજિસ્ટ્રેશન તારીખ
- એન્જિનની ઘન ક્ષમતા (ક્યુબિક કેપેસિટી)
- કારની એક્સ-શોરૂમ કિંમત
- કારનો પ્રકાર - ખાનગી, કોમર્શિયલ અથવા કંપનીની માલિકીની
મારી કાર ચોરાઈ ગઈ હોય અને શોધી ન શકાય તેવા કિસ્સામાં હું ઇન્સ્યોરન્સ રિઈમ્બર્સમેન્ટ કેવી રીતે સુનિશ્ચિત કરી શકું?
જો તમારી કાર ચોરાઈ ગઈ હોય અને શોધી ન શકાય તો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તેની કુલ નુકશાનીને ધ્યાને લેવામાં આવે છે તો તમે રિટર્ન ટુ ઈન્વોઈસ એડ-ઓન કવર ખરીદી શકો છો.
જ્યારે હું ઇન્સ્યોરન્સ ક્લેમમાં કુલ નુકશાન માટે ફાઇલ કરું ત્યારે શું થાય છે?
કુલ નુકસાનના કિસ્સામાં, તમારી ઇન્સ્યોરન્સ કંપની માત્ર IDV ચૂકવવા માટે જ જવાબદાર છે. જો કે, જો તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીમાં રિટર્ન ટૂ ઇનવોઇસ એડ-ઓન કવર ખરીદ્યું હોય તો કાર ઈન્વોઈસની સંપૂર્ણ રકમ ચૂકવવા માટે કાર ઇન્સ્યોરન્સ કંપની જવાબદાર છે.