ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત

બાઇક ઇન્શ્યોરન્સ માટે આજે જ ભાવ મેળવો | તમારી ડિજિટ પોલિસી રિન્યુ કરાવો

Third-party premium has changed from 1st June. Renew now

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત શા માટે છે ?

ગ્રામીણ વિસ્તાર હોય કે જામ થયેલા મેટ્રોપોલિટન શહેર હોય, ટુ-વ્હીલર્સ નિઃશંકપણે ભારતમાં પર્સનલ ટ્રાન્સપોર્ટનું સૌથી યોગ્ય માધ્યમ છે. આવુ એટલા માટે છે કારણ કે ટુ-વ્હીલર્સ તમને ગ્રામીણ વિસ્તારોના સાંકડા રસ્તાઓમાં સરળતાથી અવરજવર કરવામાં મદદ કરે છે, તેમજ મુંબઈ, બેંગ્લોર અથવા દિલ્હી જેવા વ્યસ્ત મહાનગરના ભીડવાળા રસ્તાઓમાં પણ. ઉપરાંત, મોટાભાગના લોકોને ટુ-વ્હીલર સરળતાથી પોસાય છે. હકીકતમાં, જે લોકોને ટુ-વ્હીલર ખરીદવાનું પોસાય તેમ નથી તેઓ પણ હવે બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકે છે.

આ પરિબળો, ભારતીય મધ્યમ-વર્ગની વધતી જતી ક્ષમતા અને અપેક્ષાઓ સાથે, ભારતમાં ટુ- વ્હિલર્સની લોકપ્રિયતામાં વધારો કરવા તરફ દોરી જાય છે, અને તેથી ભારતીય માર્ગો પર ટુ-વ્હીલર વાહનોની સંખ્યા પહેલા કરતાં ઘણી વધારે છે. .

રસ્તા પર ટુ-વ્હિલર્સ વાહનોની આટલી મોટી સંખ્યામાં વધારો થતાં અકસ્માતોનું જોખમ પણ મોટા પ્રમાણમાં વધી ગયું છે. જે અનુસાર, ભારતમાં ટુ- વ્હિલર ઇન્શ્યોરન્સ  ની જરૂરિયાતમાં વધારો થયો છે. કેમ અને કેવી રીતે? ચાલો આ લેખમાં જાણીએ.

તમારે તમારા ટુ વ્હીલરનો ઇન્શ્યોરન્સ શા માટે લેવો જોઈએ?

તદ્દન નવા ટુ-વ્હીલરનું વેચાણ કરતી વખતે, લગભગ તમામ મોટર કંપનીઓ બાઇક ઇન્શ્યોરન્સ ઓફર કરે છે. જો કે, મોટા ભાગના લોકો કાં તો અમુક ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઇન્શ્યોરન્સને રદ કરે છે અથવા એકવાર તેની મુદ્દત સમાપ્ત થઈ જાય પછી તેઓ તેને રિન્યૂ કરાવતા નથી. કદાચ લોકો ઇન્શ્યોરન્સ પાછળ ખર્ચાતા નાણાં બચાવવા માંગતા હોય છે અથવા તેમની પાસે પોતાના ઇન્શ્યોરન્સને રિન્યૂ કરાવવાનો સમય જ હોતો નથી!

જો કે, બાઇક ઇન્સ્યોરન્સ પ્રત્યેના આ ઉદાસીન વલણ પાછળનું સાચું કારણ એ છે કે તેઓને આ પ્રશ્નનો જવાબ ખબર નથી - મારે બાઇકનો ઇન્શ્યોરન્સ પણ શા માટે લેવો જોઈએ?

કાયદા અનુસાર ઓછામાં ઓછો થર્ડ- પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત હોવા છતાં, તેના બદલે કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્શ્યોનર્સ પ્લાન પસંદ કરવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી અકસ્માતો, ચોરી, કુદરતી આફતો વગેરે સામે તમારા વાહનની પોતાની સુરક્ષા પુરી પાડે છે. તે ઉપરાંત,  થર્ડ-પાર્ટીની ઇજાઓ અથવા મિલકતના નુકસાનને પણ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પોલિસીના ભાગ રૂપે આવરી લેવામાં આવે છે. થર્ડ- પાર્ટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ બંને વચ્ચેની વિગતવાર સરખામણી તમારા માટે નીચે દર્શાવવામાં આવી છે જેથી તમે બંને માંથી સમજદારીપૂર્વક પસંદગી કરી શકો.

તપાસો : થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અથવા તમામ એડ- ઓન કવર્સ સાથેના કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ જાણવા માટે બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સના પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતથી પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ

×

થર્ડ- પાર્ટીના વ્હિકલને નુકસાન

×

થર્ડ-પાર્ટીની સંપત્તિઓને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા કે મૃત્યુ

×

તમારા સ્કૂટર કે બાઇકની ચોરી

×

તમારા IDVને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ- વ્હિલર ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ડિજીટ હાલ બજારમાં ઉપલબ્ધ સૌથી વધુ સારી રીતે સ્પષ્ટ, સંતુલિત કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરે છે. ડિજિટ દ્વારા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ સુપર- સિમ્પલ ક્લેમ્સ, કોઈ છુપો ખર્ચ નહી અને પારદર્શક ઇન્શ્યોરન્સ પ્રોસેસિંગની વ્યવસ્થા પુરી પાડે છે.

તમે એક જવાબદાર ચાલક હોઈ શકો છો, પરંતુ તમે ક્યારેય ખાતરી આપી શકતા નથી કે તમારી બાઇકને રસ્તા પર અકસ્માત થશે નહીં. સાવધાનીપૂર્વક ડ્રાઇવિંગ કરવા છતાં કોઈપણ પૂર્વ ચેતવણી આપ્યા વિના ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. અકસ્માત ઉપરાંત ચોરી કે કુદરતી આફત જેવી ઘટનાઓ પણ ગમે ત્યારે બની શકે છે. આ પ્રકારની ઘટનાઓ માટે તમે જવાબદાર છો કે નહીં તેમાં કોઈ વાંધો નથી પરંતુ તે ચોક્કસ છે કે આ પ્રકારની ઘટનાઓથી તમને મોટું આર્થિક નુકસાન થશે. પરંતુ જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર વીમો છે, તો તે તમને નાણાકીય નુકસાન તેમજ સંભવિત જવાબદારીઓ બંનેથી બચાવશે.

ઉપરાંત, મોટર વ્હિકલ એક્ટ, 1998 મુજબ ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત બની ગયો છે અને ટુ-વ્હિલર ખરીદનારે બાઇક ખરીદતી વખતે બાઇકનો ઇન્શ્યોરન્સ લેવો પડશે.

ડિજિટના કોમ્પ્રિહેન્સિવ ટુ- વ્હિલર ઇન્શ્યોરન્સમાં શુ કવર કરવામાં આવે છે?

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પોલિસીમાં ડિજિટ તરફથી નીચેના જોખમને આવરી કરવામાં આવે છે :

કુદરતી આફતોના કારણે નુકસાન અથવા ક્ષતિ  - ધરતીકંપ, ચક્રવાત, પૂર વગેરે જેવી કુદરતી આફતો આપણા જીવનમાં ગમે ત્યારે આવી શકે છે અને આપણા જીવન અને મિલકતને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કુદરતી આફતોથી થતા તમામ ક્ષતિ સામે નાણાકીય નુકસાનથી રક્ષણ આપે છે.

માનવસર્જિત આફતોથી થતા હાનિ અથવા નુકસાન - કુદરતી આફતો ઉપરાંત તમારી બાઇકને માનવસર્જિત આફતો જેવી કે... લૂંટ, ચોરી, રમખાણો અથવા આવી કોઈ કમનસીબીને કારણે પણ ભારે નુકસાન થઈ શકે છે.

ડિજિટની ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આવી માનવસર્જિત આફતોથી થતા તમામ નુકસાન સામે નાણાકીય નુકસાનથી પણ સંપૂર્ણ રક્ષણ આપશે.

અકસ્માતને કારણે થયેલ સંપૂર્ણ અથવા આંશિક વિકલાંગતા - અકસ્માત એ જીવનની સૌથી મોટી કમનસીબી છે જે કોઈપણ સમયે કોઈપણ ભયજનક સંકેત વિના થઈ શકે છે. જ્યારે ચાલક કોઈ અકસ્માતનો સામનો કરે છે, ત્યારે તે આંશિક અથવા સંપૂર્ણ અપંગતાનો ભોગ પીડાઈ શકે છે.

આંશિક વિકલાંગતાના ઉદાહરણોમાં હલનચલન ગતિ ગુમાવવી, શરીરનો અમુક ભાગ નકામો થઇ જવો વગેરે છે જ્યારે દ્રષ્ટિ સંપૂર્ણપણે જતી રહેવી, ચાલવામાં સંપૂર્ણ અસમર્થતા વગેરે સંપૂર્ણ વિકલાંગતાના કેટલાક ઉદાહરણો છે. ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ આ બધી કમનસીબીઓને આવરી લે છે અને તમને સારવારનો ખર્ચ પૂરો પાડે છે.

પોલિસી ધારકની મૃત્યુ - એક મોટો અકસ્માત પોલિસીધારક અથવા અકસ્માત સમયે બાઇક ચલાવનાર ત્રાહિત વ્યક્તિના મૃત્યુ તરફ દોરી શકે છે. આવા કિસ્સામાં, બાઇક ઇન્શ્યોરન્સ કંપની પોલિસીધારકના વારસદારોને મોટું વળતર આપે છે કારણ કે પોલિસીધારકે PA કવર પસંદ કર્યું છે.

આવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે ડિજિટની ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી આવરી લે છે. એ વાત સાચી છે કે ભારતના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું નથી, અને તેથી ટુ-વ્હીલર ચલાવતી વખતે વધારે જોખમનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં, રસ્તા પર કાર ચલાવવા કરતાં ટુ-વ્હીલર ચલાવવું વધારે જોખમી માનવામાં આવે છે. આવુ એટલા માટે છે કારણ કે જ્યારે તમે બાઇક ચલાવો છો, ત્યારે તમે કાર ચલાવનાર વ્યક્તિ કરતાં વધારે જોખમમાં છો કારણ કે કાર ચાલક કારની અંદર બેઠો છે. કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ જે ડિજિટલ દ્વારા ઓફર કરવામાં આવે છે, તમને પોતાની શારીરિક ઈજા, વાહનના કુલ અથવા આંશિક નુકસાન, ચાલકની સંપૂર્ણ અથવા આંશિક અપંગતા તેમજ થર્ડ- પાર્ટીની જવાબદારી માટે રિસ્ક કવરેજની વિશાળ રેન્જ પુરી પાડે છે.

કાયદાનુ પાલન, તેમાં સામેલ જોખમ પરિબળ અને કોસ્ટ- સેવિંગ - ભારતમાં બાઇક વીમો શા માટે ફરજિયાત છે - આ પ્રશ્નનો પૂરતો જવાબ આપવા માટેના પૂરતા કારણો છે . બાઇક ઇન્શ્યોરન્સનું મહત્વ સમજ્યા બાદ, તમે શેની રાહ જુઓ છો? જો તમને હજુ પણ તમે ટુ-વ્હીલર માટે ઇન્શ્યોરન્સ કવચ મેળવ્યો નથી, તો હાલ ડ તમારા વાહનનો ઇન્શ્યોરન્સ કરાવો!