બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ

આ પૉલિસીને ઑનલાઇન માત્ર 2 મિનિટમાં ખરીદો/રિન્યૂ કરો

Third-party premium has changed from 1st June. Renew now

બમ્પર ટૂ બમ્પર કાર ઇન્સ્યોરન્સ કવર

કલ્પના કરો! કેટલાંય મહિનાઓના પ્લાનિંગ, બજેટિંગ, પૂછપરછો, સૂચનો પછી, અંતે તમે તમારા સપનાંની એક કાર ખરીદવાનો નિર્ણય લો છો. કેટલીક ચિંતાતૂર રાહ જોયા બાદ, તમને તમારી બ્રાન્ડ-ન્યૂ કારની ચાવી સોંપવામાં આવે છે, તમે ડ્રાઇવિંગ સીટ પર બેસો છો, અને જાણે સરકતાં પસાર થાઓ છો.

આવી સરસ ભાવનાઓમાં રાચતાં વિશ્વમાંથી અચાનક જ એક ભયાનક અથડામણનો અવાજ આવતાં જ તમારી બધી જ ભાવનાઓ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. અને સાવ હળવેકથી જ તમને ખ્યાલ આવે છે કે જે અથડાઇ છે એ તમારી જ કાર છે. હ્રદય તૂટી જાય છે… એક શો રૂમમાંથી હમણાં જ બહાર આવેલી બ્રાન્ડ ન્યૂ કાર એક સેકન્ડમાં, સેકન્ડ થઈ જાય છે.

આ જ એક એવો સમય છે જ્યારે તમારા કાર ઇન્સ્યોરન્સનું આગમન થાય છે અને જો તમે બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ કવર પસંદ કરેલું હોય તો તેના જેવું બીજું કસું જ નથી; તમે થોડી સેકન્ડમાં જ તણાવ મુક્ત બની શકો છો અને તમને કોઈપણ જાતના નુકસાન વિના એ બ્રાન્ડ ન્યૂ કાર ફરીથી બ્રાન્ડ ન્યૂ બની જશે!

બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ શું છે?

બમ્પર ટૂ બમ્પર કવર સામાન્ય રીતે એક ’એડ-ઑન’ સ્વરૂપમાં એક કોમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે થોડાં વધારાના પ્રીમિયમની ચૂકવણી કરવાથી આવે છે. ચાલો આપણે સૌ પ્રથમ આ બમ્પર ટૂ બમ્પર કવર શું છે તે સમજી લઈએ.

સારૂં, એક સામાન્ય માણસની ભાષામાં કહીએ તો એક એવું કાર ઇન્સ્યોરન્સ એડ-ઑન જે અમુક ચોક્કસ એન્જીનને નુકસાન, ટાયર્સ, બેટરી, અને કાચ સિવાયના કારના દરેક ઈંચને કવર કરી લે છે. આ તમારો સુપર હિરો છે જે તમને તમારી કારના એક સામાન્ય ઇન્સ્યોરન્સથી વિપરીત તમારી કારને થયેલાં નુકસાન સામે 100% કવરેજ પૂરૂં પાડે છે.

તેને ઝીરો ડેપ્રિસિએશન અથવા નિલ ડેપ્રિસિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું છે કારણ કે તે ઇન્સ્યોરન્સ કવરમાંથી ડેપ્રિસિએશન દૂર કરે છે, જેનાથી સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત થાય છે.

આ કવરને ભારતમાં વર્ષ 2009 માં પ્રસ્તાવિત કરવામાં આવેલ, ત્યારથી આ પ્લાન કેટલાંય કારના માલિકો માટે એક આશિર્વાદ સમાન સાબિત થયેલ છે, ખાસ કરીને નીચે દર્શાવેલ કાર ઓનર્સ માટે:

  • એક નવી કારના માલિક અથવા એવી કોઈપણ વ્યક્તિ જેની કાર ૫ વર્ષથી ઓછી જૂની છે
  • નવા અથવા બિનઅનુભવી ડ્રાઇવર
  • હાઇ-એન્ડ લક્ઝરી કાર જેમાં કિંમતી સ્પેરપાર્ટ્સ લાગ્યાં હોય તેવી કારના માલિકો
  • જે વિસ્તારમાં વારંવાર અકસ્માતો થતાં હોય તેવા વિસ્તારોમાં રહેતાં કારના માલિકો
  • જો તમને કાર પર લાગતાં એક નાના ગડબા અને ગાંઠાની પણ ચિંતા થતી હોય

આ ખાસ કરીને એવા લોકોમાં લોકપ્રિય છે કે જેઓ નવી કારના માલિકો છે, જેઓ તેમની તદ્દન નવી કારમાં નાના ઘોબા અથવા લિસોટા વિશે પણ સંવેદનશીલ છે અને જેઓ દુર્લભ, મોંઘા સ્પેરપાર્ટ્સ સાથે ઉચ્ચ-્પ્રકારની મોંઘી કાર ધરાવવાનું પસંદ કરે છે. આ માલિકોને જ્યારે 100% કવરેજ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓને તેમની કારની સુરક્ષા માટે આ માત્ર નાની કિંમત લાગે છે.

ઉપયોગ કરો: બમ્પર ટૂ બમ્પર સાથે કાર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ગણવા માટે કાર ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

સરખામણી કરો: બમ્પર ટૂ બમ્પર કવરની સાથે અને તેના વિનાની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી

બમ્પર ટૂ બમ્પર કવરની સાથે બમ્પર ટૂ બમ્પર કવર વિના
કોઈપણ જાતના ડેપ્રિસિએશન વિના 100% કવરેજ પૂરૂં પાડે છે ડેપ્રિસિએશન કાપીને કવરેજ પૂરૂં પાડે છે
થોડું ઉચ્ચ પ્રીમિયમ સ્ટાન્ડર્ડ પૉલિસી પ્રીમિયમ
તે 5 વર્ષ કે તેથી વધુ જૂના વ્હીકલને કવર કરતું નથી જૂના વ્હીકલને કવર કરે છે

અહીં માત્ર એક જ ગાંઠ છે, કે તમે જ્યારે બમ્પર ટૂ બમ્પર એડ-ઑનની સાથે તમારી કોમ્પ્રિહેન્સીવ કાર પૉલિસી લો ત્યારે તમે થોડું ઉચ્ચ પ્રીમિયમ ચૂકવો છો. જો કે, કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પડતું હોય છે, અહીં તમે થોદું ઉચ્ચ પ્રીમિયમ ચૂકવીને તમારા મનની શાંતિ મેળવો છો.

બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ પસંદ કરતાં પહેલાં આ પરિબળોને ધ્યાનમાં લો

તમે આ કવરને પસંદ કરો એ પહેલાં, તમે નીચે જણાવેલા પરિબળોને ધ્યાનમાં લો તે મહત્વનું છે:

ક્લેઇમની સંખ્યા: એ ઇન્સ્યોરર દ્વારા એક વર્ષમાં કરી શકાતાં કાર ઇન્સ્યોરન્સ ક્લેઇમની સંખ્યાને મર્યાદિત કરે છે. કોઈ ગ્રાહક દરેક નાના ઘોબા માટે પણ એક ક્લેઇમ ફાઇલ ન કરે તેવું કરવા માટે આ મર્યાદા રાખવામાં આવી છે. પરિણામે, તમારા ઇન્સ્યોરર તમને કેટલાંક્લેઇમ કરવા દે છે તેની સંખ્યા તપાસવી એ મહત્વનું છે.

કિંમત:બમ્પર ટૂ બમ્પર એક ઉચ્ચ પ્રીમિયમ સાથે મળે છે તેનું એક સ્વાભાવિક કારણ એ છે કે, તે ડેપ્રિસિએશનને ધ્યાનમાં લીધાં વિના સંપૂર્ણ કવરેજ પૂરૂં પાડે છે. તેથી તે કોમ્પ્રિહેન્સીવ પૉલિસીના પ્રીમિયમ કરતાં થોડું વધારે ઉચ્ચ પ્રીમિયમ ચાર્જ કરે છે.

નવી કાર માટે ઉપલબ્ધ: તે પ્રાથમિક રીતે નવી અને 5 વર્ષ સુધીની જૂની કાર માટે ઉપલબ્ધ છે. તે ગ્રાહકો માટે પણ વાજબી કિંમત છે; કારણ કે લોકો તેમની બ્રાન્ડ-ન્યૂ કારને સંરક્ષણ પૂરૂં પાડવા માટે થોડું વધુ પ્રીમિયમ ચૂકવવામાં મુશ્કેલી અનુભવશે નહીં.

બમ્પર ટૂ બમ્પર કાર ઇન્સ્યોરન્સના ફાયદા

જો તમારા વ્હીકલનો ઇન્સ્યોરન્સ એ કોઈ સામાન્ય ઇન્સ્યોરન્સ પૉલિસી હોય અને તમારી કારને આશરે રૂ. 15000 નું નુકસાન થાય છે, તો તમે સરળતાથી આશરે 50% જેટલું પ્રીમિયમ તમારા ખિસ્સામાંથી ચૂકવશો અને તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માત્ર બાકી રહેલાં ખર્ચને કવર કરશે જેમાં નુકશાન પામેલાં સ્પેર પાર્ટ્સની માર્કેટ વેલ્યૂમાંથી ડેપ્રિસિએશનને કાપવામાં આવશે. તમારા વ્હીકલને નિયમીત લાગતાં ઘસારા અથવા કાટને લીધે પાર્ટ્સની કિંમતમાં કરવામાં આવતા ઘટાડાને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે.

જો તમારા વ્હીકલનો ઇન્સ્યોરન્સ એ કોઈ સામાન્ય ઇન્સ્યોરન્સ પૉલિસી હોય અને તમારી કારને આશરે રૂ. 15000 નું નુકસાન થાય છે, તો તમે સરળતાથી આશરે 50% જેટલું પ્રીમિયમ તમારા ખિસ્સામાંથી ચૂકવશો અને તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માત્ર બાકી રહેલાં ખર્ચને કવર કરશે જેમાં નુકશાન પામેલાં સ્પેર પાર્ટ્સની માર્કેટ વેલ્યૂમાંથી ડેપ્રિસિએશનને કાપવામાં આવશે. તમારા વ્હીકલને નિયમીત લાગતાં ઘસારા અથવા કાટને લીધે પાર્ટ્સની કિંમતમાં કરવામાં આવતા ઘટાડાને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે.

  • ફાઇબરગ્લાસ કોમ્પોનેન્ટ્સ - 30% ડેપ્રિસિએશન કપાત
  • રબ્બર પર, પ્લાસ્ટિક પાર્ટ્સ, રબ્બર, અને બેટરી - 50% ડેપ્રિસિએશન કપાત
  • કાચના બનેલા પાર્ટ્સ - શૂન્ય

આ ચિત્ર ખૂબ જ નિરાશાજનક છે, અને આ જ કારણ છે કે નિયમિત વાહન ઇન્સ્યોરન્સ કરતાં બમ્પર-ટુ-બમ્પર કવર લોકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. વિશ્વાસપાત્ર ઇન્સ્યોરન્સ કંપનીઓ જેમ કે ડિજિટ ઈન્સ્યોરન્સ તેમના ગ્રાહકોને તેમની પૉલિસીનો મહત્તમ લાભ ઉઠાવવા માટે વ્યાપક પૉલિસી સાથે આ એડ-ઑન કવર ઓફર કરે છે.

હવે જો તમારા વાહનનો ઇન્સ્યોરન્સ શૂન્ય ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ છે અને તમારી કારને 15000 INRનું નુકસાન થાય છે, તો તમને કોઈપણ ડેપ્રિસિએશનની કપાત વિના તમામ ફાઈબર, રબર અને મેટલના ભાગો માટે કુલ (100%) કવરેજ મળશે.

અન્ય કોઈપણ આકર્ષક ઓફરની જેમ, બમ્પર ટુ બમ્પર કવર સાથેની પૉલિસી પણ તેની પોતાની મર્યાદાઓ સાથે આવે છે.

બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ દ્વારા શું કવર કરવામાં આવતું નથી

  • જો તમારું વ્હીકલ પાંચ વર્ષ કે તેનાથી વધુ જૂનું હોય, તો તે કવર માટે લાયક થશે નહીં
  • જો વ્હીકલની કોઈપણ ગેરકાયદેસર અથવા અનૈતિક સંડોવણીની જાણ કરવામાં આવે, તો ઇન્સ્યોરન્સ કંપની  કરેલા ક્લેઇમની પ્રક્રિયા કરશે નહીં
  • ખાનગી વ્હીકલનો કોમર્શિયલ ઉપયોગ
  • ચોક્કસ એન્જિનને નુકસાન, બેટરી/ટાયર/ક્લચ પ્લેટ્સ/બેરિંગ્સને નુકસાન
  • જો કારના નુકસાન દરમિયાન ડ્રાઇવર ડ્રગ્સ અથવા આલ્કોહોલના પ્રભાવ હેઠળ હતો
  • જો વ્હીકલના કાગળો અધૂરા હોય
  • જો ક્લેઇમ પૉલિસીની સમયમર્યાદા અનુસાર કરવામાં આવ્યો નથી
  • ઇન્સ્યોરન્સ વિનાના જોખમને કારણે નુકસાન
  • યાંત્રિક ભંગાણને કારણે નુકસાન
  • એસેસરીઝ, ગેસ કીટ અને ટાયર જેવી વસ્તુઓને નુકસાન

 

જ્યારે તમે બમ્પર ટુ બમ્પર 'એડ ઑન' કવર પસંદ કરો છો, ત્યારે તમે તમારી મનની શાંતિ પસંદ કરો છો. તમે તમારા વ્હીકલ અને તમારા ખિસ્સા બંને માટે અણધાર્યા સંજોગો સામે વ્યાપક સુરક્ષા પસંદ કરો છો. તે એક છત્ર જેવું છે જે તમને અણધારી વસ્તુ સામે રક્ષણ આપે છે, જે તમને બધા બિનજરૂરી ખર્ચાઓથી બચાવે છે. તમારી પોલિસી સાથે આ કવર પસંદ કરીને તમારી કાર અને તમારા ખિસ્સા માટે યોગ્ય નિર્ણય લો.

બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

જો તમે 24 કલાકની અંદર અકસ્માતની જાણ નહીં કરો તો શું થશે?

કોઈપણ વ્યક્તિએ તમારા વીમાદાતા દ્વારા પૂરી પાડવામાં આવેલ સમય મર્યાદાની અંદર,  અકસ્માતની તાત્કાલિક જાણ કરવી જોઈએ. જો તમે આમ કરવામાં નિષ્ફળ થશો, તો તમારો કાર ઇન્સ્યોરન્સનો ક્લેઇમ નકારવામાં આવી શકે છે.

જો હું અકસ્માતમાં મારી પોતાની કારને નુકસાન પહોંચાડું તો શું હું બમ્પર-ટુ-બમ્પર ઇન્સ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?

હા, ઇન્સ્યોરન્સમાં બમ્પર-ટુ-બમ્પર કવર માત્ર સૂચવે છે કે ક્લેઇમની ચૂકવણી દરમિયાન ડેપ્રિસિએશનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમ છતાં તમારા પોતાના નુકસાનને આવરી લેવામાં આવશે.

મારી પાર્કિંગમાં પાર્ક કરેલી કારને કોઈએ ટક્કર મારી, શું મારા નુકસાન માટે બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ કવર મળશે?

હા, તમારા કાર ઇન્સ્યોરન્સમાં તમારું પોતાનું નુકસાન કવર કરવામાં આવશે. બમ્પર-ટુ-બમ્પર કવર માત્ર એ સુનિશ્ચિત કરે છે કે ક્લેઇમની ચુકવણી દરમિયાન ડેપ્રિસિએશનનો હિસાબ કરવામાં આવશે નહીં.

શું કાર ઇન્સ્યોરન્સ હેઠળ કારના બમ્પરને કવર કરવામાં આવે છે?

હા, જો તમે કોમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ અથવા ઔન ડેમેજ કાર ઇન્સ્યોરન્સ પસંદ કર્યો હોય તો તમારી કારનું બમ્પર કવર કરવામાં આવશે.