માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ

માલ વાહક વાહન માટે કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

તેનું નામ સૂચવે છે તેમ, માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ એ એક પ્રકારનો કોમર્શિયલ વાહનનો ઇન્સ્યોરન્સ છે, જે માલસામાનને એક જગ્યાએથી બીજા સ્થાને લઈ જવાના હેતુ માટે વપરાતા વ્યાપારી વાહનોને સુરક્ષિત કરવા માટે રચાયેલ છે. આ વાહનો તુલનાત્મક રીતે વધુ જોખમો માટે સંવેદનશીલ હોય છે તે જોતાં, માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ અકસ્માતો, અથડામણ, ચોરી, કુદરતી આફતો અને આગ જેવા અનિશ્ચિત સંજોગો દરમિયાન થતા નુકસાન અને ખોટને કવર કરી શકે છે.

માલ વાહક વાહનના પ્રકારો:

ભારતમાં વિવિધ વ્યવસાયોની પ્રકૃતિને આધારે વિવિધ પ્રકારના માલ વાહક વાહનો છે. માલ વાહક વાહનોના કેટલાક સામાન્ય ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ટ્રક - ટ્રક વિવિધ આકાર અને કદમાં મળી આવે છે. દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે વપરાતી નાની ટ્રકોથી માંડીને ફર્નિચર અને ઉપકરણો જેવા સામાનના પરિવહન માટે વપરાતી મોટી ટ્રકો. તમામ પ્રકારના માલસામાન વહન કરતી ટ્રકોને કોમર્શિયલ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરી શકાય છે.
  • ટેમ્પો - ટેમ્પો ટ્રક કરતાં તુલનાત્મક રીતે નાના હોય છે, અને મોટાભાગે શહેરની અંદર માલના પરિવહન અને ડિલિવરી માટે વપરાય છે. માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ આને પણ કવર કરી શકાય છે.
  • થ્રી-વ્હીલ વાળા વાહનો - કાર્ગો ઓટો અથવા થ્રી-વ્હીલ વાળા વાહનો એ નાના માલ વાહક વાહનો છે જેનો ઉપયોગ શહેરની અંદર માલની ડિલિવરી માટે થાય છે. તેઓ કદમાં નાના હોવાથી, તેઓ ટ્રક અને ટ્રેલરની તુલનામાં જોખમો માટે ઓછા સંવેદનશીલ હોય છે. જો કે, તેઓ્ને પણ મહત્તમ સુરક્ષા અને વ્યવસાયમાં ન્યૂનતમ નુકસાન માટે માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે.
  • ટ્રેઇલર્સ - ટ્રેઇલર્સ મોટા માલસામાન વહન કરતા વાહનો છે; મોટાભાગે ભારે માલસામાનના પરિવહન માટે સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાય છે. તેમની સાથે સંકળાયેલા જોખમને જોતાં, તેમને માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી લેવાનું લગભગ ફરજિયાત છે.
  • ટીપર્સ - ટીપર્સ ભારે વાહન અને માલસામાન વહન કરતા વાહનનો એક પ્રકાર છે; ઘણીવાર બાંધકામ માટે વપરાતા સામાનના પરિવહન માટે તે વપરાય છે. તેને સંભવિત જોખમોથી બચાવવા માટે, ડિજિટની કોમર્શિયલ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે.

ડિજિટ દ્વારા પૂરો પાડવામાં આવતો માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

શું કવર કરવામાં આવતું નથી?

તમારા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવતું નથી એ જાણી લેવું પણ એટલું જ મહત્વનું છે, જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં એવી કેટલીક સ્થિતિઓનું વર્ણન કરેલું છે:

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટે ઑન ડેમેજ

જો તમે માત્ર તમારા કોમર્શિયલ વાહન માટે થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઈન્સ્યોરન્સ લેવા જઈ રહ્યા છો, તો તમારા પોતાના નુકસાન અને ખોટને આવરી લેવામાં આવશે નહીં.

નશામાં ડ્રાઇવિંગ, અથવા માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ

જો ક્લેઇમ દરમિયાન, ડ્રાઇવર-માલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા આલ્કોહોલના પ્રભાવ હેઠળ  વાહન ચલાવતો હોવાનું જણાય છે, તો ક્લેઇમ મંજૂર કરી શકાશે નહીં.

ફાળો આપનાર બેદરકારી

ફાળો આપનાર બેદરકારીને કારણે માલ વાહક વાહનને થતા કોઈપણ નુકસાન અથવા ખોટને આવરી લેવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂર આવે છે અને છતાં પણ કોઈ વ્યક્તિ વાહનને બહાર લઈ જાય છે.

પરિણામી નુકસાન

કોઈપણ એવું નુકસાન અથવા ખોટ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગનું સીધું પરિણામ ન હોય તેને આવરી શકાય નહીં.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સની ચાવીરૂપ સુવિધાઓ

ચાવીરૂપ સુવિધાઓ ડિજિટનો લાભ
ક્લેઇમની પ્રક્રિયા પેપરલેસ ક્લેઇમ
ગ્રાહક સહાય 24x7 સહાય
વધારાનું કવર PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાત અને ફરજિયાત ડિડક્ટીબલ, વગેરે
થર્ડ-પાર્ટીને નુકસાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી

માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સના પ્રકાર

તમારા હેવી-ડ્યુટી વાહનના પ્રકાર અને તમે કેટલાં વાહનનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તેની સંખ્યાના આધાર પર અમે તમને પસંદ કરવા માટે મુખ્ય બે પ્લાન ઓફર કરીએ છીએ..

લાયબિલિટી ઓન્લી સ્ટાન્ડર્ડ પેકેજ

તમારા માલ વાહક વાહન દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન.

×

તમારું ઇન્સ્યોર્ડ માલ વાહક વાહન ટોવ થતું હોય ત્યારે તેના દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના માલ-સામનને થયેલું નુકસાન અથવા ખોટ.

×

માલ વાહક વાહનના માલિક-ડ્રાઇવરને ઈજા/તેનું મૃત્યુ

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

કેવી રીતે ક્લેઇમ કરવો?

અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇ-મેઇલ કરો

અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસી હોલ્ડરનો નંબર તમારી પાસે રાખો.

ડિજીટ ઇન્સ્યોરન્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમને સૌથી પહેલા મગજમાં આ પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે વિચારી રહ્યા છો! ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

મારે માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

  • તમારા માલ વાહક વાહનનો વીમો કરાવવાથી તમને તમારા વ્યવસાયના જોખમો અને અકસ્માતો, કુદરતી આફતો, અથડામણ, આગ અને ચોરી જેવા અણધાર્યા સંજોગોને લીધે ઉદ્ભવતા સંભવિત નુકસાનને ઘટાડવામાં મદદ મળી શકે છે.
  • મોટર વ્હીકલ એક્ટ મુજબ, માલ વાહક વાહનો સહિત તમામ વાહનો માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કોમર્શિયલ વાહનનો ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. આ કોઈપણ સંભવિત થર્ડ-પાર્ટી નુકસાન અને ખોટને કવર કરી લેવામાં મદદ કરે છે.
  • ભારે વાહનો, જેમ કે ભારે માલ વાહક વાહનો ઘણા જોખમોનો સામનો કરે છે; વાહનના કદ અને તેના વ્યવસાયિક હેતુ એ બંનેને કારણે. માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ આગ, અકસ્માતો, કુદરતી આફતો અને ચોરી જેવા સંભવિત જોખમો સામે કવર મેળવવામાં મદદ કરે છે.

ભારતમાં માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ ડ્રાઈવર માટે પણ કવર કરે છે?

હા, માલ વાહક વાહનનો આ કોમર્શિયલ વાહન ઇન્સ્યોરન્સ માલિક-ડ્રાઈવરને પણ કવર પૂરૂં પાડે છે.

શું હેવી-ડ્યુટી વાહનનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે?

હા, મોટર વ્હીકલ એક્ટ મુજબ, ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે વાહન ચલાવવા માટે તમારા માલ વાહક વાહન માટે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે.

શું માલસામાનને પણ વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવશે?

ના, તે નહીં થાય. માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ ફક્ત વાહનને નુકસાન/ખોટ અને માલિક-ડ્રાઈવરને કોઈપણ શારીરિક ઈજાઓ સામે સંરક્ષણ પૂરૂં પાડે છે.

માલ વાહક વાહન માટેના કોમર્શિયલ ઇન્સ્યોરન્સની કિંમત કેટલી છે?

તમે જે વાહનનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તે માલ વાહક વાહનના પ્રકાર અને તેનું જે પ્રાથમિક શહેરમાં  સંચલન થાય છે તેના પર આધારિત છે. તમે અહીં તમારા માલ વાહક વાહન માટેના ઇન્સ્યોરન્સનું સંભવિત પ્રીમિયમ ચકાસી શકો છો.