હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

તમારે લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાનું શા માટે વિચારવું જોઈએ?

તાજેતરના રોગચાળાએ વિશ્વને ભાંગી નાખ્યું હતું. આપણે સૌકોઈ પહેલાં ક્યારેય હેલ્થકેરનું આટલું મહત્વ નહોતા સમજી શક્યા તેટલું આ સમયગાળામાં સમજ્યા છીએ. તબીબી સેવાઓની કિંમત હંમેશા સતત વધતી જતી હતી અને કોરોના રોગચાળા દરમિયાન આ મુદ્દો વધુ પ્રખ્યાત બન્યો અને આપણને હેલ્થ ઈન્શ્યુરન્સનું મહત્વ સમજાવી ગયો.

હેલ્થ ઈન્શ્યુરન્સ એ "કવચ" છે જે હંમેશા આપણી પાસે હોવું જોઈએ, અને આપણે દરેક વખતે રિન્યુંવલ માટે પણ સારી રીતે તૈયાર રહેવું જોઈએ. બીજો વિકલ્પ છે કે તેને સામાન્ય રીતે દર વર્ષે કે સમયાંતરે રિન્યુ કરવાને બદલે આપણે લોન્ગ ટર્મ પ્લાન પર નજર કરી શકીએ છીએ જે એક વર્ષથી વધુ સમય માટે માન્ય છે.

લોન્ગ ટર્મ સુધી રિન્યુંવલઅલ ટેન્શનથી બેફિકર રહેવાના ફાયદા ઉપરાંત લોન્ગ ટર્મ પ્લાનમાં વાર્ષિક પ્લાન સિવાયના પણ અનેક વધારાના ફાયદાઓ પણ હોય છે.

 

લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સ શું છે?

લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સ નામ પ્રમાણે જ હેલ્થ ઈન્શ્યુરન્સના પ્રમાણભૂત એક વર્ષના કાર્યકાળ કરતાં વધુ લાંબી મુદત ધરાવે છે. તેનો કાર્યકાળ સામાન્ય રીતે 2-3 વર્ષ વચ્ચેનો હોય છે. આથી તમારી પાસે લોન્ગ ટર્મ માટે કોઈપણ હેલ્થકેર જરૂરિયાતો સામેની આ નાણાકીય તક છે.

લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સની વિશેષતાઓ

પોલિસી લેપ્સનું ઓછું જોખમ

માનવજાતના ભૂલકણા/ભુલકારી સ્વભાવને જોતાં સૌથી પહેલો અને મુખ્ય ફાયદો જ પોલિસીનો આ છે! પોલિસી લેપ્સ માત્ર હેલ્થ કવરને બંધ કરતું નથી પણ અમને રાહ સમય/વેઈટિંગ પીરિયડ જેવી અન્ય મુશ્કેલીઓમાં પણ ધકેલે છે. લોન્ગ ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન સાથે પ્રીમિયમ ચૂકવણીની આવર્તન ઓછી થાય છે આમ પ્રીમિયમ ચૂકવણીઓ ચૂકી જવાની શક્યતાઓને વધુ ઘટાડે છે.

પ્રીમિયમ ડિસ્કાઉન્ટ

લોન્ગ ટર્મ પ્લાન ખરીદવાનો બીજો નોંધપાત્ર ફાયદો એ છે કે કંપની દ્વારા મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટેડ પ્રીમિયમ ઓફર કરવામાં આવે છે. મોટાભાગે લોન્ગ ટર્મ પોલિસી માટે ચૂકવવામાં આવતું પ્રીમિયમ ટૂંકા ગાળાની પોલિસી માટે વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવતા કુલ પ્રીમિયમ કરતાં ઘણું ઓછું હોય છે.

ઓછું પેપરવર્ક

એક વખત માટે પેપરવર્ક કરો અને પછી તમને 2-3 વર્ષ માટે સંપૂર્ણ શાંતિ. રિન્યુંવલની ઓછી આવર્તનનો અર્થ છે કે દર વર્ષે તમારા હેલ્થ ઈન્શ્યુરન્સને રિન્યુંવલ કરાવવા માટે ઓછી કાગળની કામગીરી.

માર્કેટ રેટમાં ફેરફારોથી સુરક્ષિત

મોટાભાગના નાણાકીય ઉત્પાદનોની જેમ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીની કિંમત અને શરતો બજાર અને નિયમોમાં થતા ફેરફારો અનુસાર બદલાતી રહે છે. લોન્ગ ટર્મ પોલિસી ખરીદો છો ત્યારે નિયમો અને શરતો પસંદ કરેલ કાર્યકાળ માટે નિશ્ચિત થઈ જાય છે. અને પ્રીમિયમ? સારું! તમે તો એક જ વખતમાં નક્કી કરીને પ્રીમિયમ ચૂકવી દીધું છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો શું છે? શું તમે લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો સામે ક્લેમ કરી શકો છો?

હા, તેમાં પણ પદ્ધતિ વાર્ષિક હેલ્થ પ્લાન જેવી જ છે. લોન્ગ ટર્મ હેલ્થ ઈન્શ્યુરન્સમાં પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોને પણ આવરી લેવામાં આવે છે પરંતુ જરૂરી રાહ જોવાના સમય સાથે.

શું સિનીયર સિટીઝન માટે લોન્ગ ટર્મ વિકલ્પ ઉપલબ્ધ છે?

સિનીયર સિટીઝનને ઉચ્ચ જોખમ ધરાવતા જૂથ ગણવામાં આવે છે અને તેથી જ ઈન્શ્યુરન્સ કંપનીઓ સામાન્ય રીતે સિનીયર સિટીઝન માટે લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરતી નથી. જોકે તમે હંમેશા તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા પાસે આ અંગે તપાસ કરી શકો છો કારણ કે નિયમો અને શરતો દરેક કંપનીએ-કંપનીએ અલગ હોય છે.