બસ ઈન્સ્યોરન્સ

પેસેન્જર અને સ્કૂલ બસ માટે કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

અકસ્માત, કુદરતી આફત અથવા આગ લાગવાના કિસ્સામાં, સંભવિત નુકસાન અને હાનિથી કમર્શિયલ બસોને સુરક્ષિત રાખવા માટે બસ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની commercial vehicle insurance પૉલિસી છે. જ્યારે સૌથી સામાન્ય પ્લાન થર્ડ-પાર્ટીને થતા નુકસાન (કાયદા હેઠળ જરૂરી) ને કવર કરે છે, ત્યારે એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી એક જોઈન્ટ પોલિસી હેઠળ બંનેના, એટલે કે પોતાને થતા નુકસાન અને હાનિના ખર્ચને પણ કવર કરે છે.

કવર કરવામાં આવેલ બસના પ્રકાર:

  • સ્કૂલ બસ: જે બસો શૈક્ષણિક સંસ્થાનો ભાગ છે. જેમ કે શાળા અથવા કૉલેજ અને તેનો ઉપયોગ મુખ્યત્વે વિદ્યાર્થીઓના પરિવહન માટે થાય છે તે આ પોલિસી હેઠળ કવર કરવામાં આવી શકે છે.
  • સાર્વજનિક બસ: સરકારની માલિકીની અને ચલાવવામાં આવતી બસો, જેનો ઉપયોગ મુસાફરોને શહેરની અંદર અથવા એક શહેરથી બીજા શહેરમાં કરવા માટે કરવામાં આવે છે. તે પણ આ પોલિસી કવર કરવામાં આવી શકે છે.
  • પ્રાઇવેટ બસ: પ્રાઇવેટ સંસ્થાઓની માલિકીની બસ. જેમ કે ટૂર બસ અથવા ઓફિસો દ્વારા તેમના કર્મચારીઓ માટે ઉપયોગમાં લેવાતી બસ પણ આ પોલિસી હેઠળ કવર કરવામાં આવી શકે છે.
  • મુસાફરોને વહન કરતી અન્ય બસોઃ અન્ય તમામ પ્રકારની કોમર્શિયલ બસ અને વાન. જેનો ઉપયોગ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે કરવામાં આવે છે. તે આ પોલિસી હેઠળ કવર કરવામાં આવે છે.

મારે બસ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

  • અણધાર્યા નુકસાનથી બચાવે છે: ભલે તે ખર્ચ થર્ડ-પાર્ટી અથવા તમારી પોતાની બસને થયેલા નુકસાનને કારણે હોય, બસ ઇન્સ્યોરન્સ તે તમામ માટે કવર પ્રદાન કરે છે, આમ વ્યવસાયિક નુકસાનને અટકાવે છે અને તમારા રોજિંદી લોજિસ્ટિકલ કામગીરીમાં આવતી કોઈપણ મુશ્કેલીઓને ટાળે છે.
  • કાયદાનું પાલન કરવા માટે: મોટર વાહન અધિનિયમ મુજબ, તમામ વાહનો માટે, ખાસ કરીને વ્યાપારી હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો માટે કોઈપણ સંભવિત થર્ડ-પાર્ટીને થતા નુકસાન અને હાનિ માટે થર્ડ-પાર્ટી કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે. તે ન હોઈ અને તમે પકડાવ ત્યારે તમારે દંડ ભરવો પડી શકે છે.
  • માલિક-ચાલાક માટે કવર: બસ ઇન્સ્યોરન્સ ફક્ત તમારા વાહન અથવા થર્ડ-પાર્ટી વાહનને થતા નુકસાન અને હાનિ માટે જ નહીં, પરંતુ તેના માલિક-ચાલકને થતી કોઈપણ શારીરિક ઈજાઓ અથવા તેના જેવી કોઈ સમસ્યા માટે કવર પ્રદાન કરે છે.
  • મુસાફરો માટે રક્ષણ: દરેક કમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સના ભાગ રૂપે, તમે તમારા મુસાફરોને, કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જેમ કે અકસ્માત, આગ અથવા કુદરતી આફતના કિસ્સામાં પણ કવર કરવા માટે વધારાના એન્ડોર્સમેન્ટ પણ પસંદ કરી શકો છો.

ડિજિટના કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

કમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ શું કવર કરવામાં આવે છે?

શું કવર થતું નથી?

તમારી કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને ક્લેઇમ કરતી વેળાએ તમે બધી બાબતથી વાકેફ હોવ. નીચે મુજબની પરિસ્થિતિઓ કવર થતી નથી:

થર્ડ-પાર્ટી પોલિસીહોલ્ડરને થયેલ નુકસાન

જો તમે તમારી બસ માટે માત્ર થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, તો તમને પોતાને જે નુકસાન અને હાનિ થશે તેનો ખર્ચ કવર કરવામાં નહીં આવે.

દારૂ પીને અથવા માન્ય લાયસન્સ વિના બસ ચલાવવી

જો ક્લેઇમ દરમિયાન, એવું જણાય કે ચાલાક-મલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા દારૂ પીને બસ ચલાવતો હતો, તો બસ માટે કવર આપવામાં નહીં આવે.

જાણી જોઈને કરેલી બેદરકારી

જાણી જોઈને કરેલી બેદરકારીને કારણે બસને થયેલ કોઈપણ નુકસાન અથવા હાનિ કવર કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂરની સ્થિતિ છે અને તેમ છતાં કોઈ બસ ચલાવે છે તો.

કોઈ સમસ્યાના પરિણામરૂપે થયેલ નુકસાન

કોઈપણ નુકસાન અથવા હાનિ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગ લાગવાના કારણે ન થયા હોય તેને કવર કરવામાં નહીં આવે.

ડિજીટના કમર્શિયલ બસ ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ ડિજીટના લાભ
ક્લેઇમની પ્રક્રિયા પેપરલેસ ક્લેઇમ
ગ્રાહક સેવા 24x7 સપોર્ટ
વધારાનું કવરેજ PA કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સક્લુઝન અને ફરજિયાત ડિડકટેબલ્સ, વગેરે
થર્ડ-પાર્ટીને થયેલું નુકસાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને થયેલા નુકસાન માટે 7.5 લાખ સુધી

કમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

તમારી બસના પ્રકાર અથવા બસોના કાફલાના આધારે, તમે અમારા બે પ્લાનમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.

લાયબિલિટી ઓન્લી સ્ટાન્ડર્ડ પેકેજ

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને તમારી બસ દ્વારા થયેલું નુકસાન.

×

થર્ડ-પાર્ટી વાહનને તમારી બસને કારણે થયેલું નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાની બસને થયેલું નુકસાન અથવા હાનિ.

×

બસ માલિક-ચાલાકને થયેલી ઈજા/મૃત્યુ

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ક્લેઇમ કેવી રીતે કરવો?

અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇ-મેઇલ કરો

અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થળ, અકસ્માતની તારીખ અને સમય તેમજ પોલિસીહોલ્ડર/કોલરનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે રાખો.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં સૌથી પહેલા આ પ્રશ્ન આવવો જોઈએ. આશા છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરી રહ્યા છો Read Digit’s Claims Report Card

ભારતમાં કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

શું સ્કૂલ બસનો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે?

હા ચોક્ક્સ! સ્કૂલ બસનો ઉપયોગ મુખ્યત્વે શાળાઓ અથવા થર્ડ-પાર્ટી સંસ્થાઓ દ્વારા બાળકોને ઘરેથી શાળા અને શાળાથી ઘરે લઈ જવા માટે કરવામાં આવે છે. તેથી, તે અગત્યનું છે કે તમે બસ ઇન્સ્યોરન્સ ખરીદો. જે ફક્ત તમારી સંસ્થાને અણધાર્યા નુકસાનથી જ નહીં બચાવે પરંતુ, તે બસમાં દરરોજ મુસાફરી કરતા બાળકો અને શિક્ષકોને પણ કવર આપશે

હા ચોક્ક્સ! સ્કૂલ બસનો ઉપયોગ મુખ્યત્વે શાળાઓ અથવા થર્ડ-પાર્ટી સંસ્થાઓ દ્વારા બાળકોને ઘરેથી શાળા અને શાળાથી ઘરે લઈ જવા માટે કરવામાં આવે છે. તેથી, તે અગત્યનું છે કે તમે બસ ઇન્સ્યોરન્સ ખરીદો. જે ફક્ત તમારી સંસ્થાને અણધાર્યા નુકસાનથી જ નહીં બચાવે પરંતુ, તે બસમાં દરરોજ મુસાફરી કરતા બાળકો અને શિક્ષકોને પણ કવર આપશે

યોગ્ય બસ ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરવા માટેની ટિપ્સ

તમારી બસ માટે યોગ્ય બસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન પસંદ કરવા માટે, નીચેના પરિબળોની તુલના કરવી અને તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે: રાઈટ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એટલે તમારી બસની બજાર કિંમત. તમારા બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમથી લઈને તમારા ક્લેઇમની ચૂકવણી સુધીની દરેક વસ્તુ આના પર આધારિત છે. તેથી ખાતરી કરો કે તમે એવો ઇન્સ્યોરર પસંદ કરો છો જે તમને તમારી બસ માટે યોગ્ય અને સાચી IDV આપે. સેવા લાભો: 24x7 ગ્રાહક સપોર્ટ અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ ખરેખર મહત્વની છે. ઍડ-ઑન્સની સમીક્ષા કરો: ઍડ-ઑન્સ તમારી બસને જે પ્રકારનું કવરેજ મળે છે તેને વધુ સારું બનાવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમારા વધારાના એન્ડોર્સમેન્ટમાં પર્સનલ એક્સિડન્ટ કવર, પેસેન્જર કવર, કમ્પલસરી ડીડક્ટેબલ, ઇલેક્ટ્રિક એસેસરીઝ કવર, વગેરે જેવા કવરનો સમાવેશ થાય છે. ક્લેઇમની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ઝડપથી ક્લેઇમ સેટલ કરે છે. શ્રેષ્ઠ કિંમત: તમે ઉપરોક્ત તમામ પરિબળોની સરખામણી કરી લો. ત્યાર પછી બસ ઇન્સ્યોરન્સ પ્રિમીયમની તુલના કરો અને જુઓ કે કંઈ પોલિસી તમને ઓછી કિંમતે શ્રેષ્ઠ સંભવિત લાભો આપે છે.

તમારી બસ માટે યોગ્ય બસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન પસંદ કરવા માટે, નીચેના પરિબળોની તુલના કરવી અને તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે:

  • રાઈટ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એટલે તમારી બસની બજાર કિંમત. તમારા બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમથી લઈને તમારા ક્લેઇમની ચૂકવણી સુધીની દરેક વસ્તુ આના પર આધારિત છે. તેથી ખાતરી કરો કે તમે એવો ઇન્સ્યોરર પસંદ કરો છો જે તમને તમારી બસ માટે યોગ્ય અને સાચી IDV આપે.
  • સેવા લાભો: 24x7 ગ્રાહક સપોર્ટ અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ ખરેખર મહત્વની છે.
  • ઍડ-ઑન્સની સમીક્ષા કરો: ઍડ-ઑન્સ તમારી બસને જે પ્રકારનું કવરેજ મળે છે તેને વધુ સારું બનાવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમારા વધારાના એન્ડોર્સમેન્ટમાં પર્સનલ એક્સિડન્ટ કવર, પેસેન્જર કવર, કમ્પલસરી ડીડક્ટેબલ, ઇલેક્ટ્રિક એસેસરીઝ કવર, વગેરે જેવા કવરનો સમાવેશ થાય છે.
  • ક્લેઇમની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ઝડપથી ક્લેઇમ સેટલ કરે છે.
  • શ્રેષ્ઠ કિંમત: તમે ઉપરોક્ત તમામ પરિબળોની સરખામણી કરી લો. ત્યાર પછી બસ ઇન્સ્યોરન્સ પ્રિમીયમની તુલના કરો અને જુઓ કે કંઈ પોલિસી તમને ઓછી કિંમતે શ્રેષ્ઠ સંભવિત લાભો આપે છે.

મારા બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કયા પરિબળો અસર કરશે?

વિવિધ પરિબળો જે તમારા બસ ઇન્સ્યોરન્સની કિંમતને અસર કરશે, જેમ કે: વાહનનું મોડલ, એન્જિન અને મેક: બજારમાં વિવિધ પ્રકારની બસ ઉપલબ્ધ છે. તેમાં દરેક અલગ-અલગ વિશેષતાઓ અને જોખમનો સ્તર ધરાવે છે. તેથી, તમારા બસ ઇન્સ્યોરન્સની કિંમત મોટાભાગે તમારી બસના મેક અને મોડલ પર આધારિત રહેશે. સ્થાન: દરેક શહેર અને ગામ જોખમોના અલગ-અલગ હોય છે. કેટલાક શેહરો બીજા કરતા વધુ સુરક્ષિત છે, જ્યારે કેટલાક બીજા કરતા વધુ મોંઘા છે. તેથી, તમે જે શહેરમાં તમારી બસ ચલાવો છો તેના આધારે, તમારા બસ ઇન્સ્યોરન્સની અલગ-અલગ હશે. નો-ક્લેઈમ બોનસ: જો તમે પહેલાથી જ તમારી બસ માટે બસ ઇન્સ્યોરન્સ ધરાવો છો અને હાલમાં તમે તમારી પોલિસી રિન્યૂ કરવા અથવા નવો ઈન્સ્યોરર પસંદ કરવા માંગતા હોવ- તો આ કિસ્સામાં, તમારા NCB (નો ક્લેઈમ બોનસ) પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને તમારા બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની કિંમતમાં ડિસ્કાઉન્ટ થઇ જશે! નો-ક્લેઈમ એટલે કે કે અગાઉની પોલિસી ટર્મમાં સંબંધિત બસ માટે એક પણ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય. ઇન્સ્યોરન્સ પ્લાનનો પ્રકાર: તમે તમારી બસ માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી પ્લાન લેવા માંગતા હોવ કે પછી કોમ્પ્રિહેન્સિવ બસ ઇન્સ્યોરન્સ પ્લાન, બંને માટે બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અલગ-અલગ હશે. કારણ કે આ દરેક પ્લાનમાં આપવામાં આવતા કવરેજ બેનિફિટ અલગ-અલગ હશે.

વિવિધ પરિબળો જે તમારા બસ ઇન્સ્યોરન્સની કિંમતને અસર કરશે, જેમ કે:

  • વાહનનું મોડલ, એન્જિન અને મેક: બજારમાં વિવિધ પ્રકારની બસ ઉપલબ્ધ છે. તેમાં દરેક અલગ-અલગ વિશેષતાઓ અને જોખમનો સ્તર ધરાવે છે. તેથી, તમારા બસ ઇન્સ્યોરન્સની કિંમત મોટાભાગે તમારી બસના મેક અને મોડલ પર આધારિત રહેશે.
  • સ્થાન: દરેક શહેર અને ગામ જોખમોના અલગ-અલગ હોય છે. કેટલાક શેહરો બીજા કરતા વધુ સુરક્ષિત છે, જ્યારે કેટલાક બીજા કરતા વધુ મોંઘા છે. તેથી, તમે જે શહેરમાં તમારી બસ ચલાવો છો તેના આધારે, તમારા બસ ઇન્સ્યોરન્સની અલગ-અલગ હશે.
  • નો-ક્લેઈમ બોનસ: જો તમે પહેલાથી જ તમારી બસ માટે બસ ઇન્સ્યોરન્સ ધરાવો છો અને હાલમાં તમે તમારી પોલિસી રિન્યૂ કરવા અથવા નવો ઈન્સ્યોરર પસંદ કરવા માંગતા હોવ- તો આ કિસ્સામાં, તમારા NCB (નો ક્લેઈમ બોનસ) પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને તમારા બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની કિંમતમાં ડિસ્કાઉન્ટ થઇ જશે! નો-ક્લેઈમ એટલે કે કે અગાઉની પોલિસી ટર્મમાં સંબંધિત બસ માટે એક પણ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય.
  • ઇન્સ્યોરન્સ પ્લાનનો પ્રકાર: તમે તમારી બસ માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી પ્લાન લેવા માંગતા હોવ કે પછી કોમ્પ્રિહેન્સિવ બસ ઇન્સ્યોરન્સ પ્લાન, બંને માટે બસ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અલગ-અલગ હશે. કારણ કે આ દરેક પ્લાનમાં આપવામાં આવતા કવરેજ બેનિફિટ અલગ-અલગ હશે.

ભારતમાં બસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મારી પાસે મારી સંસ્થાઓમાં દસથી વધુ સ્કૂલ બસો છે. શું હું તે બધા માટે ઇન્સ્યોરન્સ ખરીદી શકું?

હા, ચોક્કસપણે! બસ ઇન્સ્યોરન્સ તમારી સ્કૂલ બસોના કાફલા સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલો છે. તે બધાને ડિજિટ કવર કરે છે. તમારે ફક્ત અમારો સંપર્ક કરવાનો છે, જેથી અમે તમારી સંસ્થા માટે કસ્ટમાઇઝ્ડ પ્લાન ઓફર કરી શકીએ.

કયા પ્રકારની બસોને કવર કરવામાં આવી શકે છે?

સ્કૂલ બસ, વાન, મિની બસ અને ટૂર બસ સહિતની તમામ બસો પણ અમારા કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવી શકે છે.

સ્કૂલ બસના ઇન્સ્યોરન્સની કિંમત કેટલી છે?

તમે જે બસ માટે ઇન્સ્યોરન્સ ખરીદવા માંગો છો, તેનો આધાર તમારા સ્થળ પર છે. તે મુજબ તમારા બસ ઇન્સ્યોરન્સની કિંમત અલગ-અલગ હશે. તમારા સ્કૂલ બસ ઇન્સ્યોરન્સ કેટલો ખર્ચ થઈ શકે છે તે સમજવા માટે, તમારી વિગતો અહીં દાખલ કરો.