એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ

એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને 2 મિનિટમાં રિન્યૂ કરો. કોઈ પેપરવર્કની જરૂર નથી.

Third-party premium has changed from 1st June. Renew now

એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરો

તમારી કારની જાળવણી કરતી વખતે કરવા માટેની સૌથી આવશ્યક બાબતોમાંની એક બાબત છે, તેનો ઇન્સ્યોરન્સ સમયસર રિન્યૂ કરાવવો. છેવટે, જ્યારે તમે તેને સરળ રીતે ચાલુ રાખવા માટે ઘણું બધું કરો છો, ત્યારે તમે ખાતરી કરવા માગો છો કે તે તમારા પ્રિય વૉલેટને વારંવાર નુકસાન કર્યા વિના, જીવનમાં આવતાં કોઈપણ આશ્ચર્ય વચ્ચે પણ તે ચાલુ જ રહે.

કાર ઇન્સ્યોરન્સ તમને અકસ્માતો, કુદરતી આફતો, ચોરી અને આગના કિસ્સામાં અણધાર્યા નુકસાન અને નુકસાન માટે કવર કરવામાં મદદ કરે છે, સાથે-સાથે તે તમને કાયદેસર રીતે પણ સુરક્ષિત રાખે છે.

સામાન્ય રીતે, કાર ઈન્સ્યોરન્સ એક વર્ષ કે તેથી વધુ સમયની પૉલિસીની અવધિ સાથે આવે છે, જે પછી તમારે તેને તેની સમાપ્તિના દિવસે અથવા વધુ સારી રીતે કરીએ તો, એ પહેલાં રિન્યૂ કરવાની જરૂર પડશે. જો કે, જો તમારી કારનો ઇન્સ્યોરન્સ લાંબા સમયથી એક્સપાયર્ડ થઈ ગયો હોય, તો તમારા કાર ઇન્સ્યોરન્સને ઑનલાઈન રિન્યૂ કરવામાં હજુ મોડું થયું નથી.

જ્યારે તમારી કાર વીમા પૉલિસી એક્સપાયર થઈ જાય ત્યારે શું થાય છે?

તમારી કાર ઇન્સ્યોરન્સની પૉલિસી સહિત, બધું જ એક્સપાયરીની તારીખ સાથે આવે છે. જ્યારે તે એક્સપાયર થાય ત્યારે શું થાય છે તે સમજવું સરળ છે, તમે તેના કોઈપણ લાભો મેળવી શકતા નથી!

તેથી, જો તમારા કાર ઇન્સ્યોરન્સની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય અને તમે હજી સુધી તેનું રિન્યૂઅલ કરાવ્યું નથી, તો નીચે આપેલા કેટલાક લાભો છે જે તમે ગુમાવશો:

1. નુકસાન માટે કોઈ વળતર નહીં

લોકો તેમની કાર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદે છે અથવા તેનું રિન્યૂઅલ કરે છે તેના પ્રાથમિક કારણોમાંનું એક કારણ છે, કારને અથવા તેના કારણે થયેલા કોઈપણ અણધાર્યા નુકસાન અને નુકસાન માટે વળતર મેળવવું.

તેથી, જો તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી એક્સપાયર થઈ જાય, તો તમે કોઈપણ વળતર મેળવવા માટે લાયક રહેશો નહીં.

2. કાયદેસરની પ્રતિક્રિયાઓનો સામનો કરો

ઘણા કારના માલિકો કાર ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવે છે (ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ) કારણ કે તેવું કરવું કાયદા દ્વારા ફરજિયાત છે.

એક કાર ઇન્સ્યોરન્સ વિના, કાર માલિકો 1,000 થી 2,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. જો તમે એવા સમયે પકડાઈ ગયા છો જ્યારે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી પહેલેથી જ એકસપાયર થઈ ગઈ હોય, તો તમારે દંડ ચૂકવવો જ પડશે.

3. તમારૂં ’નો ક્લેઇમ બોનસ’ ગુમાવો

જો તમારી પાસે અગાઉ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી હોય, તો તમે ’નો ક્લેઇમ બોનસ' વિશે જાણતા જ હશો. નો ક્લેમ બોનસ જો તમે પાછલા પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો ન હોય તો, એ તમારા કાર ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ પ્રીમિયમ પર મળતાં ડિસ્કાઉન્ટનો સંદર્ભ આપે છે.

જો કે, તમને તેનો લાભ મળે તેની ખાતરી કરવા માટે, તમારે તમારી પોલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં રિન્યૂ કરાવવો પડશે. જો તમે તમારી કાર વીમા પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગયા પછી રિન્યૂ કરો છો, તો તમે કમનસીબે, સંભવિત ડિસ્કાઉન્ટ ગુમાવશો.

4. ફરી એકવાર બધાં જ ઇન્સ્પેક્શનમાંથી પસાર થાઓ!

જો તમે તમારી કૉમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીનું રિન્યૂઅલ કરવાની યોજના ઘડી રહ્યા છો અને તમારી હાલની પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે, તો રિન્યૂઅલ પર, તમારે ફરીથી સેલ્ફ-ઇન્સ્પેક્શનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ સાથે, ડિજીટમાં આ ઘણું સરળ છે, તેમ છતાં, જો તમે તે એક્સપાયર થઈ ગયાં બાદ રિન્યૂ કરો છો, તો તમારી કૉમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યૂ કરવામાં લાગતા સમય કરતાં વધુ સમય લાગશે.

તેથી જ, તમારો શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે હંમેશા સમયસર અથવા અગાઉથી રિન્યૂઅલ કરવાનું રહેશે. જો કે, જો તમે હજી સુધી તે કર્યું નથી, તો તે ક્યારેય મોડું થયું નથી! ડિજિટ વડે તમે કેવી રીતે એક્સપાયર થયેલ વીમાને ઓનલાઈન રિન્યૂ કરી શકો તે જોવા માટે આગળ વાંચો.

ડિજિટ સાથે એક એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સને કઈ રીતે ઑનલાઇન રિન્યૂ કરાવશો?

જો તમે તમારા એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરાવવા માંગો છો, તો તે માટેની રીત અહીં આપવામાં આવેલી છે.

પગલું 1

ઉપર તમારી કારનો નંબર દાખલ કરો અથવા તમારા વ્હીકલની મેક, મોડલ, વેરિઅન્ટ, રજીસ્ટ્રેશનની તારીખ અને તમે જે શહેરમાં ડ્રાઇવ કરો છો તે શહેરની વિગતો દાખલ કરો. 'ગેટ ક્વોટ' બટન દબાવો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.

પગલું 2

થર્ડ-પાર્ટી લાયબિલિટી ઓન્લી કાર ઈન્સ્યોરન્સ પૉલિસી અથવા સ્ટાન્ડર્ડ/કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ પૉલિસી વચ્ચે પસંદ કરો.

પગલું 3

અમને તમારી પાછલી વીમા પૉલિસી વિશેની વિગતો આપો- એક્સપાયરીની તારીખ, ગયા વર્ષમાં કરેલા ક્લેઇમ (જો કોઈ હોય તો).

પગલું 4

હવે તમારું કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જનરેટ થશે. જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય તો તમે કાર ઈન્સ્યોરન્સ એડ-ઑન પસંદ કરીને, IDV સેટ કરીને અને તમારી પાસે CNG કાર છે કે નહીં તેની પુષ્ટિ કરીને તેને વધુ કસ્ટમાઈઝ કરી શકો છો. પછી તમે આગલા પૃષ્ઠ પર અંતિમ પ્રીમિયમ જોઈ શકશો.

તમારે ડિજિટનો કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

જ્યારે તમારી કાર વીમા પૉલિસી એક્સપાયર થઈ ગઈ હોય ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો

એકવાર તમારી એક્સપાયરીની તારીખ નજીક આવી જાય, ત્યારે તમારે આદર્શ રીતે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને તરત જ રિન્યૂ કરાવવી જોઈએ. જો કે, કેટલાક કિસ્સાઓમાં, આમાં તમને થોડો સમય લાગી શકે છે અને અમે તે સમજીએ છીએ.

કદાચ તમે તમારો નિર્ણય લેતા પહેલા કેટલીક કાર ઇન્સ્યોરન્સ કંપનીઓનું મૂલ્યાંકન કરવા માંગતા હોવ અથવા, તમારૂં બેકગ્રાઉન્ડ ચેક અને સ્વ-ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે સમયની જરૂર છે.

જો તમારી કાર ઇન્સ્યોરન્સની પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે અથવા હજી સક્રિય નથી, તો અહીં એવી કેટલીક બાબતો છે જે તમારે  તમને અને તમારી કારને સુરક્ષિત રાખવા માટે કરવી જોઈએ.

  • એક માન્ય કાર ઇન્સ્યોરન્સ પૉલિસી વિના ડ્રાઇવિંગ કરવાનું ટાળો. છેવટે, તમે ક્યારેય જાણતા નથી કે શું થઈ શકે છે. જો તમને કોઈ પોલીસ પકડી લે છે અથવા તો કોઈ નાના અકસ્માતમાં પણ ફસાઇ જાઓ છો, તો આવા જોખમો લેવા તે સમજદારીનું કામ નથી!
  • જો તમે તમારી પાછલી પૉલિસીમાંથી તમારા કાર ઇન્સ્યોરન્સના પ્રદાતાને બદલવા અંગે મૂંઝવણમાં છો, તો તમારા વિકલ્પોનું ઑનલાઇન મૂલ્યાંકન કરો અને જાણકાર નિર્ણય લો. છેવટે, તમારી કાર તમારી સૌથી કિંમતી સંપત્તિઓમાંની એક છે અને તમે તેની સલામતી માટે યોગ્ય નિર્ણય લેવા માગો છો.
  • જો તમે તમારી પૉલિસીને ઑનલાઈન રિન્યૂ કરી રહ્યા હો ત્યારે તમે લાંબા ગાળાની પૉલિસી પસંદ કરી શકો છો, તો આ રીતે તમારે થોડા સમય માટે રિન્યૂઅલ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
  • ખાતરી કરો કે તમારા કારના દસ્તાવેજો યોગ્ય સ્થાને છે, તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે તમારે તેમની અથવા તેમાંથી કેટલીક વિગતોની જરૂર પડશે.

એક્સપાયર થયેલ કાર ઇન્સ્યોરન્સને રિન્યૂ કરવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી બે દિવસ પહેલાં સમાપ્ત થઈ ગઈ છે. શું મારું નો ક્લેમ બોનસ હજુ પણ માન્ય રહેશે?

ના. કમનસીબે, તમારા નો ક્લેમ બોનસનો લાભ મેળવવા માટે, તમારે તમારી પૉલિસીની એક્સપાયરીની તારીખ પહેલાં રિન્યૂ કરાવવું જોઈએ.

જો હું ભારતમાં એક્સપાયર થયેલ કાર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે પકડાઈ જાઉં તો શું દંડ થશે?

એક્સપાયર થયેલ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવું એ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી વિના ડ્રાઇવિંગ જેવું જ છે. ભારતમાં, આનાથી રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. ટ્રાફિકના દંડ અને દંડની સંપૂર્ણ સૂચિ અહીં તપાસો.

શું હું મારી કાર વીમા પૉલિસી એક્સપાયર થઈ જાય તે પછી તેને રિન્યૂ કરી શકું?

હા તમે કરી શકો છો. જો કે, જો તમારી એક્સપાયરી ડેટને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તો તમારી પૉલિસી સંપૂર્ણપણે લેપ્સ થઈ ગઈ છે પરંતુ તમે હજુ પણ તમારી કાર ઈન્સ્યોરન્સ પૉલિસીને ઓનલાઈન ખરીદી શકો છો.

હું મારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીની એક્સપાયરીની તારીખ કેવી રીતે તપાસું?

જો તમે ડિજિટ સાથે તમારી કારની ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી હોય, તો તમને તમારા રજીસ્ટર્ડ ઈમેલ પર તમારી કાર ઇન્સ્યોરન્સની પૉલિસીનો દસ્તાવેજ પ્રાપ્ત થયો હશે. તમે તેના પર સમાપ્તિની તારીખ શોધી શકો છો.

શું હું મારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીની એક્સપાયરીની તારીખ પહેલાં રિન્યૂ કરી શકું?

સંપૂર્ણપણે! તે તેવું કરવાની શ્રેષ્ઠ રીત છે. તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને ઓછામાં ઓછા 2-3 દિવસ અગાઉ રિન્યૂ કરાવવી એ શ્રેષ્ઠ છે, જેથી તમને કોઈ તકલીફ ન પડે અને તમારી કાર પણ સલામત રહે!