કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ

50% સુધી નો ક્લેઇમ બોનસ સાથે કાર ઈન્શ્યોરન્સ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ શું છે?

ભારતમાં ફોર વ્હીલર્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તમે નવી કાર ખરીદો તે પહેલા એ જાણવું જરૂરી છે કે ભારતમાં મોટર વાહન ઈન્શ્યોરન્સ ફરજિયાત છે અને કાર ખરીદતી વખતે તે લેવો આવશ્યક છે. મોટા ભાગની ઈન્શ્યોરન્સ કંપનીઓ નો ક્લેઇમ બોનસ ની સુવિધા સાથે કાર ઈન્શ્યોરન્સ આપે છે.

મોટા ભાગના લોકો નો ક્લેઇમ બોનસ અંગે તદ્દન અજાણ છે તેથી અમે તે અંગે તમને માહિતગાર કરશું.

ઈન્શ્યોરન્સમાં એનસીબી નું મહત્વ

NCBનો અર્થ થાય છે નો ક્લેઇમ બોનસ. આખા વર્ષ દરમિયાન કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કાર ઈન્શ્યોરન્સ હોલ્ડરને આપવામાં આવતો રિવૉર્ડ એટલે નો ક્લેઇમ બોનસ . કોઈ પણ ક્લેઇમ ન કરવાથી બીજા વર્ષના પ્રીમિયમમાં અમુક ચોક્કસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ કેવી રીતે કામ કરે છે?

મોંઘવારીના સમયમાં જ્યારે દરેક વસ્તુઓની કિંમત વધી રહી છે ત્યારે આમે તમારી ઈચ્છા પુરી કરશું અને તમને ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઘટાડી આપશું. તમને જરુર પ્રશ્ન થશે, આવું કેવી રીતે?

આ એક પ્રકારની રિવૉર્ડ સિસ્ટમ છે. કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ પ્રથમ વર્ષે તમને કાર ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં 20%નું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમે સતત કોઈ ક્લેઇમ ન કરો તો આ ડિસ્કાઉન્ટમાં દર વર્ષે વધારાના 5%નો ઉમેરો થતો જાય છે. ક્રમશઃ છ વર્ષ સુધી ક્લેઇમ ન કરવાથી આ ડિસ્કાઉન્ટ 50% જેટલું થઈ જાય છે!

ટૂંકમાં કહીએ તો તમે જેટલું સારું ડ્રાઇવિંગ કરો અને કારની સંભાળ રાખો એટલો લાંબા ગાળે તમને ફાયદો થશે.

નાના ક્લેઇમ્સ કરીને નો ક્લેઇમ બોનસ ન મેળવીએ તે વધુ યોગ્ય છે?

ના! જો તમારી કારનો કોઈ સામાન્ય અકસ્માત થયો હોય અને કદાચ માત્ર ટાયર બદલવા જેવી જરૂરિયાત હોય તો તે તમે તમારા ખર્ચે કરાવો (જો યોગ્ય લાગે તો જ) અને કાર ઈન્શ્યોરન્સ રિન્યુઅલ  કરતી વખતે નો ક્લેઇમ બોનસ નો લાભ મેળવો.

નો ક્લેઇમ બોનસ ની ગણતરી

કાર ઈન્શ્યોરન્સ પોલિસીમાં નો ક્લેઇમ બોનસ વિષે જાણ્યા પછી એક મહત્વનો પ્રશ્ન એ છે કે નો ક્લેઇમ બોનસ ની ગણતરી કેવી રીતે થાય છે?

નો ક્લેઇમ બોનસ ની ગણતરી કરવી સાવ સરળ છે. અરે, ઘણી ઈન્શ્યોરન્સ કંપનીઝ તો તેમની વેબસાઇટ પર પણ આ પ્રકારની સુવિધા આપે છે જેથી તેમાં તમારી પોલિસીની રકમ ઉમેરીને નો ક્લેઇમ બોનસ કેલ્ક્યુલેટ કરી શકાય. પોલિસીના બીજા વર્ષથી આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થાય છે.

કાર ઈન્શ્યોરન્સમાં NCBની ગણતરી

ક્લેઇમ વગરના વર્ષ નો ક્લેઇમ બોનસ
1 વર્ષ પછી 20%
2 વર્ષ પછી 25%
3 વર્ષ પછી 35%
4 વર્ષ પછી 45%
5 વર્ષ પછી 50%

કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ ના ફાયદા

1. તમને પોસિટિવ રિવોર્ડ્સ આપે છે: નો ક્લેઇમ બોનસ એ બીજું કશું નહિ પણ એક સારા અને જવાબદાર ડ્રાઈવર, કાર માલિક બનવા બદલ તમને આપવામાં આવતો રિવૉર્ડ છે.

2. તમારી કાર સાથે નહિ, પણ તમારી સાથે સંકળાયેલ છે: નો ક્લેઇમ બોનસ નો સીધો સંબંધ વ્યક્તિગત રીતે તમારી સાથે છે, નહિ કે તમારી કાર સાથે. તમારી પાસે ભલે કોઈ પણ કાર હોય, જ્યાં સુધી તમે કોઈ ક્લેઇમ વગર તમારો કાર ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવો છો ત્યાં સુધી તમને નો ક્લેઇમ બોનસ નો લાભ મળતો રહે છે.

3. કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં બચત: આ ફાયદો કોને ન ગમે? ડિસ્કાઉન્ટ!! કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ બીજા વર્ષથી જ તમને તે પછીના પ્રીમિયમમાં 20% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે.

4. સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે: જો તમે તમારી ઈન્શ્યોરન્સ કંપની અથવા કાર બદલવા માંગો તો એનસીબી  ની ફેરબદલી કરવી ખૂબ જ આસાન છે. તમારી હાલની પોલિસી એક્સપાયર થાય તે પહેલા આ પ્રક્રિયા ખૂબ સરળતાથી કરી શકાય છે.

ઈન્શ્યોરન્સમાં એનસીબી વિષે મહત્વની બાબતો

એનસીબી ક્યારે સમાપ્ત થાય છે?

અલબત્ત, નો ક્લેઇમ બોનસ એ ખૂબ જ ફાયદાકારક છે. જ્યાં સુધી તમે કોઈ પણ ક્લેઇમ નથી કરતાં ત્યાં સુધી તમે તેનો લાભ લઈ શકો છો. પણ જે વર્ષે તમે કોઈ ક્લેઇમ કર્યો હોય તેના પછીના વર્ષે એનસીબી મળવાપાત્ર રહેતું નથી. ધ્યાનમાં રહે, જો તમે તમારી ચાલુ પોલિસી તેના એક્સપાયરી થાય તે પહેલા 90 દિવસની અંદર રિન્યૂ કરાવતા નથી તો એનસીબી આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને તમને તેનો કોઈ લાભ મળતો નથી. તેથી સમયસર પોલિસી રિન્યૂ કરાવવી જરૂરી છે.

એનસીબી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?

એનસીબી વિષે બીજો મહત્વનો પ્રશ્ન એ થાય કે તેનું સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકાય? ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે જ પોલિસી હોલ્ડરને એનસીબી સર્ટિફિકેટ આપી દેવાય છે. હવે તે સંપૂર્ણપણે પોલિસી હોલ્ડર પર આધારિત છે કે તે આખા વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરે છે કે નહિ. જો તે ક્લેઇમ કરશે તો એનસીબીનો લાભ મળવાપાત્ર નથી, જો તે કોઈ ક્લેઇમ ન કરે તો એનસીબીનો લાભ મેળવી શકે છે.

ઈન્શ્યોરન્સમાં જૂનો એનસીબી એટલે શું?

શું તમે કોઈ ક્લેઇમ કર્યા વગર જ થોડા સમયમાં તમારી જૂની કાર વેચીને નવી કાર લેવાનું વિચારો છો?

જો તમે કોઈ કાર ડીલર અથવા થર્ડ પાર્ટી પાસેથી કાર લેવાનું નક્કી કરો છો અને તે કાર એનસીબી માટે લાયક હોય તો તમે નો ક્લેઇમ બોનસ ની ફેરબદલી એટલેકે ટ્રાન્સફર કરી શકો છો. આવા કિસ્સામાં તમારે માત્ર તમારી ઈન્શ્યોરન્સ કંપનીને તમારી જૂની કાર વેચાણની જાણ કરીને તેમને નવી કારમાં નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર કરવા વિનંતી કરવાની રહેશે. 

જો તમે ડિજીટ પાસેથી નવો કાર ઈન્શ્યોરન્સ લેવાનું વિચારો છો તો તમારે માત્ર તમારી વર્તમાન પોલિસી, તેનું એનસીબી અને ઈન્શ્યોરન્સ કંપની(જો તમે અમારી પાસેથી પહેલી વાર ખરીદી રહ્યા છો તો)ની માહિતી આપવાની રહેશે. અને બસ, બાકીની બધી જ જરૂરિયાત અમે પૂરી કરશું.

નવા કાર ઈન્શ્યોરન્સમાં એનસીબી ટ્રાન્સફર કેવી રીતે કરવો?

તમે નવો કાર ઈન્શ્યોરન્સ ઓનલાઈન ખરીદો કે એજન્ટ દ્વારા કે ઓફલાઇન તેના પર આ આધાર રાખે છે. જો તમે કોઈ એજન્ટ અથવા ઓફલાઇન પોલિસી ખરીદી રહ્યા છો તો તમારે ફોર્મ 29 અને 30માં લેખિત વિનંતી કરીને બાયર-સેલર એગ્રીમેન્ટ અને વર્તમાન ઈન્શ્યોરન્સ કંપનીના ફેરબદલીના લેખિત દસ્તાવેજ દ્વારા નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર કરવા વિનંતી કરવાની રહે છે.

ત્યાર પછી તમારું એનસીબી સર્ટિફિકેટ બનશે જે તમારે નવી કાર ઈન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરવાનું રહે છે. જોકે, જો તમે ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો તો તમારે આમાંનું કશું જ કરવાની જરુર નથી. માત્ર તમારી વર્તમાન પોલિસી, તેનું એનસીબી અને ઈન્શ્યોરન્સ કંપનીની વિગતો દાખલ કરીને તમારા એનસીબી વિષે માહિતી આપવી પડે છે. અન્ય તમામ પ્રક્રિયા નવી ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવે છે.

એનસીબી ટ્રાન્સફર માટે જરૂરી દસ્તાવેજ

તમારી એપ્લિકેશન સાથે નીચેના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.

  • જૂની કાર વેચવા બદલ મળેલી ડિલિવરી નોટની નકલ 
  • જૂની કારની ઈન્શ્યોરન્સ પોલિસીની નકલ 
  • નવી કારની ખરીદી બદલ મળેલા બૂકિંગ ફોર્મની નકલ

ઉપરોક્ત દસ્તાવેજો સબમિટ કરવાથી નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર થઈ જાય છે. વર્તમાન એનસીબી સર્ટિફિકેટના આધારે પોલિસી હોલ્ડરને તે પછીના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળે છે.

ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ વિષે

શું હું એક કરતાં વધુ કાર માટે નો ક્લેઇમ બોનસ ધરાવી શકું?

તમારો નો ક્લેઇમ બોનસ માત્ર એક જ કાર માટે માન્ય છે. તેથી જો તમે brand-new second car ખરીદી કરો તો તે માટે અલગ કાર ઈન્શ્યોરન્સ લેવો પડે છે, આ ઈન્શ્યોરન્સમાં પહેલા વર્ષ દરમિયાન એક પણ ક્લેઇમ ન કરવાથી બીજા વર્ષથી તમને એનસીબીનો લાભ મળે છે.

શું હું નો ક્લેઇમ બોનસ એકમાંથી બીજા ઈન્શ્યોરન્સમાં ટ્રાન્સફર કરી શકું?

હા, જો તમે ઈન્શ્યોરન્સ કંપની બદલવા માંગો તો તમે નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર કરી શકો છો. પણ જો તમે કોઈ નવા ઈન્શ્યોરન્સ કંપની પાસે જઈ રહ્યા છો તો તમારે ગત વર્ષની તમારી ઈન્શ્યોરન્સ પોલિસી અથવા એનસીબી દર્શાવતા રિન્યુઅલ ડોક્યુમેન્ટ બતાવવા જરૂરી છે. આવા સંજોગોમાં તમે ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ ખરીદી શકો છો જેમાં આપોઆપ જ એનસીબી ટ્રાન્સફર કરવાનો ઓપશન ઉપલબ્ધ છે.

શું થર્ડ પાર્ટી કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ લાગુ પડે છે?

તમારા પ્રીમિયમમાં થર્ડ પાર્ટી લાયાબિલિટી માટેના પ્રીમિયમ- સામાન્ય રીતે 15 થી 20%-માં એનસીબી સામેલ હોતું નથી. તેથી માત્ર  third-party insurance એનસીબીનો લાભ મળતો નથી. આ માટે તમારી પાસે Comprehensive અથવા ઓન ડેમેજ કાર ઈન્શ્યોરન્સ હોય તે જરૂરી છે. થર્ડ પાર્ટી ક્લેઇમ, નો ક્લેઇમ બોનસ પર કોઈ અસર કરતો નથી. માત્ર સમજદારીપૂર્વક ક્લેઇમ કરો અને તમારે વધારાનું પ્રીમિયમ ભરવાની કોઈ ચિંતા નહિ રહે.

શું નો ક્લેઇમ બોનસ એક એડ-ઓન છે?

ના, નો ક્લેઇમ બોનસ એક addon નથી. Comprehensive કાર ઈન્શ્યોરન્સ તેમજ  Own Damage  car insurance policy સાથે જ આ સુવિધા સામેલ છે. અલબત્ત, તમારા નો ક્લેઇમ બોનસ ના પ્રોટેક્શન માટે તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન એડ-ઓન ખરીદી શકો છો.

કોઈ પણ કાર ઈન્શ્યોરન્સમાં વધુમાં વધુ કેટલું નો ક્લેઇમ બોનસ હોય શકે?

નો ક્લેઇમ બોનસ ની મહત્તમ મર્યાદા 50% છે. પહેલા વર્ષે કોઈ ક્લેઇમ ન કરવાથી 20% નો ક્લેઇમ બોનસ મળે છે જે દર વર્ષે 5% વધે છે. તેની મહત્તમ મર્યાદા 50% છે.

શું ઈન્શ્યોરન્સ કંપની ક્લેઇમ હિસ્ટરી ચકાસીને નો ક્લેઇમ બોનસ તપાસે છે?

હા, તમે જ્યારે નવો કાર ઈન્શ્યોરન્સ ખરીદો છો ત્યારે કોઈ પણ ઈન્શ્યોરન્સ કંપની ચેક કરે છે કે નો ક્લેઇમ બોનસ તેમજ અન્ય પૂરી પાડવામાં આવેલી વિગતો સાચી છે કે કેમ. જો કોઈ ખોટી માહિતી ધ્યાનમાં આવે તો તમારી ઈન્શ્યોરન્સ કંપની તમારી પોલિસી ને અટકાવી અથવા (જો પાસ થઈ ગઈ હોય તો) રદ પણ કરી શકે છે.

જો તમે કાર ચલાવવાનું બંધ કરી દો તો તમે નો ક્લેઇમ બોનસ ગુમાવો છો?

ના, કાર ચલાવવાનું બંધ કરવાથી તમે નો ક્લેઇમ બોનસ નથી ગુમાવતાં. તમે કોઈ ક્લેઇમ કરો અથવા સમયસર પોલિસી રિન્યૂ ન કરો તો જ તમે નો ક્લેઇમ બોનસ ગુમાવો છો.

ઓવરઓલ કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નો ક્લેઇમ બોનસ ની શું અસર થાય છે?

જો તમે કોઈ ક્લેઇમ કરતાં નથી તો તેના પછીના વર્ષે તમને પ્રીમિયમમાં 20% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. પોલિસી એક્સપાયર થાય તે પહેલા રિન્યૂ કરાવતા રહેવાથી અને વર્ષે-વર્ષે કોઈ પણ ક્લેઇમ ન કરવાથી સતત આ ડિસ્કાઉન્ટમાં દર વર્ષે  5%નો વધારો થાય છે. તમે પ્રીમિયમમાં કુલ 50% સુધીને લાભ મેળવી શકો છો.

નો ક્લેઇમ બોનસ કેટલા સમય માટે વેલીડ છે?

તમે નેક્સ્ટ ક્લેઇમ ન કરો ત્યાં સુધી નો ક્લેઇમ બોનસ માન્ય છે.

શું ઈન્શ્યોરન્સ કેન્સલ કરવાથી તમે એનસીબી ગુમાવો છો?

હા, જો તમે તમારો ઈન્શ્યોરન્સ એક્સપાયર થાય તે પહેલા જ બંધ કરવી દો તો તમે એનસીબી ગુમાવો છો. જોકે, જો તમે તમારા ઈન્શ્યોરન્સ કંપની બદલવા માંગતા હોવ તો એનસીબી જાહેર કરીને, તેનું સર્ટિફિકેટ લઈને તેને એક ઈન્શ્યોરન્સ કંપની માંથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે અને તેનો લાભ મેળવી શકાય છે. પહેલા જણાવ્યા અનુસાર નો ક્લેઇમ બોનસ સંપૂર્ણપણે તમારા સાથે સંબંધિત છે, નહિ કે તમારી કાર કે ઈન્શ્યોરન્સ સાથે.