1899માં સ્થપાયેલ, રેનો ગ્રૂપ ફ્રેન્ચ મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ પ્રોડકશન કંપની છે. કંપની હાલના સમયમાં કાર અને વાનનું ઉત્પાદન કરે છે. જોકે કંપની ટ્રક, ટેન્ક, ટ્રેક્ટર, એરક્રાફ્ટ એન્જિન અને ઓટોરેલ વાહનોનું ઉત્પાદન પણ કરતી હતી. 2016 સુધીમાં, તે ઉત્પાદન વોલ્યુમ દ્વારા વિશ્વની નવમી સૌથી મોટી ઓટોમેકર બની હતી.
વધુમાં, રેનોની કારોએ રેલીંગ, ફોર્મ્યુલા 1 અને ફોર્મ્યુલા E જેવી મોટરસ્પોર્ટ ઈવેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. કંપની ડિસેમ્બર 2019 દરમિયાન વિશ્વભરમાં 2,73,000 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે જાણીતી છે.
આ મલ્ટીનેશનલ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રેનો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના ઓક્ટોબર, 2005માં કરવામાં આવી હતી. આ કંપની હાલમાં ભારતીય ખરીદદારો માટે રેનો કારના ચાર મોડલ ધરાવે છે. ચેન્નાઈમાં મેન્યુફેકચરિંગ યુનિટ સાથે, તે દર વર્ષે રેનો કારના 4,80,000 એકમોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
2020 સુધીમાં, આ ફ્રેન્ચ ઓટોમેકરની ભારતીય પેટાકંપનીએ સમગ્ર ભારતમાં રેનો કારના 89,000 કરતાં વધુ યુનિટનું વેચાણ કર્યું હતું. આ વેચાણના આંકડા સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આ બ્રાન્ડની કારના મોડલ ભારતીય મોટરચાલકોમાં માંગમાં છે.
જો તમારી પાસે રેનોની કોઈ કાર છે, તો તમારે રેનો કાર ઇન્સ્યોરન્સ લેવો અથવા રિન્યૂ કરવાનું વિચારવું જોઈએ. તમારી કારને જ્યારે અકસ્માત નડે અથવા અન્ય કમનસીબ સ્થિતિમાં નુકસાન થાય છે ત્યારે કાર ઇન્સ્યોરન્સ પોલિસી અતિઉપયોગી નીવડે છે. રેનો કાર માટે માન્ય ઇન્સ્યોરન્સ વિના, તમારે તમારા ખિસ્સામાંથી રિપેરિંગ સહિતનો અણધાર્યો અતિશય ખર્ચ ઉઠાવવો પડી શકે છે.
વધુમાં, મોટર વ્હિકલ એક્ટ, 1988 હેઠળ ભારે દંડથી બચવા માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે. તેથી તમારી રેનો માટે કાર ઇન્સ્યોરન્સ મેળવીને, તમે નાણાકીય તેમજ કાનૂની જવાબદારીઓ ઘટાડી શકો છો.
તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓ થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ રેનો કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ઓફર કરે છે. ઉપરોક્ત પહેલી પોલિસી માત્ર થર્ડ-પાર્ટી નુકસાનને આવરી લે છે, જ્યારે બીજી થર્ડ પાર્ટીની સાથે તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે. આ ઉપરાંત, ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા ઇન્સ્યોરન્સ પ્લાન પર અન્ય સંખ્યાબંધ સર્વિસ લાભો ઓફર કરે છે. આ પ્રકારના મહત્તમ લાભો સાથે આવતી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતાં પહેલાં તમે ઇન્સ્યોરન્સ પોલિસીની સરખામણી કરવાનું વિચારી શકો છો.
સરળતાથી નિર્ણય લેવા માટે તમે ડિજિટની અફોર્ડેબલ રેનો કાર ઇન્સ્યોરન્સની કિંમત, એડ-ઓન લાભો, સરળ ઝંઝટમુક્ત ક્લેમ પ્રક્રિયા અને અન્ય લાભો ધ્યાનમાં લઈ શકો છો.