બાઇક વીમામાં એન.સી.બી (NCB)

NCB ડિસ્કાઉન્ટ સાથે બાઇક વીમા ક્વોટ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

બાઇક વીમામાં નો ક્લેઈમ બોનસ (No Claim Bonus)

તમને તમારું બાળપણ યાદ છે? જ્યારે તમે 6-7 વર્ષના બાળક હતા ત્યારે તમારા પિતા તમને કહેતા કે જો તમે સારું વર્તન કરશો, સરખો અભ્યાસ કરશો અને તોફાન નહિ કરો તો તમને તેઓ ચોકલેટ આપશે? નો ક્લેઇમ બોનસ આવું જ કઈક છે, તે તમને એક સારા અને શિસ્તબદ્ધ બાઈકર બનવા બદલ મળતી ભેટ!


તમને એવો પ્રશ્નો થતો હશે કે સારા બાઈકરને બોનસ સાથે શું સંબંધ? જો તમે બાઈક ઇન્શ્યોરન્સ ખરીદ્યો છે અને તમે ખૂબ જ સાવધાનીથી બાઇક ચલાવો છો અને સાચવો છો તો તમારે ઈન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની શુ જરુર?? તો જાણો શા માટે જરૂરી છે તમારા બાઈક ને ઈન્શ્યોરન્સની.

બાઇક ઈન્શ્યોરન્સમાં એનસીબી (NCB) શું છે?

એનસીબી(NCB) ઇન્શ્યોરર્સ લઈ ને જો તમે સાવધાનીથી વાહન ચલાવો છો અને એક વર્ષમાં કોઈ પણ ક્લેઇમ નથી કરતાં તો બીજા વર્ષે પોલિસી રિન્યૂ કરતી વખતે તમને પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળે છે. અને આ ડિસ્કાઉન્ટ એટલે ક્લેઇમ બોનસ. 

પહેલા એનસીબી(NCB) "ડિસ્કાઉન્ટ ઓન પ્રીમિયમના" નામે ઓળખાતું જે કોઈ પણ પોલિસી હોલ્ડરને વર્ષ દરમિયાન કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ આપવામાં આવતું હતું. ખોટા ક્લેઇમ્સને રોકવા અને શિસ્ત બની રહે તે માટે "નો ક્લેઇમ બોનસ"નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. (અલબત્ત, અમને ક્લેઇમ્સ સેટલ કરીને લોકોની મદદ કરવી ખૂબ પસંદ છે!)

અને વધુ સારી વાત એ છે કે જો તમે આવું જ સારું ડ્રાઇવિંગ કાયમ રાખો અને ઈશ્વરની કૃપાથી તમારા બાઇકને કોઈ અકસ્માત કે નુકશાન ન થાય અને ક્યારેય ક્લેઇમની જરુર ન પડે તો વર્ષો સુધી તમે "નો ક્લેઇમ બોનસનો" લાભ લઈ શકો છો. તમારા ખિસ્સા માટે આ ખૂબ લાભદાયી ઓફર છે!

શું તમે નવું બાઇક ખરીદો તો તમે એનસીબી ટ્રાન્સફર કરી શકો?

ખુશ ખબર એ છે કે તમારું જમા થયેલું એનસીબી(NCB)એ એક વફાદાર સાથી જેવું છે. તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે! તેથી જો તમે નવું બાઇક ખરીદો અને તમે પોલિસી હોલ્ડર હોવ તો તે જુના વાહનમાંથી નવા વાહનમાં ટ્રાન્સફર થઈ જશે. તમારું એનસીબી તમારા એટલે કે પોલિસી હોલ્ડર માટે છે, નહિ કે બાઇક માટે.

બાઇક ઈન્શ્યોરન્સમાં એનસીબી (NCB)ની ગણતરી કેવી રીતે થાય છે?

તમારા પહેલા રિન્યુઅલ સમયે કોમ્પ્રેહેનસીવ ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ નો ક્લેઇમ બોનસ અપલાઈ થશે. (નોંધ: એનસીબી(NCB)તમારા પ્રીમિયમના પોતાના નુકસાનના ઘટકને વિશિષ્ટ રૂપે લાગુ કરે છે, જે IDV અથવા બાઇકની વીમાકૃત ઘોષિત કિંમતના આધારે બાઇકના ઘસારાના ખર્ચને બાદ કરતાં પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. બોનસ થર્ડ પાર્ટી કવર પ્રીમિયમ પર લાગુ પડતું નથી) 

તમારા પ્રથમ ક્લેઇમ-ફ્રી વર્ષ બાદ તમારા પ્રીમિયમ પર 20% ડિસ્કાઉન્ટ સાથે તમારા એનસીબી(NCB) ની શરૂઆત થાય છે. દર વર્ષે પોલિસી રિન્યૂ થવાના સમયે તેમાં 5-10%નો વધારો થાય છે. બીજી રીતે કહીએ તો જો તમે તમારા સારા ડ્રાઇવિંગ દ્વારા કોઈ પણ ક્લેઇમ ન કરો તો પોલિસી હોલ્ડરના સારા વર્તનના રિવૉર્ડ રૂપે એનસીબીમાં સતત વધારો થાય છે. 

ઉદાહરણ તરીકે, જો તમે પ્રથમ વર્ષ બાદ એનસીબી(NCB) લો તો તમારા પ્રીમિયમમાં 20%નુ ડિસ્કાઉન્ટ મળે છે. સતત બીજા વર્ષે પણ તમે કોઈ ક્લેઇમ ન કરો તો ત્રીજા વર્ષના રિન્યુઅલ સમયે તમને 25 થી 30% જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેના પછી 30 થી 35% અને આમ જ પાંચ વર્ષ સુધીમાં તમે તમારા પ્રીમિયમ પર 50% જેટલું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. 

ચેક: એનસીબી(NCB) ડિસ્કાઉન્ટ ચેક કરવા માટે તમે બાઈક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો.

ક્લેઇમ-ફ્રી (વર્ષો માં) નો ક્લેઇમ બોનસ
1 વર્ષ પછી 20%
2 વર્ષ પછી 25%
3 વર્ષ પછી 35%
4 વર્ષ પછી 45%
5 વર્ષ પછી 50%

વધુ લાલચ ન રાખવી કારણકે પાંચ વર્ષ બાદ જો તમે કોઈ ક્લેઇમ ન કરો તો પણ 50%થી વધુ એનસીબી(NCB) ન મળી શકે. ચાલો, આ ગણતરી એક સરળ ઉદાહરણ થકી સમજીએ. 

વર્ષ 2010માં તમે એક હાઇ-સ્પીડ બાઇક ખરીદી. તમે એટલે કે પોલિસી હોલ્ડર વિશ્વના શ્રેષ્ઠ બાઈકર છો. તમે સમયસર પ્રીમિયમ ભરો છો. તમને કોઈ ક્લેઇમની જરુર નથી પડતી, પહેલા વર્ષે, બીજા વર્ષે.. અને પાંચમા વર્ષે પણ.. 

હવે, 2015માં તમે આ વાહન કાઢીને અન્ય નવી બાઇક લેવાનું નક્કી કરો છો. નવી બાઇક ખરીદો છો ત્યારે તમારી પાસર બાઇક ઈન્શ્યોરન્સ છે. હવે આ વાહનનું ઓન ડેમેજ પ્રીમિયમ 3000 રૂપિયા છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં તમે ઘણું એનસીબી(NCB) જમા કર્યું છે. તમને મહત્તમ 50% ડિસ્કાઉન્ટ મળી શકે એટલે તમારું પ્રીમિયમ 1500 રૂ થશે.

ક્યારે હું એનસીબી(NCB) ગુમાવું છું?

તમારી પોલિસીના કોઈ પણ વર્ષમાં જ્યારે પણ તમે કોઈ ક્લેઇમ કરો ત્યારે એનસીબી ઝીરો થઈ જાય છે. આમાં કોઈ અપવાદ હોય શકે? ચોક્કસ! જો તમે તમારા પ્લાનમાં એનસીબી (NCB)પ્રોટેક્શન ફીચર ધરાવો છો તો આ શરત લાગુ નહિ પડે.

હું ક્લેઇમ કરું અને છતાં એનસીબી (NCB)મેળવી શકું?

હા, જો તમારી ઈન્શ્યોરન્સ કંપની આ સુવિધા આપે તો. જો તમારી કંપની આ સુવિધા આપતી હોય તો તમે તમારી કોંપ્રિહેંસીવ પોલિસીમાં add-on તરીકે એનસીબી(NCB) પ્રોટેક્શન ફીચર ખરીદી શકો છો. આ ફિચરથી તમે વર્ષમાં નિશ્ચિત સંખ્યામાં ક્લેઇમ (મોટા ભાગે 1) કરી શકો છો અને તેનાથી તમે તમારું એનસીબી(NCB) ગુમાવતાં નથી. આવો પ્રોટેક્શન ફીચર અમલમાં મુકતા પહેલા ઘણી ઇન્સ્યોરન્સ કંપની એવી પણ શરત મૂકી શકે કે તમે અમુક નિશ્ચિત વર્ષો સુધી કોઈ ક્લેઇમ ન કરેલું હોવું જોઈએ. 

બસ, તો હવે તમે જ્યારે બાઇક-રેસ કરવાનું વિચારો ત્યારે યાદ રાખજો કે નો ક્લેઇમ બોનસ સ્વરૂપે આર્થિક ફાયદો તમારી રાહ જોઈ રહ્યો છે! વળી, આ નવા વાહન અને નવા ઇન્શ્યોરન્સમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. તેથી સેફ ડ્રાઈવ કરો, જરૂરિયાત વગર કોઈ ક્લેઇમ ન કરો અને એનસીબીનો ફાયદો મેળવો!

ટૂ વ્હીલર ઈન્શ્યોરન્સમાં એનસીબી (NCB) વિષે FAQs

નવા વાહનની ખરીદી સમયે જો હું ઇન્શ્યોરર બદલવા વિચારું તો શું થશે?

તમને અમારી પાસેથી વિદાય આપવી અમને સહેજ પણ પસંદ નથી. પણ જો જવું જ હોય તો ડોન્ટ વરી, જ્યાં સુધી તમે પોલિસી હોલ્ડર હશો ત્યાં સુધી નવા વાહન કે નવી ઇન્શ્યોરન્સ કંપની માટે એનસીબી(NCB) ટ્રાન્સફરેબલ છે.

શું હું મારા કોઈ મિત્ર કે કુટુંબીને એનસીબી NCB પાસ કરી શકું?

ના દોસ્ત, એ શક્ય નથી.  એનસીબી (NCB)એક પોલિસી હોલ્ડર માટે છે અને તે કોઈ બીજાના નામે ટ્રાન્સફર ન થઈ શકે, તમે તમારું બાઇક વેચી દો તો પણ નહિ. આમાં એકમાત્ર અપવાદ પોલિસી હોલ્ડરનું મૃત્યુ છે, આવા કિસ્સામાં નૉમિનીના નામે તે ટ્રાન્સફર થાય છે. 

પ્રો ટીપ: તમારું એનસીબી(NCB) સાચવી રાખો. નાના ખર્ચાઓની અવગણના કરો. બીજા શબ્દોમાં કહીએ તો, અમે એવા અનેક કિસ્સાઓ જોયા છે જેમાં નાના મોટા તદ્દન વ્યાજબી ખર્ચાઓ ક્લેઇમ કરીને પોલિસી હોલ્ડર ઘણી સારી રકમનું એનસીબી(NCB) ગુમાવતાં હોય છે. યાદ રહે, માત્ર એક જ ક્લેઇમ કરવાથી એનસીબી (NCB)શૂન્ય થઈ જાય છે. તેથી લાંબા ગાળાનો ફાયદો જોઈએ તો એનસીબી(NCB) સુરક્ષિત રાખવું જ ખૂબ જ હિતાવહ છે.