સીએનજી (CNG) કાર ઇન્સ્યોરન્સ

આજે જ તમારા સીએનજી (CNG) વાહન માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

સીએનજી (CNG) વાહનો માટે કાર ઇન્સ્યોરન્સ

જો તમારી પાસે પહેલેથી જ સીએનજી વાહન છે અથવા તમારું વાહન પેટ્રોલમાંથી સીએનજીમાં બદલવાનું વિચારી રહ્યાં છો અને એવું માનો છો કે તમારો રેગ્યુલર કાર ઇન્સ્યોરન્સ તેને કવર કરવા માટે પૂરતો હશે, તો આગળ વાંચો… કારણ કે કમનસીબે, એવું નથી!

સીએનજી વાહનમાં અમુક ખાસ નિયમો હોય છે, જેનું મોટર ઇન્સ્યોરન્સ અપગ્રેડ કરતી વખતે પાલન કરવું તમારા માટે જરૂરી છે, ખાસ કરીને એટલે કારણ કે સીએનજી કીટ તમારા વાહનને ઘણી બધી રીતે અસર કરશે, પ્રદર્શનથી લઈને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સુધી અને પર્યાવરણને પણ અસર કરશે.

સીએનજી (CNG) વાહનના શું ફાયદા છે?

હાલમાં, સીએનજી વાહનો ઘણા લોકપ્રિય બની રહ્યાં છે, કારણ કે તે ટકાઉ અને બિન-ખર્ચાળ વાહનનો એક ઉત્તમ વિકલ્પ છે.

રેગ્યુલર ફ્યુલની કિંમતની સરખામણીમાં સીએનજી (અથવા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) તમને ઓછી  કિંમતમાં સમાન માઇલેજ આપે છે - જે તેને રેગ્યુલર પેટ્રોલ અથવા ડીઝલનો સસ્તો વિકલ્પ બનાવે છે.

વધુમાં, તેમાં કાર્બનનું ઉત્સર્જન ખુબ જ ઓછું હોઈ છે, જે તેને સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી ફ્યુલ બનાવે છે.

કારમાં સીએનજી (CNG) કીટ કેવી રીતે ઇન્સટોલ કરાવી?

આ એક સ્વાભાવિક પ્રશ્ન છે, પરંતુ વાહનમાં સીએનજી કીટ કરાવવા માટે બે મુખ્ય રીત છે.

બાહ્ય રીતે ઇન્સ્ટોલ કરેલ સીએનજી કીટ

તમારી પેટ્રોલ કારને સીએનજી કારમાં બદલવી શક્ય છે. આનો અર્થ છે કે તમારી જૂની કારમાં નવી સીએનજી કીટ ઇન્સ્ટોલ કરવી. સારી ગુણવત્તાવાળી સીએનજી કીટની કિંમત લગભગ 50,000 રૂપિયા હોઈ શકે છે અને તે સામાન્ય રીતે કારના ટ્રંકમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

જો કે, આનો અર્થ એ છે કે તે સરળતાથી બગડી જાય, તેવું પણ થઇ શકે છે, તેથી, તમારે તમારા ઇન્સ્યોરર પાસે કીટનો અલગથી ઇન્સ્યોરન્સ કરાવવો પડશે.

આંતરિક રીતે ઇન્સ્ટોલ કરેલ સીએનજી કીટ

આ કિસ્સામાં, સીએનજી કીટ પહેલાથી જ તમારી કારમાં, તમારા ઉત્પાદક દ્વારા જ પ્રી-ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે જે પણ ઇન્સ્યોરન્સ ખરીદશો, તેમાં પહેલેથી જ સીએનજી વિકલ્પ શામેલ હશે.

સીએનજી (CNG) કીટ તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરશે?

કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ તેના ફ્યુલના પ્રકાર અને ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (આઈડીવી) સહિત ઘણાં પરિબળોથી પ્રભાવિત થાય છે. જ્યારે તમે તમારા વાહનમાં સીએનજી કીટ લગાવો છો, ત્યારે આ બંને પર પણ તેની અસર થશે.

સીએનજી કારમાં, પ્રીમિયમની રકમમાં, સામાન્ય રીતે રૂ.60 વધારે હોય છે અને ફક્ત-થર્ડ-પાર્ટી પોલિસી પર અમુક વધારાના ટેક્સ ઉમેરવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ પોલિસીની વાત કરીએ તો, તે તમારી સીએનજી કીટ કાર સાથે પહેલેથી આવી હતી કે પછીથી ફીટ કરવામાં આવી હતી, તેના પર નિર્ભર કરે છે.

એક્સ્ટર્નલ સીએનજી કીટ માટે

જ્યારે તમે તમારી કારમાં નવી સીએનજી કીટ ફીટ કરી રહ્યાં હોવ, ત્યારે તમારા ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાનું યાદ રાખો, જેથી કરીને તમારી પોલિસી અપગ્રેડ કરી શકાય.

સામાન્ય રીતે, સીએનજી વાહનોને વધારે જાળવણીની જરૂર હોય છે અને તેમની ઇન્સ્ટોલેશન કિંમત વધારે હોય છે (સારી ગુણવત્તાવાળી સીએનજી કીટની કિંમત લગભગ રૂ. 50,000 હોઈ શકે છે). આનો અર્થ એ છે કે તમારું પ્રીમિયમ કીટની કિંમતથી 4-5% વધી શકે છે.

સીએનજી કીટ સાથે આવતા વાહનો માટે

પહેલેથી ફિટ કરેલ સીએનજી વાહન માટે, અન્ય કોઈપણ પ્રકારના વાહનની જેમ જ ઇન્સ્યોરન્સ લઈ શકાય છે. તમે સરળતાથી તમારી આરસી બુકને સીએનજી સીલ વડે અપડેટ કરી શકો છો અને ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે ફ્યુલના પ્રકારનો ઉલ્લેખ કરી શકો છો.

જો કે, તમને એ વાત ખબર હોવી જોઈએ કે તમને જે પ્રીમિયમ ભરવું પડશે, તે પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતી સમાન કારના ઇન્સ્યોરન્સ પ્રીમિયમની તુલનામાં થોડું વધારે હશે.

સીએનજી (CNG) કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

વાહનનું સીસી થર્ડ પાર્ટી પ્રીમિયમ (જીએસટી વગર)
1000 સીસીથી ઓછું ₹2,094
1000 સીસીથી વધુ પરંતુ 1500 સીસીથી ઓછું ₹3,416

તમારા સીએનજી (CNG) વાહન માટે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

સીએનજી (CNG) વાહનો વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમારા વાહનમાં સીએનજી કીટ ઇન્સ્ટોલ કરવી અથવા પહેલેથી ફિટ કરેલ સીએનજીવાળી કાર ખરીદવી, એ ઘણીવાર ફ્યુલના વધતા ભાવોના ઉકેલ તરીકે જોવામાં આવે છે.

પરંતુ સીએનજી કાર માટે નવું ઇન્સ્યોરન્સ મેળવવા સિવાય, કારને સીએનજીમાં બદલતા પહેલાં, તમારે નીચે આપેલી અમુક સાવચેતીઓ જાણવી જોઈએ:

ફ્યુલની ઉપલબ્ધતા

તમારી કારણે સીએનજીમાં બદલવાનો નિર્ણય કરો તે પહેલાં, તમારા વિસ્તારમાં સીએનજી ફ્યુલની ઉપલબ્ધતા અને નજીકના સીએનજી ફ્યુલ સ્ટેશન સુધી પહોંચવા માટે તમારે કેટલું દૂર જવું પડશે તે તપાસવાનું યાદ રાખો. સરળ શબ્દોમાં કહીએ તો, ધ્યાન રાખો કે તમારે ફ્યુલ ભરવા માટે વધુ પડતું ફ્યુલ વાપરવાની જરૂર નથી!

પરફોર્મન્સ વિરુદ્ધ કિંમત

સીએનજી વાહનોમાં ફયુલનો વપરાશ ઓછો થાય છે, પરંતુ એક હકીકત એ છે કે પેટ્રોલ એન્જિનની સરખામણીમાં સીએનજી વાહનોનું પ્રદર્શન નબળું હોય શકે છે.

સીએનજીવાળી કાર ચલાવવાથી તમારું ફ્યુલ ઓછું વપરાય છે, પરંતુ એક મુખ્ય ખામી એ છે કે કારના પરફોર્મન્સને નુકસાન થાય છે.

તમારા પેટ્રોલ એન્જિનની તુલનામાં, થ્રોટલનું પરફોર્મન્સ નબળું હોય છે; તમને સીએનજીથી ચાલતી મોટરમાંથી સમાન પ્રદર્શન જોવા નહીં મળે. ઉપરાંત, તમારે તમારી કાર વધુ વખત સર્વિસિંગ માટે આપવી પડી શકે છે.

આનું કારણ એ છે કે જ્યારે ફ્યુલ, વાલ્વ તેમજ સિલિન્ડર માટે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે, સીએનજી એવું કરતું નથી. આના કારણે તેના પર ઝડપથી કાટ પડી શકે છે.

એક્સ્ટર્નલ અથવા ઇન્ટરનલ સીએનજી કીટ

તમારા વાહનમાં સીએનજી કીટ ફીટ કરવાની બે રીત છે - તેને જૂની કારમાં ફિટ કરો અથવા પહેલેથી સીએનજી ફિટ થયેલ વાહન ખરીદો. પરંતુ વધુ સારું શું છે? તમારા વાહનમાં નવી સીએનજી કીટ ઇન્સ્ટોલ કરવી સસ્તું થઈ શકે છે, તમારે કમ્પેટિબિલિટી પણ તપાસવી જોઈએ. પહેલેથી સીએનજી ફિટ થયેલા વાહન ખરીદવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં વોરંટી અને સર્વિસિંગ માટેના વિકલ્પો શામેલ હોય જેના કારણે વધારાનો ખર્ચ કરવો પડતો નથી.

જાળવણીનો ખર્ચ

પેટ્રોલવાળા વાહનોની સરખામણીમાં, સીએનજી વાહનોને ઘણી બધી જાળવણીની જરૂર પડે છે. લીકેજ અને વાયરમાં ઇન્સ્યુલેશન છે કે નહીં, તે તપાસવા માટે, તમારે તમારા વાહનને નિયમિતપણે ચેક કરાવવાની જરૂર છે.

તો, તમારે સીએનજી (CNG) વાહન શા માટે પસંદ કરવું જોઈએ?

રેગ્યુલર પેટ્રોલ/ડીઝલવાળી કારની તુલનામાં, સીએનજી કારનો ઇન્સ્યોરન્સ લેવા માટે તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. પરંતુ, સુનિશ્ચિત રહો કારણ કે તે લાભદાયક છે.

સૌ પ્રથમ, સીએનજી, એ રેગ્યુલર પેટ્રોલ અથવા ડીઝલનો સસ્તો વિકલ્પ છે અને તે ઘણું ઇકો-ફ્રેન્ડલી પણ છે. ઘટેલા ઉત્સર્જન સ્તરનો અર્થ એ પણ છે કે, તેનાથી તમારી કાર લાંબા સમય સુધી ચાલતી રહેશે.

તો, પર્યાવરણ અને તમારા ફ્યુલ બજેટ, બંને માટે ખૂબ જ યોગ્ય વિકલ્પ હોવાથી, તમારે તમારી કારમાં વહેલી તકે સીએનજી કીટ ઇન્સ્ટોલ કરાવવી જોઈએ.