2019 માં લૉન્ચ કરાયેલ, હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીક એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક એસયુવી હતી. તે 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે શ્રેષ્ઠ એસલેરેશન સાથે રોમાંચક ડ્રાઇવિંગ અનુભવની ખાતરી આપે છે.
2020 માં, કોના ઇલેક્ટ્રિકને મિડ-ફેસલિફ્ટ મળી હતી અને તે 2022 માં ભારતમાં આવશે.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીક 39.2kWH બેટરી અને 136 HP એન્જિન દ્વારા સંચાલિત છે જે 304km રેન્જ અને 64kWH બેટરી અને 204HP મોટર સાથે વૈશ્વિક સ્તરે 483km રેન્જ પ્રદાન કરે છે. તેનાથી વિપરિત, ભારતીય વર્ઝન લોવર-સ્પેક 39.2kWH બેટરી અને 136 HP ઇલેક્ટ્રિક એન્જિન સાથે આવે છે.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીકને 10.25-ઇંચની ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જે બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકને સપોર્ટ કરે છે, જે પ્લગ ઇન કરેલી હોય ત્યારે કારને પ્રીહિટ કરવા માટે વૉઇસ કંટ્રોલ, રિમોટ ચાર્જિંગ, રિમોટ ક્લાઇમેટ કંટ્રોલ છે. તમને બ્લાઇંડસ્પોટ સહાય, રિઅર ક્રોસ-ટ્રાફિક સહાય, સલામત રીતે બહાર નીકળવા વોર્નિંગ અને ઈ-કૉલ પણ મળશે જે અકસ્માતોના કિસ્સામાં આપમેળે ઈમરજન્સી સર્વિસ એલર્ટ આપશે.
જો કે, ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો કોન્સેપ્ટ હજુ નવો છે, તેથી તેની જાળવણી કરવી ખર્ચાળ બાબત બની શકે છે. તેથી, હ્યુન્ડાઇ કોના ઈલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી એ સંભવિત રિપેર/રિપ્લેસમેન્ટ ખર્ચથી બચવા માટે એક સમજદાર પગલું છે.
વધુમાં, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ભારતમાં કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત છે.