ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ

નવી બાઇક વીમા ક્વોટ ઓનલાઇન મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

નવા બાઈક ઈન્સ્યોરન્સની વિગતવાર માહિતી

આખરે મનગમતું નવું ટુ-વ્હીલર ખરીદ્યું ? અમે પણ તમારી આ ખુશીમાં ખુશ છીએ! પરંતુ એક એક્સપર્ટ તરીકે અમે ઈચ્છીએ છીએ કે તમે તેની સુરક્ષા વિશે પણ વિચારોઅને તે ખૂબ જ સરળ પણ છે. તમે ફક્ત ન્યૂ બાઈક વીમો મેળવીને તેને સુરક્ષિત કરી શકો છો અને અમે તમને આ વિશે માર્ગદર્શન આપવા માટે અહીં છીએ.

સૌપ્રથમ તો સામાન્ય રીતે બાઇક વીમો બે પ્રકારના હોય છે, એક કોમ્પ્રિહેન્સિવ બાઇક વીમો અને થર્ડ-પાર્ટી બાઇક વીમો.

ભારતમાં ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ પ્લાન

બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતી વખતે IDVનું મહત્વ

IDV- ઈન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ એટલેકે એ મહત્તમ રકમ છે જે તમારી બાઈક ચોરાઈ જાય અથવા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય તો ઈન્શ્યોન્સ કંપની દ્વારા આપવામાં આવતી રકમ. અમે જાણીએ છીએ કે ઓછું પ્રિમીયમ લોકોને આકર્ષે છે પરંતુ તે બાબત પણ મહત્વની છે કે ઓછા પ્રીમિયમે તમને મહત્તમ નાણાકીય લાભ નહીં મળે. એટલા માટે તમારે હંમેશા પ્રીમિયમ જ નહિ, તમને ઓફર કરવામાં આવતા IDVને ચકાસવું જોઈએ.

અમે તમને ઉચ્ચતમ IDV પસંદ કરવાની સલાહ આપીએ છીએ. કેમ ખબર છે ? તમારી બાઇકને સંપૂર્ણપણે નુકશાન થાય તો પણ મહત્તમ IDV તમને મહત્તમ વળતર આપી જાય છે.

ડિજિટ પર અમે તમને તમારી પસંદગી મુજબ તમારા IDVને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપીએ છીએ કારણ કે અમે ઇચ્છીએ છીએ કે તમે બાઈકની સુરક્ષા બાબતે કોઈપણ સમાધાન વગર યોગ્ય નિર્ણય લો.

નવો બાઇક વીમો ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમારી નવી બાઇક માટે બાઇક વીમો ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના અનેક પાસાં છે. આ તમામ પરિબળો પર ધ્યાન આપીને તમે મહત્તમ અને એક શ્રેષ્ઠ કવર સુનિશ્ચિત કરી શકશો. આવા કેટલાક મહત્વના પરિબળો નીચે જણાવેલ છે:

#ક્લેઈમ પ્રક્રિયા - આ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી અને ઝંઝટમુક્ત હોવી જોઈએ. ઈન્શ્યોર્રનો ક્લેઈમ રેકોર્ડ ચકાસવા તેમની સોશિયલ મીડિયા ચેનલો, ઓફિશિયલ વેબસાઇટ અને કસ્ટમર રીવ્યૂ જેવા સ્ત્રોતોમાંથી મેળવો.

#પોલિસી પ્રકાર - પોલિસીના પ્રકારો જાણો, યોગ્ય નિર્ણય લેવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી ઈન્સ્યોરન્સ જરૂરિયાતોને આધારે થર્ડ પાર્ટી વીમો અથવા કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરો.

#એડ-ઓન્સ - તમારી પોલિસી સાથે યોગ્ય એડ-ઓન પસંદ કરવાથી તમને મહત્તમ લાભ મળી શકે છે. જેમકે ઝીરો ડેપ્રિસિયેશન કવર, NCB કવર, ઇનવોઇસ પ્રોટેક્શન કવર અને એન્જિન પ્રોટેક્ટ કવર. એડ-ઓન વિશે વધુ જાણો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

#યોગ્ય IDV - યોગ્ય IDV તમારી બાઇક પોલિસી પસંદ કરવામાં અથવા રિન્યૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. IDV જેટલું ઊંચું છે, તે અણધારી પરિસ્થિતિઓના સમયે વળતર વધારે અપાવશે. ડિજિટ પર, અમે સંપૂર્ણ પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ અને તમને તમારું IDV કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપીએ છીએ.

#ભાવની ઓનલાઈન સરખામણી કરો - ભાવની સરખામણી કરવા માટે ઓનલાઈન જાઓ, તમે તમારી પોલિસી ઓનલાઈન પણ ખરીદી શકો છો, ત્યાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ખાસ કરીને અમારી સાથે ઓનલાઈન પોલિસી ખરીદવાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેમાં કોઈ પેપરવર્ક સામેલ નથી, ફક્ત તમારી વિગતો ઓનલાઈન મૂકો અને તમે સોર્ટ થઈ જાઓ. તમે પ્રીમિયમની ગણતરી અને સરખામણી કરવા માટે અમારા બાઇક ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

શું ડીલર પાસેથી નવો બાઇક વીમો ખરીદવો શ્રેષ્ઠ વિકલ્પ છે?

ઘણા લોકો હંમેશા યોગ્ય ઈન્સ્યોરન્સ કંપની અને પ્લાનને ઓનલાઇન અથવા ઓફલાઇન શોધવામાં આળસ અનુભવે છે. તેઓ એનર્જી બગાડવા નથી માંગતા હોતા. તેથી મોટાભાગના માલિકો તેમના બાઇક ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતી ઈન્સ્યોરન્સ પોલિસી જ લે છે. તે સમય બચાવે છે અને અલબત્ત, તે અનુકૂળ સમજે છે! પરંતુ શું તે કરવું યોગ્ય છે? ચાલો જોઈએ કે જો તમે તમારા ડીલર પાસેથી પોલિસી ખરીદવાની યોજના બનાવો છો તો શું ખોટું થઈ શકે છે.

#મર્યાદિત વિકલ્પો - એકવાર તમે તમારા ડીલર પાસેથી તમારું ટુ-વ્હીલર ખરીદી લો, બીજી વસ્તુ જે તેઓ તમને વેચી શકે છે તે તેના માટે બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી છે. આ સરળ અને સુવિધાજનક હોવા છતાં તે ઓનલાઈન મળતા અસંખ્ય વૈવિધ્યસભર વિકલ્પોની સરખામણીમાં મર્યાદિત વિકલ્પોના ગેરલાભ સાથે આવે છે. વધુમાં તમારા ડીલરનું સંભવતઃ ચોક્કસ ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાણ હશે અને તે તમને ફક્ત આ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈન્સ્યોરન્સ ઓફર કરશે.

#શ્રેષ્ઠ એડ-ઓન્સ - તમારી પાસે એડ-ઑન્સની વિશાળ શ્રેણીમાંથી તમારી બાઇકને મહત્તમ કવરેજ આપી શકે તેવા વિકલ્પોમાંથી પસંદગી કરવાની સ્વતંત્રતા નહીં હોય. બાઇક વીમો ઓનલાઈન ખરીદવાથી તમને તમારા પ્લાનને પસંદ કરવા માટે વિવિધ એડ-ઓન્સ સાથે કસ્ટમાઇઝ કરવાનો લાભ મળે છે.

#ભાવની સરખામણી સંભવ નહિ - ભાવની સરખામણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જ્યારે તમે ડીલર પાસેથી વીમો ખરીદવાની યોજના ઘડી રહ્યા છો ત્યારે તમને આ તક નહીં મળે.

આ જ કારણોસર અમે તમને ઓનલાઇન જઈને રિસર્ચ કરી તમારી બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી સીધી ઓનલાઇન ખરીદવાની સલાહ આપીએ છીએ. ઓનલાઈન પ્રક્રિયા ઝડપી છે, તેમાં કોઈ કાગળ નથી અને સૌથી શ્રેષ્ઠ - તમે ખ્યાલ હોય છે કે તમે શું સિલેક્ટ કર્યું છે અને તમને ક્લેઈમ વખતે શું કવર મળશે!

ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ ઓનલાઈન કઈ રીતે ખરીદવો ?

સ્ટેપ 1 - બાઇક ઇન્સ્યોરન્સ પેજ પર જાઓ. તમારા વાહનનો મેક, મોડલ, વેરિઅન્ટ, રજિસ્ટ્રેશન તારીખ (નવી બાઇક પસંદ કરો) દાખલ કરો. ' Get Quote' પર ક્લિક કરો અને તમારી પસંદગીના પ્લાન પસંદ કરો.

સ્ટેપ 2 - માત્ર થર્ડ-પાર્ટી લાયબિલિટી અથવા સ્ટાન્ડર્ડ પેકેજ (કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ) વચ્ચે પસંદ કરો.

સ્ટેપ 3 - તમારા અગાઉના નો ક્લેમ બોનસ વિશેની વિગતો અમને આપો.

સ્ટેપ 4 - તમને તમારા પ્રીમિયમ માટે ક્વોટ મળશે. જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય તો તમે એડ-ઓન પસંદ કરીને IDV સેટ કરીને તેને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો. તમે આગલા પેજ પર ફાઈનક પ્રીમિયમ જોશો.