બાઇક માટે આઇડીવી કેલ્ક્યુલેટર

બાઇક ઇન્સ્યોરન્સ ખરીદો/રીન્યુ કરો અને ઉચ્ચ આઇડીવી મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

બાઇક ઇન્શ્યોરન્સમાં આઇડીવી

ઇન્શ્યોરન્સને લગતા શબ્દોથી થતી ગૂંચવણને દૂર કરવી તે અમારું કામ છે. સૌથી સામાન્ય અને વારંવાર ગેરસમજ થતો શબ્દ છે આઇડીવી (IDV). તેનો મતલબ થાય છે ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ એટલે કે બજાર કિંમત. બાઇક ઇન્શ્યોરન્સમાં આઇડીવી (IDV) 

 શું છે? અને તમારી બાઇકના કવરેજ માટે તે શા માટે એટલું જરૂરી છે? ચાલો તે શબ્દને સરળ બનાવીએ અને ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં આઇડીવી ( IDV) વિશે તમારે જે કંઈપણ જાણવાની જરૂર છે તે બધું સમજવામાં તમારી મદદ કરીએ.

હજી એક વર્ષ વીતી ગયું અને તમારી પ્રિય બાઇકનો ઇન્સ્યોરન્સ રીન્યુ કરવાનો સમય આવી ગયો છે. આપણામાંના મોટા ભાગના લોકો માત્ર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી દે છે અને સમજે છે કે હવે કઈ કરવાની જરૂરી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારા વાહનની કુલ કિંમત કેટલી છે? શું તમે જાણો છો કે તમારું ટુ-વ્હીલર ચોરાઈ જાય અથવા તેનાથી પણ ખરાબ, જો તેને એવું નુકસાન પહોંચે જે રીપેર કરવું અશક્ય હોઈ, તો તમને કેટલું વળતર મળશે?

આઇડીવી (IDV)  એટલે કે ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ. જેનો અર્થ થાય છે તમારા વાહનની બજાર કિંમત.

નોંધ: આઇડીવી (IDV) ફક્ત ‘કોમ્પ્રેહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી’ હેઠળ માન્ય છે

બાઇક ઇન્શ્યોરન્સમાં આઇડીવી( IDV) શું છે?

આઇડીવી ( IDV)નો અર્થ છે તમારા બાઈકના ઘસારા ખર્ચની ગણતરી કર્યા પછીની તેની બજાર કિંમત. ચાલો તેને એક સરળ ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે તમે રૂ. 1 લાખમાં એકદમ નવી બાઇક ખરીદો છો (રજીસ્ટ્રેશન, રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ, એસેસરીઝ વગેરેના ખર્ચને બાકાત કરીને). ખરીદી સમયે તમારું આઇડીવી ( IDV) 1 લાખ હશે. કારણ કે તમારી બાઇક એકદમ નવી છે. પરંતુ જેમ જેમ તમારી બાઇક જૂની થતી જાય છે તેમ તેમ તેની કિંમત ઘટવા લાગે છે અને તે જ રીતે આઇડીવી (insured declared value) પણ ઘટે છે. તો માની લો કે બે વર્ષ પછી તમારી બાઇકની કિંમત રૂ. 65,000 છે. તમારું આઇડીવી (IDV) પણ રૂ. 65,000 હશે.

હવે, મુખ્ય મુદ્દા પર આવીએ છીએ જ્યાં મોટાભાગના લોકો ગૂંચવણ અનુભવે છે. આઇડીવી (IDV) તમારા વાહનના ઘસારા ખર્ચની ગણતરી 'ઉત્પાદકના સ્પેસિફિકેશન' અથવા 'ઉત્પાદક દ્વારા નક્કી કરાયેલી તમારી બાઇકની કિંમત' અનુસાર નક્કી કરે છે. તમે વ્યક્તિગત રીતે બાઇકને જે કિંમત પર વેચવા માંગો છો, તેના આધારે નહિ. એટલે કે કોઇ તમારી બાઇકને રૂ. 85,000માં પણ ખરીદવાની ઓફર કરી શકે છે, પરંતુ આઇડીવી (IDV) હજુ પણ 65,000 રહેશે. તો, તમારા બાઇક માટે ઘસારા ખર્ચના દરો શું છે?

તમારા બાઇક માટે ઘસારો ખર્ચ

બાઈકની ઉંમર ઘસારો ખર્ચ %
6 મહિના અને તેનાથી ઓછી 5%
6 મહિનાથી 1 વર્ષ 15%
1-2 વર્ષ 20%
2-3 વર્ષ 30%
3-4 વર્ષ 40%
4-5 વર્ષ 50%
5+ વર્ષ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર અને પોલિસી હોલ્ડર દ્વારા પરસ્પર નક્કી કરાયેલ IDV

બાઇક માટે આઇડીવી (IDV) કેલ્ક્યુલેટર

તમારા આઇડીવી (IDV) ની ગણતરી ખૂબ જ સરળ છે: તે વાહનની એક્સ-શો રૂમ કિંમત/વર્તમાન બજાર કિંમતમાંથી પાર્ટ્સ પરના ઘસરાની બાદબાકી કરવાથી મળતી રકમ છે. નોંધણી ખર્ચ, રોડ ટેક્સ અને ઇન્શ્યોરન્સ ખર્ચ આઇડીવી (IDV)માં સમાવેલ નથી. ઉપરાંત, જો પછીથી કોઈ એસેસરીઝ ફિટ કરવામાં આવી હોઈ, તો તે પાર્ટ્સની આઇડીવી (IDV)ની ગણતરી અલગથી કરવામાં આવશે.

બાઇક માટે આઇડીવી (IDV)ની ગણતરી કરવા માટે કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે?

તમારું આઇડીવી (insured declared value) તમારી બાઇકના બજાર કિંમત દર્શાવતું હોવાથી, આઇડીવી (insured declared value)ની ગણતરી કરવા માટે નીચેના પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે:

  • તમારા બાઇકની કંપની અને તેનું મોડલ
  • તમારા બાઇકની નોંધણી તારીખ
  • તમે જે શહેરમાં તમારી બાઇકની નોંધણી કરાવી છે તે
  • તમારા બાઇક દ્વારા વપરાતું ફયુલનું પ્રકાર
  • તમારા બાઇકની ઉંમર
  • તમારા બાઇકની પોલિસીનો પ્રકાર
  • તમા બાઇક પોલિસીનો સમયગાળો

પાંચ વર્ષથી વધુ જૂના ટુ-વ્હીલરની આઇડીવી (IDV)ની ગણતરી કેવી રીતે કરવી?

bike insurance માં આઇડીવી (insured declared value) ગણતરી તમારા બાઇકના ઉત્પાદકની વેચાણ કિંમત અને વર્ષો દરમિયાન કરવામાં આવેલ ઘસારા ખર્ચના આધારે કરવામાં આવે છે. 5 વર્ષ સુધી, તે જ ઘસારો ખર્ચ પ્રમાણમાં નવી બાઇક માટે 5% થી 4 થી 5 વર્ષ જૂની બાઇક માટે 50% સુધી જાય છે.

જો કે, જો તમારી બાઇક 5 વર્ષથી વધુ જૂની હોય, તો તેના આઇડીવી (insured declared value) ગણતરી તમારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવે છે. આ કિસ્સામાં, તમારો ઈન્સ્યોરન્સ ચોક્કસપણે તમારા ટુ-વ્હીલર અને તેના પાર્ટ્સની સ્થિતિ અનુસાર આઇડીવી (insured declared value) નક્કી કરશે.

જુઓ: તમારા વાહન માટે પ્રીમિયમ અને આઇડીવી (insured declared value) વેલ્યુ મેળવવા માટે Bike Insurance Calculator નો ઉપયોગ કરો.

આઇડીવી (IDV) વિ. પ્રીમિયમ

તમારા ટુ-વ્હીલર માટે યોગ્ય આઇડીવી (IDV) હોવું હિતાવહ છે. કેટલાક insurance providers ઓછા પ્રીમિયમ પ્રોડક્ટ્સ ઓફર કરે છે જેના કારણે તમારું આઇડીવી (IDV) ઘટી જાય છે અને તે એક ગંભીર સમસ્યા છે. તેનું શું કારણ? ફક્ત એટલા માટે કે તમારા વાહનની ચોરી અથવા ટોટલ લોસના કિસ્સામાં, જ્યારે તમે તમારું ઇન્સ્યોરન્સ ક્લેઇમ કરવા જશો, ત્યારે તમને તમારી કારની ઘણી ઓછી કિંમત મળશે, ફક્ત એટલા માટે કે તમારું આઇડીવી (IDV) ઓછું હતું. તમારું આઇડીવી (IDV) તમારા પ્રીમિયમને અનુરૂપ છે. જેટલું ઓછું પ્રીમિયમ તેટલું ઓછું આઇડીવી (IDV) અને જેટલું ઓછું આઇડીવી (IDV) તેટલું ઓછું પ્રીમિયમ! સદભાગ્યે, અમે ગોડિજિટ પર, અમે તમને તમારું આઇડીવી (IDV) સેટ કરવા દઈએ છીએ, જેથી તમે બરાબર જાણી શકો કે તમારા વાહનની કિંમત માટે શું અપેક્ષા રાખવી જોઈએ.

તમારે તમારા આઇડીવી(IDV) ઉપર શા માટે આટલું ધ્યાન આપવું જોઈએ?

ભગવાન કરે એવું ન થાય પણ જો તમારી બાઇક ચોરાઈ ગઈ અને ક્યારેય મળી જ નહીં, અથવા તેનાથી પણ ખરાબ, તે સાવ નાશ પામે છે એટલે કે અકસ્માત પછી તેને રીપેર કરવું અથવા ભરપાઈ કરવું અશક્ય બને છે! બંને કિસ્સાઓમાં, તમારી ઇન્સ્યોરન્સ કંપની તમારી ઇન્સ્યોરન્સ પોલિસી આઇડીવી (IDV) પર ઉલ્લેખિત સમગ્ર રકમ તમને રિફંડ કરશે!

બાઇક ઇન્સ્યોરન્સમાં આઇડીવી (IDV)નું શું મહત્વ છે?

તમારું આઇડીવી (IDV) એ તમારા બાઇક ઈન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ એટલા માટે છે કારણ કે તે ફક્ત તમારી બાઇકની વાસ્તવિક કિંમત જ નક્કી કરતું નથી. પણ તમે તમારા બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તરીકે કેટલી રકમ ચૂકવશો તે પણ નક્કી કરે છે.

તે તમારી બાઇકની યોગ્ય કિંમત છે - બાઇક ઈન્સ્યોરન્સમાં, તમારી બાઇકનું આઇડીવી (IDV) તમારી બાઇકની યોગ્ય કિંમત નક્કી કરે છે કારણ કે તે બાઇકના ઉત્પાદક અને મોડલ, તે કેટલા સમયથી ઉપયોગમાં લેવાય છે, તેની ક્યુબિક કેપેસીટી, તેનો ઉપયોગ કયાં શહેરમાં થાય છે વગેરે જેવા વિવિધ પરિબળો ઉપર ધ્યાન આપે છે. તેથી, યોગ્ય આઇડીવી (IDV) જણાવવું મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ તેના આધારે, યોગ્ય કવર નક્કી કરશે.

તમારું બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આના પર નિર્ભર છે - તમારું પ્રીમિયમ તમારી પોલિસીનો પ્રકાર, તમે જે શહેરમાં વાહન ચલાવો છો, તમારી બાઇકની સીસી, તમારી બાઇકનો ઉત્પાદક અને મોડલ, તમારી ક્લેઇમ હિસ્ટ્રી જેવા વિવિધ પરિબળો પર આધારિત છે.

તમારા ક્લેઇમની રકમ આના પર પણ નિર્ભર છે - તમારી આઇડીવી (IDV) મૂળભૂત રીતે સૌથી વધુ રકમ પણ છે જે તમે નુકસાન અને હાનિના કિસ્સામાં પ્રાપ્ત કરી શકો છો. કેટલાક લોકો તેમના પ્રીમિયમને ઘટાડવાની આશામાં તેમનું આઇડીવી (IDV) ખોટું જણાવે છે. જો કે, આ માત્ર એક ગેરલાભ છે કારણ કે તમે ક્લેઇમ કરશો ત્યારે પણ તમને ઓછી રકમ મળશે અને તે રકમ તમારી બાઇક માટે યોગ્ય રીતે પર્યાપ્ત નહીં હોય.

બાઇક ઇન્શ્યોરન્સમાં આઇડીવી(IDV) વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

સાચું આઇડીવી(IDV) જણાવવું શા માટે મહત્વપૂર્ણ છે?

સાચું આઇડીવી (IDV) જણાવવું મહત્વપૂર્ણ છે કારણ કે આ તમારા ટુ-વ્હીલરને અથવા તેના દ્વારા થયેલ નુકસાન અને હાનિના કિસ્સામાં તમને પ્રાપ્ત થતી મહત્તમ રકમ પણ નિર્ધારિત કરશે.

જો હું મારુ આઇડીવી( IDV) ખોટું જણાવું તો શું થશે?

જો તમે તમારું આઇડીવી (IDV) ખોટું જણાવો છો, તો તમે પરોક્ષ રીતે તમારી બાઇકની ઓછી/ઉચ્ચ કિંમત જણાવો છો. તેથી, ક્લેઇમ કરતી વખતે- જો તમે ખોટું, નીચું આઇડીવી (IDV) જણાવ્યું હોય તો તમને ઓછી રકમ પ્રાપ્ત થશે જે તમારી બાઇક માટે પર્યાપ્ત નહીં હોય અને જો તમે વધારે રકમ જણાવી હોય તો કલેઇમ કરતી વખતે પણ તમને વધારે રકમ પ્રાપ્ત થશે.

ટુ-વ્હીલરના આઇડીવી(IDV)ની ગણતરી કેવી રીતે કરવી?

તમે તમારી બાઇકની બજાર કિંમત ચકાસીને અને તેના પર ઘસારો ખર્ચ બાદ કરીને (તે કેટલી જૂની છે તેના આધારે) તેના અંદાજે તમારા આઇડીવી (IDV)ની ગણતરી કરી શકો છો. જો તમને તે કરતા નથી આવડતું, તો તમે ઑનલાઇન ટુ વ્હીલર માટે આઇડીવી (IDV) કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરી શકો છો, જેમ કે આ.

શું હું મારા ટુ-વ્હીલરની આઇડીવી(IDV) વેલ્યુ વધારી શકું?

ગો ડિજિટ પર, અમે તમને તમારા આઇડીવી (IDV)ને  કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપીએ છીએ. જો કે, અમે હંમેશા યોગ્ય રકમ જણાવવાની સલાહ આપીએ છીએ કારણ કે તેનાથી પ્રીમિયમની યોગ્ય રકમ નક્કી થશે અને ક્લેઇમ દરમિયાન તમને જરૂરી રકમ પ્રાપ્ત થશે. તમારું આઇડીવી (IDV) જેટલું વધારે હશે, તેટલું તમારું પ્રીમિયમ વધારે હશે અને ક્લેઇમની રકમ વધારે હશે અને જેટલું તમારું આઇડીવી (IDV) જેટલું ઓછું હશે, તેટલું તમારું પ્રીમિયમ ઓછું હશે અને ક્લેઇમની રકમ ઓછી હશે.

શું મારા ટુ-વ્હીલરનું આઇડીવી (IDV) ઘટાડીને ઓછું પ્રીમિયમ ભરવું એ સારો વિચાર છે?

ના, ક્લેઇમના કિસ્સાઓમાં આ કરવું સમજદારી નથી, તમને ઓછી રકમ પ્રાપ્ત થશે જે તમારા સંબંધિત ટુ-વ્હીલર માટે પૂરતી નહીં હોય. યાદ રાખો, તમારું આઇડીવી (IDV) નુકસાન અને હાનિના કિસ્સામાં તમારા ઇન્સ્યોરન્સ દ્વારા ભરપાઈ કરવામાં આવતી મહત્તમ રકમ પણ દર્શાવે છે. તેથી, જો તમે તમારું આઇડીવી (IDV) અને પ્રીમિયમ ઓછું કરશો, તો તમારી મહત્તમ ક્લેઇમની રકમ પણ ઓછી હશે.