લાંબી મુદતનો ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ 3 વર્ષ માટે

એક બાઇક ઇન્સ્યોરન્સનું ઑનલાઇન ક્વૉટ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

લાંબી મુદતના ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વિશે વિગતવાર માર્ગદર્શિકા

જો તમારી પાસે ટૂ-વ્હીલર હોય, તો તમે સારી રીતે જાણતા જ હશો કે મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, તમારા વાહન માટે થર્ડ-પાર્ટીની જવાબદારીના કવર સાથેનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે.

પરંતુ, અહીં એક તાકિદની ચેતવણી આવે છે!

ભારતમાં, રસ્તા પર ચાલતાં ટૂ-વ્હીલર્સની કુલ સંખ્યાના લગભગ 75% પાસે કોઈ માન્ય ઇન્સ્યોરન્સ કવર નથી. આઘાતજનક, બરાબરને? ઠીક છે, એ હકીકતને ધ્યાનમાં રાખીને કે મોટાભાગના રાઇડર્સ શોરૂમમાંથી વાહનને બહાર કાઢતી વખતે તેમની બાઇકનો ઇન્સ્યોરન્સ લેવાના મહત્વને અવગણે છે, આ આંકડા એટલાં આશ્ચર્યજનક નથી.

જો કે, પૉલિસીનું રિન્યૂઅલ ન કરવાના મુદ્દાને ઉકેલવા માટે, સમગ્ર દેશમાં ઇન્સ્યોરન્સ પ્રદાતાઓએ બહુ-વર્ષીય અથવા લાંબી મુદતની ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી રજૂ કરી છે. શરૂઆતમાં, આ બહુ-વર્ષીય ઇન્સ્યોરન્સ પૉલિસી 3 વર્ષની મુદત માટે શરૂ કરવામાં આવી હતી. હવે, તેમને 5 વર્ષ સુધી પણ વધારી શકાય છે.

નીચે 3 વર્ષ માટે બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ અને શા માટે તેવું કરવું એ તમારા માટે સલાહભર્યું છે તેના વિશે વિગતવાર વર્ણન આપેલું છે.

3 વર્ષ માટે ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સનો શું અર્થ થાય?

ટૂ-વ્હીલરનો 3 વર્ષ માટે ઇન્સ્યોરન્સ લેવાથી વાહન-માલિકોને દર વર્ષે તેમની ઇન્સ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરવાની જરૂરિયાતમાંથી મુક્ત કરે છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) એ સ્ટેન્ડઅલોન થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર અને ટૂ-વ્હીલર માટે પોતાના-નુકસાનના કવર માટે  બહુ-વર્ષીય ઇન્સ્યોરન્સ પૉલિસીની આ સુવિધાને વિસ્તારી છે.

આમાં શું સામેલ છે?

કવરનો પ્રકાર અર્થ
થર્ડ પાર્ટી લાયબિલિટી કવર આ ઇન્સ્યોરન્સ પૉલિસી તમારા ટુ-વ્હીલરને કારણે ત્રાહિત વ્યક્તિને શારીરિક ઈજા અથવા મૃત્યુ અથવા થર્ડ-પાર્ટી વાહનને થતા કોઈપણ નુકસાનને કારણે ઊભી થતી જવાબદારીઓને કવર કરી લે છે.
ઑન ડેમેજ કવર કુદરતી રીતે અથવા માનવસર્જિત, તમારા પોતાના વાહનને થતા કોઈપણ નુકસાન અથવા ખોટને કારણે થતી જવાબદારીઓને કવર કરી લે છે.

તમે બંડલ કરેલી પૉલિસી તરીકે તમારા ટૂ વ્હીલર માટે 3 વર્ષની ઇન્સ્યોરન્સ પૉલિસી પણ મેળવી શકો છો, જેમાં 3 વર્ષનું થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર + 1 વર્ષનું ઓન ડેમેજ કવર સામેલ છે.

ત્રણ વર્ષના કોમ્પ્રિહેન્સીવ કવરને, ફક્ત 1લી સપ્ટેમ્બર 2018 પછી ખરીદવામાં આવેલા ટૂ-વ્હીલર માટે જ મેળવી શકાય છે.

 

કોમ્પ્રીહેન્સિવ ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો.

તમારી એક 3 વર્ષની ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ શું હશે?

3-વર્ષના ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર માટેનું પ્રીમિયમ વાર્ષિક થર્ડ પાર્ટી પ્રીમિયમ ચુકવણીના ત્રણ ગણા તરીકે ગણવામાં આવે છે. તમારે આ ચુકવણી એક જ હપ્તામાં કરવાની રહેશે. તમારે આટલું યાદ રાખવું જોઈએ:

·આ પ્રીમિયમની રકમ અંગે પૉલિસીની ૩-વર્ષની મુદત દરમિયાન વાટાઘાટો કરી શકાતી નથી કે તેનું પુન:મૂલ્યાંકન કરી શકાતું નથી.

·જો તમારી પાસે સ્ટેન્ડએલોન ૩-વર્ષનો થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ હોય, તો તેને પૉલિસી-ટર્મ દરમિયાન રદ કરી શકાતી નથી (સિવાય કે એ વાહનનું સંપૂર્ણ નુકસાન થઈ જાય). જો એ વાહનનું સંપૂર્ણ નુકસાન થાય તો તેવા કિસ્સામાં, એક્સપાયર નહીં થયેલાં વર્ષો માટેના પ્રીમિયમને રિફન્ડ કરવામાં આવશે.

પ્રીમિયમ ચુકવણીની આ સિસ્ટમ ખાસ કરીને પૉલિસીધારકો માટે ફાયદાકારક છે કારણ કે તે તેમને ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા લાદવામાં આવતા વાર્ષિક પ્રીમિયમ દરમાં કરવામાં આવતા વધારાથી બચાવે છે.

બીજી બાજુએ, તે ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે તે તેમને એક જ વખતમાં 3 વર્ષ માટે પ્રીમિયમ એકત્રિત કરવાની મંજૂરી આપે છે, જેનાથી તેઓ વહીવટી ચાર્જ પર બચત કરી શકે છે.

આ ઉપરાંત, વાહન માલિકો માટે 3 વર્ષ માટેનો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ ફાયદાકારક હોવાના અન્ય કારણો પણ છે.

જરા એક નજર ફેરવી લો!

લાંબી મુદતના ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ માટે પ્રીમિયમની ગણતરી

સમયગાળો પ્રીમિયમની રકમ (OD+TP) GST બાકાત
3 વર્ષ ₹2,497
2 વર્ષ ₹1,680
1 વર્ષ ₹854

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલૅટર  ચકાસો અને તમારા વાહન માટેના પ્રીમિયમની ગણતરી કરો.

એક લાંબી મુદતનો ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ 3 વર્ષ માટે મેળવવાના ફાયદા

3 વર્ષ માટેનો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ નિયમિત ઇન્સ્યોરન્સ કરતાં અનેક લાભો આપે છે. તમારા માટે એક ઇન્સ્યોરન્સને પસંદ કરવાનું સરળ બનાવવા માટે  અમે નીચે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ લાભોને સૂચિબદ્ધ કર્યા છે:

1. નોન-રિન્યૂઅલની અસરોને ટાળવી

તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીના લેપ્સ થવાના અને તેના રિન્યૂઅલ કરવાના સમય વચ્ચેનો સમયગાળો તમને ઘણા જોખમોથી ઘેરી શકે છે. ઉદાહરણ તરીકે, ટ્રાફિકના ઉલ્લંઘનને કારણે ભારે દંડ તેમજ તે સમયગાળા દરમિયાન કોઈપણ અકસ્માતની નાણાકીય જવાબદારીઓ ભારે નુકસાન તરફ દોરી જઈ શકે છે.

3 વર્ષ માટેના બાઇક ઇન્સ્યોરન્સ સાથે, તમે પોલિસીની મુદતના ઓછામાં ઓછા 3 વર્ષ માટે આ જોખમોને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

2. સગવડ

મોટાભાગના કિસ્સાઓમાં, ટૂ-વ્હીલર માલિકો તેમની 1-વર્ષની પોલિસી સમાપ્ત થયા પછી તેમની ઇન્સ્યોરન્સ પૉલિસીનું રિન્યૂઅલ કરવાનું ભૂલી જાય છે. 3-વર્ષના પ્લાન સાથે, તમે વાસ્તવમાં તમારી પૉલિસીને 3 વર્ષ માટે રિન્યૂ કરવાનું ભૂલી શકો છો.

તેથી જ આ પ્લાન વધુ અનુકૂળ છે કારણ કે તે વાર્ષિક ધોરણે તમારી થર્ડ-પાર્ટીની ઇન્સ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવાની જરૂરિયાતને અટકાવે છે.

3. લાંબા ગાળે ઓછી ખર્ચાળ

3-વર્ષની ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે, તમારે 3 વર્ષ માટે એકસાથે પ્રીમિયમની ચુકવણી કરવી પડશે. પરંતુ આ એકસાથે થતાં ખર્ચના બદલામાં, તમે લાંબા ગાળે તમારી પ્રીમિયમની ચૂકવણી પર ઘણી બચત કરશો.

આનું કારણ એ છે કે ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ વાર્ષિક ધોરણે તેમની ઇન્સ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમના દરોમાં સુધારો કરે છે અને તેમાં વધારો લાદે છે. ફુગાવાના કારણે પ્રીમિયમ દરમાં આ વધારો 10-15% સુધી જઈ શકે છે.

જો તમારી પાસે 3-વર્ષની પોલિસી છે, તો તમે પોલિસીની સમયસીમા સમાપ્ત થાય ત્યાં સુધી ઉચ્ચ પ્રિમીયમ ચૂકવવાથી તમારી જાતને બચાવી શકો છો. આ રીતે, તમારી પોલિસી લાંબા ગાળે ઘણી સસ્તી બની જાય છે.

4. ઉચ્ચ IDV મેળવો

ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ અથવા IDV એ વાહનના સંપૂર્ણ નુકસાનની સામે ઇન્સ્યોરર દ્વારા વચન આપવામાં આવેલી કુલ સમ એસ્યોર્ડ છે.

IDV = ઉત્પાદકની નોંધાયેલ કિંમત - વાહનના ડેપ્રિસિએશન દ્વારા આપવામાં આવે છે. જ્યારે તમે તમારા ટૂ-વ્હીલરના અવમૂલ્યનને ધ્યાનમાં લઈને તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીનું રિન્યૂઅલ કરો છો ત્યારે મૂલ્યમાં સુધારો કરવામાં આવે છે.

હવે, જ્યારે તમે 3-વર્ષની ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લો છો, ત્યારે તે ત્રણ વર્ષની મુદત માટે તમારું IDV યથાવત રહે છે, જેનાથી તમે તમારા વાહનના સંપૂર્ણ નુકસાનની સામે ઉચ્ચ સમ એસ્યોર્ડ મેળવી શકો છો.

 

5. ઉચ્ચ નો ક્લેઇમ બોનસ

જો તમે પાછલા વર્ષમાં કોઈ દાવો કર્યો ન હોય તો નો ક્લેઈમ બોનસ એ એવું ડિસ્કાઉન્ટ છે જેને તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ પર મેળવી શકો છો.

ત્રણ વર્ષની ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે, તમે સિંગલ-યર પૉલિસી પર તમારા નો ક્લેમ બોનસનો લાભ માણી શકો છો.

ઉદાહરણ તરીકે, જો તમે 3-વર્ષની પૉલિસીનો લાભ લો ત્યારે તમારી અગાઉની પૉલિસીમાંથી 20% NCB હોય, તો આ 20% NCB તમને એ બધાં જ 3 વર્ષ માટે ચૂકવેલા પ્રીમિયમ પર લાગુ થશે.

વધુમાં, થોડા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ આ સંબંધમાં પૉલિસીધારકોના પ્રોત્સાહનોને વધારવા માટે એક વર્ષની પૉલિસીની તુલનામાં તેમની લાંબા ગાળાની પૉલિસીના અંતે ઉચ્ચ NCB ઓફર કરે છે

6. આકર્ષક ડિસ્કાઉન્ટ

વધુ ને વધુ ટૂ-વ્હીલર માલિકોને લાંબા ગાળાની ઇન્સ્યોરન્સ પૉલિસીઓ ધ્યાનમાં લેવા વિનંતી કરવાના પ્રયાસરૂપે, ઇન્સ્યોરન્સ કંપનીઓ તેના પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ડિસ્કાઉન્ટ વાહન માલિકો માટે ઇન્સ્યોરન્સ કવચનો લાભ ઉઠાવવાનું ખૂબ ફાયદાકારક બનાવી શકે છે.

7. ઇન્સ્યોરન્સનું રિન્યૂઅલ કરાવવા માટે બ્રેક-ઇન પૉલિસી

કેટલીકવાર તમારા ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ વચ્ચે રહી ગયેલ સમયગાળાનો તફાવત ઇન્સ્યોરન્સ પ્રદાતાઓને તમારી પોલિસી રિન્યૂ કરવા માટે સંમત થાય તે પહેલાં તમારા ટુ-વ્હીલરનું નિરીક્ષણ કરવાની તક આપી શકે છે. આને બ્રેક-ઇન પોલિસી તરીકે ઓળખવામાં આવે છે અને તેના પછી તે ઉચ્ચ પ્રીમિયમની ચૂકવણી તરફ દોરી જઈ શકે છે.

જ્યારે તમે 3-વર્ષની લાંબા ગાળાની ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લો છો, ત્યારે તમે તમારી પૉલિસી સાથે બ્રેક-ઇન્સ ટાળી શકો છો અને પછીથી તમારા પ્રીમિયમમાં કોઈપણ જાતના વધારા વિના આગળ વધી શકો છો.

આવા લાભો અને વધુ સાથે, જ્યારે તમારા ટૂ-વ્હીલરને સંડોવતા અણધાર્યા નાણાકીય જોખમોથી તમારી જાતને સુરક્ષિત રાખવાની વાત આવે ત્યારે આ બહુ-વર્ષીય ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી વધુ સારો વિકલ્પ છે.

ભારતમાં મોટા ભાગના અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓએ લાંબા ગાળાના ઇન્સ્યોરન્સ કવરના અમલીકરણના સંદર્ભમાં IRDAના આ પગલાને આવકાર્યું હોવાથી, તમે તેમાંથી પસંદ કરવા માટેના ઘણા વિકલ્પોનો લાભ લઈ શકો છો.

તેથી અટકવાનું છોડી દો! આજે જ 3-વર્ષની પૉલિસી હેઠળ તમારા ટૂ-વ્હીલરનો ઇન્સ્યોરન્સ મેળવો!

3 વર્ષ માટેના ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ અંગે વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું એક લાંબી-મુદતની ઇન્સ્યોરન્સ પૉલિસીને 3 વર્ષથી વધુ સમયગાળા માટે મેળવી શકાય છે?

હા, IRDA દ્વારા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓને આવી પૉલિસીને 5 વર્શ સુધીની મુદત માટે આપવાની ઇન્સ્યોરન્સ પ્રદાતાઓને મંજૂરી આપી છે.

શું કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ માટે ત્રણ-વર્ષનું ઇન્સ્યોરન્સ કવર મેળવી શકાય છે?

હા, તે 1લી સપ્ટેમ્બર 2018 પછીથી ખરીદવામાં આવેલા નવા ટૂ-વ્હીલર્સ માટેના કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ માટે ઉપલબ્ધ છે.

શું ત્રણ-વર્ષના પ્લાનને અલગથી ઑન ડેમેજ કવર માટે મેળવી શકાય છે?

ના, તે અલગથી ઑન ડેમેજ કવર માટે ઉપલબ્ધ નથી.