કર્મચારીઓ માટે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ

26,000+

કોર્પોરેટ કવર કર્યાં

45 લાખ+

જીવન ઇન્સ્યોર કર્યાં

ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે?

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક એવા પ્રકારનો હેલ્થ ઈન્સ્યોરન્સ છે જે એક જ સંસ્થા હેઠળ કામ કરતા લોકોના જૂથને આવરી લે છે. આને ઘણીવાર કર્મચારીઓ માટેના મૂલ્યવાન લાભ તરીકે ઓફર કરવામાં આવે છે કારણ કે તેના માટેનું પ્રીમિયમ એમ્પ્લોયર દ્વારા ઉઠાવવામાં આવે છે. જૂથ હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજને કેટલાંક કિસ્સાઓમાં કર્મચારીઓના પરિવારના સભ્યો સુધી વિસ્તૃત કરી શકાય છે. આ ઇન્સ્યોરન્સ પ્લાનને કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ અથવા કર્મચારી હેલ્થ ઈન્સ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો કે, વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓની તુલનામાં તેની કિંમત તુલનાત્મક રીતે ઘણી ઓછી છે અને કરમાં ઘટાડો કરવામાં નોકરીદાતાઓને પણ ફાયદો થાય છે, તેથી તે એમ્પ્લોયર અને કર્મચારી બંને માટે ફાયદાકારક બને છે.

ડિજીટ પર, અમે તમારા કર્મચારીઓને તમામ બિમારીઓ અને રોગોથી કવર કરવા માટે એક કોમ્પ્રિહેન્સીવ કર્મચારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન અને તમારા કર્મચારીઓને આ ગંભીર રોગચાળા સામે કવર કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે એક COVID-19 વિશિષ્ટ જૂથ કવર બંને ઓફર કરીએ છીએ.

ડિજીટ હેલ્થ પ્લસ પોલિસી (રિવિઝન) - GODHLGP21487V032021

એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી વડે શા માટે તમારા કર્મચારીઓના આરોગ્યને રક્ષણ પૂરૂં પાડવું જોઈએ?

કર્મચારીઓને જાળવી રાખવાને પ્રોત્સાહન આપો - લોકો એવી નોકરીઓને મહત્ત્વ આપે છે જે તેમને સુરક્ષાની ભાવના આપે છે. જૂથ હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા કર્મચારીઓ અને તેમના પરિવારોને માત્ર પૂરતી નાણાકીય સુરક્ષા જ નહીં આપે, પરંતુ એકંદરે એવા સંતોષની ભાવના આપશે કે તેમના એમ્પ્લોયર ખરેખર તેમની કાળજી રાખે છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમને નાણાકીય રીતે સુરક્ષિત કરો - રોગચાળાની વચ્ચે, અર્થતંત્રમાં પતન અને તમામ ક્ષેત્રોમાં પગારમાં ઘટાડો થતાં નાણાકીય સુરક્ષા અત્યંત મહત્વની બની ગઈ છે. તમે ઓછામાં ઓછું આટલું તો કરી જ શકો છો કે તમારા કર્મચારીઓને આ વાઈરસમાંથી ઉદ્ભવતા સારવારના ખર્ચથી બચાવવા અને એ રીતે તેઓને આર્થિક અને તબીબી એમ બંને રીતે સુરક્ષિત હોવાની ખાતરી કરાવવી.

કર્મચારીની પ્રેરણાને મજબૂત બનાવો - ખુશ કર્મચારીઓ કામ કરવાની જગ્યાને ખુશ બનાવે છે અને તેથી દેખીતી રીતે સફળ કંપનીઓ બનાવે છે! તે કોઈ આશ્ચર્યજનક બાબત નથી કે કર્મચારીઓ વધુ સુરક્ષિત અને સંતુષ્ટ અનુભવે છે, તેઓ વધુ ખુશ અને વધુ પ્રેરિત બને તેવી શક્યતા છે!

તેમને ગંભીર આરોગ્યની સ્થિતિઓથી બચાવો - ભારતમાં 61% થી વધુ બિમારી માટેના હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુ જીવનશૈલી સંબંધિત રોગોને કારણે થાય છે. તમારા કર્મચારીઓને અન્ય રોગોની વચ્ચે, તેનાથી સુરક્ષિત કરો; આ સમસ્યાઓનું જેટલું વહેલું નિદાન થાય છે, તેટલું વહેલું તેનો ઉપચાર અને ઉકેલ લાવી શકાય છે.

તેમની માનસિક સુખાકારીમાં વધારો - ઘણા કર્મચારીઓ ઘણીવાર નાણાકીય દબાણ અથવા અન્ય વ્યક્તિગત સમસ્યાઓના કારણે તણાવથી પ્રભાવિત થાય છે જે કામ પર પણ અસર કરે છે અને તેમના ઉત્પાદક સ્તરને નીચેની તરફ દોરી શકે છે. અમારા જૂથ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન માત્ર તેમની બચત જ નહીં પરંતુ યોગ્ય સહાય સાથે તેમની એકંદર માનસિક સુખાકારીમાં પણ વધારો કરશે.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે મહાન શું છે?

ડિજિટના ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

શું કવર થતું નથી?

પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ ખર્ચ

પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ મેડિકલ ખર્ચ, સિવાય કે તેના લીધે કર્મચારી અથવા તેમના જીવનસાથીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય.

PED વેઇટિંગ પીરિયડ

પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગના કિસ્સામાં, જ્યાં સુધી રાહ જોવાનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી, તે રોગ અથવા બીમારી માટે ક્લેઇમ કરી શકાતો નથી. જો કે, જો તમે 50 થી વધુ સભ્યોને આવરી લેવા માંગતા હો, તો ત્યાં PED વેઇટિંગ પીરિયડની માફી છે.

ડૉક્ટરની ભલામણ વિના હોસ્પિટલમાં દાખલ થવું

તમારા કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી કોઈપણ સ્થિતિ, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે મેળ ખાતી નથી તેને કવર કરવામાં આવતી નથી.

માત્ર સિંગલ કવર માટે કોવિડ સારવાર

જો તમે માત્ર કોવિડ માટેના કવરને જ પસંદ કરી રહ્યાં હોવ, તો સારવાર ત્યારે જ લાગુ થાય છે જ્યારે ઇન્સ્યોર્ડ વ્યક્તિએ સરકારી અધિકૃત પરીક્ષણ કેન્દ્રમાંથી પોઝિટીવ પરીક્ષણ મેળવ્યું હોય.

પ્રારંભિક વેઇટિંગ પીરિયડ પહેલાં કરવામાં આવેલ ક્લેઇમ

કોવિડ સંબંધિત ક્લેઇમ માટે, 15-દિવસનો પ્રારંભિક રાહ જોવાનો સમયગાળો છે. તે પૂર્ણ થયા પહેલા કરવામાં આવેલા ક્લેઇમને કવર કરી શકાતાં નથી.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના ચાવીરૂપ ફાયદા

પ્રીમિયમ દરેક કર્મચારી દીઠ ₹1302 થી શરૂ થાય છે
કોપેમેન્ટ કોઈ ઉંમર આધારિત કોપેમેન્ટ નથી
કેશલેસ હોસ્પિટલ સમગ્ર ભારતમાં 16400+ કેશલેસ હોસ્પિટલ
ખરીદવાની અને ક્લેઇમ કરવાની પ્રક્રિયા પેપરલેસ પ્રક્રિયા, ડિજિટલ રીતે મૈત્રીપૂર્ણ
સંપર્કનું બિંદુ સંપર્કનું એક જ બિંદુ
કોરોનાવાયરસ માટે સારવાર ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર કરેલ છે અને એક અલગ ગ્રૂપ તરીકે પણ ઓફર કરવામાં આવે છે.

ક્લેઇમ કઈ રીતે કરવો?

જ્યારે પણ કોઈ ક્લેઇમ હોય, અમને જાણ કરો! અમને 1800-258-4242 પર કૉલ કરો અથવા અમને healthclaims@godigit.com  પર ઇમેઇલ લખીને મોકલો

   એક કેશલેસ ક્લેઇમના કિસ્સામાં, તમારા કર્મચારીએ માત્ર તેની પસંદગીની એક નેટવર્ક હોસ્પિટલને પસંદ કરવાની છે અને તેમનું ઇ-હેલ્થ કાર્ડ દેખાડવાનું રહેશે અને બાકીની બધી બાબતોને અમે સંભાળી લેશું. એ કર્મચારી અંદાજીત તબીબી ખર્ચ બતાવીને 50% સુધીનો એડવાન્સ કેશ બેનિફિટ લેવાનું પણ પસંદ કરી શકે છે. જો કદાચ એક કર્મચારી એવી હોસ્પિટલને પસંદ કરવા માંગે છે જે અમારા નેટવર્કનો ભાગ નથી, તો તેઓ મેડિકલ બિલ, ટેસ્ટના રિપોર્ટ, કન્સલ્ટન્સીની સમરી, વગેરે જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને રિઇમ્બર્સમેન્ટને પસંદ કરી શકે છે.

જો કદાચ એક કર્મચારી એવી હોસ્પિટલને પસંદ કરવા માંગે છે જે અમારા નેટવર્કનો ભાગ નથી, તો તેઓ મેડિકલ બિલ, ટેસ્ટના રિપોર્ટ, કન્સલ્ટન્સીની સમરી, વગેરે જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને રિઇમ્બર્સમેન્ટને પસંદ કરી શકે છે.

એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન કઈ રીતે કાર્ય કરે છે?

એક કંપની સામાન્ય રીતે સંબંધિત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતાને તેમના કર્મચારીઓને જૂથ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન સાથે કવર કરી લેવા માટે પસંદ કરે છે, જેનું પ્રીમિયમ સામાન્ય રીતે સંબંધિત કંપની પોતે ચૂકવે છે, અને કર્મચારીઓને હેલ્થકેર એક લાભ તરીકે ઓફર કરે છે.

કંપનીના તમામ કર્મચારીઓ માટે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લેવામાં આવશે, તેથી મૂળભૂત યોજના અને સમ ઇન્સ્યોર્ડ પણ તમામ કર્મચારીઓ માટે સમાન હશે. જો કે, કર્મચારીઓ તેમના જીવનસાથી અને બાળકો જેવા આશ્રિતોને ઉમેરવાનું પણ પસંદ કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વધારાના પ્રીમિયમની ચૂકવણી કરીને તેમના વરિષ્ઠ માતાપિતાને પણ સામેલ કરી શકે છે.

કર્મચારીઓ માટેના એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સનો હેતુ શું છે?

એવા એમ્પ્લોયર બનો જે વાસ્તવમાં તેના કર્મચારીઓની કાળજી રાખે છે. તેનું નામ સૂચવે છે તેમ, ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે એવા લોકોના જૂથને સમર્પિત છે, જે એક સામાન્ય છત્ર હેઠળ કામ કરે છે.

યુવા સ્ટાર્ટઅપ્સ અને મોટી સંસ્થાઓ બંનેના કર્મચારીઓ માટે સામાન્ય રીતે ખરીદવામાં આવતા, ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન માત્ર કર્મચારીઓને જ લાભ આપતી નથી, પરંતુ એમ્પ્લોયરને પણ લાભકારી છે કારણ કે આજે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા ઉપયોગી લાભો આપતી સંસ્થાઓની તરફેણ કરે છે અને નોકરી ચાલુ રાખે છે.

એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન શા માટે ખરીદવો જોઈએ?

સામાન્ય રીતે, 10 કે તેથી વધુ સભ્યો ધરાવતી કોઈપણ સંસ્થાએ તેમના કર્મચારીઓને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સુરક્ષિત કરવા જોઈએ. જો તમને ખાતરી ન હોય કે તમને તેની જરૂર છે કે કેમ, તો અમે તેને તમારા માટે વિગતવાર સમજાવીએ છીએ.

નાની કંપનીઓ અને યંગ સ્ટાર્ટઅપ્સ

જો તમે હમણાં જ તમારું પોતાનું યુવા સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તમારી પાસે ઓછામાં ઓછા 15 જેટલાં ટીમના સભ્યો છે, તો તમે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન માટે સાઇન અપ કરી શકો છો જે ફક્ત તમારા કર્મચારીઓને જ નહીં, પરંતુ તમારી કર બચતમાં પણ મદદ કરશે. . જો તમે ખર્ચ વિશે ખૂબ જ ચિંતિત છો, તો ચિંતા કરશો નહીં- ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન કંપનીની અને કર્મચારીઓની નાણાકીય શક્તિ અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે છે.

મધ્યમ કદની કંપનીઓ અને વધતી જતી સ્ટાર્ટઅપ્સ

તેથી, તમારી કંપની એક યુવાન છે પરંતુ હમણાં થોડા સમયથી ધંધો કરે છે. તમે તમારા કર્મચારીઓને ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન વડે સુરક્ષિત કરવાનું પસંદ કરી શકો છો. આ ફક્ત તમારા કર્મચારીઓની ખુશી અને પ્રેરણા વધારવામાં જ મદદ કરશે નહીં પરંતુ તેમને લાંબા સમય સુધી જાળવી રાખવામાં પણ મદદ કરશે.

મોટી સંસ્થાઓ અને સ્થાપિત સ્ટાર્ટઅપ્સ

એક વિશાળ અને સ્થાપિત સ્ટાર્ટઅપ હોવાને કારણે, સંસ્થા - કર્મચારીઓ તેમના પેકેજના ભાગ રૂપે હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા લાભોની અપેક્ષા રાખે છે. તેથી, જો તમારી પાસે 1000 જેટલા સભ્યો અથવા તેનાથી ઓછા સભ્યો હોય, તો તમારે તેમને અને તેમના આશ્રિતોને કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન સાથે કવર કરી લેવા જોઈએ જે તેમને માત્ર સુરક્ષાની ભાવના જ નહીં આપે પરંતુ, તમારી સંસ્થાની સદ્ભાવનામાં પણ વધારો કરશે.

એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના ફાયદા

ઓછી કિંમતના પ્રીમિયમ

ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી લોકોના જૂથમાં ફેલાયેલી હોવાથી, તેના માટેનું પ્રીમિયમ અન્ય હેલ્થ પૉલિસી કરતાં ઘણું સસ્તું છે.

કરવેરાના લાભો

ભારતના આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જે કંપનીઓ તેમના કર્મચારીઓને કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ ઓફર કરે છે  તેઓ કેટલીક કર બચતનો લાભ મેળવી શકે છે!

કંપનીની ગુડવિલ

એવી સંસ્થાઓ કે જેઓ તેમના કર્મચારીઓને મૂલ્યવાન લાભો પ્રદાન કરે છે તેઓ સુખી કર્મચારીઓ અને કાર્યના સુખી વાતાવરણ તરફ દોરી જાય છે. આ આખરે નાની અને મોટી કોઈપણ કંપની પ્રત્યે સારી સદ્ભાવના તરફ દોરી જાય છે. આખરે, દરેકને એક એવી સારી જૂની સંસ્થા ગમે છે જે તેના લોકોની ચિંતા કરે છે!

ભારતમાં એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે એમ્પ્લોયર્સે શું જોવું જોઈએ?

અર્થસભર ફાયદા

ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનો પ્રાથમિક હેતુ કર્મચારીઓને હેલ્થકેરના લાભો પ્રદાન કરવાનો છે અને તે માત્ર એવા જ અર્થમાં છે કે એ લાભો એવા હોવા જોઈએ જે કર્મચારીને ખરેખર મૂલ્યવાન લાગે. તેથી, તમારા કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં આપવામાં આવતા લાભો સૌથી પહેલી પ્રાથમિકતા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે: કોવિડ-19 રોગચાળાથી ભારત કેટલું પ્રભાવિત થયું છે તે જોતાં, ખાતરી કરો કે તમારો ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ તેને કવર કરે છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ

દિવસના અંતે, પૈસા મહત્વપૂર્ણ છે! તેથી જ, તમારા ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ માટે તમને કેટલો ખર્ચ થશે તેનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે અને જો તે ઓફર કરેલા લાભોના સંદર્ભમાં અર્થપૂર્ણ છે કે નહીં. સસ્તા પ્રીમિયમ માટે આંખ આડા કાન ન કરો, પરંતુ તેની સાથે આવતા લાભોને સાંકળીને નિર્ણય કરો.

સંદેશાવ્યવહારની અસરકારકતા

જ્યારે તમે ગ્રૂપ હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવો છો, ત્યારે માત્ર તે પ્લાનના લાભો જ મહત્વના નથી, પરંતુ તમારા ઇન્સ્યોરર પણ કેટલાં અસરકારક અને ઝડપથી પ્રતિભાવ આપનાર છે તે પણ મહત્વનું છે. જરૂરિયાતના સમયે, તમે ખાતરી કરવા માંગો છો કે તમારા કર્મચારીઓને સંબંધિત ઇન્સ્યોરન્સ કંપની સાથે વાતચીત કરવાનો અને વ્યવહાર કરવાનો આનંદદાયક અનુભવ થાય છે. ઘણી વખત, ઇન્સ્યોરર ત્રાહિત પક્ષોનો પણ મધ્યસ્થી તરીકે ઉપયોગ કરે છે. આ કિસ્સામાં, તમે ખાતરી કરવા માંગો છો કે સંબંધિત ત્રાહિત-પક્ષના વ્યવસ્થાપક પૂરતા પ્રમાણમાં સારા છે કે નહીં.

સેવાના લાભો

જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે છે, ત્યારે મળતી સેવા પહેલાં ક્યારેય હોય તેના કરતાં વધુ મહત્વ ધરાવે છે. છેવટે, તમારે એવા ઇન્સ્યોરરની જરૂર છે જે અત્યંત કાળજી અને સંવેદનશીલતા સાથે હેલ્થકેરની બાબતોનો સામનો કરશે. તેથી, વિવિધ ઇન્સ્યોરરના ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન નક્કી કરતાં પહેલાં હંમેશા તેમની સેવાનું મૂલ્યાંકન કરો અને તેની તુલના કરો.

ભૌગોલિક કવરેજ

અકસ્માતો અને બીમારીઓ ગમે ત્યાં થઈ શકે છે! તેથી, ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે તે આખા દેશને કવર કરી લે છે કે નહીં, અને જો તે કરે છે તો દેશભરમાં કેટલી નેટવર્ક હોસ્પિટલો ફેલાયેલી છે, વગેરે.

કર્મચારીઓ માટે એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના ફાયદા

ડિફોલ્ટ હેલ્થકેર બેનિફિટ

એવી મોટાભાગની કંપનીઓ કે જે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઓફર કરે છે તેઓ તેને તેમના કર્મચારીના વાર્ષિક લાભોના ભાગ તરીકે જ સમાવે છે; એટલે કે તમે તેને પસંદ કરો કે ન કરો, જો તમારી કંપની પાસે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન છે - તો તમને પ્રીમિયમ જાતે ચૂકવ્યા વિના તેમાં આવરી લેવામાં આવશે.

પ્રી-મેડિકલ ટેસ્ટની જરૂર નથી

સામાન્ય રીતે, જ્યારે તમે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા માંગતા હોવ, ત્યારે તમારા વીમાદાતા તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીની ફાળવણી કરીને તેની પુષ્ટિ કરતાં પહેલાં પ્રી-મેડિકલ પરીક્ષણો કરાવશે. જો કે, ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનના કિસ્સામાં તે જરૂરી નથી. તમારી પૉલિસી કોઈપણ તબીબી પરીક્ષણો લેવાની જરૂર વગર માન્ય છે.

કોઈ પ્રીમિયમ નથી

ઉપર જણાવ્યા મુજબ, મોટાભાગના એમ્પ્લોયર સામાન્ય રીતે કંપની દ્વારા ઓફર કરવામાં આવતા તમારા વાર્ષિક લાભોમાં તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનો સમાવેશ કરશે. આનો અર્થ એ છે કે, તમારે તેના પ્રીમિયમ માટે ચૂકવણી કરવાની જરૂર નથી, અને તમારી કંપની તમારા માટે તેને ચૂકવે છે. જો કે, આ એમ્પ્લોયરથી એમ્પ્લોયરમાં અલગ હોઈ શકે છે. પરંતુ, તમારા એમ્પ્લોયર તમારી પાસેથી તેના માટે ચાર્જ લે કે ન લે, તેના માટેનું પ્રીમિયમ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ કરતાં તુલનાત્મક રીતે ઘણું ઓછું છે.

ક્લેઇમની સરળ પ્રક્રિયા

તમારા એમ્પ્લોયરે તમારા માટે સંબંધિત ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને પસંદ કર્યો હોવાથી, તેઓ મુખ્યત્વે ત્રાહિત-પક્ષના વહીવટકર્તા અથવા ઇન્સ્યોરર સાથે તમામ સંદેશાવ્યવહાર જાળવી રાખશે. તેથી, આ આગળ અને પાછળ વાતચીત કરવાના તમારા પ્રયત્નોને ઘટાડે છે અને તેના બદલે, સામાન્ય રીતે તમારા માટે ક્લેઇમની પ્રક્રિયા  ઘણી સરળ બની જાય છે.

એક ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ કરતાં કઈ રીતે અલગ છે?

વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ
આ કિસ્સામાં, દરેક વ્યક્તિ તેમના સંબંધિત ઇન્સ્યોરર સાથે સીધાં સંપર્કમાં રહે છે. અહીં, કંપની સંબંધિત ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતા સાથે સીધાં સંપર્કમાં રહે છે.
દરેક વ્યક્તિ પોતાની પૉલિસીને કોઈપણ સમયે રદ કરવાનો અધિકાર ધરાવે છે. ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના કિસ્સામાં, ફક્ત એમ્પ્લોયરને જ એ પૉલિસી રદ કરવાનો અધિકાર હોય છે.
વ્યક્તિગત પોલિસી જ્યાં સુધી વ્યક્તિએ સંબંધિત પ્રીમિયમ વાર્ષિક ધોરણે ચૂકવ્યું હોય ત્યાં સુધી માન્ય છે. ગ્રૂપ હેલ્થ પૉલિસી જ્યાં સુધી એ કર્મચારી સંબંધિત સંસ્થાનો ભાગ હોય ત્યાં સુધી માન્ય છે.
વ્યક્તિગત હેલ્થ પૉલિસી મુખ્યત્વે વ્યક્તિની ઉંમર, તબીબી ઇતિહાસ, આરોગ્યની સ્થિતિ વગેરે પર આધારિત હોય છે. ગ્રૂપ હેલ્થ પૉલિસી મુખ્યત્વે સંસ્થાની શક્તિ પર આધારિત છે; નાણાકીય અને કર્મચારી શક્તિ એ બંને.
સામાન્ય રીતે, કોઈપણ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરરે પ્રી-મેડિકલ ચેકઅપ કરાવ્યું હોય છે, જેના આધારે પૉલિસી ફાળવવામાં આવે છે. ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં, ઇન્સ્યોરર દ્વારા પ્રી-મેડિકલ ચેક-અપ કરાવવામાં આવતું નથી, જે પૉલિસી નકારવામાં આવવાના જોખમને ઘટાડે છે.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ અને ગ્રૂપ કોરોનાવાયરસ કવર વચ્ચેનો તફાવત

ડિજિટ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ ડિજિટ ઇલનેસ ગ્રૂપ ઇન્સ્યોરન્સ (કોવિડ-19)
ડિજીટ ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક કોમ્પ્રિહેન્સીવ કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન છે જે સંસ્થાના તમામ કર્મચારીઓને બીમારીઓ, રોગો અને અકસ્માતોથી થતા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટે કવર પૂરૂં પાડે છે. આવરી લે છે. વધુમાં, ડિજીટનો ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ કોવિડ-19 ને તે રોગચાળો હોવા છતાં પણ કવર કરી લે છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, અમે સમજીએ છીએ કે ઘણા ધંધાઓ પ્રીમિયમના ખર્ચ અને હાલમાં ચાલી રહેલી નાણાકીય અસુરક્ષાઓને જોતાં સંપૂર્ણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરને પસંદ કરવા માંગતા નથી. જો કે, એવી ભલામણ કરવામાં આવી છે કે એમ્પ્લોયર તેમના કર્મચારીઓને ઓછામાં ઓછું COVID-19 માટે કવર પૂરૂં પાડે. તેથી જ, અમે તમામ કર્મચારીઓને સસ્તા ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર કોવિડ-19 ને કવર કરવામાં મદદ કરવા માટે કસ્ટમાઇઝ કરેલું કવર બનાવ્યું છે.

ભારતમાં કર્મચારીઓ માટેના કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો

શું કોરોનાવાયરસને ડિજીટના ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સમાં કવર કરી લેવામાં આવે છે?

હા, કોરોનાવાયરસને ડિજીટના ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સમાં કવર કરી લેવામાં આવે છે અને અલગ કવર તરીકે પણ ઓફર કરવામાં આવે છે..

ડિજીટના કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ પ્રારંભિક રાહ જોવાનો સમયગાળો શું છે?

અમારા કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રારંભિક રાહ જોવાનો સમયગાળો માત્ર 15 દિવસનો છે. જો કે, 50+ સભ્યોને આવરી લેતી સંસ્થાઓ માટે તેને માફ કરી શકાય છે.

રાહ જોવાનો સમયગાળો શું છે?

રાહ જોવાનો સમયગાળો એ ચોક્કસ લાભો મેળવવા માટેનો ક્લેઇમ કરવાનું શરૂ કરે તે પહેલાં કોઈ રાહ જોવાની જરૂર હોય તેવા સમયગાળાનો ઉલ્લેખ કરે છે.

મારે મારા કર્મચારીઓ માટે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ક્યારે લેવી જોઈએ?

અમે માનીએ છીએ કે દરેક કંપનીએ તેના કર્મચારીઓને ઓછામાં ઓછો એક મૂળભૂત ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૂરો પાડવો જોઈએ. જો તમારી સંસ્થાની તાકાતમાં ઓછામાં ઓછા 10 ટીમના સભ્યોનો સમાવેશ થાય છે, તો તમારે તે બધાને સુરક્ષિત રાખવા માટે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવવા વિશે વિચારવું જોઈએ.

જો કે, વર્તમાન પરિસ્થિતિને કારણે જો તમે આમ કરી શકતાં નથી, તો તમે પોસાય તેવા ખર્ચે તમારા કર્મચારીઓને કોરોનાવાયરસથી કવર કરવા માટે ફક્ત કોરોનાવાયરસ જૂથ કવર મેળવવાનું પસંદ કરી શકો છો.

અમારા કાર્યસ્થળમાં માત્ર 10 થી 15 સભ્યો છે. શું હું હજુ પણ તેમના માટે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી શકું છું?

હા તમે તેવું કરી શકો છો. અન્ય ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીઓથી વિપરીત, અમારો ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ ઓછામાં ઓછા 10 સભ્યો ધરાવતી કંપનીઓને લાગુ પડે છે.

એડવાન્સ કેશ બેનિફિટ શું છે?

એડવાન્સ કેશ બેનિફિટ એટલે કે ઇન્સ્યોર્ડ વ્યક્તિના સારવાર ખર્ચ અને અંદાજોને આધારે, તમારા ઇન્સ્યોરર (ઉર્ફે અમે!) અંદાજિત ખર્ચના 50% રોકડમાં આવરી લેશે જેથી તેઓ એવી ખાતરીપૂર્વક રહી શકે કે તેમની સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તેઓને હંમેશા કવર કરી લેવામાં આવેલ છે અને તેમને રાહ જોવાની જરૂર નથી.  જ્યારે બાકીના 50% અંદાજિત ખર્ચ સારવાર પછી રિઇમ્બર્સ કરી શકાય છે.

ગ્રુપ હેલ્થ પૉલિસીમાં કોને કવર કરી લેવામાં આવી શકે છે?

18 વર્ષથી ઉપરના અને 70 વર્ષથી ઓછી ઉંમરના એવા તમામ કર્મચારીઓ કે જેઓ સંસ્થામાં કાર્યરત છે તેઓ સંસ્થાની ગ્રૂપ હેલ્થ પૉલિસી હેઠળ કવર કરી લેવા માટે પાત્ર છે. વધુમાં, તેઓ તેમના જીવનસાથી અને 3 મહિનાથી 25 વર્ષ સુધીના 3-બાળકોને પણ ઉમેરી શકે છે.

શું કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી કરતાં સસ્તો છે?

હા, સામાન્ય રીતે કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન સ્સ્તા હોય છે કારણ કે તેની કિંમત મોટી સંખ્યાના લોકોમાં એટલે કે કર્મચારીઓમાં વહેંચાયેલી હોય છે.

મારા નાના વ્યવસાય માટે એમ્પ્લોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ કેવી રીતે મેળવવો?

ડિજીટ પર, અમે મોટા અને નાના બંને વ્યવસાયો માટે કસ્ટમાઇઝ્ડ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફર કરીએ છીએ. તમારો પ્લાન શરૂ કરવા માટે, ઉપર તમારી વિગતો દાખલ કરો અને અમે કસ્ટમાઇઝ કરેલ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્વોટ સાથે તમારો સંપર્ક કરીશું.

મારી પાસે કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન છે. શું મારા પ્લાનને ડિજીટના વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સમાં પોર્ટ કરવો શક્ય છે?

આ મુખ્યત્વે તમારી પાસે રહેલાં કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર પર આધારિત છે. સામાન્ય રીતે, કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન માટે તમારા સંબંધિત એમ્પ્લોયર દ્વારા ચૂકવણી કરવામાં આવે છે અને એકવાર તમે કંપની છોડો પછી વિસર્જન કરવામાં આવે છે.

જો કે, તમે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સની પસંદગી કરી શકો છો, જે તમને વ્યક્તિગત કર બચતમાં પણ મદદ કરશે અને તમને વધારાના હેલ્થકેરના લાભો આપશે.

શું મારી પાસે એક જ સમયે કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ અને વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી એમ બંને હોઈ શકે છે?

હા, ઉપર જણાવ્યા મુજબ તમારી પાસે ચોક્કસપણે કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન અને વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી એ બંને હોઈ શકે છે.

એમ્પ્લોયર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન કિંમતના સંદર્ભમાં કેવી રીતે કામગીરી કરે છે?

એમ્પ્લોયર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની કિંમત દરેક કંપની પ્રમાણે અલગ અલગ હોય છે કારણ કે દરેક કંપની વિવિધ કર્મચારી શક્તિ સાથે આવે છે. એક એમ્પ્લોયર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન.

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરી એવા કર્મચારીઓની સંખ્યા, તેમની ઉંમર, સ્થાન અને તેમના આશ્રિતોની સંખ્યાના આધારે કરવામાં આવે છે જેને તમે સંબંધિત ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં આવરી લેવા માંગો છો.

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સની મર્યાદાઓ શું છે?

ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ એમ્પ્લોયર અને કર્મચારી બંને માટે ફાયદાકારક હોવાની સાથે, તેની સૌથી મોટી મર્યાદાઓમાંની એક મર્યાદા એ છે કે, કર્મચારીના સંદર્ભમાં તમામ હેલ્થકેરની જરૂરિયાતોને કવર કરી લેવા માટે એ કવર પૂરતું ન હોઈ શકે, કારણ કે મોટાભાગના ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન મર્યાદિત અને સામાન્ય છે. જે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને વ્યક્તિગત હેલ્થકેરની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ પણ કરી શકાય છે.

જો કે, આ અંગે આગળ વધવાનો એક આદર્શ માર્ગ એ છે કે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન અને વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન બંનેને સાથે રાખો જે હેલ્થકેરની જરૂરિયાતો અને કરવેરામાં બચત એ બંને માટે સારી રીતે કામ કરે છે.

 

અસ્વિકરણ: આ ડેટામાં 13મી સપ્ટેમ્બર 2021 સુધી ડિજિટ હેલ્થ પ્લસ પૉલિસી (રિવિઝન) અને ડિજિટ ઇલનેસ ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલા સભ્યોનો સમાવેશ થાય છે.