ફ્રેન્ચ મલ્ટીનેશનલ ઓટોમેકર રેનોલ્ટે ફેબ્રુઆરી 2021માં કિગર નામની અદભૂત ડિઝાઇનવાળી SUV લૉન્ચ કરી છે. કિગર પાવર અને સુલભતાનું સંપૂર્ણ બેલેન્સ દર્શાવે છે. તેની શરૂઆતથી, ફ્રેન્ચ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરરે લગભગ 3226 કિગર મોડલ વેચ્યા છે. વેચાણના આવા આંકડાઓને કારણે કિગર તેના સેગમેન્ટમાં 5મી સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે.
વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ હોવા છતાં, કિગર અન્ય કોઈપણ કારની જેમ અકસ્માતો માટે સંવેદનશીલ છે. તેથી, આ મૉડલ ખરીદવાનું પ્લાન ધરાવતી વ્યક્તિઓએ નાણાકીય તણાવ ટાળવા માટે રેનોલ્ટ કિગર કારનો ઇન્સ્યોરન્સ લેવાનું વિચારવું જોઈએ.
ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ 1988 એ દરેક ભારતીય વાહન માલિક માટે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ ફરજિયાત બનાવ્યો છે. આ પોલિસી હેઠળ, કોઈપણ થર્ડ પાર્ટીના નુકસાન અથવા ઈજા સામે નાણાકીય સુરક્ષાની ખાતરી આપી શકાય છે.
કાર માલિકો બહેતર નાણાકીય કવરેજ માટે કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પોલિસીનો પણ વિચાર કરી શકે છે. એક કોમ્પ્રીહેન્સીવ પોલિસી થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ખર્ચ બંનેને આવરી લે છે.
ભારતમાં ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે જે રેનોલ્ટ કિગર માટે પોસાય તેવા પ્રીમિયમ પર સરળ કાર ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. ડિજીટ એ આવા જ એક ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર છે.
નીચેના સેગમેન્ટમાં, તમને કિગરની કેટલીક વિશેષતાઓ, વિવિધ વેરિયન્ટ્સની કિંમતો, ભારતમાં કાર ઇન્સ્યોરન્સનું મહત્વ અને ડિજીટના ફાયદાઓ પર સંક્ષિપ્ત ચર્ચા જોવા મળશે.