પેસેન્જર કેરીંગ વ્હીકલ ઈન્સ્યોરન્સ

પેસેન્જર કેરીંગ વ્હીકલ માટે કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની એવા કોમર્શિયલ વ્હીકલની ઇન્સ્યોરન્સ પૉલિસી છે, જે પેસેન્જરને એક સ્થાને થી બીજા સ્થાને લઈ જવાના હેતુ માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ કોમર્શિયલ વાહનોને સુરક્ષિત કરવા માટે રચાયેલ છે.

આ પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ વાહનને અકસ્માત, કુદરતી આફત અથવા આગ તેમજ અન્ય અણધારી ઘટનાઓના કિસ્સામાં થતા નુકસાન અને ખોટથી વાહનનું રક્ષણ કરે છે.

પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીના સૌથી સામાન્ય પ્રકારોમાં બસ ઇન્સ્યોરન્સ, વૅન ઇન્સ્યોરન્સ, ટેક્સી/કેબ ઇન્સ્યોરન્સ અને ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ વગેરેનો સમાવેશ થાય છે.

કવર કરવામાં આવતાં પેસેન્જર કેરીંગ વ્હીકલના પ્રકાર:

  • બસ: વિવિધ પ્રકારની બસ જેમ કે સ્કૂલ બસ, ખાનગી ટૂર બસ અને અન્ય મુસાફરોને એક જગ્યાએથી બીજા સ્થાને લઈ જવાના હેતુ માટે વપરાતી બસને પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.
  • ઑટો રિક્ષાઃ તમામ ઑટો રિક્ષાનો ઉપયોગ કોમર્શિયલ હેતુઓ માટે થાય છે; લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું પણ આ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે.
  • ટેક્સી, કેબ અને કોમર્શિયલ કારઃ કેબ અને કોમર્શિયલ કાર જેમ કે તમારી રોજીંદી ઉબર, ઓલા અને કોમર્શિયલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતી અન્ય ખાનગી કારને પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે.
  • વૅન: વિવિધ વૅન જેમ કે સ્કૂલ વૅન અને ખાનગી ટૂર કરતી મિનિબસ જેવા કોમર્શિયલ હેતુઓ માટે વપરાતા વ્હીકલને પણ આ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે.

મારે પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

  • અણધાર્યા નુકસાનથી રક્ષણ: ભલે તે નુકસાન કુદરતી આફત, અકસ્માત, અથડામણ અથવા તો આગને કારણે થતું હોય; પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ આ અનિશ્ચિત નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે છે, અને આ રીતે તમારા વ્યવસાયને તેમના માટે જવાબદાર થવાથી સુરક્ષિત કરે છે.
  • કાયદાનું પાલન કરો: મોટર વ્હીકલ એક્ટ મુજબ, કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો સહિતના તમામ વાહનો માટે ઓછામાં ઓછો મૂળભૂત, થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ સાથેનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે જેથી કોઈ થર્ડ-પાર્ટી જેમ કે થર્ડ-પાર્ટીની વ્યક્તિ, મિલકત અથવા વાહનને થતાં નુકસાન અને ખોટથી રક્ષણ મળે.
  • માલિક-ડ્રાઈવર માટે કવર: તમારા કોમર્શિયલ વાહન માટે પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ લેવાથી માત્ર વાહનનું જ રક્ષણ થતું નથી પરંતુ માલિક-ડ્રાઈવર માટે પણ કવર મળે છે. 
  • પેસેન્જર પ્રોટેક્શન: પેસેન્જર વ્હીકલ ખરીદતી વખતે, એ વ્યક્તિ તેમના પેસેન્જર માટે પણ કવર લેવાનું પસંદ કરી શકે છે; આમ, એક જવાબદાર વ્યવસાય તરીકે માત્ર પોતાની જ નહીં પરંતુ તેમાં સામેલ તમામ હિતધારકોની પણ કાળજી રાખી શકાય છે.

ડિજિટનો પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ?

પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?

શું કવર થતું નથી?

તમારી પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જેથી કરીને ક્લેઇમ કરતી સમયે તમારી પાસે બધી માહિતી હોઈ. નીચે મુજબની પરિસ્થિતિઓ કવર થતી નથી:

થર્ડ-પાર્ટી પોલિસીહોલ્ડરને થયેલું નુકસાન

જો તમે માત્ર થર્ડ-પાર્ટી પેસેન્જર વેહિકલ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, તો તમને પોતાને જે નુકસાન અને હાનિ થશે તેનો ખર્ચ કવર કરવામાં નહીં આવે.

દારૂ પીને અથવા માન્ય લાયસન્સ વિના બસ ચલાવવી

જો ક્લેઇમ દરમિયાન, એવું જણાય આવે કે ચાલાક-મલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા દારૂ પીને વાહન ચલાવતો હતો, તો વાહન માટે કવર આપવામાં નહીં આવે.

જાણી જોઈને કરેલી બેદરકારી

જાણી જોઈને કરેલી બેદરકારીને કારણે વાહનને થયેલા કોઈપણ નુકસાન અથવા હાનિ કવર કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂરની સ્થિતિ છે અને તેમ છતાં કોઈ વાહન ચલાવે છે તો.

કોઈ સમસ્યાના પરિણામરૂપે થયેલ નુકસાન

કોઈપણ નુકસાન અથવા હાનિ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગ લાગવાના કારણે ન થયા હોય તેને કવર કરવામાં નહીં આવે.

ડિજીટના પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ ડિજીટના લાભ
ક્લેઇમની પ્રક્રિયા પેપરલેસ ક્લેઇમ
ગ્રાહક સેવા 24x7 સપોર્ટ
વધારાનું કવરેજ PA કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સક્લુઝન અને ફરજિયાત ડિડકટેબલ્સ, વગેરે
થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને થયેલા નુકસાન માટે 7.5 લાખ સુધી

પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

યાત્રીઓને વહન કરતા તમારા વાહનના પ્રકાર એટલે કે બસ, રિક્ષા, વાન, વગેરે પ્રમાણે, તમે અમારા બે પ્લાનમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.

બિલિટી ઓન્લી સ્ટાન્ડર્ડ પેકેજ

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને યાત્રીઓને વહન કરતા તમારા વાહન દ્વારા થયેલ નુકસાન.

×

થર્ડ-પાર્ટી વાહનને યાત્રીઓને વહન કરતા તમારા વાહન કારણે થયેલ નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના યાત્રીઓને વહન કરતાં વાહનને થયેલ નુકસાન અથવા હાનિ.

×

યાત્રીઓને વહન કરતા વાહનના માલિક-ચાલાકને થયેલ ઈજા/મૃત્યુ

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ક્લેઇમ કેવી રીતે કરવો?

અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇ-મેઇલ કરો

અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસીહોલ્ડર/કોલરનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે રાખો.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં સૌથી પહેલા આ પ્રશ્ન આવવો જોઈએ. આશા છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરી રહ્યા છો! ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

ભારતમાં પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

એક થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સીવ પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?

એક થર્ડ-પાર્ટી કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ તમને માત્ર તમાર વાહન દ્વારા કોઈ એક થર્ડ-પાર્ટીની વ્યક્તિ, મિલ્કત અથવા વાહનને થતાં નુકસાન અને ખોટની સામે રક્ષણ આપે છે.

જ્યારે બીજી બાજુએ, એક કોમ્પ્રિહેન્સીવ પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ પેકેજ પૉલિસી તમારા વાહનને તેમજ માલિક-ડ્રાઇવરને થતાં નુકસાન અને ખોટને પણ કવર કરે છે.

એક પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સમાં IDV શું હોય છે?

IDV એ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂનો સંદર્ભ આપે છે; જે બીજું કંઈ નહીં પરંતુ તમારા પેસેન્જર કેરીંગ વ્હીકલની બજાર કિંમત છે. તે અંતે તમારા કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની રકમને નક્કી કરવામાં અને ક્લેઇમ દરમિયાન ક્લેઇમના પેઆઉટને નક્કી કરવામાં પણ મદદ કરે છે.

શું એક પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ તેના પેસેન્જર માટે પણ કવર પૂરૂં પાડે છે કે માત્ર વાહનને જ કવર પૂરૂં પાડે છે?

હા, જો તમે એક કોમ્પ્રિહેન્સીવ પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ પેકેજ પૉલિસી ખરીદશો, તો તમે તમારા પેસેન્જરને પણ સુરક્ષિત કરવા માટે પેસેન્જર કવર પણ પસંદ કરી શકો છો.

એક પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સને ઑનલાઇન ખરીદવાના ક્યા ફાયદા છે?

એક પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ ખરીદવાના ઘણાં ફાયદા છે; જેમ કે, તે તમારો સમય બચાવે છે (તમારે એક એજન્ટ પાસે જવાની જરૂર રહેતી નથી), કોઈ પેપરવર્ક નથી અને એ પૉલિસીને ખરીદવાની પ્રક્રિયાથી લઈને એક ક્લેઇમ કરવા સુધીની પ્રક્રિયા સરળ છે, અને ઓછો સમય લેનારી છે!