મહિન્દ્રા ભારતની સૌથી પ્રતિષ્ઠિત કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જે દેશની જમીન અને જરૂરિયાત અનુસારના વાહનોનું ઉત્પાદન કરે છે. મહિન્દ્રાની પ્રભાવશાળી કારોની લાઇન-અપમાં ટોચનું નામ છે મહિન્દ્રા મરાઝો.
આ લાર્જ મલ્ટી પર્પઝ વાહન વિસ્તૃત ભારતીય પરિવારો માટે યોગ્ય છે. આ વાહને ટોપ ગિયરની 2019 એડિશનમાં પ્રતિષ્ઠિત MPV ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો. ( 1 )
જો તમે આ પ્રભાવશાળી વાહનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હોય, તો તમારે તેના માટે યોગ્ય મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસીને પણ શોર્ટલિસ્ટ કરવી પડશે. આવી પોલિસીઓ તમારી કાર સાથે થતા અકસ્માતને કારણે ઉભી થતી તમારી નાણાકીય જવાબદારીને થર્ડ પાર્ટી માટે મર્યાદિત કરી શકે છે.
વધુમાં, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને પોતાના નુકસાન (Own Damage) માટે નાણાકીય વળતર મેળવવામાં પણ મદદ કરી શકે છે.
તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસીની જરૂર છે કે નહિ તે નક્કી કરવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ ભારતમાં દરેક વાહનમાલિક માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઓનલી પોલિસી કાયદેસર રીતે ફરજિયાત છે. 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ આવી પોલિસી વગર વાહન ચલાવવાથી રૂ.2000 (પુનરાવર્તિત અપરાધ માટે રૂ. 4000)નો દંડ થઈ શકે છે .
તેમ છતાં, જો તમે તમારી ફાઇનાન્સ અને તમારી કારની કાળજી રાખતા હોવ તો એક કોમ્પ્રિહેન્સિવ મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવરેજ સિવાય, આ પ્લાન અકસ્માતો, કુદરતી આફતો અને ચોરીને કારણે પોતાના નુકસાનની સ્થિતિમાં નાણાકીય નુકસાન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તેમ છતાં, તમે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરો છો તેના આધારે જ તમારા કારની સુરક્ષાની મર્યાદા નક્કી થશે.
તેથી, તમારે માત્ર પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી જ પોલિસી પસંદ કરવી જોઈએ. સદ્ભાગ્યે, જ્યારે કાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી તમને જોઈતા લાભોની વાત આવે ત્યારે ડિજીટ તમામ પેરામીટર પર યોગ્ય બેસે છે.