ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ક્રેડિટ સ્કોર ઓનલાઇન કેવી રીતે ચકાસવો?

Source: slideshare

ક્રેડિટ સ્કોર એ 300-900 વચ્ચેનો ત્રણ-અંકનો નંબર છે જેનો ઉપયોગ બેંકો અને અન્ય ધિરાણ સંસ્થાઓ વ્યક્તિઓ અથવા વ્યવસાયની "ક્રેડિટ યોગ્યતા" ચકાસવા માટે કરે છે. આ દેવા અથવા લોનના રૂપમાં ઉછીના લીધેલા ક્રેડિટને પરત કરવાની તેમની ક્ષમતાને દર્શાવે છે.

સારો ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે કારણ કે તે સંભવિત ધિરાણકર્તાઓને લોન અને અન્ય ક્રેડિટ માટેની અરજીઓ મંજૂર કરવામાં વધુ વિશ્વાસ આપી શકે છે

ભારતમાં ક્રેડિટ સ્કોરની ગણતરી કરતી ચાર ક્રેડિટ માહિતી બ્યુરો છે - ટ્રાન્સયુનિયન સીબિલ, એક્સ્પીરિઅન, CRIF હાઇ માર્ક અને ઈકવીફેક્સ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ ચારેય કંપનીઓ માટે ક્રેડિટ સ્કોર ઓનલાઈન ચેક કરવાનું સરળ બનાવવા માટે ફરજિયાત કર્યું છે. તેમના માટે દર વર્ષે એક મફત ક્રેડિટ સ્કોર રિપોર્ટ આપવાનું ફરજિયાત બનાવ્યું છે.

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચકાસવાની વિવિધ રીતો

1. સીધા ક્રેડિટ બ્યુરો વેબસાઇટ પરથી

ઉપર જણાવ્યા મુજબ, ક્રેડિટ માહિતી બ્યુરો એક મફત ક્રેડિટ સ્કોર ચેક કરવાની મંજૂરી આપશે. ક્રેડિટ બ્યુરોની વેબસાઇટ દ્વારા આ સરળતાથી કરી શકાય છે.

આ પગલાં અનુસરો:

  • સ્ટેપ 1: ક્રેડિટ રેટિંગ કંપનીની વેબસાઇટ પર જાઓ જેમ કે CIBIL વેબસાઇટ અથવા CRIF Highmark વેબસાઇટ

  • સ્ટેપ 2: તમારા લોગીન ડેટાનો ઉપયોગ કરીને લોગીન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો. આમ કરવા માટે તમારે તમારા નામ, સંપર્ક નંબર અને ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરવો પડશે.

  • સ્ટેપ 3: તમારે તમારું PAN કાર્ડ, આધારકાર્ડ અથવા પાસપોર્ટ જેવા ID પ્રૂફ પણ જોડવાની જરૂર પડશે

  • સ્ટેપ 4: એકવાર આ પૂર્ણ થઈ જાય પછી ફોર્મ સબમિટ કરો.

  • સ્ટેપ 5: તમારા રજિસ્ટર્ડ ફોન નંબર અને ઈ-મેલ આઈડી પર એક OTP મળશે જેના દ્વારા તમારી ઓળખ ચકાસણી થશે.

  • સ્ટેપ 6: એકવાર વેરિફાઈ પછી તમે લોગીન કરી શકો છો અને ડેશબોર્ડ પર જઈ શકો છો

  • સ્ટેપ 7: તમારી લોન અને ક્રેડિટ કાર્ડ વિશેના પ્રશ્નો સહિતની વધારાની માહિતી માટે પૂછવામાં આવી શકે છે. 

  • સ્ટેપ 8: આ પૂર્ણ થયા બાદ તમે સ્ક્રીન પર તમારો ક્રેડિટ સ્કોર જોઈ શકશો અને તમારો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ-આઈડી પર મોકલવામાં આવશે.

યાદ રાખો કે આ પ્રકારનું ફ્રી એકાઉન્ટ તમને વર્ષમાં માત્ર એક જ વાર તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવાની મંજૂરી આપશે. જો તમે તમારો ક્રેડિટ સ્કોર વધુ વખત તપાસવા માગો છો તો તમે પેઇડ એકાઉન્ટ અથવા પેઇડ માસિક રિપોર્ટ સાથે જવું પડશે.

2. તમારી બેંકમાંથી

સંખ્યાબંધ બેંકો ગ્રાહકોને વર્ષમાં એકવાર તેમની વેબસાઇટ દ્વારા મફતમાં તેમનો ક્રેડિટ સ્કોર ચકાસવાની મંજૂરી આપશે. તમે તમારી બેંકને પૂછી શકો છો કે શું તેઓ આ સુવિધા આપે છે.

જો આ ઉપલબ્ધ હોય તો બેંકની મોબાઈલ એપ અથવા નેટબેંકિંગ વેબસાઇટ પર આ ફિચર જોવા મળશે.

3. થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો

અનેક એપ્લિકેશનો છે જે રજિસ્ટર્ડ યુઝર્સને તેમનો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ મફતમાં તપાસવાની મંજૂરી આપશે. આ એપના પેઇડ વર્ઝન તમને તમારી ક્રેડિટ પ્રોફાઇલમાં થતા ફેરફારોને મોનિટર કરવા, દૈનિક અપડેટ મેળવવા સહિતની સર્વિસ આપે છે.

આમાંની કેટલીક એપ્લિકેશન્સ શામેલ છે:

  • CIBIL – સિબીલ એપ ચાર મુખ્ય ક્રેડિટ બ્યુરોમાંથી એક છે. તે તમને દર 24 કલાકે તમારો સિબીલ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ તપાસવા દે છે, તેમજ તમારી ક્રેડિટ પ્રોફાઇલ, અનુરૂપ લોન ઓફર્સ અને વધુમાં ફેરફારો વિશે જાણકારી આપે છે. 

  • Experian – મુખ્ય ક્રેડિટ બ્યુરોની બીજી એપ્લિકેશન એક્સ્પીરિઅન એપ્લિકેશન નિયમિત ક્રેડિટ રિપોર્ટ અપડેટ અને જાણકારીઓ સાથે ક્રેડિટ મોનિટરિંગ પ્રદાન કરે છે. 

  • Mint - મિન્ટ એપ્લિકેશન યુઝર્સને તેમની નાણાકીય બાબતોને ટ્રેક કરવા દે છે, તેમજ ક્રેડિટ સ્કોર વિશ્લેષણ અને ક્રેડિટ જાણકારીઓ પ્રદાન કરે છે. તેમના સ્કોર Equifaxના સ્કોર પર આધારિત છે. 

  • OneScore – OneScore એપ તમને સિબીલ અને એક્સ્પીરિઅન તરફથી તમારો ક્રેડિટ સ્કોર ચકાસવા દે છે અને તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે સુધારવો તેની ટિપ્સ અને ફેરફારો અંગે માહિતી પણ આપે છે.

  • IndiaLends – IndiaLends એ ભારતની પ્રથમ ક્રેડિટ સ્કોર અને એનાલિટિક્સ એપમાંથી એક હતી. આ એપ્લિકેશન તમને તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચકાસવામાં મદદ કરે છે

  • CreditMantri - CreditMantri એ એક એપ છે જે તમને ક્રેડિટ એનાલિસિસ અને ફ્રી ક્રેડિટ સ્કોર પ્રદાન કરે છે

  • CreditSmart – ક્રેડિટસ્માર્ટ એ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરે છે, દૈનિક અપડેટ, નાણાકીય સિક્યોરિટીઝ પરની માહિતી સહિતની સુવિધા પ્રદાન કરે છે.

  • ETMoney – ETMoney એપ્લિકેશન વપરાશકર્તાઓને સ્કોર ચકાસવા દે છે, તેને સુધારવા માટે જરૂરી માહિતી આપે છે અને તમારા સ્કોર સાથે મેળ ખાતી ક્યુરેટેડ લોન ઓફર પણ પ્રદાન કરે છે.

તમારા બિઝનેસ/વ્યવસાય માટે ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો?

વ્યક્તિઓને 300-900 સુધીના ક્રેડિટ સ્કોર આપવામાં આવે છે જ્યારે ભારતમાં વ્યવસાય અને કંપનીઓને 1 થી 10 સુધીના સમાન રેન્ક સોંપવામાં આવે છે. આ કિસ્સામાં, 1 શ્રેષ્ઠ સંભવિત રેન્ક છે, જ્યારે 10 સૌથી ખરાબ સ્કોર છે. જોકે 1-4 વચ્ચેનો કોઈપણ રેન્ક સારો માનવામાં આવે છે.

અને જે રીતે વ્યક્તિઓ તેમના ક્રેડિટ સ્કોર્સ ચકાસી શકે છે, કંપનીઓ તેમની કંપની ક્રેડિટ રિપોર્ટ (CCR) ચકાસી શકે છે. નોંધનીય છે કે આ રિપોર્ટ સામાન્ય રીતે મફતમાં પ્રદાન કરવામાં આવતા નથી , પરંતુ થોડી ફી વસૂલાય છે.

સિબીલ વેબસાઇટ દ્વારા CCR ચકાસવા નીચેના પગલાં અનુસરો:

  • સ્ટેપ 1:સિબીલ વેબસાઇટ જેવી ક્રેડિટ રેટિંગ કંપનીની વેબસાઇટ વિઝીટ કરો

  • સ્ટેપ 2: રજૂ થતું ફોર્મ આવશ્યક વિગતો સાથે ભરો, જેમ કે કાનૂની બંધારણ, રજિસ્ટર્ડ સરનામું અને કંપનીની કોન્ટેક્ટ ડિટેલ અને CCR માટે અરજી કરનાર અરજદારનું નામ અને વિગતો અને કોઈપણ વધારાની માહિતી.

  • સ્ટેપ 3: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરીને જરૂરી ચુકવણી કરો.

  • સ્ટેપ 4: એકવાર આ પૂર્ણ થઈ જાય પછી તમને એક યુનિક રજિસ્ટ્રેશન આઈડી અને ટ્રાન્ઝેક્શન આઈડી સોંપવામાં આવશે જેનો ઉપયોગ આગળના સ્ટેપ માટે જરૂરી રહેશે.

  • સ્ટેપ 5: હવે આગળ તમારે તમારા KYC દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે.

  • સ્ટેપ 6: આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ-આઈડી પર CCR અને CIBIL Rank મળશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારા ક્રેડિટ સ્કોરનો અર્થ શું છે?

તમારો ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતાના સ્તરનું માપ છે. મૂળભૂત રીતે તે બેંકો અને ધિરાણ સંસ્થાઓને લોન અને અન્ય ધિરાણની ચૂકવણીમાં કોઈ વ્યક્તિ ડિફોલ્ટ થવાની સંભાવના વિશે જણાવે છે. તે તમારી ક્રેડિટ હિસ્ટરી, ચુકવણી-ઇતિહાસ, ક્રેડિટનો ઉપયોગ વગેરેનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે.

સામાન્ય રીતે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઓછી સંભાવનાને દર્શાવે છે, જ્યારે નીચો ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.

સારો ક્રેડિટ સ્કોર અને ખરાબ ક્રેડિટ સ્કોર શું છે?

વ્યક્તિઓ માટે ક્રેડિટ સ્કોર 300-900ની વચ્ચે હોય છે. સ્કોર વધે તેમ વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા વધતી હોવાનું કહેવાય છે.

  • 300-579 - નબળો
  • 580-669 – વ્યાજબી
  • 670-739 - સારો
  • 740-799 - ખૂબ સારો
  • 800-850 – ઉત્તમ/શ્રેષ્ઠ

700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે, જ્યારે 300થી 550ની વચ્ચેનો સ્કોર ખૂબ જ નબળો હોય છે.

ક્રેડિટ સ્કોર કોણ ચકાસી શકે છે?

કોઈપણ વ્યક્તિ પોતાનો ક્રેડિટ સ્કોર ચકાસી શકે છે. તેના માટે ફક્ત એક PAN કાર્ડ નંબર (અથવા અન્ય સમાન ID પ્રૂફ)ની જરૂર છે. જોકે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે ભૂતકાળમાં ક્રેડિટ માટે અરજી કરી ન હોય, તો તમારી પાસે ક્રેડિટ-ઇતિહાસ હશે નહીં અને આ રીતે તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા નજીવો હશે.

લોન માટે અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસવાનો સારો સમય.

શું ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર વચ્ચે કોઈ તફાવત છે?

ક્રેડિટ રિપોર્ટ (જેને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક દસ્તાવેજ છે જે તમારી લોન, ઉધાર અને ચુકવણીની વિગતો સાથે તમારા ક્રેડિટ હિસ્ટરીની સૂચિ આપે છે ક્રેડિટ સ્કોર એ 300-900ની વચ્ચેનો ત્રણ-અંકનો નંબર છે (જેમાં 900એ સૌથી વધુ શક્ય સ્કોર છે) જેની ગણતરી આ ડેટા તેમજ અન્ય બાબતોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

શું તમે ક્રેડિટ કાર્ડ વગર તમારો ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો?

હા, તમારી પાસે ક્યારેય ક્રેડિટ કાર્ડ ન હોય તો પણ તમારો ક્રેડિટ સ્કોર તપાસવો શક્ય છે. જોકે યાદ રાખો કે જો તમે ભૂતકાળમાં લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી નથી, તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં અને તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા નજીવો હશે.

તમારો ક્રેડિટ રિપોર્ટ કોણ એક્સેસ કરી/જોઈ/વાપરી શકે છે ?

વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ તેમના દ્વારા તેમજ ધિરાણકર્તાઓ અને કોઈપણ સરકાર માન્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા એક્સેસ કરી શકાય છે.