આઇ.ડી.વી કેલ્ક્યુલેટર

ઊંચી આઇ.ડી.વી વેલ્યૂ સાથે કાર ઈન્શ્યોરન્સ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

કાર ઈન્શ્યોરન્સમાં આઇ.ડી.વી ની ભૂમિકા વિશે માહિતી મેળવો

આઇ.ડી.વી ની આખું નામ શું છે?

ઈન્શ્યોરન્સના ક્ષેત્રમાં ઘણા બધા ટર્મ્સ સમજવામાં અટપટા હોય છે તે અમે સમજીએ છીએ, પરંતુ તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આવો જ એક ટર્મ છે આઇ.ડી.વી, જેનું આખું નામ છે ‘ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ’. 

કાર ઈન્શ્યોરન્સમાં આઇ.ડી.વી શું છે?

કાર ઈન્શ્યોરન્સમાં ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એટલે કે આઇ.ડી.વી નો અર્થ ઘણો જ સરળ છે. આઇ.ડી.વી એટલે તમારી કારની તાજેતરની માર્કેટ વેલ્યૂ. બીજા શબ્દોમાં કહીએ તો હાલના માર્કેટ રેટ્સ પ્રમાણે તમારી કારની શું કિંમત થઈ શકે તે વેલ્યૂ એટલે આઇ.ડી.વી.

 

આઇ.ડી.વી તમારા ઈન્શ્યોરન્સ કંપનીને એટલે કે અમને તમારા ક્લેઇમ પેમેન્ટ દરમિયાન યોગ્ય અને માન્ય રકમ નક્કી કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તમારી કારના ઈન્શ્યોરન્સના પ્રીમિયમની કિંમત નક્કી કરવામાં પણ મદદ કરે છે. 

શું કામ આઇડીવી મહત્વનું છે?

ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ- આઇડીવી એ તમારા car insurance ની આત્મા છે! તમારી આઇડીવી એ  premium of your vehicle ની રકમ નક્કી કરે છે. તમારી આઇડીવી અને તમારા પ્રીમિયમ વચ્ચે સીધો સંબંધ છે. 

 

જો આઇડીવી વધુ હશે તો તમારા પ્રીમિયમની રકમ પણ વધુ હશે. અલબત્ત, તમે તમારી કારની આઇડીવી ઓછી દર્શાવો એ સલાહભર્યું નથી અથવા ડેમેજના કિસ્સામાં તમને નુકશાન કરશે. 

આઇડીવી કેલ્ક્યુલેટર- તમારી કારની આઇડીવી ની ગણતરી કરો

આઇડીવીની ગણતરી એ એક કેલ્ક્યુલેટરનું સૌથી મહત્વનું ટૂલ છે. તે તમને તમારા કારની માર્કેટ વેલ્યૂ જાણવામાં તો મદદ કરે જ છે, વળી તમારે વધુમાં વધુ કેટલું પ્રીમિયમ ભરવું જોઈએ તે પણ જણાવે છે. 

 

આગળ જતાં તે અમને (ઈન્શ્યોરન્સ કંપની)ને તમારા ક્લેઇમ માટે અથવા ન કરે નારાયણ ને તમારી કાર ચોરી થાય અથવા રીપેર ન કરી શકાય તેવી ડેમેજ થાય તો તમને સાચી ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવા મદદ કરે છે. 

તમારી કારના ડેપ્રિશીએશન રેટ વિષે જાણો

કારની ઉંમર ડેપ્રિશીએશન
6 મહિના કરતાં ઓછી 5%
6 મહિનાથી 1 વર્ષ 15%
1 વર્ષથી 2 વર્ષ 20%
2 વર્ષથી 3 વર્ષ 30%
3 વર્ષથી 4 વર્ષ 40%
4 વર્ષથી 5 વર્ષ 50%

ઉદાહરણ: જો તમારી કાર માત્ર 6 મહિના જૂની છે અને હાલમાં તેની ex-શોરૂમ કિંમત 100 રૂ છે તો તેના પર 5% ડેપ્રિશીએશન લાગે છે. 

 

આ પ્રમાણે જોઈએ તો શોરૂમમાંથી નીકળતાની સાથે જ કારની કિંમત 95 રૂ થઈ જાય છે. 6 મહિના કરતાં વધુ સમય થશે તે સાથે 85 રૂ થશે, 1 વર્ષ બાદ 80 રૂ થશે આમ કરતાં કરતાં મહત્તમ 50% ડેપ્રિશીએશન સાથે તમારી કારની કિંમત ચાર વર્ષ પછી 50 રૂ થઈ જાય છે. 

 

જો તમારી કાર પાંચ વર્ષ કરતાં જૂની છે તો તમારી આઇડીવી તમારી કારની સ્થિતિ, તેની કંપની, મોડેલ અને સ્પેરપાર્ટ્સની અવેલેબીલીટી પર આધાર રાખે છે. 

 

રિસેલ કરતી વખતે તમારી આઇડીવી તમારી કારની માર્કેટ વેલ્યૂ દર્શાવે છે. જોકે, જો તમે તમારી કારની પૂરતી કાળજી લીધી હશે અને તેને ખૂબ સારી કંડિશનમાં રાખી હશે તો તમારી કારની રિસેલ વેલ્યૂ તેની આઇડીવી કરતાં ઘણી વધુ આવે તેની પૂરેપૂરી શક્યતા છે. આખરે રિસેલ વેલ્યૂ તમારી સાચવણ પર જ આધારિત છે.

તમારી કારની આઇડીવી નક્કી કરવા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાય છે?

કારની ઉંમર: આઇડીવી એ તમારી કારની માર્કેટ વેલ્યૂ દર્શાવે છે એટલે કારની ઉંમરને આઇડીવી સાથે સીધો સંબંધ છે. તમારી કારની ઉંમર જેમ વધુ તેમ આઇડીવી ઓછી અને કારની ઉંમર જેમ ઓછી તેમ આઇડીવી વધારે.

મેન્યુફેક્ચરર અને કાર મોડેલ: તમારી કારની બનાવટ અને તેનું મોડેલ પણ આઇડીવી પર સીધા અસર કરતાં પરિબળો છે. ઉદાહરણ તરીકે લેમ્બોર્ગિની વિનનની આઇડીવી એ એસ્ટન માર્ટિન વન કરતાં ઘણી વધારે હશે કારણકે બંનેના મેન્યુફેક્ચરરની બનાવટમાં અને કાર મોડેલમાં ખૂબ જ અંતર છે. 

શહેરની રજીસ્ટ્રેશન ડિટેલ્સ: તમારા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કાર રજીસ્ટ્રેશનની વિગતો આપવામાં આવી હોય છે. કયા શહેરમાંથી કાર રજીસ્ટર થઈ છે તે પણ આઇડીવી પર અસર કરતું પરિબળ છે.  મેટ્રો સિટીમાં રજીસ્ટર થયેલી કારની આઇડીવી નાના શહેરનિ સરખામણીએ ઓછી હોય છે. 

સ્ટાન્ડર્ડ ડેપ્રિશીએશન (ઇન્ડિયન મોટર ટેરિફના આધારે): શોરૂમની બહાર નીકળતાની સાથે જ તમારી કાર પર ડેપ્રિશીએશનની ગણતરી થવા લાગે છે. દર વર્ષે આમાં વધારો થાય છે. આ પણ અંતે તમારા આઇડીવી ને અસર કરે છે. આ ટેબલથી તે બરાબર સમજી શકાશે. 

તમારા કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં આઇડીવી ની શું અસર થાય છે?

આઇડીવી અને તમારું પ્રીમિયમ બંને એકબીજાના પૂરક છે. એટલે કે જેમ તમારો આઇડીવી વધુ હશે તેમ તમારું પ્રીમિયમ પણ વધારે હશે. ત્યાર પછી જેમ તમારી કાર જૂની થશે તેમ ડેપ્રિશીએશનના કારણે તેની આઇડીવી પણ ઓછી થશે, પરિણામે પ્રીમિયમની રકમ પણ ઓછી થઈ જશે.

 

ઉપરાંત, જ્યારે તમે તમારી કાર વેચવાનું નક્કી કરો છો ત્યારે પણ આઇડીવી ઉપયોગી સાબિત થાય છે. આઇડીવી જેમ વધુ તેમ તમે તમારી કારની વધુ કિંમત મેળવશો. વળી, આ કિંમત પર કારનો ઉપયોગ, જુના કાર ઈન્શ્યોરન્સ વગેરે પણ અસર કરે છે. 

 

તેથી, જ્યારે તમે તમારી કાર માટે યોગ્ય કાર ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદો ત્યારે માત્ર પ્રીમિયમ જ નહિ, આઇડીવી વિષે પણ ખાસ માહિતી મેળવો. 

 

જો કોઈ કંપની દ્વારા તમને ઓછું પ્રીમિયમ ઓફર કરવામાં આવે તો તે તમને આકર્ષક લાગશે પણ બની શકે કે તેમાં આઇડીવી ઓછું ઓફર કરવામાં આવ્યું હોય. જો ક્યારેક ટોટલ કાર લોસની પરિસ્થિતિ ઉદભવે તો વધુ આઇડીવી વધુ વળતર અપાવી શકે છે. 

વધતાં/ઓછા આઇડીવી ના ફાયદાઓ:

  • વધુ આઇડીવી : વધારે આઇડીવી એટલે વધારે પ્રીમિયમ, પણ તમારી કારના લોસ અથવા ચોરી સમયે તમે વધુ રકમનું વળતર મેળવો છો.
  • ઓછું આઇડીવી : ઓછું આઇડીવી એટલે ઓછું પ્રીમિયમ, પણ લોસ અથવા કારની ચોરી સમયે વળતરરૂપે ઘણી ઓછી રકમ મળે છે એટલે કે પ્રીમિયમમાં થયેલી આ થોડી બચત લાંબા ગાળે મોંઘી પડી શકે છે.

કાર ઈન્શ્યોરન્સમાં આઇડીવી નું મહત્વ:

  • તમારી આઇડીવી એ તમારી કારની માર્કેટ વેલ્યૂ છે અને એટલે જ તે તમારા પ્રીમિયમને સીધી અસર કરે છે. 

  • કારની આઇડીવી ને આધારે કારનું રિસ્ક નક્કી થાય છે. જો આઇડીવી વધુ તો રિસ્ક પણ વધારે. પરિણામે વધુ આઇડીવી ધરાવતી કાર માટે વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે. 

  • ક્લેઇમ્સ દરમિયાન વળતરની ચુકવણી કારની માર્કેટ વેલ્યૂના આધારે થાય છે. અંતે રિપ્લેસ અને રિપેરિંગનો ખર્ચો પણ આ જ મુદ્દા પર આધાર રાખે છે. તેથી જો તમે કાર ગુમાવો અથવા કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને યોગ્ય વળતર મળી રહે તે માટે આઇડીવી એ સૌથી મહત્વનું પરિબળ છે. 

  • જો તમારી કાર ચોરાઇ જાય અથવા રીપેર ન થઈ શકે તેવી ખરાબ રીતે ડેમેજ થાય તો તમને તમારી કારની આઇડીવી અનુસાર વળતર મળશે. તેથી તમારી કારના સાચા મૂલ્ય અનુસાર આઇડીવી નક્કી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. 

એક નાના પાંચ વર્ષના બાળકની જેમ સમજીએ તો:

અમે ઈન્શ્યોરન્સ એટલું સરળ બનાવી દીધું છે કે પાંચ વર્ષનું કોઈ બાળક પણ સમજી શકે છે. 

 

તમારી પાસે કોઈ કિંમતી ઘડિયાળ છે. એક દિવસ તમે એ જાણવા માંગો છો કે જો તમે એ ઘડિયાળ વેચવા ઈચ્છો તો તેની કેટલી કિંમત ઊપજી શકે. તમે તેને ઘડિયાળ બનાવનાર પાસે લઈ જાઓ છો. ઘડિયાળ બનાવનાર તમારી ઘડિયાળને જોઈને તમને સમજાવે છે કે આ કાચ, ધાતુ, ચામડું અને સ્ક્રૂમાંથી બનાવવામાં આવી છે. હવે, તે સૌથી પહેલા આ તમામ મટિરિયલની કિંમત ઉમેરશે. પછી તમને પૂછશે કે આ ઘડિયાળ કેટલા વર્ષ જૂની છે અને તમે તેનો જવાબ આપશો કે પાંચ વર્ષ. તે આ બધી જ માહિતીના આધારે નક્કી કરશે કે તમારી આ ઘડિયાળની હાલની માર્કેટ કિંમત 500 રૂ છે. આમ, 500 રૂ એ તમારી ઘડિયાળની આઇડીવી થઈ.

કાર ઈન્શ્યોરન્સમાં આઇડીવી વિષે FAQs:

નવી કારનો આઇડીવી શું હોય છે?

નવી કારનો ઇનવોઇસ એ જ નવી કારની આઇડીવી છે. જો તમે કાર વાપરવાની શરુ કરી દીધી હોય તો નિયમઅનુસાર ડેપ્રિશીએશન લાગે છે. 

 

શોરૂમમાંથી નીકળ્યા પછી કારની આઇડીવી શું હોય છે?

જો તમે કાર ચલાવવાની શરુ કરી દીધી હોય તો શૉરૂમમાંથી નીકળ્યા પછી કારની આઇડીવી એ તમારી કારના ઇનવોઇસની રકમ અને તેમાંથી ડેપ્રિશીએશનની બાદબાકી થાય છે. 

 

પાંચ વર્ષ કરતાં જૂની કારની આઇડીવી શું હોય છે?

ઇન્ડિયન મોટર ટેરિફના સ્ટાન્ડર્ડ ડેપ્રિશીએશન રેટ્સ અનુસાર પાંચ વર્ષ કરતાં જૂની કારને 50% ડેપ્રિશીએશન લાગે છે અને તે આધારે કારની આઇડીવી નક્કી થાય છે. 

 

શું વધુ આઇડીવી પસંદ કરવી એ યોગ્ય છે?


વાસ્તવમાં તેનો આધાર તમારી કારનો પ્રકાર અને તેની સ્થિતિ પર રહેલો છે. 

 

શું કોઈ ઓછી આઇડીવી જાહેર કરે તો?

ઘણી વાર ઓછા પ્રીમિયમની લાલચમાં લોકો તેમની કારની ઓછી આઇડીવી જાહેર કરે છે. અલબત્ત, એ યાદ રાખવું જરૂરી છે કે ઓછા પ્રીમિયમની લાલચમાં ક્લેઇમ કરતી વખતે તમારી કારની સરખામણીએ ઓછું વળતર મળે છે. તેથી વધુ કે ઓછું નહિ, સાચું આઇડીવી જાહેર કરવું જરૂરી છે.