નિસાન મોટર કોર્પોરેશન એક જાણીતી જાપાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદન કંપની છે, જેની સ્થાપના ડિસેમ્બર 1933માં થઈ હતી. 2013માં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી ઓટોમેકર હોવા સાથે તે એપ્રિલ 2018 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની સૌથી મોટી ઉત્પાદક બની હતી. કંપનીએ વિશ્વભરમાં ઓલ-ઇલેક્ટ્રિક વાહનોના 3,20,000 કરતાં વધુ યુનિટનું વેચાણ કર્યું હતું.
આ મેન્યુફેક્ચરિંગ કંપનીની ભારતીય પેટાકંપની, નિસાન મોટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. તેની હેચબેક, MUV, SUV અને સેડાનની શ્રેણીને કારણે તે ભારતીય ખરીદદારોની ઝડપથી મનપસંદ કાર ઉત્પાદક કંપની બની ગઈ.
વધુમાં, આ કંપની પાસે બે બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે - નિસાન અને ડેટસન. ભારતીય કોમ્યુટર માર્કેટમાં તાજેતરના કેટલાક મોડલ્સમાં નિસાન કિક્સ, નિસાન મેગ્નાઈટ, ડેટસન ગો, ડેટસન ગો+ અને ડેટસન રેડી-ગોનો સમાવેશ થાય છે.
નિસાનના તાજેતરના રિપોર્ટ મુજબ તેણે સમગ્ર ભારતમાં એપ્રિલ-ડિસેમ્બર 2021માં લગભગ 27,000 યુનિટનું વેચાણ કર્યું હતું. જો તમે નિસાન કારના માલિક છો અથવા આવનારા વર્ષમાં તેની કાર ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમારે અકસ્માત દરમિયાન તેના જોખમો અને નુકસાની વિશે જાગૃત રહેવું જોઈએ. આવા નુકસાનનું રિપેરિંગ તમારૂં નસીબ બગાડી શકે છે અને તમારા નાણાકીય બોજમાં વધારો કરી શકે છે.
જોકે, તમે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી નિસાન કાર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો અને આવા ખર્ચ માટે કવરેજ મેળવી શકો છો. ભારતમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી નિસાન કાર માટે થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી બંને ઓફર કરે છે.
મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ થર્ડ-પાર્ટી લાયાબિલિટી સાથે ટ્રાફિક દંડથી બચવા માટે નિસાન કાર માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. તેમ છતાં એક સારી સંપૂર્ણ બહુઆયામી, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવો વ્યવહારુ છે. તે પોતાની કાર અને થર્ડ-પાર્ટી નુકસાન બંનેને આવરી લે છે.
આ સંદર્ભે તમે નિસાન કારનો ઓનલાઈન ઇન્સ્યોરન્સ મેળવવા માટે ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પસંદ કરી શકો છો. આ ઇન્સ્યોરન્સ પ્રદાતા ક્લેમની સરળ પ્રક્રિયા, નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી, કેશલેસ રિપેરિંગ સહિતના ઘણા લાભો સાથે આવે છે. વધુમાં, તે એક સસ્તી નિસાન કાર ઇન્સ્યોરન્સ કિંમત ઓફર કરે છે, જે નાણાકીય જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે.
આમ, નિસાન માટે કાર ઇન્સ્યોરન્સ મેળવતા પહેલા, તમે ડિજિટને ધ્યાનમાં લઈ શકો છો અને તમારા લાભોને મહત્તમ કરી શકો છો.