ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ખરાબ ક્રેડિટ સ્કોર શું છે?

ક્રેડિટ સ્કોર એ એક નંબર છે જેનો ઉપયોગ બેંકો અને અન્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા વ્યક્તિની "ક્રેડિટ યોગ્યતા" (અથવા ઉધાર લીધેલી ધિરાણ, જેમ કે લોન ચૂકવવાની તેમની ક્ષમતા) ની ગણતરી કરવા માટે થાય છે. સામાન્ય રીતે તે 300-900ની વચ્ચેની સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે, જે તેમની ચુકવણી હિસ્ટરી, લોન હિસ્ટરી અને વધુ બાબતો પર આધારિત છે. 

ભારતમાં, ચાર લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ માહિતી બ્યુરો છે - TransUnion CIBIL, Experian, CRIF High Mark, and Equifax..

નબળો ક્રેડિટ સ્કોર શું છે?

વિવિધ ક્રેડિટ બ્યુરોમાં વિવિધ સ્કોરિંગ મોડલ હોય છે. જોકે, સામાન્ય રીતે 650થી નીચેનો ક્રેડિટ સ્કોર વાજબી અથવા ખરાબ માનવામાં આવે છે. આ જૂથ પાસે "સબપ્રાઈમ" ક્રેડિટ સ્કોર હોવાનું કહેવાય છે અને ધિરાણકર્તાઓ તેમને લોન ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે એવા લોકો તરીકે વર્ગીકૃત કરશે.

સામાન્ય ક્રેડિટ સ્કોર રેન્જ કેવી હોય છે તે અહીં છે:

ક્રેડિટ સ્કોર રેન્જ/શ્રેણીઓ તમને આ સ્કોર કેવી રીતે મળ્યો?
NA/NH "લાગુ નથી" અથવા "કોઈ ઈતિહાસ નથી" કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અથવા લોન નથી. આમ, કોઈ ક્રેડિટ ઈતિહાસ નથી.
300-549 નબળો ક્રેડિટ કાર્ડ બિલ અથવા EMI પર ચૂકી ગયેલ ચૂકવણીઓ અથવા ડિફોલ્ટ, નબળો ક્રેડિટ ઉપયોગ અથવા વધુ સંખ્યામાં ક્રેડિટ પૂછપરછ તમારી લોન પર ડિફોલ્ટ થવાના ઉંચા જોખમ તરીકે માનવામાં આવે છે. અરજદારોને ક્રેડિટની મંજૂરી આપવામાં આવશે નહીં.
550-649 વ્યાજબી ક્રેડિટ કાર્ડ બિલ/EMI અનિયમિત અથવા લેટ ચુકવણી અથવા ઘણીવાર ક્રેડિટ પૂછપરછ ધિરાણકર્તાઓ માટે જોખમ તરીકે ગણવામાં આવે છે. અરજદારોને કેટલીક ક્રેડિટ માટે મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ વ્યાજ દર અને ડાઉન પેમેન્ટ વધુ હોઈ શકે છે.
650-749 સારો ભૂતકાળમાં સારી ચુકવણીની વર્તણૂક, ડિફોલ્ટ થવાના ઓછા જોખમે ગણવામાં આવે છે, અરજદારોને ક્રેડિટ માટે મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ શ્રેષ્ઠ દર ઓફર થતા નથી.
750-799 વધુ સારો નિયમિત ક્રેડિટ ચૂકવણી, લાંબો ક્રેડિટ ઈતિહાસ, જવાબદાર પુન: ચુકવણી વર્તણૂક, ધિરાણકર્તાઓ માટે ઓછું જોખમ માનવામાં આવે છે. અરજદારોને લોન પર સારા સોદા સાથે ક્રેડિટ માટે મંજૂરી મળે તેવી શક્યતા છે.
800-900 ખૂબ જ સારો સારું નાણાકીય વ્યવસ્થાપન, નિયમિત ક્રેડિટ ચૂકવણી, ઓછો ક્રેડિટ ઉપયોગ અને અનુકરણીય ક્રેડિટ ઈતિહાસ, ધિરાણકર્તાઓ માટે ખૂબ જ ઓછું જોખમ માનવામાં આવે છે. અરજદારોને લોન અને ક્રેડિટ કાર્ડ પર ઉત્તમ દર અને અનુકૂળ શરતો પ્રાપ્ત થવાની સંભાવના છે.
સારા સમાચાર એ છે કે અન્ય ખરાબ ગ્રેડથી વિપરીત ખરાબ ક્રેડિટ સ્કોરની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. તમારા સ્કોરને શું અસર કરે છે, અને કોણ તેને ઓછું રાખે છે તે જાણી તમે કેટલીક મુખ્ય ક્રેડિટ ટેવોમાં સુધારો કરી શકો છો અને સમય જતાં તમારો સ્કોર સુધરશે.

ખરાબ ક્રેડિટ સ્કોર તમને કેવી અસર કરશે?

ખરાબ અથવા ઓછો ક્રેડિટ સ્કોર અનેક રીતે નડતરરુપ થશે. તેમાં સામેલ છે:

  • ક્રેડિટ અરજીઓ રદ કરવામાં આવી રહી છે: જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય અને ક્રેડિટ મેનેજ ઈતિહાસ ખરાબ હોય તો બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તમારી ક્રેડિટ અરજીઓને રદ કરે તેવી શક્યતા વધુ હોય છે.

  • લોન મેળવવામાં મુશ્કેલી: નબળા ક્રેડિટ સ્કોર સાથે ધિરાણકર્તાઓના મનમાં તમારા ડિફોલ્ટને લઈને શંકા રહેશે જેથી લોન માટે મંજૂરી મેળવવી મુશ્કેલ અથવા અશક્ય બની શકે છે.

  • ઉંચા-વ્યાજ દર: તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી તમને વધુ જોખમી તરીકે જોવામાં આવશે અને તમારી પાસેથી લોન પર વધુ વ્યાજદર વસૂલવામાં આવશે.

ખરાબ ક્રેડિટ ધરાવનારાઓને ધિરાણ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડશે અને તેમને ઊંચા વ્યાજ દર અને અન્ય વૈકલ્પિક અને ખર્ચાળ ધિરાણ વિકલ્પો પસંદ કરવાની ફરજ પડી શકે છે.

કયા પરિબળો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે?

ઉપર જણાવ્યા મુજબ, વ્યક્તિનો સ્કોર 300-900ની વચ્ચે હોય છે. આ નંબર અનેક પરિબળોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે. આ દરેક પરિબળનું સ્કોર પર અલગ-અલગ વેઇટેજ હોય છે, પરંતુ સ્કોરની ગણતરી કરતી કંપનીના આધારે આ વેઇટેજ બદલાશે.

ધ્યાનમાં લેવામાં આવતા પરિબળોમાં સામેલ છે:

પરિબળો આ પરિબળોને શું અસર કરે છે?
ચુકવણી -ઇતિહાસ ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI ની સમયસર ચૂકવણી તમારા સ્કોરને સુધારશે, જ્યારે વિલંબિત, ચૂકી ગયેલ અથવા ડિફોલ્ટ ચૂકવણી તમારા ક્રેડિટ સ્કોરને ઘટાડશે.
ક્રેડિટનો ઉપયોગ તમારી ક્રેડિટની મર્યાદાની રકમ જેટલી ઓછી વાપરશો તે તમારા સ્કોરને વધુ મદદ કરશે. આદર્શ રીતે તમારે તમારી ક્રેડિટની મર્યાદાના 30% થી વધુ ખર્ચ ન કરવો જોઈએ. જો આ મર્યાદા વધારે હશે તો તમારો સ્કોર નીચે લાવશે.
ક્રેડિટ સમયગાળો તમારી પાસે તમારા એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ જેટલા લાંબા સમય સુધી હશે, તમારા ક્રેડિટ સ્કોર માટે તેટલું સારું છે કારણ કે તે સંભવિત ધિરાણકર્તાઓને તમારી સતત જવાબદાર નાણાકીય વર્તન વિશે ખાતરી આપશે.
ક્રેડિટ મિક્સ ક્રેડિટના બે મુખ્ય પ્રકાર છે: અસુરક્ષિત લોન (ઉદા. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. ઓટો લોન અથવા હોમ લોન). બંનેનું મિશ્રણ કરવાની વિનંતી કરવામાં આવે છે.
ક્રેડિટ પૂછપરછ વધુ સંખ્યામાં "સખત પૂછપરછ" એટલે કે, ક્રેડિટ કાર્ડ, લોન વગેરે જેવી ક્રેડિટ માટે અરજી કરવી, ખાસ કરીને ટૂંકા ગાળા દરમિયાન તે તમારો સ્કોર ઘટાડી શકે છે.

કયા પરિબળો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં?

એવા પણ ઘણા પરિબળો છે જે તમારા ક્રેડિટ સ્કોરની ગણતરીમાં ભૂમિકા ભજવતા નથી. તેમાં સામેલ છે:

  • તમારું એકાઉન્ટ બેલેન્સ, રોકાણ અને કોઈપણ ડેબિટ કાર્ડનો ઉપયોગ.

  • તમારી આવક, વ્યવસાય, નોકરીદાતા અથવા રોજગાર ઇતિહાસ (જોકે કેટલાક ધિરાણકર્તાઓ હજુ પણ આ માહિતીને ધ્યાનમાં લઈ શકે છે).

  • તમારી ઉંમર, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ સ્તર, રાષ્ટ્રીયતા, ધર્મ, તમે ક્યાં રહો છો અને અન્ય વસ્તી વિષયક પરિબળો.

  • ઉપયોગિતા/યુટિલિટી બિલોની ચુકવણી જેમ કે ભાડું અથવા ફોન, વીજળી, પાણી અને ઇન્ટરનેટ બિલ.

  • ક્રેડિટ નકારવામાં આવે છે અર્થાત લોન અથવા ક્રેડિટ કાર્ડ અરજી રદ કરવામાં આવે છે.

  • નરમ પૂછપરછ - તમે તમારી પોતાની ક્રેડિટ રિપોર્ટ તપાસો અથવા અન્ય લોકો દ્વારા પૂછપરછ કરો (જેમ કે તમારી બેંક તમારા ક્રેડિટ એકાઉન્ટ્સની સમીક્ષા કરે છે).

તમારો ક્રેડિટ સ્કોર શું/કોણ ઘટાડી શકે છે?

એકવાર તમે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરતા પરિબળોને જાણ્યા પછી, તમે એ જાણી શકશો કે કઈ ક્રિયાઓ તમારા ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર કરે છે. તેમાંથી કેટલાક નીચે મુજબ છે.

  • ચૂકવણીઓ ચૂક અથવા ડિફોલ્ટ - ક્રેડિટ બિલ, લોન અને EMI પર કોઈપણ ચૂકી ગયેલ અથવા ડિફોલ્ટ થયેલી ચૂકવણી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડશે. વધુમાં, તમારી ચૂકવણી જેટલી વધુ લેટ થશે તેટલું તમારા સ્કોરને નુકસાન કરશે.

  • તમારી બાકી રકમ - મોર્ગેજ, ક્રેડિટ કાર્ડ બેલેન્સ, કાર લોન, હોમ લોન વગેરે સહિત તમારી બાકી રહેલી કુલ રકમ તમારા સ્કોરને અસર કરશે. આ રકમ જેટલું ઉંચી તેટલો જ તમારો સ્કોર ઓછો હોઈ શકે છે.

  • તમારી ક્રેડિટની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ - આદર્શ રીતે તમારે તમારા ક્રેડિટ ઉપયોગને 30%ની નીચે રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. અર્થાત તમારે તમારી ક્રેડિટની મર્યાદાના માત્ર 30%નો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે વધુ ઉપયોગ સંકેત આપશે કે તમે ક્રેડિટ પર ખૂબ નિર્ભર છો.

  • ટૂંકા સમયમાં વધુ ક્રેડિટ અરજી - તમે જ્યારે નવી ક્રેડિટ માટે અરજી કરો છો ત્યારે તમારી ક્રેડિટ રિપોર્ટ પર સખત તપાસ રેકોર્ડ કરવામાં આવે છે, જે બે વર્ષ સુધી ફાઇલમાં રહે છે. ટૂંકા ગાળામાં ઘણી બધી વખત પૂછપરછો દર્શાવે છે કે તમે ખરાબ નાણાકીય સ્થિતિમાં છો અને તમારો સ્કોર ઘટાડી શકો છો.

  • ક્રેડિટ રિપોર્ટમાં ભૂલોને અવગણવી - તમારા ક્રેડિટ રિપોર્ટમાંની ભૂલો તમારી પોતાની કોઈ ભૂલ વિના તમારો સ્કોર ઘટાડી શકે છે તેથી તમારા ક્રેડિટ સ્કોર અને રિપોર્ટનું નિયમિતપણે નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરો.

ખરાબ ક્રેડિટ સ્કોર કેવી રીતે સુધારવો?

તમારો ક્રેડિટ સ્કોર કેમ ખરાબ થઈ રહ્યો છે તે જાણીને તમારા ક્રેડિટ સ્કોરને સારો બનાવવો સરળ છે. તેમાં થોડો સમય અને પ્રયત્ન લાગી શકે છે, પરંતુ તમારો ક્રેડિટ સ્કોર 700થી ઉપર લઈ જવા માટે તમે અહીં જણાવેલા કેટલાક પગલાં લઈ શકો છો:

  • તમારી ક્રેડિટ રિપોર્ટની નિયમિત સમીક્ષા કરો જેથી કરીને તમે કોઈપણ ભૂલોને જાણી, સુધારી શકો.

  • તમારા ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI સમયસર ચૂકવો.

  • જો તમારી પાસે કોઈ બાકી ચૂકવણી હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો.

  • તમારી ક્રેડિટની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં; તમારા ક્રેડિટ ઉપયોગને 30%ની અંદર રાખવાનો પ્રયાસ કરો (જો તમારી ક્રેડિટ મર્યાદા ₹10,000 છે, તો ₹3,000 થી વધુનો ઉપયોગ ન કરવાનો પ્રયત્ન કરો).

  • ખાસ કરીને ટૂંકા ગાળામાં એકથી વધુ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી સહિતની કોઈપણ નવી ક્રેડિટ અરજીને મર્યાદિત કરો.

  • અત્યંંત જરૂરી ન હોય ત્યાં સુધી તમારા જૂના ક્રેડિટ કાર્ડ રદ કરશો નહીં કારણ કે જૂના કાર્ડ ધિરાણકર્તાઓને તમે બિલ સમયસર ચૂકવી રહ્યાં છો તેની ખાતરી આપી શકે છે

જો તમારી પાસે ક્રેડિટ સ્કોર ન હોય તો શું કરવું?

ક્રેડિટ હિસ્ટરી ન હોવા છતાં અને ક્રેડિટ સ્કોર ન હોવાનો અર્થ એ નથી કે તમારી પાસે ખરાબ ક્રેડિટ છે પરંતુ સારો ક્રેડિટ સ્કોર બનાવવો મુશ્કેલ બનાવી શકે છે.

જો તમે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી અથવા તમે ક્યારેય લોન લીધી નથી, તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં. કારણકે મોટાભાગના ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ તમારો સ્કોર નક્કી કરવા માટે આ ક્રેડિટ રિપોર્ટનો જ ઉપયોગ કરે છે. આમ જો આ માહિતી ન હોય તો તેઓ સ્કોર અથવા રિપોર્ટ બનાવી શકતા નથી. 

આવી પરિસ્થિતિઓમાં, તમે ક્રેડિટ બનાવવાનું શરૂ કરવા માટે શું કરી શકો તે અહીં જણાવાયું છે:

  • સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ મેળવો - તમે નિયમિતપણે તમારી બાકી ચૂકવણી કરો તેવું એક સુરક્ષિત ક્રેડિટ કાર્ડ લો. તમારી પાસે પહેલેથી જ ખાતું હોય તેવી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટની સામે એક કાર્ડ લેવાનો પ્રયાસ કરો. ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારી બેંક સેટ તમારે જાળવવી જરૂરી હોય તે ન્યૂનતમ ડિપોઝિટ રકમ નક્કી કરશે.

  • ખાતરી કરો કે તમે સમયસર બિલની ચુકવણી કરી શકો છો - સારો ક્રેડિટ ઇતિહાસ બનાવવા માટે તમારે નિયમિત સમય પર તમે તમામ લેણાં ચૂકવવામાં સમર્થ હોવા જોઈએ.

  • ક્રેડિટ કાર્ડના વપરાશનું નિરીક્ષણ - તમારી ક્રેડિટ વર્તણૂકની ક્રેડિટ બ્યુરોને જાણ કરવામાં આવશે તેથી તમારી ક્રેડિટનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનું નિરીક્ષણ અવશ્ય કરતા રહો.

  • અન્ય કોઈના ક્રેડિટ કાર્ડ પર અધિકૃત વપરાશકર્તા બનો - તમે કુટુંબના સભ્યના ક્રેડિટ કાર્ડ પર અધિકૃત વપરાશકર્તા તરીકે ઉમેરવાનું પણ પસંદ કરી શકો છો. તમને આ પ્રાથમિક કાર્ડધારકના ખાતા સાથે જોડાયેલ કાર્ડ મળી શકે છે અને તે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે બીલ સમયસર ચૂકવવામાં આવે. આ ઉપયોગ તમારી ક્રેડિટ હિસ્ટરી ઉભી કરશે.

  • ગેરન્ટર/સહ-અરજદાર સાથે લોન માટે અરજી - જો તમને લોનની જરૂર હોય પરંતુ તમારી પાસે હજુ સુધી ક્રેડિટ હિસ્ટરી નથી તો ગેરેન્ટર અથવા સહ-અરજદાર સાથે ક્રેડિટ માટે અરજી કરો. આ તમારા ક્રેડિટ રેકોર્ડને મજબૂત કરવામાં મદદ કરશે કારણ કે લોન બંને ક્રેડિટ રિપોર્ટમાં દેખાશે. જોકે ચુકવણી માટે જવાબદાર બનજો કારણ કે ડિફોલ્ટ ફક્ત તમારા ક્રેડિટ સ્કોરને જ નહીં પરંતુ અન્ય પક્ષના ક્રેડિટ સ્કોરને પણ અસર કરી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમે ખરાબ ક્રેડિટ સ્કોર સાથે લોન માટે અરજી કરી શકો છો?

હાં, તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા ખરાબ હોય તો પણ લોન મેળવવી શક્ય છે. લોન માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર સુધારવાનો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે તેમ ન કરી શકો તો તમે નીચેનામાંથી એક ઉપાય અપનાવી શકો છો:

  • ધિરાણકર્તાઓ માટે તમારી શોધને વધુ વિસ્તૃત કરો. ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરી શકે છે.
  • સારો ક્રેડિટ સ્કોર ધરાવતા સહ-અરજદા અથવા બાંયધરી આપનાર સાથે લોન માટે અરજી કરો કારણ કે આ તમારી પાત્રતામાં સુધારો કરી શકે છે.
  • ધિરાણકર્તા માટે ઓછા જોખમ સમાન ઓછી લોનની રકમ સાથે સુરક્ષિત લોન પસંદ કરો.
  • તમારા ધિરાણકર્તા સાથે વાત કરો અને સાબિત કરો કે તમારી આવક EMI ચૂકવણી સમકક્ષ અથવા વધુ છે.

તમારો ક્રેડિટ સ્કોર કેમ ઓછો છે ?

ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ સ્કોર નક્કી કરવા માટે જટિલ ગણતરીઓ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જોકે તમારો ક્રેડિટ સ્કોર અનેક કારણોસર ઓછો હોઈ શકે છે. તેમાં ભૂલી ગયેલ ચૂકવણી, ક્રેડિટ વપરાશમાં વધારો, નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે તાજેતરની અરજીઓ અથવા તો તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવું અને એકાઉન્ટ બંધ કરવા સહિતનો સમાવેશ થાય છે.

જોકે તમારા સ્કોર મહિને દર મહિને બદલાઈ શકે છે કારણ કે તમારી ક્રેડિટ રિપોર્ટમાં નવી માહિતી ઉમેરવામાં આવે છે તેથી તમારા સ્કોરને સુધારવા માટે પગલાં લીધા પછી ફરીથી તપાસ કરવાનું સુનિશ્ચિત કરો.

તમે તમારા ખરાબ ક્રેડિટ સ્કોરને કેવી રીતે સુધારી શકો છો?

તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાની ઘણી રીતો છે, જેમ કે:

  • ભૂલો માટે નિયમિતપણે તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ તપાસો. 
  • તમારા ક્રેડિટ બિલ અને EMI ને સમયસર ચૂકવો. 
  • કોઈપણ બાકી ચૂકવણી તમે બને તેટલી વહેલી તકે પૂર્ણ કરો. 
  • તમારી ક્રેડિટ લિમિટનો વધુ પડતો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. 
  • કોઈપણ નવી ક્રેડિટ રિક્વેસ્ટ માટે મર્યાદિત અરજી કરો.

યાદ રાખો, તમારા ક્રેડિટ સ્કોરને સુધારવા માટે કોઈ "ઝડપી સુધારાઓ/શોર્ટ કટ" નથી.

કયા પરિબળો તમારા ક્રેડિટ સ્કોરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે?

ઘણા પરિબળો છે વ્યક્તિના ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આમાંના દરેક પરિબળોનું સ્કોર પર અલગ-અલગ ભારણ છે, જે નીચે મુજબ છે:

  • 35% - ચુકવણી -ઇતિહાસ અથવા સમયસર તમારા બિલની ચૂકવણીને સૌથી વધુ ભાર આપવામાં આવે છે.
  • 30% - ક્રેડિટ વપરાશ અથવા તમે તમારી ક્રેડિટની લિમિટનો કેટલો ઉપયોગ કરો છો.
  • 15% - તમારા ક્રેડિટ હિસ્ટરીની લંબાઈ.
  • 10% - ક્રેડિટ મિશ્રણ અથવા તમારી પાસે વિવિધ પ્રકારની લોન અને ક્રેડિટ.
  • 10% - નવી ક્રેડિટ પૂછપરછ. જો તમે તાજેતરમાં ક્રેડિટ લીધી હોય અથવા અરજી કરી હોય.