યુએસ સ્થિત ઓટોમોબાઈલ માર્ક, જીપે ભારતમાં એસયુવી વેરિઅન્ટ કંપાસની નવી રેંજ લોન્ચ કરી. જીપ બ્રાન્ડ ડીલરશીપ 2જી ફેબ્રુઆરી 2021થી ગ્રાહક માટે ટેસ્ટ ડ્રાઈવ અને વાહનની ડિલિવરી શરૂ કરશે.
જો કે આ મોડલ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ત્રણ વર્ષ પહેલા પોતાની હાજરી નોંધાવી ચૂક્યું છે, પરંતુ આ કારને પ્રાપ્ત થયેલ પ્રથમ મોટી ફેસલિફ્ટ છે.
વધુમાં, આ મોડલ 2017માં ભારતની સૌથી વધુ aએવોર્ડેડ એસયુવી હતી, અને બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ ઈન્ડિયા સ્ટડી 2019 મુજબ, કંપાસને “ભારતની સૌથી વિશ્વસનીય ઓટોમોબાઈલ બ્રાન્ડ”નો ક્રમ આપવામાં આવ્યો હતો.
જો તમારી પાસે પહેલેથી જ આ કાર છે અથવા તમે તેનું અપડેટેડ વર્ઝન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જીપ કંપાસ કાર ઇન્સ્યોરન્સ લેવાનું વિચારવું જ જોઈએ.
મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ વ્યક્તિઓએ થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ માટે ફરજિયાતપણે પસંદગી કરવી જોઈએ. આ ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ પાર્ટી વ્યક્તિ, મિલકત અથવા વાહનને થતા નુકસાન અથવા હાનિને આવરી લેશે.
જો કે, સંપૂર્ણ કવરેજ લાભો મેળવવા માટે, વ્યક્તિએ કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ ખરીદવાનું વિચારવું જોઈએ.
ભારતમાં, ઘણા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર સ્પર્ધાત્મક પ્રીમિયમ પર જીપ કંપાસ માટે કાર ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. ડિજીટ આવી જ એક ઇન્સ્યોરન્સ કંપની છે.
નીચેના સેગમેન્ટમાં, તમે જીપ કંપાસ, કાર ઇન્સ્યોરન્સ પોલિસીના લાભો અને ડિજીટને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર તરીકે પસંદ કરવાના કારણો વિશે વિગતો મેળવશો.